Last Update : 07-Sept.-2010, Tuesday

તમારું બાળક કોમ્પ્યુટર પર શું કરે છે એ તમને ખબર છે...

 આજકાલ સર્વત્ર કમ્પ્યુટરનું ચલણ વધી ગયું છે. સરકારી ઓફિસોથી લઈને બાળકોના બેડરૂમ સુધી કમ્પ્યુટરે પગપેસારો કર્યો છે. કમ્પ્યુટર પર રમવાનો બાળકોને ચસકો લાગી ગયો છે. આ ઉપરાંત કિશોેરાવસ્થાના ઊંબરે રહેલા બાળકો ઈન્ટરનેટ પર સર્ફંિગ કરતાં જોવા મળે છે. જો કે વિસ્મય સાથે શરૂ થયેલું આ સર્ફંિગ ક્યારેક ખૂબ ભારે પડી જાય છે. આ દ્વારા અંગત માહિતી લીક થવાનો કે અકાઉન્ટ હેક થવાનો ભય રહે છે. બાળકો કમ્પ્યુટર પર શું કરતા હોય છે તેના પર માતા-પિતા પૂરતી નજર ન રાખી શકતા હોવાથી તેઓ નિઃસહાય હોય છે. ઘણા વાલીઓ ઈન્ટરનેટને ટાઈમપાસ કરવાનું ઉત્તમ માઘ્યમ માને છે. પરંતુ તેઓ જાણતા નથી કે સંતાનો આના આદિ બની જતાં આગળ મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
આજની ટેક્નોસેવી કિશોરપેઢી એમ માને છે કે ઓનલાઈન મુશ્કેલી સર્જાશે તો તેઓ તેને સહેલાઈથી હાથ ધરી શકશે. પરંતુ ખૂબ ઓછા લોકો જાણે છે કે એકવખત સાયબર સ્પેસ પર જે માહિતી આપવામાં આવે છે તેને પાછી ખેંચી શકાતી નથી.
તમારું બાળક શાળા કે કોલેજમાં બધાની સાથે વાતચીત કરવામાં નિપુણ હશે પરંતુ સાયબર વર્લ્ડમાં તેમની આ નિપુણતા કામ ન લાગી શકે. અહીં મહત્ત્વની વાત એ છે કે સાયબર સ્પેસમાં વ્યક્તિ સામસામે હોતી નથી. આના કારણે ક્યારેક રમત રમતમાં બાળક માત્ર પોતાની જ નહિ પણ પોતાના પરિવાર અંગેની માહિતી પણ સહેલાઈથી આપી શકે છે. પરિવારજનોની તસવીરો અને ઘરનું સરનામું તથા ફોન નંબર આપીને બાળકો કફોડી સ્થિતિમાં મુકાઈ જાય છે.
જો કે આજના ટેક્નોસેવી યુગમાં બાળકોને કમ્પ્યુટરથી દૂર રાખવા તદ્ન અયોગ્ય બાબત છે. આજે શહેરમાં ઠેરઠેર સાયબર કેફે ખુલી ગયા છે. આ ઉપરાંત મોબાઈલ ફોેનમાં પણ ઈન્ટરનેટનું કનેક્શન હોય છે. એટલે તમે બાળકોને નેટથી ઝાઝો સમય દૂર નહિ રાખી શકો. આથી બાળકો પર જાતજાતના પ્રતિબંધ મૂકવા કરતાં અંગત માહિતી નેટ પર મૂકતાં શું શું મુશ્કેલી સર્જાઈ શકે છે તેની સમજ આપવી જોઈએ. આજના સ્માર્ટ બાળકો આ વાત જલ્દીથી અને સારી રીતે સમજી જશે.
ઘ્યાનમાં રાખવા જેવી કેટલીક વાતો ...
- સૌથી પહેલાં તો વાલીએ થોેડા ટેક્નોસેવી બનીને કમ્પ્યુટર ઓપરેટ કરતાં શીખી લેવું. નેટ પર એવા કેટલાક ઓપશન્સ હોય છે જ્યાં જઈને તમે હિસ્ટરી ચેક કરો તો બાળકે સર્ફ કરેલી વેબસાઈટના નામ જાણવા મળશે. આથી આ રીતે તમે બાળકના નેટસર્ફંિગ પર ઘ્યાન રાખી શકશો.
- અંગત માહિતી કોઈને કહેવી નહિ એમ બાળકને સમજાવો. કોઈપણ વ્યક્તિ ઓનલાઈન એડ્રેસ, ફોન નંબર, બેંક અથવા ક્રેડિટ કાર્ડ સંબંધિત માહિતી માગે તો તે ન આપવાની તાકીદ કરો. ઘણી વખત કોઈ કિશોર કે કિશોરી સાથે મિત્રતા કરવાના મોહમાં તેઓ આવી માહિતી આપીને મોટી મુસીબત વહોરી શકે છે એવી ચેતવણી અવારનવાર આપ્યા કરો.
- કોઈની સાથે ઓનલાઈન મૈત્રી કરો તો પણ ઘરની વાત કોઈને કહેવી નહિ તે પણ બાળકોને સમજાવો. તમારું યુઝર્સ નેમ પણ કોઈને જણાવવું નહિ. યુઝર્સ નેમ તરીકે પોતાનું નામ, વય કે વતનના નામને આપવાથી પણ મુશ્કેલી સર્જાઈ શકે છે.
- બાળકો ઓનલાઈન શું ‘પોસ્ટ’ કરે છે તેના પર ઘ્યાન રાખો. તેમને જણાવો કે તેઓ ઓનલાઈન જે કમેન્ટ કરે કે પોસ્ટ કરે તેને અજાણ્યાઓ પણ જોવાના છે. આથી કોઈપણ ગંભીર સ્થિતિને ટાળવા ફોટાઓ પોેસ્ટ ન કરવા તથા આડેધડ કમેન્ટ્સ ન કરવી એવુ સંતાનોને સમજાવવું.
- ઓનલાઈનની ખામી એ છે કે તેના પર પોસ્ટ કરવામાં આવેલી માહિતીને પાછળથી ડિલિટ કે મોડિફાઈડ કરવામાં આવે તો પણ ઓરિજિનલ ક્યારેય સંપૂર્ણ ડિલિટ થતું નથી. તમારા બાળકને આ હકીકત જણાવી સાવધ રહેવાનું સમજાવો.
- એકદમ નાના બાળકને આપણે અજાણ્યાઓ સાથે વાતચીત ન કરવાનું શીખવીએ છીએ. તે જ પ્રમાણે તેઓ મોટા થાય ત્યાર પછી ઓનલાઈન વ્યવહાર કરવામાં સાવધ રહેવાનું સમજાવો. પોતાના ચાટ લિસ્ટમાં કોઈને ઉમેરતાં પૂર્વે સાવધ રહેવાનું જણાવો. સામેની વ્યક્તિ રૂબરૂમાં દેખાતી ન હોવાથી તે જે કહે છે તે સાચું હોય કે ખોટું તેની જાણ હોતી નથી. આથી સાવધ રહેવું જરૂરી છે તેની સમજ આપવી.
- ક્યારેક બાળકો ઓનલાઈન ભોેળવાઈ જાય છે. અજાણી વ્યક્તિ ઓનલાઈન સાચી માહિતી આપતી હોય છે કે નહિ તે ચેક કરી શકાતું નથી. આથી ઓનલાઈન ફ્લર્ટ ન કરવાનું સમજાવો.
- જ્યારે બાળકથી કોઈ ભૂલ થઈ જાય કે તે કોઈ માહિતી ઓનલાઈન મૂકે અને પછી સમસ્યા સર્જાય તો સૌથી પહેલાં બાળકને વઢવું નહિ. પરંતુ કોઈ નિષ્ણાત વ્યક્તિની મદદ લઈ તેમાંથી બહાર નીકળવાનો ઉપાય શોધવો. ત્યારબાદ બાળકને શાંતિથી બઘું સમજાવવું. જો તમે ગુસ્સો કરશો તો બાળક બીજી વખત તમને સાચી વાત જણાવશે નહિ અને ક્યારેક એવી ગંભીર સમસ્યા ઊભી કરશે જેનાથી મોટું નુકસાન થઈ જશે.

Share |
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

આપણને યાદ કઈ રીતે રહે છે! માણસ જે પ્રકારના
સોલાર પાવર વિમાનની રાત્રિસફર
નવું ખાદ્ય વનસ્પતિ તેલ
 
 

Gujarat Samachar Plus

એક ફૂલ પ્લેટ ફરાળી ડિશ હાઉસફૂલ હોટલોમાં ગુજરાતી ડિમાન્ડ
'કૃષ્ણ' શબ્દ ક્લિક કરતા ૨૦૦૦ પુસ્તકોની યાદી ઉપલબ્ધ
કોમળ કાંડામાં કીક મારવાની ૧૦૦ સીસીની તાકાત
થોડો સમય ગામડા પાછળ ફાળવતી ગુજરાતની યંગબ્રિગેડ
   
 
 
lagnavisha usa
   
webad1

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્ આજનું ઔષધ
આજની જોક આજની રેસીપી
   
webad2

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2010, All Rights Reserved