Last Update : 07-Sept.-2010, Tuesday

દાંપત્યજીવનની દૂરી મિટાવતો સંવાદ-સેતુ

કાઉન્સેલરની મદદ લઈ તૂટેલા ધાગા સાંધવામાં સંકોચ રાખશો નહિ

 

 

‘આર યુ શ્યોર?’ તમને ખરેખર મારા શબ્દો પર વિશ્વાસ નથી?
‘ના જરા પણ નહીં.’ મંથને જ્યારે જોરથી નનૈયો ભણ્યો ત્યારે મનસ્વીના હૃદયનો બંધ તૂટી પડ્યો હતો.
છેલ્લાં છ-છ વર્ષથી મંથનને તન-મન-ધન સર્વસ્વ સોંપીને પોતાનો દેવતા માનીને મનસ્વી જીવન જીવી રહી હતી. મંથન પણ તેને ખૂબ પ્રેમ કરતો હતો. તેના માટે પણ મનસ્વી જ જીવન હતી. તેમનું પ્રેમાળ લગ્નજીવન જોઈને ઘણાને ઈર્ષા થતી હતી અને આ ઈર્ષા જ કદાચ તેમના સંબંધના પાયાને ઉધઈની જેમ કોતરી રહી હતી. મનસ્વી મંથનને સમજીને તેને જે ન ગમતું તે તેની હાજરી કે ગેરહાજરીમાં ક્યારેય કરતી નહીં. તે ક્ષણેક્ષણે મંથનને ખુશ રાખવાના પ્રયાસો કરતી અને જ્યારે મંથનને આનંદમાં જોતી ત્યારે તેને તેના જીવનનું પરમસુખ પ્રાપ્ત થતું હતું.
પરંતુ છેલ્લા થોડા વખતથી મંથનના મનમાં શંકાનો કીડો સળવળવા લાગ્યો હતો અને તે કારણે બંને વચ્ચે મહિનામાં એકવખત તો ઝઘડો થતો જ હતો. છેલ્લા બે વર્ષથી ચાલતાં આ સિલસિલાથી મનસ્વી માનસિક રીતે થાકી ગઈ હતી. જે મંથને તેને જીવનનો સાચો અર્થ સમજાવ્યો હતો તે જ તેના માટે શંકા ધરાવતો હતો. આનાથી મોટું દુઃખ બીજું શું હોઈ શકે. અને જ્યારે સમાધાનના અંતિમ પ્રયાસરૂપે મનસ્વીએ મંથનને પૂછ્યું કે તને મારા પર વિશ્વાસ નથી અને મંથને સ્પષ્ટ નકાર કહ્યો ત્યારે તે ભાંગી પડી હતી.
છેવટે મંથન અને મનસ્વીએ છૂટા પડવાનો નિર્ણય લીધો. પરંતુ તેમના મિત્રવૃંદથી આ પ્રેમાળ દંપતીનું છૂટા પડવું સહ્ય ન બન્યું. એટલે તેમણે નિષ્ણાત કાઉન્સેલરની મદદ લેવાનું નક્કી કર્યું.
આપણા જીવનમાં જીવનસાથીથી લઈને પરિવારજનો અને મિત્રો સાથેના સંબંધ અત્યંત અંગત ગણાય છે. સંબંધ હોય ત્યાં લાગણીના તાણાંવાણા હોવાના જ. જ્યારે આ લાગણીમાં ઉતાર-ચઢાવ આવે છે ત્યારે કાઉન્સેલર મદદરૂપ સાબિત થાય છે.
સામાન્ય વ્યક્તિઓ કરતાં સેલિબ્રિટી દંપતીઓના સંબંધમાં તો ઘણા વધારે ઉતાર-ચઢાવ આવે છે. હોલીવૂડ સેલિબ્રિટી કોર્ટેન્સી કોઝ માને છે કે તેના લગ્ન આજીવન ટકશે. કારણ કે તેણે અને તેના પતિ ડેવિડ ઓર્કેટે લગ્નજીવનના મુશ્કેલ તબક્કામાં થેરેપીસ્ટ સાથે વાતચીત કરીને સમાધાન કર્યું હતું. અને હવે તેઓ ફરી પાછા એકમેકમાં ઓતપ્રોત થઈ ગયા છે. અત્યારે અન્ય એક થેરપીસ્ટ મેડોનાને પણ તેના વણસેલા સંબંધ સુધારવા બાબતે મદદ કરે છે. અમેરિકાની ‘નેક્સ્ટ ટોપ મોડેલ’ વિજેતા એડ્રિના કેરી અને તેનો પતિ ક્રિસ્ટોફર નાઈટ પોતાના સંબંધને મજબૂત બનાવવા માટે એટલા પ્રતિબઘ્ધ છે કે તેમણે આ માટે નિષ્ણાતોની મદદ લીધી છે. લગ્નના ૨૩ વર્ષ બાદ છૂટા પડેલા શર્લી જોન્સ અને માર્ટી ઈંગલ્સ થેરાપીસ્ટની મદદથી જ ફરી પાછા એક થયા છે.
‘એક તટસ્થ વ્યક્તિ મારા સંબંધોને જાળવવામાં મદદરૂપ થઈ શકે તે સમજાતાં મને ઘણીવાર લાગી હતી’ એવું સૌમિલ પરમારે કહ્યું હતું. તેની પત્ની રિયાએ કહ્યું હતું કે, ‘થેરેપીના પ્રાથમિક તબક્કામાં અમને એકબીજાથી દૂર કરવામાં આવ્યા ત્યારે હું નિરાશ થઈ ગઈ હતી. પરંતુ આ પ્રક્રિયામાં જેમ જેમ આગળ વધતાં ગયા તેમ તેમ મને અનુભૂતિ થઈ કે જે બાબતો મોટી દેખાતી હતી તે વાસ્તવમાં તો તદ્ન બિનજરૂરી હતી. બાળપણથી મનમાં ઘર કરી ગયેલી ગ્રંથિઓ આમાં મહત્ત્વનો ભાગ ભજવી ગઈ હતી તે મને જાણવા મળ્યું હતું.’
આજે શહેરની ફેમિલી અદાલતમાં છૂટાછેડા લેવાના કેસોની ઢગલાબંધ ફાઈલો પડી છે. છૂટા પડવાનો નિર્ણય લેનારા પ્રત્યેક પતિ-પત્ની કદાચ વ્યક્તિગત રીતે સાચા હોઈ શકે છે. પરંતુ તેઓ એકમેકના દ્રષ્ટિકોણને સમજવામાં નિષ્ફળ ગયા હોય છે. રિલેશનશીપ થેરેપીમાં પ્રોેફેશનલ થેરાપીસ્ટની મદદ વડે અત્યંત વિશ્વસનીય વાતાવરણમાં દંપતીને પોતાના સંબંધોનું મુલ્યાંકન કરવાની તક સાંપડે છે. આ દ્વારા તેઓ સમસ્યાના મૂળ સુધી પહોંચી શકે છે. મનમાં ધુમરાતી રહેતી બાબતો સ્પષ્ટ થાય છે. અને તેમનામાં સકારાત્મક પરિવર્તન આવે છે.
શહેરના એક અગ્રણી મનોચિકિત્સક અને મેરેજ કાઉન્સેલરે કહ્યું હતું કે, પ્રત્યેક સંબંધને જાળવવાની ખાસ જરૂર હોય છે. હકીકત એ છે કે મોટાભાગના લોકો ખાસ કરીને પતિઓ લગ્નના થોડા સમય બાદ એકદમ બેફિકર બની જાય છે અને સંબંધોને ખાસ મહત્ત્વ આપવાનું જરૂરી સમજતાં નથી. એક છત નીચે રહેતાં હોવાને લીધે સંબંધનું સંવર્ધન કરવાનું તેઓ જરૂરી માનતા નથી. પરંતુ આ વિચાર ખોટો છે. સાથે રહેનારી બે વ્યક્તિએ નિયમીત રીતે વાતચીત કરીને સંબંધોને મજબૂત બનાવવાનો પ્રયાસ કરવો જ રહ્યો.
મનોચિકિત્સકોના મતે રિલેશનશીપ થેરેપી દંપતીઓને આશા આપે છે કે હવે તેમની વાત સમજાશે, નવેસરથી સંવાદનો સેતૂ રચાશે. દંપતી વચ્ચે ઉદ્ભવતા ખટરાગમાં સગાઓ કે મિત્રો પાછલે બારણેથી ઉમેરો કરે છે આ કારણે વાત વઘુ વણસે છે. તેમ છતાં જ્યારે જીવનસાથી રિલેશનશીપ થેરેપી અજમાવી જોવા સંમત થાય છે ત્યારે તે તમને પ્રેમ કરે છે અને સંબંધ ટકાવી રાખવા પ્રતિબઘ્ધ છે તે વાત પુરવાર થાય છે. તેમ છતાં ઘણી વખત તે ‘પથ્થર ઉપર પાણી’ જેવી અસર કરતી હોવાનું લાગે છે. પરંતુ દંપતીએ નિરાશ થયા વગર પ્રયાસો ચાલુ રાખવા જોઈએ.
લગ્નજીવનને તાણગ્રસ્ત બનાવવામાં ઘણા પરિબળો ભાગ ભજવે છે જેમ કે બાળકનું આગમન. બાળકનો જન્મ થતાં જ પતિ-પત્નીએ ઘણી બાબતે બાંધછોડ કરવી પડે છે. અનિષા અને વિરેન પાંચ વર્ષ સુધી પ્રેમજીવન માણ્યા બાદ લગ્નગ્રંથિથી જોડાયા હતા. તેેમની આત્મીયતા અને સહજીવનમાં ખલેલ ન પહોંચે તે માટે તેઓ લગ્ન બાદ ચાર વર્ષ સુધીમાં માતા-પિતા બનવાનું ટાળતાં રહ્યાં હતાં. પરંતુ ત્યાર પછી તેમણે કુટુંબને વિસ્તારવાનો નિર્ણય લીધો અને તે સાથે જ કાઉન્સેલરનો પણ સંપર્ક સાઘ્યો હતો. કાઉન્સેલીંગને કારણે અનિષા-વિરેન એકમેકની વઘુ નીકટ આવ્યા હતા. કાઉન્સેલરો જણાવે છે કે ગર્ભાવસ્થા દરમિયાન ઘણા દંપતીઓના અંગત જીવનમાં સમસ્યા ઉદ્ભવે છે. ગર્ભાવસ્થાના નવ મહિના દરમિયાન તો તેઓ નાની નાની વાતોને ટાળે છે અથવા દબાવી દે છે. પરંતુ પહેલા બાળકના જન્મ વખતે જ્યારે તેમણે શારીરિક રીતે અલગ રહેવું પડે છે ત્યારે આક્રોશ સપાટી પર આવે છે. ગર્ભાવસ્થા અને પ્રસૂતિ બાદ નારીના જીવનમાં ઘણા શારીરીક અને ભાવનાત્મક પરિવર્તન આવે છે. મહિલા પોતાની તમામ વાત પતિને જણાવવા ઉત્સુક હોય છે અને તે પોતાની કાળજી રાખે એમ ઈચ્છતી હોય છે. પરંતુ પુરુષો આ બાબતને અવગણીને પત્નીની લાગણીને પ્રતિસાદ આપવામાં નિષ્ફળ રહે છે. તેઓ આ સ્થિતિને સંભાળી શકતા નથી એટલે સંબંધના સંવર્ધનમાં ઊણા ઉતરે છે.
દાંપત્યજીવનમાં આવતાં ચડાવ-ઉતાર સમયે નિરાશ થયા વગર કાઉન્સેલરની મદદ લેવામાં આવે તો સંબંધની ગરિમા જળવાઈ રહે છે તે વાત ભૂલવી નહીં.
ભૂમિકા

 

Share |
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

આપણને યાદ કઈ રીતે રહે છે! માણસ જે પ્રકારના
સોલાર પાવર વિમાનની રાત્રિસફર
નવું ખાદ્ય વનસ્પતિ તેલ
 
 

Gujarat Samachar Plus

એક ફૂલ પ્લેટ ફરાળી ડિશ હાઉસફૂલ હોટલોમાં ગુજરાતી ડિમાન્ડ
'કૃષ્ણ' શબ્દ ક્લિક કરતા ૨૦૦૦ પુસ્તકોની યાદી ઉપલબ્ધ
કોમળ કાંડામાં કીક મારવાની ૧૦૦ સીસીની તાકાત
થોડો સમય ગામડા પાછળ ફાળવતી ગુજરાતની યંગબ્રિગેડ
   
 
 
lagnavisha usa
   
webad1

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્ આજનું ઔષધ
આજની જોક આજની રેસીપી
   
webad2

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2010, All Rights Reserved