Last Update : 07-Sept.-2010, Tuesday

આંખોને અનોખો લુક આપતો મેકઅપ

થીમ પાર્ટી કે અન્ય કોઇ નાઇટ પાર્ટીમાં જવું હોય તો આંખને અનોખો ઉઠાવ આપવો જોઇએ. તમારા ડ્રેસ જેવા ઘેરા રંગને પસંદ કરીને તેનો જાડો થર પાંપણ ઉપર કરવો.


મનની વાત આંખો વડે બોલી અને સમજી શકાય છે. અને તેથી જ આંખોની સુંદરતા ચહેરાના સૌંદર્યમાં ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે છે. આંખની સુંદરતા વધારવા બજારમાં ઘણા ઉત્પાદનો મળે છે જેના ઉપયોગ વડે આંખને વધુ સુંદર બનાવી શકીએ છીએ.
આજકાલ પર્પલ રંગનો ક્રેઝ વધારે છે અને પર્પલ ડ્રેસ સાથે પર્પલ આયશેડો ખૂબ જ સુંદર લાગે છે. આંખની ખૂણાના હાડકા પાસેથી ઉપરની બાજુથી અંદરની તરફ રૂપેરી શેડ લગાડો. પછી ઉપર અને નીચેની પાંપણ પાસે ફ્રોસ્ટેડ પર્પલ શેડો લગાડવો. અને ત્યારબાદ પાંપણના વાળ ઉપર મસ્કરાનો લગાડો. આંખો એકદમ અણિયાળી લાગશે. બને તો રેવલોન આયશેડો પેલેટ ઇન પર્પલનો ઉપયોગ કરવો.
એકદમ શાંત- સહજ આંખો માટે ગોલ્ડ અથવા ફ્રેશ રંગનો ક્રીમી શેડો પાંપણ ઉપર લગાડો. જો કાળા કુંડાળા હોય તો તેને દૂર કરવા કન્સીલર લગાડો ત્યારબાદ આંખ ઉપર ફ્રોસ્ટી પીંક આયશેડો લગાડવો. આંખને થોડી અનોખી રાખવા માટે પાંપણની અંદર લાઇટ બ્રાઉન આયલાઇનર લગાડવું. ત્યારબાદ છેલ્લે આયલેશ કર્લરથી તમારી પાંપણ સરખી કરીને મસ્કરા લગાડો. આંખ ઉપર આવી સુંદર અસર લાવવા લેકમે સ્પાર્કલ એન્ડ સ્પાઇસ આયશેડો અને રેવલોન ક્વીક થીક બ્લેક મસ્કરાનો ઉપયોગ કરવો.
રમતિયાળ અને આકર્ષક આંખો બનાવવા માટે ઉપર અને નીચેની પાંપણમાં બ્રાઉન પેન્સીલ લગાડો. ત્યારબાદ પાંપણની ઉપરની બાજુ સિલ્વર આય પેન્સીલથી આંખના આકારની લાઇન દોરો. ઇચ્છો તો આ લાઇનને થોડી ઉપરથી પણ દોરી શકાય છે. તે જ પ્રમાણે નીચેની પાંપણની નીચે બ્લુ પેન્સીલ અથવા લાઇનર લગાડો. ત્યારબાદ છેલ્લે મસ્કરા લગાડો. આવી આંખો માટે લેકમે પરફેક્ટ ડેફીનેશન આય પેન્સીલ ઇન ગ્લીટર ગ્રે, ગાલા બ્લુ લીક્વીડ લાઇનર, મેબીલાઇન બ્લેક મસ્કરા વાપરવી જોઇએ.
કેસરી રંગનું ચલણ પણ ખૂબ વધી ગયું છે તેથી કેસરી ડ્રેસ સાથે આંખને પણ કેસરી શેડ આપવો જોઇએ. તે માટે કેસરી, પીળો અથવા લીલા રંગમાં પાવડર મેટ શેડો લગાડો. કોઇપણ ઘેરો રંગ તમારા ઘેરા રંગના વસ્ત્ર સાથે મેચ થશે એટલે તે પ્રમાણે રંગની પસંદગી કરો. ત્યારબાદ તેને થોડું સ્પ્રેડ કરો. આ માટે સ્ટ્રીટ વેઅર ક્રીમ આયશેડો વાપરવું. અને હળવા હાથે મસ્કરા લગાડો.
થીમ પાર્ટી કે અન્ય કોઇ નાઇટ પાર્ટીમાં જવું હોય તો આંખને અનોખો ઉઠાવ આપવો જોઇએ. તમારો ડ્રેસ જે રંગનો હોય તે ઘેરા રંગને પસંદ કરીને તેનો જાડો થર આંખની પાંપણ ઉપર કરવો. નીચેની પાંપણની નીચે તે જ રંગની પેન્સીલ વાપરવી અને મસ્કરા પણ તે જ રંગની કરવી.
આ માટે લેકમે આયશેડો અને મેબીલાઇન મસ્કરા વાપરવી.
કાળી કજરારી આંખો બનાવવા માટે બ્લેક આયશેડો અથવા કાજળને આંખ ઉપર લગાડો. પણ તમારી લાઇનથી બહાર ન જવું. તેને વ્યવસ્થિત કરવા પેન્સિલ વડે ઉપર અને નીચે સરખી લાઇન દોરવી. જો મ્યુટેડ ટોન જોઇએ તો બ્રાઉન ક્રીમ આયશેડો વાપરવો. અને છેવટે મસ્કરા વડે પાંપણના વાળને પણ ઘેરા કાળા કરો. કાળી આંખો માટે બોમશેલની સ્ટ્રીટ વેર એફએક્સ આયસ, ચેમ્બરની બ્લેક આય પેન્સીલ, પીયર કોર્ડેન ગ્રે આયશેડો વાપરવો.
રેણુકા

 

નયનોનું કામણ
આંખનો મેકઅપ ચહેરાને સૌમ્યથી લઈને નાટ્યાત્મક લુક આપે છે. આંખના મેકઅપ વડે મોટી આંખને નાની અને નાની આંખને મોટી દેખાડી શકાય છે. મેકઅપમાં આંખના મેકઅપનું મહત્ત્વ અદકેરું છે તેથી તે વિશે જાણવું અત્યંત જરૂરી છે. જેમ કે -
* લિક્વીડ આઈલાઈનર માત્ર ઉપરની પાંપણ ઉપર લગાડવી જોઈએ. જ્યારે નીચેની પાંપણ પર પેન્સિલ અથવા આઈશેડો વાપરવો. આંખને એકદમ આકર્ષક દેખાડવા માટે પાંપણની ઉપર અને નીચે કાળી કાજળ પેન્સિલ લગાડો અને તેની ઉપર કાળી લિક્વીડ લાઈનર લગાડો. આનાથી પાંપણો ઘેરી દેખાશે અને આખોે દિવસ તે રહેશે.
* ડાર્ક આઈલાઈનરત આંખને અલગ આકાર આપીને તેને ઉંડી દર્શાવે છે. આંખના સૌમ્ય દેખાવ માટે આઈલાઈનર પેન્સિલથી હળવી લાઈન દોરો.
* આંખને તેજસ્વી દર્શાવવા નીચેની પાંપણને રંગીન લાઈનર લગાડો. જ્યારે સૌમ્ય દેખાવ માટે તે લાઈનને આંગળી વડે થોડી આછી કરી દો.
* આંખની પાંપણ પાસે આઈલાઈનર લગાડો.
* આઈલાઈનરના ત્રણ પ્રકાર છે. કેડ, લિક્વીડ લાઈનર અને પેન્સિલ. દરરોજ પ્રેક્ટીસ કરવાથી લાઈનર લગાડતા આવડી જાય છે. માથાને થોેડું પાછળ લઈ નીચે આંખે અરીસામાં જોવું ત્યારબાદ આંખના ખૂણાને ટાઈટ પકડીને લાઈનર લગાડવી.
* ક્યારેય જાડી લાઈનર ન લગાડવી. આનાથી ચહેરો કડક અને પાકટ દેખાશે. તથા આંખ થાકેલી લાગશે. ૬૦’ના દાયકાનો જમાનો ગયો છે. અને અહીં પાતળી લાઈનર લગાડવાની ફેશન છે.
* આંખ અને હોઠ માટે એકસરખી લાઈનર પેન્સિલ વાપરવી હોય તો આઈલાઈનર પેન્સિલ જ ખરીદવી. જેથી તે આંખ માટે સુરક્ષીત ગણાય. રેડ બ્રાઉન અથવા પ્લમ બ્રાઉન શેડ્માંથી એકની પસંદગી કરવી. જેથી તે તમારી લિપસ્ટિકના રંગ સાથે મેચ થાય.
ઈશિતા

 

Share |
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

આપણને યાદ કઈ રીતે રહે છે! માણસ જે પ્રકારના
સોલાર પાવર વિમાનની રાત્રિસફર
નવું ખાદ્ય વનસ્પતિ તેલ
 
 

Gujarat Samachar Plus

એક ફૂલ પ્લેટ ફરાળી ડિશ હાઉસફૂલ હોટલોમાં ગુજરાતી ડિમાન્ડ
'કૃષ્ણ' શબ્દ ક્લિક કરતા ૨૦૦૦ પુસ્તકોની યાદી ઉપલબ્ધ
કોમળ કાંડામાં કીક મારવાની ૧૦૦ સીસીની તાકાત
થોડો સમય ગામડા પાછળ ફાળવતી ગુજરાતની યંગબ્રિગેડ
   
 
 
lagnavisha usa
   
webad1

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્ આજનું ઔષધ
આજની જોક આજની રેસીપી
   
webad2

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2010, All Rights Reserved