Last Update : 07-Sept.-2010, Tuesday

કોલેજિયનોની ‘કૂલ એન્ડ સ્માર્ટ’ ફેશન

 

ફન્કી ગાર્મેન્ટ તથા પ્લાસ્ટિકની એસેસરીઝ, બેગ અને ચંપલ સ્ટાઈલિશ દેખાય છે


દસમા અને બારમા ધોરણનું પરિણામ આવી ગયું છે અને હવે કોલેજનું નવું શૈક્ષણિક વર્ષ શરૂ થઈ ગયું છે. કોલેજિયનોમાં ભણવા સાથે ફેશન અને સ્ટાઈલનું પણ આગવું મહત્ત્વ હોય છે. મોટાભાગના કોલેજિયનો જીન્સ-ટી-શર્ટને જ ‘બેસ્ટ ડ્રેસ’ સમજતાં હોય છે પરંતુ આ એકની એક ફેશન ઘણી વખત બોરીંગ લાગે છે. વળી કેટલીક કોલેજોમાં ડ્રેસકોડ હોય છે એટલે શોર્ટ્સ, હોલ્ટર્સ, સ્પેગિટી ટોપ્સ, સ્લીવલેસ પરિધાન પહેરવા પર પાબંદી આવી જાય છે. આ કારણે ડ્રેસ પસંદગીના વિકલ્પો અત્યંત મર્યાદિત બની જાય છે. પરંતુ થોભો, નિરાશ થવાની જરૂર નથી. જો તમે થોડી સુઝ વાપરીને ફંકી ગાર્મેન્ટ ખરીદશો તો તેનો મિક્સ એન્ડ મેચ કરીને સારી રીતે ઉપયોગ કરી શકાશે.
કોલેજ જવા માટે વસ્ત્રો પસંદ કરતી વખતે તે સુવિધાજનક અને ફંકી બંને હોવા જોઈએ તે હંમેશા યાદ રાખવું. હેરમ, ધોતી કે લો-ફોર્ક પેન્ટ જેવા ઢીલા પોશાકને પહેરી શકાય. જો કે નવા શૈક્ષણિક વર્ષના આરંભ સાથે ચોમાસુ પણ શરૂ થાય છે. આથી ટૂંકા ગાર્મેન્ટને પસંદ કરવા. શોર્ટ્સ આ માટે ઉત્તમ વિકલ્પ ગણાય. જો ડ્રેસકોડની સમસ્યા હોય તો તેની સાથે મોનો ટોન લેગીંગ્સ પહેરવા. આ ઉપરાંત લેયરીંગનો વિકલ્પ પણ વિચારવા જેવો છે. જોકે વરસાદની ઋતુમાં વઘુ પડતું લેયરીંગ યોગ્ય ન ગણાય એટલે ‘થીન લેયર્સ’ નો જ પ્રયોગ કરવો. જેમ કે રંગીન સિંગલેટની સાથે ફંકી ઓપન જેકેટ અથવા પાતળા અને મઘ્યમ લંબાઈ ધરાવતાં ટી-શર્ટ સાથે કેમીસોલ પહેરવું. લુઝ ફિટીંગની લિનન કેપ્રી અને પેન્ટની ફેશન પણ હાલમાં પ્રવર્તે છે. કેટલાક ડિઝાઈનરો ખાદીનો પણ આગ્રહ રાખે છે. જોકે ખાદી નામ પડતાં જ નેતાજીના શરીર પર રહેલો ખાદીનો પોશાક યાદ આવી જાય છે. પરંતુ ના, હવે ખાદીમાં પણ ઘણા ફંકી લુકના વિકલ્પો ઉપલબ્ધ છે.
કોલેજમાં એવી ફેશન કરવી જોઈએ જે ફોર્મલ હોય અને તેનાથી લુક એકદમ ‘કૂલ અને સ્માર્ટ’ દેખાય. કોલેજ ગર્લ્સે પ્રિન્ટેડ લેગીંગ્સની વિશાળ શ્રેણીમાંથી મનગમતી ડિઝાઈના લેગીંગ્સ લેવા. લેગીંગ્સની ખાસિયત એ છે કે તેને શોર્ટ્સ, શોર્ટ સ્કર્ટ, કુર્તી અને શોર્ટ ડ્રેસની સાથે પહેરી શકાય છે. બજારમાં રંગીન ગંજીઓની પણ વિશાળ શ્રેણી ઉપલબ્ધ છે. આ ગંજીની સાથે શર્ટ્સ કે જેકેટ પહેરવાથી અનોખો દેખાવ મળશે.
આ સીઝનમાં રોમ્પર્સ જમ્પર્સની પણ ફેશન છે. જોકે પાતળી અને આકર્ષક દેહયષ્ટિ ધરાવતી તરુણીઓ પર જ રોમ્પર્સ અને જમ્પર્સ શોભે છે તે ન ભૂલવું. ફંકી સ્પેગિટી ટોપ્સને હળવા રંગના શર્ટ અથવા પાતળા ફેબ્રિકના જેેકેટ સાથે પહેરી શકાય છે. તે જ પ્રમાણે કેપ્રીસની સાથે વેસ્ટકોટ અથવા જેકેટ્સ પણ સારા લાગે છે.
કોલેજિયન તરુણોમાં સોફ્ટ પોઈન્ટેડ કોલર ધરાવતાં સ્લિમ ફિટ શર્ટની ફેશન છે. આની સાથે સારા ફિટીંગનો વેસ્ટ-કોટ ખૂબ જ સુંદર દેખાય છે. આ ઉપરાંત બીજો ફંકી અને સ્ટાઈલીશ વિકલ્પ હુડીઝ છે. હુડીઝ પહેરનાર તરુણ એકદમ સ્માર્ટ દેખાય છે.
કિશોરાવસ્થામાં તમામ રંગો શરીર પર શોભે છે તે ન ભૂલવું જોેઈએ. આથી કોલેજિયનોએ તમામ રંગોના પ્રયોગો કરવા જોઈએ. વળી લેટેસ્ટ ફેશનના પોશાક વૈવિઘ્યસભર રંગોમાં મળે છે. કોલેજિયન વોર્ડરોબમાં બેગ, શૂઝ, ઈયરીંગ્સ, નેકલેસ જેવી એસેસરીઝ પણ મહત્ત્વની ગણાય છે. આજકાલ યુવતીઓમાં પ્લાસ્ટિકની બેન્ગલ્સ, ઈયરીંગ્સ અને બ્રેસલેટની અને યુવકોમાં લેધર કફ વૉચની ફેશન છે. પ્લાસ્ટિકની જ્વેલરી ભીની થવાથી કોઈ નુકસાન થતું નથી કે તેનો રંગ ઝાંખો પડતો નથી. આ ઉપરાંત મનગમતા રંગના સ્કાર્ફ, બેલ્ટ્સ અને નેક એન્ડ હેન્ડ પીસ ખરીદીને તેને મિક્સ એન્ડ મેચ કરીને પહેરવા. આ પ્રમાણે કરવાથી તમારી એક આગવી સ્ટાઈલ ઉભરશે.
ચોમાસુ હોવાથી રબરના રંગીન શૂઝ, પ્રિન્ટેડ ગમ બુટ્સ તથા ફ્લીપ ફ્લોપ સ્નીકર્સમાંથી એકાદ પસંદ કરવા. અત્યારે બજારમાં પ્લાસ્ટિકના નવી ડિઝાઈના રંગબેરંગી ચંપલ મળે છે. લાલ, પીળા, ડાર્ક પિન્ક, પોપટી, બ્લુ જેવા રંગમાં મળતા આ પારદર્શક ચંપલ વરસાદમાં સુંદર લાગે છે. છેલ્લા બે વર્ષથી કાણાંવાળા ક્રોકસ શૂઝની ફેશન પણ યુવતીઓમાં જોવા મળે છે. જો કે ક્રોકસ શૂઝ ફંકી હોવાથી ફક્ત વેસ્ટર્ન વેર સાથે જ સારા લાગે છે. આ ઉપરાંત મોજડી અને સ્લિપર્સમાં પણ ઘણી વેરાયટી મળે છે. રબર સ્લિપર્સ કે આખામાં કાણાં પાડેલા હોય તેવી મોજડી એકદમ સ્ટાઈલીશ પણ લાગે છે અને વરસાદનું પાણી પણ કાણાં વાટે બહાર નીકળી જતાં પગને નુકસાન થતું નથી.
હાલમાં બજારમાં કોલેજિયનો માટે ખાસ સ્ટાઈલીશ રેઈન કોટ આવ્યો છે. આવા પ્લાસ્ટિકના રેઈનકોટ બધા જ રંગોમાં મળે છે પરંતુ નિયોન કલર્સ એટલે કે ફ્લોરોસેન્ટ, પિન્ક, ઓરેન્જ કે ગ્રીન રંગ વરસતાં વરસાદમાં ખૂબ જ આકર્ષક દેખાશે. રેઈનકોટની જેમ જ જેકેટ પણ કોલેજીયનો પસંદ કરે છે. આ જેકેટ પારદર્શક નથી હોતા. પરંતુ તેમાં અંદરના ભાગમાં કપડું કે ફરનું મટીરિયલ લગાડેલું હોય છે. જેથી વરસાદ અને ઠંડી બંનેથી રક્ષણ મળી રહે છે. અત્યારે છત્રીમાં લાંબા હાથાની સફેદ પારદર્શક અને તેના પર ડિઝાઈન કરેલી પ્લાસ્ટિકની છત્રીઓનો ટ્રેન્ડ છે. પોલકા ડોટ્સ અને કાર્ટુનની ડિઝાઈનમાં મળતી ચોરસ કે ઉંડી ગોળાઈ ધરાવતી છત્રી એકદમ ફંકી લુક આપે છે.
પ્લાસ્ટિકની કલરફૂલ હેન્ડબેગ કોલેજમાં એકદમ આકર્ષક દેખાશે. આવી બેગ બે પ્રકારની હોય છે. એક તો આખી પારદર્શક બેગ જેમાંથી અંદર રાખેલી વસ્તુઓ પણ દેખાય અને બીજી એવી જેમાં બહારની બાજુ પ્લાસ્ટિક અને અંદરની બાજુ રેગ્ઝિન કે લેધર લગાડેલું હોય. આ બેગ સુંદર દેખાવા સાથે વરસાદના પાણીથી અંદર દેખાતી વસ્તુઓની પણ રક્ષા થાય છે. આવી બેગની બીજી એક વેરાયટી એટલે અપારદર્શક પ્લાસ્ટિકની હેન્ડ બેગ. આ બેગ દેખાવમાં થોડી શાઈની લાગે અને નોર્મલ બેગ જેવાં જ રંગમાં મળે છે.
ભાવના જોશી

 

Share |
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

આપણને યાદ કઈ રીતે રહે છે! માણસ જે પ્રકારના
સોલાર પાવર વિમાનની રાત્રિસફર
નવું ખાદ્ય વનસ્પતિ તેલ
 
 

Gujarat Samachar Plus

એક ફૂલ પ્લેટ ફરાળી ડિશ હાઉસફૂલ હોટલોમાં ગુજરાતી ડિમાન્ડ
'કૃષ્ણ' શબ્દ ક્લિક કરતા ૨૦૦૦ પુસ્તકોની યાદી ઉપલબ્ધ
કોમળ કાંડામાં કીક મારવાની ૧૦૦ સીસીની તાકાત
થોડો સમય ગામડા પાછળ ફાળવતી ગુજરાતની યંગબ્રિગેડ
   
 
 
lagnavisha usa
   
webad1

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્ આજનું ઔષધ
આજની જોક આજની રેસીપી
   
webad2

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2010, All Rights Reserved