Last Update : 07-Sept.-2010, Tuesday

મેનોપોઝ સાથે જોડાયેલી માન્યતાઓનું ખંડન

 

મેનોપોઝ એટલે કે રજોનિવૃત્તિની વય આવતાં જ મહિલાઓમાં માનસિક અને શારીરિક પરિવર્તન આવે છે. તેનો સ્વભાવ ચિડિયો થઈ જાય છે, શરીર ફૂલી જાય છે, થાક લાગે છે. આ પ્રકારના વિચારો આપણે ધરાવીએ છીએ. પરંતુ ના, આ બધી તો મેનોપોઝ સાથે જોડાયેલી ખોટી માન્યતાઓ છે. આવી વાતોને કારણે ચાળીસીમાં રહેલી માનુનીઓ ગભરાઈ જાય છે. આજે આપણે રજોનિવૃત્તિ સાથે સંકળાયેલી કેટલીક ખોટી માન્યતા વિશે ચર્ચા કરીશું.
મોટાભાગના પરિણીત સ્ત્રી-પુરુષો એમ વિચારતાં હોય છે કે મેનોપોઝ બાદ મહિલાઓ સેક્સ પ્રત્યે ઉદાસ બની જાય છે અને તેમને શારીરિકત સંબંધ બાંધવામાં રસ રહેતો નથી. ડોક્ટરોના જણાવ્યા પ્રમાણે મહિલાઓની કામેચ્છા અને એસ્ટ્રોજનના સ્તરમાં કોઈ સંબંધ હોતો નથી. એટલે મેનોપોઝ બાદ તે સેક્સ્યુઆલી એક્ટીવ નહિ રહે તે માન્યતા ભૂલભરેલી છે.
તાજેતરમાં રજોનિવૃત્તિના તબક્કામાંથી પસાર થઈ રહેલી કેટલીક મહિલાઓનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. આ અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે, મેનોપોઝ બાદ પણ ૫૦ ટકા મહિલાઓના જાતીય જીવનમાં કોઈ ફરક પડ્યો નહોતો. માત્ર ૨૦ ટકા માનુનીઓએ સેક્સીની ઈચ્છા ઘટી ગઈ હોવાની ફરિયાદ કરી હતી. આથી ચાળીસીમાં પ્રવેશેલી મહિલાઓએ મેનોપોઝ બાદ જાતીયસુખ માણવામાં ઓટ આવી જશે એવા વિચારે ચિંતીત થવું નહીં.
રજોનિવૃત્તિના તબક્કામાંથી પસાર થતી વેળા વજન વધી જશે એવી દહેશત ઘણી મહિલાઓ ધરાવતી હોય છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે, વજન વધવા અને મેનોપોઝ વચ્ચે કોઈ સંબંધ નથી. મહિલાઓના વજન વધવા પાછળ ઘણા કારણ હોય છે. એક અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે, મેનોપોઝ દરમિયાન કેટલીક માનુનીઓનું વજન વઘ્યું હતું તો કેટલીકનું વજન ઘટ્યું હતું. જ્યારે અન્ય કેટલીકના ફિગર કે વજન પર મેનોપોઝની કોઈ અસર જોવા મળી નહોતી. આથી મેનોપોઝને વજન વધવાનું કારણ માનીને જાતજાતના તર્ક-વિતર્ક કરવાને બદલે નિયમીત કસરત કરવાની આદત પાડો. કસરતથી શારીરિક સજ્જતા જળવાઈ રહે છે.
મેનોપોઝને કારણે શરીરમાં હોર્મોનમાં સ્તરમાં બદલાવ આવે છે. આ કુદરતી પ્રક્રિયા શરૂ થતાં જ પરિવર્તનનો તબક્કો શરૂ થાય છે અને તે દરમિયાન સ્વભાવ ચિડિયો થવો, વાતે વાતે ગુસ્સો આવવો, માનસિક તાણ જેવી તકલીફ થઈ શકે છે. પરંતુ મેનોપોઝ બાદ આ સ્થિતિ વઘુ બગડશે એમ કહેવું યોગ્ય નથી. વાસ્તવમાં તો મહિલાઓનું ભાવનાત્મક અને શારીરીક સ્વાસ્થ્ય ઘણી વાતો પર આધારિત હોય છે. જેમ કે, ખાવા-પીવાની આદત, શરાબનું સેવન, ફેમિલી મેડિકલ હિસ્ટ્રી વગેરે. આથી વિચારોમાં આવતાં પરિવર્તન માટે માત્ર મેનોપોઝને કારણભૂત માનવું નહિ.
મેનોપોઝ ૫૦ વર્ષની વય દરમિયાન આવે છે એમ પણ અનેક મહિલાઓ વિચારતી હોય છે. પણ ના, ૫૦ વર્ષ કંઈ મેનોપોઝની સ્ટાન્ડર્ડ વય નથી. દર એકસોમાંથી એક મહિલા ૪૦ વર્ષની ઊંમરથી પહેલાં રજોનિવૃત્ત થાય છે. સામાન્ય રીતે ૪૫ થી ૫૫ વર્ષની વય દરમિયાન મેનોપોઝ આવે છે. જોકે કેટલાક કિસ્સામાં ગર્ભાશય કઢાવી નાંખવાનું ઓપરેશન કરતાં જ નાની ઊંમરમાં પણ મેનોપોઝ આવે છે આને ‘આર્ટિફિશિયલ મેનોપોઝ’ કહેવામાં આવે છે. આ સિવાય પણ કેટલાક કારણો હોય છે જેના લીધે મહિલાઓ સમયની પહેલાં રજોનિવૃત્ત થઈ જાય છે. આજકાલ તો ભાગદોડભર્યું જીવન અને ખોટી આહારશૈલી જેવા કારણસર નાની ઊંમરમાં મહિલાઓ મેેનોપોઝનો શિકાર બની રહી છે.
હંમેશા યાદ રાખો કે કોઈ બીમારી અથવા અસામાન્યતાનો ઈલાજ કરાવી શકાય કુદરતી પ્રક્રિયાનો નહિ. હોર્મોન રિપ્લેસમેન્ટ થેરેપીથી મેનોપોઝનો ઈલાજ કરી શકાય તે વાત ખોટી છે. રજોનિવૃત્તિ એક સામાન્ય પ્રક્રિયા છે. પ્રત્યેક મહિલાના શરીરમાં થાય છે. આ કોઈ રોગ નથી કે તેની સારવાર કરી શકાય. આ ઉપરાંત પ્રત્યેક મહિલામાં હોર્મોનનું સ્તર અલગ અલગ હોય છે અને દરેક માનુનીમાં હોર્મોનની જરૂરિયાત પણ જુદી જુદી હોય છે. કેટલીક મહિલાને એસ્ટ્રોજનની તો કેટલીકને ટેસ્ટોસ્ટેરોનની જરૂર હોય છે. વળી રજોનિવૃત્તિ દરમિયાન હોર્મોનનું પ્રમાણ અને જરૂરિયાત બદલાતી રહે છે. ઘણા એવા કિસ્સા પણ જોવા મળ્યા છે કે જેમાં હોર્મોન રિપ્લેસમેન્ટ થેરેપીની કોઈ અસર ન થઈ હોય.
ઘણી મહિલાઓ એમ વિચારતી હોય છે કે મેનોપોઝને કારણે તેમના મગજના કોષો ક્ષતિગ્રસ્ત થયા છે એટલે તેમની યાદશક્તિ ઘટી ગઈ છે. પણ આ વાત સદંતર ખોટી છે. મેનોપોઝથી વારંવાર મૂડ બદલાઈ જાય ખરો પરંતુ તેની યાદશક્તિ પર કોઈ અસર થતી નથી. સામાન્ય રીતે ૩૦ વર્ષની વય બાદ સ્ત્રી અને પુરુષ બંનેના મગજમાં સંકોચનની પ્રક્રિયા શરૂ થાય છે. જો કે આ કારણસર પણ યાદશક્તિ ઘટતી નથી એમ ડોક્ટરો જણાવે છે. જ્યારે મગજ ૧૦ ટકા જેટલું સંકોચાય ત્યારે એક ટકા જેટલી યાદશક્તિ ઘટે અને મહત્ત્વની વાત એ છે કે મહિલાઓની તુલનાએ પુરુષોનું મગજ ઝડપથી સંકોચાય છે. એટલે યાદશક્તિ ઘટવા માટે મેનોપોઝને જવાબદાર ન ગણાય.

 

Share |
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

આપણને યાદ કઈ રીતે રહે છે! માણસ જે પ્રકારના
સોલાર પાવર વિમાનની રાત્રિસફર
નવું ખાદ્ય વનસ્પતિ તેલ
 
 

Gujarat Samachar Plus

એક ફૂલ પ્લેટ ફરાળી ડિશ હાઉસફૂલ હોટલોમાં ગુજરાતી ડિમાન્ડ
'કૃષ્ણ' શબ્દ ક્લિક કરતા ૨૦૦૦ પુસ્તકોની યાદી ઉપલબ્ધ
કોમળ કાંડામાં કીક મારવાની ૧૦૦ સીસીની તાકાત
થોડો સમય ગામડા પાછળ ફાળવતી ગુજરાતની યંગબ્રિગેડ
   
 
 
lagnavisha usa
   
webad1

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્ આજનું ઔષધ
આજની જોક આજની રેસીપી
   
webad2

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2010, All Rights Reserved