Last Update : 07-Sept.-2010, Tuesday

ઘરની ફર્શ ચોખ્ખી- ચળકતી રાખવા શું કરવું?

 

જોઘરની ફર્શ પર ઘૂળના થર જામ્યા હોય, માખીઓ બણબણતી હોય, શાહીના ડાઘ પડ્યા હોય, તો એવી ફર્શ પર પગ મૂકવાનું તમને ગમશે? વાસ્તવમાં, આપણી ફર્શ જ આપણા ઘરનો આધાર છે. ફર્શ સ્વચ્છ હોય, તો જ ઘરની સજાવટ પણ શોભી ઊઠે છે. ફર્શ કઈ સામગ્રીની બનાવેલ છે, તેના પર તેના સાફસૂફીનો આધાર છે.
ઇટની ફર્શ જો ફર્શ ઈંટની હોય, તો વધારે સારું રહેશે કે તેના પર એક વાર સિમેન્ટના મિશ્રણનો પાતળો થર કરી દો. આ થર તમે જાતે કરી શકો અથવા કડિયા પાસે પણ કરાવી શકો. આનાથી ઈંટોનાં ઝીણાં કાણાં પુરાઇ જશે અને ખૂબ સારી રીતે સાફસૂફી પણ થઇ શકશે. ઈંટોના છિદ્રોમાં ઘૂળ, ઝીણાં તણખલાં અને પાણી જલદી ભરાઈ જાય છે, આથી આવી ફર્શને વારંવાર ધોતા રહેવું એ જ એકમાત્ર ઉપાય છે.
સિમેન્ટની સાધારણ ફર્શ ઃ ૩૦-૪૦ વર્ષ જૂના ઘરમાં કાળા, લાલ, સફેદ, લીલા સિમેન્ટની વેલફૂલવાળી કે માત્ર કાળા સિમેન્ટથી બનેલી ફર્શ જોવા મળે છે. તેની સફાઇ અત્યંત સહેલી છે. દરરોજ કચરો વાળી સ્વચ્છ પાણીથી ઘસીને પોતું કરવું.
અઠવાડિયામાં બે વાર કેરોસીન મિશ્રિત પાણીથી ફર્શને ઘુઓ અથવા પોતું કરો. પછી જુઓ કે ફર્શ કેવી ચમકી ઊઠે છે.
સાદા પથ્થરની ફર્શ ઃ બાલ્કનીની ફર્શને રોજ ધોઇને પોતું કરો. જો કચરો વધારે હોય તો પહેલાં તે સાવરણીથી વાળી નાખો. આવી ફર્શ પર ચીકાશના ડાઘ ઝડપથી પડી જાય છે. આથી તેનાપર ઘી-તેલ ઢોળાય કે તરત જ બરફનું પાણી રેડી દેવાથી તેના ડાઘ નહીં પડે. ચીકાશને ચપ્પુથી ઉખાડીને ગરમ પાણીથી પોતું કરો. માખીઓ વધારે હોય તો દરરોજ પાણીમાં મીઠું નાખી પોતું કરવાથી માખીઓનો ત્રાસ ઓછો થઇ જશે. માખીઓ પણ ફર્શ ખરાબ કરતી હોય છે. મહિનામાં એક વખત વોશિગં પાઉડર અને વિમને સરખા ભાગે લઈ ભીના કપડાથી ફર્શને ઘસો, પછી ધોઈ નાખવાથી ફર્શ ચમકી ઊઠશે. વર્ષમાં એક વાર પથ્થરની ફર્શને ઘસાવીને પોલિશ કરાવવાથી તેની આભા જ કંઇક અનોખી બની જાય છે.
આરસપહાણની ફર્શ ઃ સફેદ ફર્શની ચમક તથા સફેદી કાયમ જળવાઈ રહેવી જોઈએ. આથી દરરોજ પાણીમાં વોશિંગ પાઉડર ભેળવી પોતું કર્યા બાદ ફરી સાફ પાણીનું પોતું કરો. દર બે-ત્રણ મહિને એક વાર પોલિશ કરી તેના પર લાકડાંનો વહેર પાથરી દો. આ દરમ્યાન કોઇ ફર્શ પર ચાલે નહીં તેમ જ પાણી પણ ન ઢોળો. જો આમ થઇ શકે તેમ ન હોય, તો ફર્શને ચમકદાર બનાવવા માટે એક કપડાને સહેજ પેરેફિનવાળું કરી ફર્શ પર ઘસો. સફેદ ફર્શ પર કાટના ડાઘ ઝડપથી પડી જતા હોવાથી ગરમ ઓકઝેલિક એસિડ વાપરો અથવા તે જગ્યાએ દળેલું મીઠું ભભરાવી લીંબુ ઘસો.
લાકડાંની ફર્શ ઃ આ ફર્શ ઝડપથી ખરાબ થઇ જતી હોવાથી તેને સાફ કરવા માટે ‘સ્પિરિટ’ વાપરો. ચમક લાવવા માટે ‘વૂડ પોલિશ’ લગાવવું સર્વશ્રેષ્ઠ છે. લાકડામાં તિરાડો પડી ગઈ હોય તો મીણ અથવા પ્લાસહિમ વૂડથી તેને ભરી દઈ ફરી પોલિશ કરો. આનાથી ફર્શ ચમકદાર બનવાની સાથોસાથ સમથળ પણ બની જશે. જો લાકડાંની ફર્શને વાર્નિશ કરાવી લો, તો ઘૂળ, બૂટ કે પગલાંના ડાઘ ભીના કપડાથી લૂછવાથી જ નીકળી જશે અને ફર્શ પણ ચમકદાર રહેશે.
ગ્લેઝ્ડ માર્બલની ફર્શ ઃ ગ્લેઝ્ડ માર્બલ લાલ, લીલો, બ્રાઉન વગેરે રંગના મળે છે. આ માર્બલની ફર્શ સ્વચ્છ, સમથળ, લીસી, સુંદર અને ચમકદાર દેખાય છે. વાસ્તવમાં, ગ્લેઝ્ડ માર્બલની આ વિશિષ્ટતા છે, જેથી તેની ગણતરી કિંમતી પથ્થરોમાં થાય છે. આથી આ ફર્શની ખાસ સંભાળ રાખવી જોઈએ.
આ ફર્શને દરરોજ સારા ડિટરજન્ટ પાઉડર મિશ્રિત પાણીથી સાફ કરી કોરા કપડાથી લૂછી નાખો. તેનાથી ફર્શની ચમક કાયમ જળવાઈ રહેશે. આના પર તેલ વગેરે ઢોળાય તો લપસી પડાય છે અને સાથોસાથ ફર્શ ગંદી અને મેલી પણ થઇ જાય છે. આથી ડિટરજન્ટ પાઉડરમાં સરકો ભેળવી ત્યાં રેડી, થોડી વાર પછી ઘસીને સાફ પાણીથી ધોઈને લૂછી નાખો.
ફર્શ પર ચા જેવાં પીણાં ઢોળાય, તો મીઠાવાળા પાણીથી ઘસીને સાફ કરો. વર્ષમાં એક વાર પોલ્યુરિથેન પોલિશ કરવાથી ફર્શને સુરક્ષા અને ચમક પ્રાપ્ત થાય છે.
લિનોલિયમની ફર્શ ઃ આ ફર્શની વૈવિઘ્યભરી ડિઝાઇન ફર્શના રંગરૂપ જ ફેરવી નાખે છે. જોકે આના પર રંગ ઢોળાય, તો તેની ચમક નાશ પામે છે. આથી તેને ટર્પેન્ટાઇનવાળા કપડાથી સાફ કરો. ઇમલ્શન રંગ દૂર કરવા માટે પાણીનો ઉપયોગ કરો.
જો ઇમલ્શન રંગ સુકાઈને કડક થઈ જાય, તો તેને દૂર કરવા માટે એમોનિયા તથા ટર્પેન્ટાઇનનું ૨ઃ૧ના પ્રમાણમાં મિશ્રણ બનાવી તેનાથી સાફ કરો. સેલ્યુલોઝ રંગને એસિટોન અથવા નેલપોલિશ રિમૂવરથી દૂર કરો. ફર્શને દરરોજ જેમાં સોડા ઓછા પ્રમાણમાં હોય તેવા વોશિંગ પાઉડરના મિશ્રણથી સાફ કરવાથી ફર્શની ચમક જળવાઇ રહે છે.
સ્વચ્છ, ચમકદાર ફર્શ મહેમાનને તો પ્રભાવિત કરે જ છે, પણ ઘરમાં રહેતા દરેક સભ્યના ઉત્સાહમાં પણ એ વધારો કરે છે.
સરિતા

 

Share |
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

આપણને યાદ કઈ રીતે રહે છે! માણસ જે પ્રકારના
સોલાર પાવર વિમાનની રાત્રિસફર
નવું ખાદ્ય વનસ્પતિ તેલ
 
 

Gujarat Samachar Plus

એક ફૂલ પ્લેટ ફરાળી ડિશ હાઉસફૂલ હોટલોમાં ગુજરાતી ડિમાન્ડ
'કૃષ્ણ' શબ્દ ક્લિક કરતા ૨૦૦૦ પુસ્તકોની યાદી ઉપલબ્ધ
કોમળ કાંડામાં કીક મારવાની ૧૦૦ સીસીની તાકાત
થોડો સમય ગામડા પાછળ ફાળવતી ગુજરાતની યંગબ્રિગેડ
   
 
 
lagnavisha usa
   
webad1

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્ આજનું ઔષધ
આજની જોક આજની રેસીપી
   
webad2

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2010, All Rights Reserved