Last Update : 07-Sept.-2010, Tuesday
સૌંદર્ય સમસ્યા
 

મારી વય ૩૦ વરસની છે, ચહેરા પર કરચલી પડવાથી તબીબની સલાહ પ્રમાણે ડોક્ટરની દવા લીધી. આ દવા લગાડવાથી મારા ચહેરાની ત્વચા બળી ગઈ હોય તેવી દીસે છે. મારી ત્વચા મુલાયમ કરવાના ઘરગથ્થુ ઉપચાર જણાવશો.
એક યુવતી (મુંબઈ)
* તમારા પત્ર પરથી એ સ્પષ્ટ થાય છે કે, તમને દવાનું રિએક્શન થઈ ગયું છે. તમે કોસ્મેટિક ક્લિનિકની મુલાકાત લો. એ દરમિયાન ચોખાના કરકરા લોટમાં મસૂર દાળનો પાવડર, ચંદન પાવડર, હળદર, મુલતાની માટી તથા સંતરાનો રસ ભેળવી પેસ્ટ બનાવી ચહેરા પર લગાડવું. ૧૦ મિનિટ બાદ ધોઈ નાખવુ ૧૦-૧૫ ગ્લાસ પાણી પીવું. સંતરાનો રસ પીવો.
મારી ૪૫ દિવસની દીકરીના હાથ પગ પર વઘુ પ્રમાણમાં રૂંવાટી છે તેને દૂર કરવાના ઘરગથ્થુ ઉપચાર જણાવશો.
એક યુવતી (ગોધરા).
ઉત્તરઃ તમારી પુત્રીના હાથ-પગ પર ઊગતા વાળથી ચિંતિત થવાની જરૂર નથી સમય જતાં તે ઓછા થઈ જશે.તમે અહીં જણાવેલ પેસ્ટનો ઉપયોગ કરશો તો અવશ્ય ફાયદો થશે.
ચાર ચમચા ઘઊંના લોટમાં થોડાં ટીપાં બદામના તેલના તથા લોટ બાંધવા જોેઈતા પ્રમાણમાં પાણી ભેળવી લોટ બાંધી તેનો ગોળો વાળી બેબીના હાથ -પગ પર હળવે હળવે ઘસવો. હા પણ એક વાત ઘ્યાનમાં રાખવી કે જોર દઈને રગડવું નહીં કારણકે નવજાત શિશુની ત્વચા કોમળ હોય છે તેથી ભાર દઈને રગડવાથી ત્વચાને હાનિ પહોંચવાની શક્યતા રહે છે.આ ઉપચાર કરવાથી અવશ્ય ફાયદો થશે.
હું ૨૦ વરસની યુવતી છું. છેલ્લાં થોડા મહિનાથી મારા હાથ પર કાળા ડાઘા પડી ગયા છે. તેના ઉપચાર કાજે મેં કોઈ દવા કરી નથી તે જાણશો. આ ડાઘા ખુબ જ ખરાબ દેખાય છે જાહેરમાં તો મને આના કારણે ખુબ જ શરમિંદગી અનુભવવી પડે છે. મારી આ સમસ્યાનું નિવારણ કરતા ઘરગથ્થુ ઉપચાર જણાવશો.
એક યુવતી (વાપી).
* સામાન્ય રીતે આ ડાઘાને પિગમેનટેશન માર્કસ્ કહેવાય છે. ઘણી વખત આ પ્રકારનાં ડાઘા હોર્મોન્સનાં પ્રમાણમાં ફેરફાર થવાથી થાય છે. જો આજ કારણ હોય તો તમારે દવા લેવી પડશે. તમે તબીબની સલાહ લો તે દરમિયાન અહીં જણાવેલ ઉપચાર કરવાની શરૂઆત કરી દેશો.કોપરેલનાં થોડાં ટીંપા લઈ તેમાં લીંબુનો રસ ભેળવી આ મિશ્રણથી હળવે હળવે રોજ રાતના મસાજ કરવો.અને બદામની પેસ્ટમાં દૂધ ભેળવી ડાઘા પર ઘસવું. પંદર દિવસ નિયમિત આ ઉપચાર કરવાથી ફાયદો જણાશે.
હું ૨૪ વરસની ગોર વર્ણ ધરાવતી યુવતી છું. મારી ત્વચા તૈલીય છે તથા ખીલ પુષ્કળ પ્રમાણમાં થાય છે ઉપરાંત ચહેરા પર છિદ્રો થઈ ગયા છે.હું લીમડાની પેસ્ટ,મુલતાની માટી,કપૂર,ગુલાબજળ અને લવિંગનો ભુક્કો ભેળવી પેસ્ટ બનાવી ચહેરા પર લગાડું છું. તે જાણશો. મારા ચહેરા પરના ખુલ્લા છિદ્રો માટે ઉપચાર જણાવવા વિનંતી.
એક યુવતી (મુંબઈ).
ઉત્તરઃ ટામેટાંના અડધિયાને ફ્રિજ કરી ચહેરા પરના ખુલ્લા છિદ્રો પર ફેરવવું. તડકામાં બહાર નીકળતી વખતે ખાસ આ ઉપચાર કરી બહાર નીકળવું.તમે જે પેસ્ટ લગાડો છો તે લગાડવાની ચાલુ રાખશો.તે ત્વચામાંનું વઘુ પડતું તેલ શોષી લેવામાં મદદરૂપ થાય છે અને ખીલને સુકવી નાખે છે.
હું ૧૭ વરસનો યુવક છું. મારી આંખની આસપાસ કાળાં કુંડાળા થઈ ગયા છે.બજારમાં મળતા વિવિધ ક્રિમના ઉપયોગ કરી જોયા પરંતુ ફાયદો થયો નથી. મારી આ સમસ્યાને દૂર કરવાના ઘરગથ્થુ ઉપચાર જણાવશો.
એક યુવક (ભુજ).
* આટલી નાની વયે આંખની આસપાસ કાળાં કુંડાળા થાય તે સારૂં ન કહેવાય. સામાન્ય રીતે આવી ફરિયાદ રક્તમાં લાલકણનું પ્રમાણ ઓછું હોય ત્યારે જોવા મળતી હોય છે. પ્રથમ તો તમે રક્તમાંના લાલકણનાં પ્રમાણની તપાસ કરાવી લેશો. દિવસમાં ૧૦-૧૨ ગ્લાસ પાણી પીશો જેથી શરીરમાંના ઝેરી તત્ત્વો મૂત્ર વાટે બહાર ફેંકાઈ જાય. રોજિંદા આહારમાં તાજા મૌસમી ફળો તથા તેનો રસ, પાંદડાયુક્ત ભાજી, તથા સલાડનું પ્રમાણ વધારશો. અડધી ચમચી કોપરેલ,અડધી ચમચી બદામનું તેલ તથા લીંબુુનો રસ ભેળવો. રોજ રાતના સુતાં પહેલાં આ મિશ્રણથી આંખની આસપાસ હળવે હળવે મસાજ કરવો.
હું ૩૦ વરસની યુવતી છું, મને ‘ટર્બન થેરપી’થી રાહત થતી નથી. મારા વાળ ખરતા અટકતાં નથી. મેં બદામ તેલ તથા એરંડિયું પણ ઉપયોગમાં લઈ જોયું પરંતુ ફાયદો થતો નથી. હું ભૃંગરાજ તેલનો ઉપયોગ કરીશ તો લાભ થશે?
- એેક યુવતી (નવસારી)
* તમે ભૃંગરાજ તેલનો ઉપયોગ જરૂર કરો. તેલયુક્ત વાળમાં રજકણો ચોંટી જવાની શક્યતા રહે છે. તેથી અઠવાડિયામાં ત્રણ વખત ધોશો. વાળમાં ઘૂળ જામેલી રહે તો ખોડો થવાની શક્યતા વધી જાય છે. અને ખોડો પણ ખરતા વાળ માટે મોટે ભાગે જવાબદાર છે.
ટર્બન થેરપી માટે એક સુચન આપું છે કે, પાણી ઉકળે એટલે તેમાં મોટો ટુવાલ ભીંજવી નિચોવી વાળને બાંધવો. હા, પણ એ ટુવાલ વઘુ પડતો ગરમ હોવો જોઈએ નહીં.
સમતોલ આહાર, પુષ્કળ પ્રમાણમાં પાણી પીવાની આદત રાખવી, માનસિક તાણથી દૂર રહેવુ, તથા નિયમિત વ્યાયામને રોજિંદા જીવનમાં સામેલ કરવાથી ઝડપથી લાભ થશે.
સુરેખા

Share |
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

આપણને યાદ કઈ રીતે રહે છે! માણસ જે પ્રકારના
સોલાર પાવર વિમાનની રાત્રિસફર
નવું ખાદ્ય વનસ્પતિ તેલ
 
 

Gujarat Samachar Plus

એક ફૂલ પ્લેટ ફરાળી ડિશ હાઉસફૂલ હોટલોમાં ગુજરાતી ડિમાન્ડ
'કૃષ્ણ' શબ્દ ક્લિક કરતા ૨૦૦૦ પુસ્તકોની યાદી ઉપલબ્ધ
કોમળ કાંડામાં કીક મારવાની ૧૦૦ સીસીની તાકાત
થોડો સમય ગામડા પાછળ ફાળવતી ગુજરાતની યંગબ્રિગેડ
   
 
 
lagnavisha usa
   
webad1

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્ આજનું ઔષધ
આજની જોક આજની રેસીપી
   
webad2

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2010, All Rights Reserved