Last Update : 07-Sept.-2010, Tuesday

વાચકની કલમે

 

ગઝલ
શબ્દોના સરલ ઉવાચથી રેલાય તે ગઝલ,
દિલના નિખાલસ ભાવથી છલકાય તે ગઝલ.
કહેનાર તો કહેતા રહે મસ્તી મહીં,
સર્વને સરલ સમજાય તે ગઝલ.
થાય અનેરા ભાવ અંતર મહીં,
મનોમન મલકાય તે ગઝલ.
કોઇ અંતર કે ભેદ ન રહે,
એક થી એક બંધાય તે ગઝલ.
વિખુટા-દુઃખી દિલોનું સાંત્વન,
સાંભળીને તૃપ્ત થાય તે ગઝલ.
‘‘અખ્તર’’ ભૂલાવી ખુદને ડુબે અંતર મહીં,
દિવ્ય દર્શન થાય તે ગઝલ.
‘‘અખ્તર’’ ઇકબાલ હુસેન ફારૂકી
(અમદાવાદ)
૦ ૦ ૦
પોતાનો કરી ગઇ
નજરોથી મળી નજર તો મારી આંખ ઠરી ગઇ,
પલભરની મુલાકાત મહીં, પોતાનો કરી ગઇ.
સૂતો હતો સાચે જ હું કાંટાની સેજમાં,
આશ્ચર્ય વચ્ચે ક્યારે પથારી પાથરી ગઇ.
નયનોનાં બાણ મારીને દલડું કર્યું છે ઘાયલ,
દર્દનો કરીને ઉપચાર નવો ચીલો ચાતરી ગઇ.
પાસા ફેંક્યાં‘તા મેં અને ચાલ એણે ચાલી,
જાણીજોઇને એ જિતેલી બાજી હારી ગઇ.
‘‘યોગી’’ એ હતું ખ્વાબ, જાણ્યું ખ્વાબ ટૂટતાં,
સપનામાં આવીને મીઠી યાદો ભરી ગઇ.
યોગેશ આર જોષી (યોગી)
૦ ૦ ૦
સંબંધ
સંબંધને બસ રહેવા દો સંબંધ,
ના આપશો એને કોઇ નામ.
સંબંધને બસ જાળવી જાણો,
સંબંધને ના કરશો બદનામ.
સંબંધ છે એક અમૂલ્ય જણસ,
સંબંધના નથી હોતા કોઇ દામ.
બને આ જગ સ્વાર્થી જ્યારે,
સંબંધ સાચો આવે છે કામ.
સંબંધને રાખજો સદા શંકાથી પર,
નહિ તો પસ્તાશો જીવનભર.
સંબંધને બસ જીવી જાણજો,
સંબંધની મીઠાશ સદા માણજો.
સંબંધની પરખ જરૂરી નથી,
સંબંધ છે વિશ્વાસનું નામ.
કિરણ શાહ. ‘સૂરજ’
નારણપુરા, (અમદાવાદ)
૦ ૦ ૦
લહેરાયો હતો....
ઝંખુ છું ફરી આજ, એ પ્રસંગ જે,
આપના સંસર્ગમાં સહજ રચાયો હતો.
મનના એ વનમાં ને આનંદના આભમાં,
શબ્દના શણગારે હૃદયથી ગવાયો હતો.
ઘણી ઘટનાઓમાં ફરી ન આવી એ ઘડી,
કુદરતના સાંનિઘ્યમાં સંગ એ છવાયો હતો.
મોસમની રસમ પણ હતી પ્રણયના પક્ષે,
ને કોઇ નિર્દોષ નજરથી હું ઘવાયો હતો.
આજપણ ફરી મોસમની તાજગી વ્યાપી છે,
પણ નથી એ વાયરો સંગે આપના લહેરાયો હતો.
જગમાલ રામ ‘સુવાસ’
(મુ.ખોરાસા-ગીર)
૦ ૦ ૦
ખૈરાત
દિદારની ખૈરાત આપી દો,
રાહમાં ઝોળી ફેલાવી ઉભા છે.
તરસ્યા મૃગજળ પાછળ ભાગતા,
રણમાં રેતી ના ઢગલે ઢગલાં છે.
કાળઝાળ સૂરજ ના તાપ સામે,
હૈયા તો દીધા સાવ મીણ ના છે.
મૌન શેરીમાં શબ્દ આવનજાવન,
શબ્દ ના પાત્ર ગળતા ગયા છે.
અધરસ્તે ખોવાતો જાઉ છું હવે,
અંતહિન રસ્તાઓ વિસ્તરે છે.
સખી નસનસમાં વહેતી યાદને,
ભીતરના ખૂણે ઘરબી દીધી છે.
‘‘સખી’’ દર્શિના બાબુભાઇ શાહ
(અમદાવાદ)
૦ ૦ ૦
ઉરમાં ધબકાર
‘‘હું તને ચાહું છું,
પણ તું એમ ના સમજ કે.....
ચાંદ-તારા ગગનેથી તોડી હું લાવીશ!
હું તો, મધમધતું વગડાનું ફૂલ,
તારા કાજે તોડી લાવીશ....!
જો..... સુવાસ એની તું માણી શકે તો!
હું તને ચાહું છું,
પણ તું એમ ના સમજ કે,
તારા માટે થઇને હું જીવ આપી દઇશ,
પ્રસન્નતાથી ભરી ભાદરી ઘડી બે ઘડી.
તારા કાજે આપી દઇશ,
જો.... તું સાથ નિભાવી શકે તો!
હું તને ચાહું છું,
પણ તું એમ ના સમજ કે,
તને મળવા હું સાત સમંદર પાર કરીશ,
ધીરેથી..... હળવેકથી..... તારા.....
ઉરમાં ધબકાર બનીને આવીશ!
જો....... તું ‘સાવન’ને આવકારી શકે તો!!’’
ભાલચંદ્ર પ્રજાપતિ ‘‘સાવન’’
હડાદ (અંબાજી)
૦ ૦ ૦
લગ્ન
જ્યારે બે હૃદયોનો અનુબંધ રચાય છે,
ત્યારે નવી સૃષ્ટિ સર્જાય છે.
બે નવા આગંતુકથી નવી દુનિયા રચાય છે,
અજાણ્યા અજાણ્યા પ્રેમનું આવરણ બંધાય છે.
એકબીજાની લાગણીઓથી નીકટતા કેળવાય છે,
બે અલગ શ્વાસોચ્છવાસથી નવું જીવન સર્જાય છે.
એકબીજાને પૂર્ણ કરવાની ઘટના રચાય છે,
ભિન્નતામાં પણ સમાનતાની પ્રેરણા કેળવાય છે. કહેવાય છે એકમેકના જીવનસાથી,
લગ્નથી એક નવું અસ્તિત્વ રચાય છે.
કાયરોનું કામ નથી સંસારમાં ‘શાયર’
અહીં સમુહમાં રહેવાથી જ આખું બ્રહ્માંડ પમાય છે.
વિનય બી.પ્રજાપતિ
(બિલીમોરા)
૦ ૦ ૦
યાદ આવે છે
બેરહમીથી આજ મને એ રાત યાદ આવે છે,
આપણા હોઠોએ કરેલી મુલાકાત યાદ આવે છે.
મિલનના સમયને તમે સાચવી શકો સનમ,
તેથી,મેં તમને આપેલી સોગાત યાદ આવે છે.
મુકામ આજ તમ્હારો ક્યાં હશે શું ખબર? કિન્તુ,
ઇશ્કની મીઠી તમારી એ વાત યાદ આવે છે.
છૂપાછૂપા રોજ આપણે મળી લેતા ‘તા રાતમાં,
ને મે તને જકડીતી એ મધરાત યાદ આવે છે.
તને જોવા પ્યાસા બનેલા ‘વિજય’ને આજ,
મિલનનું કારણ બની’તી એ બારાત યાદ આવે છે.
‘વિજયકુમાર જાદવ’
‘કવિરાજ’ (ચિઠોડા-વિજયનગર)
૦ ૦ ૦
પહેલી મુલાકાત
તમને જોયા ને નજર ત્યાંજ
અટકી ગઇ!
પહેલી નજરમાં તું મને ઘાયલ
કરી ગઇ!
દિલના દ્વાર તો બંધ હતા.
ના જાણે તું ક્યારે ટકોર
મારી ગઇ!
આ હૃદયમાં ફક્ત તમે જ વસો છો
જીવનમાં પહેલાં પ્રેમનો અહેસાસ
કરાવી ગઇ!
નાજુક નમણી અદાઓથી પાગલ કરી
હૃદયના પ્રત્યેક ધબકારમાં
સમાઇ ગઇ!
હૃદયમાં વસી, હદયને ‘સ્નેહથી’ ભીંજવી
આ નાનકડા દિલ પર ‘‘રાજ’’
કરી ગઇ!
ચૌધરી રાજેશ ‘રાજ’
વાઝરડા (સોનગઢ)
૦ ૦ ૦
મારી આસપાસ અહીં!
યાદ બનીને આવે છે તું હરરોજ અહીં,
જાણે સમાયેલી છે મારા તું શ્વાસ મહીં.
ક્ષણ પણ લાગે સદીઓ સમી તારા વિના,
જીંદગી જીવું છું મિલનની એક આસ મહીં.
સ્વપ્નમાં આવી બેસતી મારી નજદિક તું,
પણ આંખ ખુલતાં દિલ થાતું નિરાશ અહીં.
તમારા પગલે નસીબ મારૂ ચમક્યું જાણે,
ને છવાઇ ગયો છે ચોતરફ ઉલ્લાસ અહીં.
દૂર તમે છો એટલે મન ચિંતિંત છે મારૂં,
એકલતા એવી જાણે ચાંદ છે આકાશ મહીં.
જીવન આખુંય તારા નામે કરી દિઘુ છે,
તારૂ જ નામ છે હૃદયના વાસ મહીં.
સ્વપ્નસાગરમાં ડૂબેલો રહે છે ‘વેદ’હંમેશા,
ને અનુભવુ છું તને ‘મારી આસ-પાસ અહીં!’
‘વેદ’ કિરણ દરજી. પલ્લાચર
(તા-પ્રાંતિજ, જી-સાબરકાંઠા)
૦ ૦ ૦

 

Share |
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

આપણને યાદ કઈ રીતે રહે છે! માણસ જે પ્રકારના
સોલાર પાવર વિમાનની રાત્રિસફર
નવું ખાદ્ય વનસ્પતિ તેલ
 
 

Gujarat Samachar Plus

એક ફૂલ પ્લેટ ફરાળી ડિશ હાઉસફૂલ હોટલોમાં ગુજરાતી ડિમાન્ડ
'કૃષ્ણ' શબ્દ ક્લિક કરતા ૨૦૦૦ પુસ્તકોની યાદી ઉપલબ્ધ
કોમળ કાંડામાં કીક મારવાની ૧૦૦ સીસીની તાકાત
થોડો સમય ગામડા પાછળ ફાળવતી ગુજરાતની યંગબ્રિગેડ
   
 
 
lagnavisha usa
   
webad1

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્ આજનું ઔષધ
આજની જોક આજની રેસીપી
   
webad2

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2010, All Rights Reserved