Last Update : 07-Sept.-2010, Tuesday
મૂંઝવણ
પતિ-પત્ની સ્વૈચ્છિક બ્રહ્મચર્ય પાળે તો કોઇ નુકસાન થાય?

પ્રશ્નઃ કેટલીક સ્ત્રીઓને પરાકાષ્ઠાનો અનુભવ નથી થતો. શું તેવો અનુભવ ગર્ભાધાન થવા માટે જરૂરી છે?
- એક સ્ત્રી (ભીવંડી)
જવાબઃ હા, મૈથુનનું મુખ્ય પ્રયોજન તો ગર્ભાધાન જ છે. કુદરતે યોનિની રચના અને પુરુષના શિષ્ન રચના એ રીતે કરી છે કે શિષ્નોત્થાન થયા પછી પેનિસનો યોનિના ઊંડાણમાં પ્રવેશ શક્ય બની શકે. જે વીર્યસ્ત્રાવ થાય તે ગર્ભાશયમુખની તરફ ફેંકાય. એટલે તો મૈથુનક્રિયાનું મુખ્ય પ્રયોજન તો યોનિમાં વીર્ય મૂકવાનું જ છે પણ આ ક્રિયામાં સુખદ સંવેદન ન હોય તો? તો સ્ત્રી કે પુરુષ બેમાંથી એકેય સમાગમની ક્રિયા માટે પ્રવૃત્ત થાય નહિ. હા, જે સ્ત્રીને પરાકાષ્ઠાનો અનુભવ ન થતો હોય તે સ્ત્રી પણ ગર્ભવતી તો થતી હોય છે. જો કે એક સર્વસ્વીકૃત નહિ એવી થિયરી છે કે સ્ત્રીને જો પરાકાષ્ઠાનો અનુભવ થાય તો તેના જનનમાર્ગમાં એવા ‘રિધમિક વેજાઇનલ કોન્ટ્રેક્શન્સ’ થાય છે જેથી વીર્યજંતુઓ સરળતાથી તરતા- ગતિ કરતા ગર્ભાશય મુખમાં પ્રવેશીને આગળ વધે છે.
પ્રશ્નઃ મારા લગ્નને એક વર્ષ થઇ ચૂક્યું છે. પરંતુ મને મારા પતિ તરફથી સંતોષ મળ્યો નથી. વળી વીર્ય યોનિમાંથી બહાર નીકળી જાય છે. ઘરમાં બધાને હું જલદી ગર્ભવતી બનું એવી ઇચ્છા છે, પણ વીર્ય બહાર નીકળી જાય છે ત્યાં સુધી બધું બેકાર છે. અમે હમણા એવું નક્કી કર્યું છે કે સમાગમ પછી મારા પતિ તેમની આંગળી અંદર નાંખીને વીર્યને અંદીર છેક સુધી પહોંચાડે અને બહાર નીકળતું અટકાવે, જેથી ગર્ભ રહે. વળી તે આંગળી અંદર નાખીને ક્રિયા કરે છે ત્યારે મને પરમ સુખનો આનંદ મળે છે અને સંતોષ થાય છે, પણ આવું કરવાથી મારા યોનિપ્રદેશને કંઇ નુકસાન થાય? મારા પતિનું પેટ મોટું છે. તેથી સૂઇને સમાગમ કરીએ છીએ પણ એમાં મને સંતોષ થતો નથી. અમને સમાગમનાં વિવિધ આસનો વિશે કંઇ જાણકારી પણ નથી. તે માટે કોઇ ચોપડી હોય તો જણાવવા વિનંતી.
- એક યુવતી (સૂરત)
જવાબઃ પુરુષ આંગળીથી યોનિમાર્ગમાં સ્પર્શ ક્રિયા કરે તેમાં કોઇ નુકસાન નથી. યોનિને ઢાંકતા અંદરના નાના ગુલાબી હોઠ ઉપર તરફ પૂરા થાય છે ત્યાં તે હોઠ સાથે જોડાયેલા ‘કિલટોરિસ’ નામનો નાનો અવયવ છે. તેની પર ચામડીનું છત્ર (હૂડ) છે. સ્ત્રીના આ અંગમાં કુદરતે કામસુખના સંવેદનોના જ્ઞાનતંતુનાં ઘણાં જ ઝૂમખાં મૂક્યાં છે. આ જગ્યાએ તથા યોનિમાર્ગમાં આરંભના એક તૃતિયાંશ ભાગની દિવાલોમાં કામસુખના જ્ઞાનતંતુઓ છે. તે સ્તનોની નિપલ્સ વગેરે સ્થાનોમાં પણ છે. આ સર્વ સ્થાનોમાં સ્પર્શ-ઘર્ષણની ક્રિયાથી પણ સ્ત્રીને કામતૃપ્તિનો અનુભવ થાય. પતિ સાથે નિખાલસ વાતચીતમાં આ સ્થાનો અને ક્રિયાઓ વિશે વાત કરવી. પેનિસમાં હાથ દ્વારા પ્રયત્ન (મેનિપ્યુલેશન) કર્યા પછી જ ઉત્થાન થાય છે, પણ ઉત્થાન થાય છે અને પેનિસનો યોનિપ્રવેશ શક્ય બને છે તેથી પતિમાં કોઇ ખામી નથી. તે મનથી હળવાશ અનુભવે અને સમાગમ પૂર્વેની ક્ષણોમાં તેના મનમાં ચિંતા-તનાવ ન રહે તેવો પ્રયત્ન કરવો. તેમ થતાં પ્રયત્ન વગર પણ પેનિસમાં ઉત્થાન થશે.
હજી લગ્નને એક જ વર્ષ થયું છે. તેથી ગર્ભ નથી રહેતો તે બાબતને ચિંતાનો વિષય ન બનાવો. સમાગમ પછી પતિ તરત છૂટા ન થાય તેમ રાખો. સમાગમ પછી પાંચેક મિનિટ તે અલગ ન થાય. તે અલગ થાય પછી તમે પણ થોડો સમય (આઠ-દસ મિનિટ) શાંતિથી પડ્યા રહો. વીર્ય યોનિની બહાર નીકળી જાય છે તે બાબતને ગર્ભ ન રહેવા સાથે તમે માનો છો તેવો સંબંધ નથી. જે વીર્ય નીકળે છે તેમાં દસ ટકા જ વીર્યજંતુઓ હોય છે. તે ટકામાં પણ કરોડો વીર્યજંતુઓ હોય છે, વીર્યજંતુઓ યોનિમાર્ગની દિવાલોને ચોંટી જાય છે અને તે ગર્ભાશય મુખ તરફ ગતિ કરે છે. જે નીકળી જાય છે તે ભલે વીર્ય છે, પણ તેમાં વીર્યજંતુઓ બધા જ નીકળી જાય છે તેમ માનીને ચિંતા કરવાની જરૂર નથી.
પતિને તેલ- ઘી- મિઠાઇ વગેરે પદાર્થો કમ કરાવો. જેથી પેટનો ભાગ સપ્રમાણ થાય. આસનોની બાબતમાં કોઇ પુસ્તક સૂચવી શકતો નથી. ખરી વાત એ છે કે એવા કોઇ આસનોના પુસ્તકની જરૂર નથી. પતિ-પત્ની બંનેએ વિવિધ શક્ય આસનો અજમાવીને શોધવાં.
પ્રશ્નઃ લગ્નને ૧૧ વર્ષ થયાં છે. એક વખત સમાગમના વિશિષ્ટ આસન વખતે પત્નીનું શરીર પાછળની તરફ વધારે પડતું ઝૂકી જવાથી પેનિસ પર માઠી અસર થતાં રક્તસ્ત્રાવ થયો. ડૉક્ટરની ટ્રીટમેન્ટ લીધી. ધીમે-ધીમે સારું થયું. સારું થયા પછી ત્રણ મહિના બાદ સમાગમ કર્યો તો કોઇ તકલીફ થઇ નથી, પણ મને મનમાં ભય પેસી ગયો છે. ભવિષ્યમાં રક્તસ્ત્રાવ થશે તો?
- એક પુરુષ (રાજકોટ)
જવાબઃ કોઇ પણ કારણસર પેનિસમાં અંદર કોઇ રક્તવાહિની તૂટી જવાથી તમને રક્તસ્ત્રાવ થયો. હવે તે રક્તવાહિની સંધાઇ ગઇ છે. આવું બન્યા પછી તમને મનમાં ચિંતા અને ભયનો અનુભવ થાય તે સ્વાભાવિક છે. તમે વિશેષ માર્ગદર્શન તમારો ઉપચાર કરનાર ડૉક્ટર પાસેથી મેળવો.
પ્રશ્નઃ દાંપત્ય જીવનમાં કામોત્તેજના વધે અને પુરુષની સ્તંભનશક્તિ વધે તેવા ખાસ આહાર વિશે માર્ગદર્શન આપશો.
- એક પુરુષ (જામનગર)
જવાબઃ કોઇ ‘ખાસ’ આહારથી પુરુષની કામોત્તેજના વધે અને તેની સ્તંભન શક્તિ (રિટેન્શન) વધે તેમ કહેવામાં તથ્ય નથી, પણ સામાન્ય રીતે વ્યક્તિએ શરીરને યોગ્ય પોષણ મળી રહે તેવો ખોરાક નિયમિત લેવો જોઇએ. યોગ્ય, પોષક તાજા નિયમિત ખોરાકથી અને યોગ્ય વિહારથી વ્યક્તિનું સમગ્ર આરોગ્ય સારું રહે. કામેચ્છા- કામોત્તેજના સ્તંભન વગેરે પણ વ્યક્તિના મનોદૈહિક તંત્રના જ સંચાર અને ક્રિયા છે. જો શરીર-મન સ્વસ્થ, નિરોગી હોય તો બધું બરાબર હોય. કામક્રિયા પણ બરાબર હોય માટે નિયમિત, યોગ્ય, પોષક આહાર લો. દૂધ નિયમિત લો. ઋતુનાં ફળો અને લીલા શાકભાજીને રોજિંદા આહારમાં સ્થાન આપો. નિયમિત ચાલો. હળવી કસરત કરો. મનનું અજ્ઞાન દૂર થાય અને સાચી સમજણ વધે તેવાં પુસ્તકોનું વાચન કરો. આહાર-વિહારનું મહત્ત્વ છે જ, પણ કોઇ ખાસ આહારથી કામોત્તેજના વધે અને સ્તંભનશક્તિ વધે તેવી માન્યતા ખોટી છે.
અંકિતા

 

Share |
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

આપણને યાદ કઈ રીતે રહે છે! માણસ જે પ્રકારના
સોલાર પાવર વિમાનની રાત્રિસફર
નવું ખાદ્ય વનસ્પતિ તેલ
 
 

Gujarat Samachar Plus

એક ફૂલ પ્લેટ ફરાળી ડિશ હાઉસફૂલ હોટલોમાં ગુજરાતી ડિમાન્ડ
'કૃષ્ણ' શબ્દ ક્લિક કરતા ૨૦૦૦ પુસ્તકોની યાદી ઉપલબ્ધ
કોમળ કાંડામાં કીક મારવાની ૧૦૦ સીસીની તાકાત
થોડો સમય ગામડા પાછળ ફાળવતી ગુજરાતની યંગબ્રિગેડ
   
 
 
lagnavisha usa
   
webad1

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્ આજનું ઔષધ
આજની જોક આજની રેસીપી
   
webad2

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2010, All Rights Reserved