Last Update : 07-Sept.-2010, Tuesday
વિક્રમી ભાવ છતાં ગણપતિને સોનાચાંદીની ભેટ

'અંધેરીચા રાજા'ને ૧૬ કિલોનું ચાંદીનું છત્ર ચડાવાયું

મુંબઈ - સોના અને ચાંદીના વિક્રમજનક ભાવ હોવા છતાં ભગવાન ગણેશને આ કિંમતી ધાતુનાં આભૂષણોની ભેટ ચડાવવાની ભક્તોની ઈચ્છા મોળી પડી નથી. ગયા શુક્રવારે, આઝાદનગર ખાતે 'અંધેરીચા રાજા' ગણપતિ માટેના ૧૬ કિલોગ્રામ ચાંદીના છત્રનું અનાવરણ કરાયું ત્યારે આ છત્રની ભેટ આપનારા વીરાદેસાઈ રોડના અગ્રણી રહીશે પોતાની ઓળખ જાહેર નહીં કરવાનું પસંદ કર્યું હતું.

પશ્ચિમનાં ઉપનગરોના આ અગ્રણી ડેવલપરે મ્હાડાના એક રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે ૨.૪ની એફએસઆઈ મળે તેવી માનતા રાખી હતી અને તેમની આ માનતા ફળી હતી. તેમણે કહ્યું હતું કે મેં છત્ર ચડાવવાની માનતા રાખી હતી જે મારે પૂરી કરવી પડે. તે માટે કેટલી કિંમત ચૂકવી તે મહત્ત્વનું નથી. છેવટે તો ભગવાન ગણેશજી જ બધું આપે છે ને?

સોના-ચાંદીના ભાવ વધ્યા હોવા છતાં આ મૂલ્યવાન ધાતુની ચીજવસ્તુઓની ભેટનો વિક્રમ સર્જાવાનું ચાલુ રહ્યાની વાતને મુંબઈના આ સૌથી વધુ શ્રીમંત ગણેશ મંડળે સમર્થન આપ્યું હતું. અંધેરીચા રાજા ગણપતિ મંડળના ઉદય સાલિયાને કહ્યું હતું કે અમારે અમારા ગણપતિ માટે ક્યારેય સોના-ચાંદીનાં ઘરેણાં ખરીદવાની જરૃર પડી નથી.

બોમ્બે બુલિયન એસોસિએશનના પ્રથમ સુરેશ હુંડિયાએ કહ્યું હતું કે સોનાચાંદીના ભાવ ૨૦૦૨માં હતા તે કરતાં આજે ૩૦૦ ટકા વધુ છે. સાત વર્ષ અગાઉ ચાંદીનો ભાવ એક કિ.ગ્રા.ના રૃ.૧૦ હજાર હતો જ્યાર આજે રૃ.૩૧,૫૦૦ છે. સાત વર્ષ અગાઉ સોનાનો ૧૦ ગ્રામનો ભાવ રૃ.૫,૪૦૦ હતો. આજે રૃ.૧૯,૨૬૦ જેટલો ભાવ છે. પણ ભાવિકોની શ્રધ્ધાને ભાવ સાથે નહીં પરંતુ ભક્તિભાવ સાથે સંબંધ છે.

આ સંદર્ભમાં એક ઉદાહરણ આપતાં તેમણે કહ્યું હતું કે ગયા વર્ષે ઝવેરીબજારના એક વેપારીએ ૧૦૦ કિ.ગ્રા. સોનુ સિધ્ધિ વિનાયક મંદિરને ભેટ આપ્યું હતું. આમાં કોઈ નવાઈની વાત નથી. લાલબાગચા રાજાને દુનિયાભરનું સોનુ ચાંદી ચડાવાય છે તે સૌએ જોયું છે. ગણેશોત્સવ બાદ ગણપતિને ચડાવાયેલી ભેટ સોગાદોની હરાજીમાં ભાગ લેનારાઓ સોનાની 'દુર્વા', સુવર્ણફૂલના હાર, દીવી (સમઈ) નેકલેસ અને મૂષક માટે બોલી બોલે છે. આમાંની કોઈ ચીજ તેમને મળે તો તેઓ ભક્તિભાવપૂર્વક મસ્તકે તે ચીજને અડકાડી ધન્યતા અનુભવે છે.

Share |
  More News
ગુજરાત વિધાનસભામાં સભા મોકૂફીનો કોંગ્રેસનો પ્રસ્તાવ
'ભગવા આતંકવાદની ભાષા ઉચ્ચારનારે લાગણી દુભાવી છે'
આઇએએસ પ્રદીપ શર્માને સુપ્રિમમાંથી શરતી જામીન
ગણેશોત્સવમાં આતંકવાદી હુમલાનો ભય
તહેવારોમાં નકલી ચલણી નોટ બાબતે સાવધ રહો
મુંબઈનાં પ્રાણીસંગ્રહાલયમાં સિંહણ સહિત ૧૧ જાનવરના મોત
બ્રિટિશ સાંસદની પત્ની મસાજ પાર્લરની સેક્સ વર્કર બની
પેઈનકિલર્સનું વળગણ લાંબા ગાળે મોટું નુકસાન કરી શકે છે
અમેરિકાએ મધર ટેરેસાના માનમાં ટિકિટ બહાર પાડી
 
  More News
NSEનો એશિયાના ટોચના બજારોમાં સમાવેશ
જીટીએલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરે રિલાયન્સ ઈન્ફ્રાટેલ સાથેના મર્જરનો સોદો રદ કર્યો
એફઆઇઆઇની ઓલરાઉન્ડ શેરોમાં ધૂમ લેવાલી ઃ સેન્સેકસ ૩૩૯ ઉછળી ૧૮૫૬૦ અઢી વર્ષની નવી ટોચે
પાકિસ્તાનની સરકારનો તેમના ક્રિકેટરોની મિલકતોની તપાસ કરવા આદેશ
લંડન સ્થિત પાક.ના હાઇ કમિશને હમીદને ચાર કલાક બેસાડી રખાયો
યુ એસ ઓપનમાં વાવરિન્કાએ મરેને હરાવીને અપસેટ સર્જ્યો
શાહરૃખ હવે ફારાહ ખાન સાથે સુલેહના મૂડમાં
શૂટિંગ માટે અક્ષયે જન્મ દિવસ માટેનો જૂનો નિયમ તોડયો
ઋષિ, નીતુ અને રણબીર કપૂર એક જ ફિલ્મમાં
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

આપણને યાદ કઈ રીતે રહે છે! માણસ જે પ્રકારના
સોલાર પાવર વિમાનની રાત્રિસફર
નવું ખાદ્ય વનસ્પતિ તેલ
 
 

Gujarat Samachar Plus

એક ફૂલ પ્લેટ ફરાળી ડિશ હાઉસફૂલ હોટલોમાં ગુજરાતી ડિમાન્ડ
'કૃષ્ણ' શબ્દ ક્લિક કરતા ૨૦૦૦ પુસ્તકોની યાદી ઉપલબ્ધ
કોમળ કાંડામાં કીક મારવાની ૧૦૦ સીસીની તાકાત
થોડો સમય ગામડા પાછળ ફાળવતી ગુજરાતની યંગબ્રિગેડ
   
 
lagnavisha usa
   
webad1

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્ આજનું ઔષધ
આજની જોક આજની રેસીપી
   
webad2

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2010, All Rights Reserved