Last Update : 07-Sept.-2010, Tuesday
શેરબજાર પાસે કોન્સ્ટેબલે પોતાના માથામાં ગોળી મારી

દક્ષિણ મુંબઈમાં બીમારીથી કંટાળેલા કોન્સ્ટેબલનો આપઘાતનો પ્રયાસ

મુંબઇ - દક્ષિણ મુંબઈના શેરબજાર નજીક ફરજ બજાવી રહેલા એક પોલીસ કોન્સ્ટેબલે તેની સર્વિસ રાયફલ વડે માથામાં ગોળી મારીને આત્મહત્યાનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઈ છે. ગંભીર હાલતમાં તેને જે. જે. હોસ્પિટલમાં દાખલ કરાયો છે. બીમારીને કારણે તેણે આ પગલું ભર્યું હોવાનું પોલીસે જણાવ્યું હતું. શનિવારે ઓશિવરા પોલીસ સ્ટેશનના એક કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ લઇને આત્મહત્યા કરી લીધી હતી. જ્યારે શુક્રવારે એક પોલીસ અધિકારીનાં પુત્રએ તેની પત્નીની હત્યા કર્યા બાદ પોતે પણ આત્મહત્યા કરી લીધી હતી. આ બનાવોને પગલે પોલીસ વિભાગમાં ખળભળાટ મચી ગયો છે.

એમઆરએ માર્ગ પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા ૫૦ વર્ષીય રાજારામ પવારે આજે સવારે સાડાછ વાગ્યે આત્માહત્યાનો પ્રયાસ કર્યો હતો.
રાજારામ પવારે આજે સવારે સાડાછ વાગ્યે શેરબજાર નજીક ફરજ બજાવી રહ્યો હતો. દરમિયાન તેણે તેની પાસેની રાયફલ વડે માથામાં ગોળી મારતા તે ગંભીરપણે જખમી થયો હતો. સારવાર અર્થે તેને જે. જે. હોસ્પિટલમાં લઇ જવાયો હતો. જ્યાં ડોક્ટરે ઓપરેશનની કામગીરી હાથ ધરી હતી. જોકે પવારની હાલત ગંભીર હોવાનું એમ. આર. એ. માર્ગ પોલીસ સ્ટેશનના પી. એસ. આઇ. સાતપુતેએ 'ગુજરાત સમાચાર'ને જણાવ્યું હતું.

પોલીસને પવાર પાસેથી એક સ્યુસાઇડ નોટ મળી આવી હતી. મરાઠીમાં લખેલી ચિઠ્ઠીમાં પવારે બીમારીથી કંટાળીને આ પગલું ભરતો હોવાનું તથા આ માટે કોઇને જવાબદાર ન ગણવા જણાવ્યું હતું. એમ સાતપુતેએ વધુમાં કહ્યું હતું. એક મહિના પહેલાં જ પવારની એમ. આર. એ. માર્ગ પોલીસ સ્ટેશનમાં બદલી થઈ હતી. છેલ્લા ઘણાં સમયથી તેની તબિયત સારી ન હતી અને તે હતાશ જણાતો હતો એમ પોલીસે કહ્યું હતું.

શનિવારે ઓશિવરા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ ૪૭ વર્ષીય રાજેન્દ્ર કાંબળેએ તેના વાંદરા સ્થિત ઘરમાં નાયલોનની રસ્સી વડે ગળાફાંસો ખાઈ લઇને આત્મહત્યા કરી લીધી હતી. જ્યારે શુક્રવારે પ્રોટેકશન બ્રાંચમાં ફરજ બજાવતા એસીપી કુરણેના પુત્રએ મલાડમાં તેની પત્નીની ગોળી મારીને હત્યા કર્યા બાદ પોતે આત્મહત્યા કરી લીધી હતી. આ ત્રણ બનાવને પગલે પોલીસ વિભાગમાં શોકની લાગણી સાથે ખળભળાટ મચી ગયો છે.

Share |
  More News
ગુજરાત વિધાનસભામાં સભા મોકૂફીનો કોંગ્રેસનો પ્રસ્તાવ
'ભગવા આતંકવાદની ભાષા ઉચ્ચારનારે લાગણી દુભાવી છે'
આઇએએસ પ્રદીપ શર્માને સુપ્રિમમાંથી શરતી જામીન
ગણેશોત્સવમાં આતંકવાદી હુમલાનો ભય
તહેવારોમાં નકલી ચલણી નોટ બાબતે સાવધ રહો
મુંબઈનાં પ્રાણીસંગ્રહાલયમાં સિંહણ સહિત ૧૧ જાનવરના મોત
બ્રિટિશ સાંસદની પત્ની મસાજ પાર્લરની સેક્સ વર્કર બની
પેઈનકિલર્સનું વળગણ લાંબા ગાળે મોટું નુકસાન કરી શકે છે
અમેરિકાએ મધર ટેરેસાના માનમાં ટિકિટ બહાર પાડી
 
  More News
NSEનો એશિયાના ટોચના બજારોમાં સમાવેશ
જીટીએલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરે રિલાયન્સ ઈન્ફ્રાટેલ સાથેના મર્જરનો સોદો રદ કર્યો
એફઆઇઆઇની ઓલરાઉન્ડ શેરોમાં ધૂમ લેવાલી ઃ સેન્સેકસ ૩૩૯ ઉછળી ૧૮૫૬૦ અઢી વર્ષની નવી ટોચે
પાકિસ્તાનની સરકારનો તેમના ક્રિકેટરોની મિલકતોની તપાસ કરવા આદેશ
લંડન સ્થિત પાક.ના હાઇ કમિશને હમીદને ચાર કલાક બેસાડી રખાયો
યુ એસ ઓપનમાં વાવરિન્કાએ મરેને હરાવીને અપસેટ સર્જ્યો
શાહરૃખ હવે ફારાહ ખાન સાથે સુલેહના મૂડમાં
શૂટિંગ માટે અક્ષયે જન્મ દિવસ માટેનો જૂનો નિયમ તોડયો
ઋષિ, નીતુ અને રણબીર કપૂર એક જ ફિલ્મમાં
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

આપણને યાદ કઈ રીતે રહે છે! માણસ જે પ્રકારના
સોલાર પાવર વિમાનની રાત્રિસફર
નવું ખાદ્ય વનસ્પતિ તેલ
 
 

Gujarat Samachar Plus

એક ફૂલ પ્લેટ ફરાળી ડિશ હાઉસફૂલ હોટલોમાં ગુજરાતી ડિમાન્ડ
'કૃષ્ણ' શબ્દ ક્લિક કરતા ૨૦૦૦ પુસ્તકોની યાદી ઉપલબ્ધ
કોમળ કાંડામાં કીક મારવાની ૧૦૦ સીસીની તાકાત
થોડો સમય ગામડા પાછળ ફાળવતી ગુજરાતની યંગબ્રિગેડ
   
 
lagnavisha usa
   
webad1

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્ આજનું ઔષધ
આજની જોક આજની રેસીપી
   
webad2

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2010, All Rights Reserved