Last Update : 07-Sept.-2010, Tuesday
મુંબઈનાં પ્રાણીસંગ્રહાલયમાં સિંહણ સહિત ૧૧ જાનવરના મોત

પ્રાણી સંગ્રહાલયના સત્તાધીશો આ માટે હેરિટેજ કમિટિનો દોષ કાઢે છે

મુંબઇ - બીએમસી ભાયખલાના જિજીમાતા ઉદ્યોગ ખાતેના પ્રાણી સંગ્રહાલય (રાણીબાગ)ને નવા રંગરૃપ આપવાનું આયોજન કરી રહી છે ત્યારે રાણી બાગમાં છેલ્લા ૩ મહિનામાં ૧૧ પ્રાણીઓ મૃત્યુ પામ્યા છે. મૃત્યુ પામેલા પ્રાણીઓમાં એક સિંહણ, એક મગર, કાળિયારો અને હરણઓનો સમાવેશ છે.
જનાવરો માટેની સુવિધાઓમાં સુધારો ન કરી શકતા પ્રાણી સંગ્રહાલયના સત્તાવાળાઓ એમની અવદશા માટે મુંબઈ હેરિટેજ કન્ઝર્વેશન કમિટી (એમએચસીસી)ને દોષ દે છે. પ્રાણી સંગ્રહાલય (ઝૂ)ના ડાયરેક્ટર અનિલ અન્જનકેર જણાવ્યું હતું કે 'આધુનિકીકરણ યોજના છેક ૨૦૦૮થી તૈયાર છે. પરંતુ અમને એમએચસીસીની મંજૂરી નથી મળી.'

આ મામલો ટેક્નિકલ ગુંચવણોમાં અટવાઈ ગયો છે. એમએચસીસીના ચેરમેન દિનેશ અફઝલપુકરે એવો ખુલાસો કર્યો હતો કે 'અમે ઝૂના આધુનિકીકરણની વિરુદ્ધમાં નથી પણ ગાર્ડનમાં એવા હેરિટેજ બાંધકામો છે જેમને બચાવવાની જરૃર છે.' આ ઝુ અગાઉ વિક્ટોરિયા ગાર્ડન્સ તરીકે જાણીતા શહેરના એક સૌથી વિશાળ હરિયાળા વિસ્તારમાં આવેલું છે.

બીએમસી દેશના બીજા ભાગો અને વિદેશથી પણ વધુ પ્રાણીઓ લાવવા માગે છે. જ્યારે કર્મશીલોએ ઝૂના હાલના પ્રાણીઓના સ્વાસ્થ્ય વિશે ચિંતા દર્શાવી છે.
૩૮ પ્રજાસિતા ૪૭૭ પક્ષીઓ અને પ્રજાતિના ૩૬ સાપ ઉપરાંત રાણીબાગમાં એક સિંહણ, બે હાથી, એક ગેંડો, ચાર મગરો અને આઠ ઘડિયાલો છે. પ્રાણીઓના કર્મશીલ ધર્મેશ સોલંકીએ ઝૂમાં ચોવીસે કલાક માટે વેટરિનેરિયન્સ (પ્રાણીઓના ડોક્ટર્સ) શા માટે નથી ઉઠાવ્યો હતો.

'કાયમ માટે વેટસ ન રાખવાનું વલણ આશ્ચર્યજનક છે. એમના વેટ સવારે ૯થી સાંજના છ સુધીની પાળીમાં આવે છે. પરંતુ કોઇ પ્રાણીને રાત્રે ૮ વાગ્યે તબીબી સારવારની જરૃર પડી તો એની વ્યવસ્થા કોણ કરશે? સેન્ટ્રલ ઝુ ઓથોરિટી (સીઝેડએ)એ તમામ ઝૂસ માટે ચોવીસ કલાક મેડિકલ સુપરવિઝન ફરજિયાત બનાવ્યું છે.' એમ તેમણે વધુમાં જણાવ્યું હતું. એક અધિકારીએ કબૂલ્યું હતું કે ઝૂમાં ઘણા નિયમોનો ભંગ થાયછે.

Share |
  More News
ગુજરાત વિધાનસભામાં સભા મોકૂફીનો કોંગ્રેસનો પ્રસ્તાવ
'ભગવા આતંકવાદની ભાષા ઉચ્ચારનારે લાગણી દુભાવી છે'
આઇએએસ પ્રદીપ શર્માને સુપ્રિમમાંથી શરતી જામીન
ગણેશોત્સવમાં આતંકવાદી હુમલાનો ભય
તહેવારોમાં નકલી ચલણી નોટ બાબતે સાવધ રહો
મુંબઈનાં પ્રાણીસંગ્રહાલયમાં સિંહણ સહિત ૧૧ જાનવરના મોત
બ્રિટિશ સાંસદની પત્ની મસાજ પાર્લરની સેક્સ વર્કર બની
પેઈનકિલર્સનું વળગણ લાંબા ગાળે મોટું નુકસાન કરી શકે છે
અમેરિકાએ મધર ટેરેસાના માનમાં ટિકિટ બહાર પાડી
 
  More News
NSEનો એશિયાના ટોચના બજારોમાં સમાવેશ
જીટીએલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરે રિલાયન્સ ઈન્ફ્રાટેલ સાથેના મર્જરનો સોદો રદ કર્યો
એફઆઇઆઇની ઓલરાઉન્ડ શેરોમાં ધૂમ લેવાલી ઃ સેન્સેકસ ૩૩૯ ઉછળી ૧૮૫૬૦ અઢી વર્ષની નવી ટોચે
પાકિસ્તાનની સરકારનો તેમના ક્રિકેટરોની મિલકતોની તપાસ કરવા આદેશ
લંડન સ્થિત પાક.ના હાઇ કમિશને હમીદને ચાર કલાક બેસાડી રખાયો
યુ એસ ઓપનમાં વાવરિન્કાએ મરેને હરાવીને અપસેટ સર્જ્યો
શાહરૃખ હવે ફારાહ ખાન સાથે સુલેહના મૂડમાં
શૂટિંગ માટે અક્ષયે જન્મ દિવસ માટેનો જૂનો નિયમ તોડયો
ઋષિ, નીતુ અને રણબીર કપૂર એક જ ફિલ્મમાં
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

આપણને યાદ કઈ રીતે રહે છે! માણસ જે પ્રકારના
સોલાર પાવર વિમાનની રાત્રિસફર
નવું ખાદ્ય વનસ્પતિ તેલ
 
 

Gujarat Samachar Plus

એક ફૂલ પ્લેટ ફરાળી ડિશ હાઉસફૂલ હોટલોમાં ગુજરાતી ડિમાન્ડ
'કૃષ્ણ' શબ્દ ક્લિક કરતા ૨૦૦૦ પુસ્તકોની યાદી ઉપલબ્ધ
કોમળ કાંડામાં કીક મારવાની ૧૦૦ સીસીની તાકાત
થોડો સમય ગામડા પાછળ ફાળવતી ગુજરાતની યંગબ્રિગેડ
   
 
lagnavisha usa
   
webad1

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્ આજનું ઔષધ
આજની જોક આજની રેસીપી
   
webad2

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2010, All Rights Reserved