Last Update : 07-Sept.-2010, Tuesday
તહેવારોમાં નકલી ચલણી નોટ બાબતે સાવધ રહો
 

મુંબઈ - તહેવારોની આ મોસમમાં તમે ખરીદી કરવા જાવ ત્યારે નકલી ચલણી નોટ બાબત સજાગ રહેજો. આ સપ્તાહમાં ઈદ અને ગણેશોત્સવ આવે છે અને ત્યાર બાદ નવરાત્રિ, દશેરા તથા દિવાળી આવશે. એટલે લોકોએ ખર્ચ અને ખરીદી કરવાનું શરૃ કરી દીધંુ છે. એટલે બજારમાં બનાવટી ચલણી નોટ ઘૂસાડવાનો આ સાનુકૂળ સમય છે એમ પોલીસ કહે છે. 'માર્કેટમાં નકલી ચલણ ઠાલવવાનો આ યોગ્ય સમય છે' એમ વધારાના પોલીસ કમિશનર ઉત્તર વિભાગ, રામરાવ પવારે કહ્યું છે. તાજેતરમાં ઘણી બનાવટી નોટ જપ્ત કરાઈ છે, જેને પગલે પોલીસ લોકોને સજાગ રહેવાનો અનુરોધ કરવા પ્રેરાઈ છે. એકલા ઓગસ્ટમાં જ પોલીસે રૃા. ૭.૪૮ લાખની નકલી નોટ બજારમાં ફરતી કરવા બદલ ૧૦ જણની ધરપકડ કરી હતી.

કેટલાક આરોપીઓ ગ્રાહકોના સ્વાંગમાં વસ્તુઓ ખરીદી બનાવટી ચલણ વટાવવાનો પ્રયાસ કરતા હતા. 'અમુક માણસોને ગ્રાહકો બનીને નાની રકમમાં નકલી નોટ બજારમાં ફેરવવાનું કામ સોંપાય છે.' એમ એક પોલીસ ઓફિસરે પોતાનું નામ ન આપવાની શરતે જણાવ્યું હતું. બીજા કેટલાક બનાવટી નોટ બેન્કમાં જમા કરાવવાનો પ્રયાસ કરતા પકડાયા હતા.

'એ બહુ જાણીતી હકીકત છે કે નકલી નોટ પાકિસ્તાનમાં જ છપાય અને ત્યાંથી જ બધે મોકલાય છે. એમને બાંગલાદેશ અને નેપાળની સીમા પરથી નકલી ચલણ સાથે લોકોને મોકલવાનું સહેલું પડે છે કારણ કે ત્યાં સુરક્ષા વ્યવસ્થા હોવી જોઈએ એટલી સખત નથી.' એમ ક્રાઈમ બ્રાંચના એક ઓફિસરે જણાવ્યું હતું.
'ચલણમાં પ્રવેશી ચુકેલી નકલી નોટ સાચી નોટને એટલી મળતી આવે છે કે સામાન્ય માનવી માટે એમની વચ્ચેનો તફાવત પારખવો મુશ્કેલ બની જાય છે.
બેન્કોના કેટલાક જાગૃત કર્મચારીઓ અને દુકાનદારો નકલી નોટને ઓળખી લઈ પોલીસને જાણ કરે છે પણ ઘણાં કેસોમાં ખોટી નોટ સાચી નોટ તરીકે ચાલી જાય છે. એટલે નકલી નોટને કેવી રીતે ઓળખવી તે જાણવું. લોકો માટે જરૃરી બની જાય છે.

'બનાવટી, ચલણ ચલણમાં આવતું રોકવામાં સૌથી મહત્ત્વની બાબત જાગૃતિ છે. લોકોને સાચી અને ખોટી નોટ વચ્ચેના ફરક પારખતાં આવડવો જોઈએ.' એમ જોઈન્ટ પોલીસ કમિશનર (ક્રાઈમ) હિમાંશુ રોયે જણાવ્યું હતું. એમના મતાનુસાર મોટા ભાગનું નકલી ચલણ સીમા પારના દેશમાં છપાતું હોવાથી બાંગ્લાદેશની સીમા પર કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવાની જરૃર છે કારણ કે બાંગ્લાદેશથી બનાવટી નોટ ભારતમાં ઘૂસાડાય છે.

Share |
  More News
ગુજરાત વિધાનસભામાં સભા મોકૂફીનો કોંગ્રેસનો પ્રસ્તાવ
'ભગવા આતંકવાદની ભાષા ઉચ્ચારનારે લાગણી દુભાવી છે'
આઇએએસ પ્રદીપ શર્માને સુપ્રિમમાંથી શરતી જામીન
ગણેશોત્સવમાં આતંકવાદી હુમલાનો ભય
તહેવારોમાં નકલી ચલણી નોટ બાબતે સાવધ રહો
મુંબઈનાં પ્રાણીસંગ્રહાલયમાં સિંહણ સહિત ૧૧ જાનવરના મોત
બ્રિટિશ સાંસદની પત્ની મસાજ પાર્લરની સેક્સ વર્કર બની
પેઈનકિલર્સનું વળગણ લાંબા ગાળે મોટું નુકસાન કરી શકે છે
અમેરિકાએ મધર ટેરેસાના માનમાં ટિકિટ બહાર પાડી
 
  More News
NSEનો એશિયાના ટોચના બજારોમાં સમાવેશ
જીટીએલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરે રિલાયન્સ ઈન્ફ્રાટેલ સાથેના મર્જરનો સોદો રદ કર્યો
એફઆઇઆઇની ઓલરાઉન્ડ શેરોમાં ધૂમ લેવાલી ઃ સેન્સેકસ ૩૩૯ ઉછળી ૧૮૫૬૦ અઢી વર્ષની નવી ટોચે
પાકિસ્તાનની સરકારનો તેમના ક્રિકેટરોની મિલકતોની તપાસ કરવા આદેશ
લંડન સ્થિત પાક.ના હાઇ કમિશને હમીદને ચાર કલાક બેસાડી રખાયો
યુ એસ ઓપનમાં વાવરિન્કાએ મરેને હરાવીને અપસેટ સર્જ્યો
શાહરૃખ હવે ફારાહ ખાન સાથે સુલેહના મૂડમાં
શૂટિંગ માટે અક્ષયે જન્મ દિવસ માટેનો જૂનો નિયમ તોડયો
ઋષિ, નીતુ અને રણબીર કપૂર એક જ ફિલ્મમાં
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

આપણને યાદ કઈ રીતે રહે છે! માણસ જે પ્રકારના
સોલાર પાવર વિમાનની રાત્રિસફર
નવું ખાદ્ય વનસ્પતિ તેલ
 
 

Gujarat Samachar Plus

એક ફૂલ પ્લેટ ફરાળી ડિશ હાઉસફૂલ હોટલોમાં ગુજરાતી ડિમાન્ડ
'કૃષ્ણ' શબ્દ ક્લિક કરતા ૨૦૦૦ પુસ્તકોની યાદી ઉપલબ્ધ
કોમળ કાંડામાં કીક મારવાની ૧૦૦ સીસીની તાકાત
થોડો સમય ગામડા પાછળ ફાળવતી ગુજરાતની યંગબ્રિગેડ
   
 
lagnavisha usa
   
webad1

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્ આજનું ઔષધ
આજની જોક આજની રેસીપી
   
webad2

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2010, All Rights Reserved