Last Update : 07-Sept.-2010, Tuesday
આર.ટી.ઓ. દ્વારા મુંબઈમાં શટલ ઓટો સેવાનો શુભારંભ

મહિનાના અંતે ઘણાં રેલવે સ્ટેશનોથી નજીકના વિસ્તારો સુધી શેર-એ-રિક્ષા મળતી થશે

મુંબઇ - આખરે મુંબઇગરાઓની એક ઇંતેજારીનો અંત આવ્યો હતો. આજથી રાજ્ય સરકારે મુંબઇમાં શટલ ઓટો (રિક્ષા) સેવાનો શુભારંભ કર્યો છે. શેર-અ-રિક્ષા પ્રકારની આવી પ્રથમ શટલ ઓટો સેવા આજે સવારે સાડા અગિયાર વાગ્યે રાજ્યના પરિવહન કમિશનર દિલિપ જાધવ અને ટ્રાફિક શાખાના સંયુક્ત પોલીસ કમિશનર વિવેક ફનસાલકરના હાથે શરૃ કરાઇ હતી. આવી પ્રથમ શટલ ઓટો સેવા વાંદરા સ્ટેશન પૂર્વેથી સરકારી કોલોની (કલેક્ટર ઓફિસ) વચ્ચે ઉપલબ્ધ કરાવાઇ હતી.

આવી વધુ શેર-અ-રિક્ષા સેવા અને તે સંબંધી રિક્ષા સ્ટેન્ડ વાંદરા (પૂર્વ) સ્ટેશનથી જી.એન. કોલોની અને ન્યુ ઇંગ્લિશ સ્કૂલ સુધી મળતી થશે.
મુંબઇના રિક્ષાવાળા ટૂંકા અંતર માટે લોકોને રિક્ષામાં બેસવા નથી દેતા અને લોકો આ મુશ્કેલીથી ત્રાસી ગયા હોવાથી રિજનલ ટ્રાન્સપોર્ટ ઓફિસ (આર.ટી.ઓ.)એ મુંબઇના પરા વિસ્તારના દરેક સ્ટેશને આવી શટલ ઓટો સેવા માટેના રિક્ષા સ્ટેન્ડ શરૃ કરવાની યોજના કરી હતી, જે વિશે અગાઉ અખબારોમાં લખાઇ ચૂક્યું છે.
આજે વાંદરા (પૂર્વ) સ્ટેશનથી આ સેવાનો પ્રારંભ થયો છે અને હવે અઠવાડિયાના અંત સુધીમાં પશ્ચિમ રેલવે લાઇન પરના સાંતાક્રુઝ, વિલેપાર્લે, અંધેરી, જોગેશ્વરી, ગોરેગાંવ, મલાડ, કાંદિવલી, બોરીવલી અને દહીંસર જેવા પરાઓમાં મળી કુલ ૨૦ ઓટો સ્ટેન્ડ ઊભાં કરાશે.

જાધવે આ વિશે કહ્યું હતું કે, 'આવા ઓટો સ્ટેન્ડ ઊભાં કરવામાં મુંબઇ મહાપાલિકાની પણ મહત્ત્વની ભૂમિકા છે. મહાપાલિકા અમને રોડ પર ઓટો સ્ટેન્ડ માટેની જગ્યા ફાળવી આપે છે. મને આશા છે કે, લોકો શટલ ઓટો સેવાનો પૂરતો લાભ લેશે અને આના કારણે આ રિક્ષા સેવાના રૃટ પર ઓટો રિક્ષાવાળાઓ ટૂંકા અંતરે જવાનો ઇન્કાર કરે છે, તેવા કેસોની સંખ્યામાં ઘટાડો થશે.'

મહાનગર ગેસ લિમિટેડ (એમ.જી.એલ.)એ આ રિક્ષા સ્ટેન્ડ ખાતે રેટ-બોર્ડ સ્પોન્સર્ડ કર્યાં છે. આર.ટી.ઓ.એ. આ મહિનાના અંત સુધીમાં આવા વધુ ૨૭ અને ઓક્ટોબર મહિનાના અંત સુધીમાં બીજા ૫૦ ઓટો સ્ટેન્ડ ઉભાં કરવાની યોજના કરી છે. આજે વાંદરા (પૂર્વે) સ્ટેશનથી કલેક્ટર ઓફિસ સુધી શરૃ થયેલી શટલ-ઓટો- સેવા માટે મુસાફર દીઠ સાડા પાંચ રૃપિયાનું ભાડુ ઠેરવાયું છે. મુંબઇગરાઓએ આ પગલાને આવકારતાં પ્રતિભાવ આપ્યો હતો કે, લાંબા ગાળે આવી રિક્ષા સેવાના પગલે શહેરના રોડ પરનો ટ્રાફિક હળવો થશે.

Share |
  More News
ગુજરાત વિધાનસભામાં સભા મોકૂફીનો કોંગ્રેસનો પ્રસ્તાવ
'ભગવા આતંકવાદની ભાષા ઉચ્ચારનારે લાગણી દુભાવી છે'
આઇએએસ પ્રદીપ શર્માને સુપ્રિમમાંથી શરતી જામીન
ગણેશોત્સવમાં આતંકવાદી હુમલાનો ભય
તહેવારોમાં નકલી ચલણી નોટ બાબતે સાવધ રહો
મુંબઈનાં પ્રાણીસંગ્રહાલયમાં સિંહણ સહિત ૧૧ જાનવરના મોત
બ્રિટિશ સાંસદની પત્ની મસાજ પાર્લરની સેક્સ વર્કર બની
પેઈનકિલર્સનું વળગણ લાંબા ગાળે મોટું નુકસાન કરી શકે છે
અમેરિકાએ મધર ટેરેસાના માનમાં ટિકિટ બહાર પાડી
 
  More News
NSEનો એશિયાના ટોચના બજારોમાં સમાવેશ
જીટીએલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરે રિલાયન્સ ઈન્ફ્રાટેલ સાથેના મર્જરનો સોદો રદ કર્યો
એફઆઇઆઇની ઓલરાઉન્ડ શેરોમાં ધૂમ લેવાલી ઃ સેન્સેકસ ૩૩૯ ઉછળી ૧૮૫૬૦ અઢી વર્ષની નવી ટોચે
પાકિસ્તાનની સરકારનો તેમના ક્રિકેટરોની મિલકતોની તપાસ કરવા આદેશ
લંડન સ્થિત પાક.ના હાઇ કમિશને હમીદને ચાર કલાક બેસાડી રખાયો
યુ એસ ઓપનમાં વાવરિન્કાએ મરેને હરાવીને અપસેટ સર્જ્યો
શાહરૃખ હવે ફારાહ ખાન સાથે સુલેહના મૂડમાં
શૂટિંગ માટે અક્ષયે જન્મ દિવસ માટેનો જૂનો નિયમ તોડયો
ઋષિ, નીતુ અને રણબીર કપૂર એક જ ફિલ્મમાં
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

આપણને યાદ કઈ રીતે રહે છે! માણસ જે પ્રકારના
સોલાર પાવર વિમાનની રાત્રિસફર
નવું ખાદ્ય વનસ્પતિ તેલ
 
 

Gujarat Samachar Plus

એક ફૂલ પ્લેટ ફરાળી ડિશ હાઉસફૂલ હોટલોમાં ગુજરાતી ડિમાન્ડ
'કૃષ્ણ' શબ્દ ક્લિક કરતા ૨૦૦૦ પુસ્તકોની યાદી ઉપલબ્ધ
કોમળ કાંડામાં કીક મારવાની ૧૦૦ સીસીની તાકાત
થોડો સમય ગામડા પાછળ ફાળવતી ગુજરાતની યંગબ્રિગેડ
   
 
lagnavisha usa
   
webad1

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્ આજનું ઔષધ
આજની જોક આજની રેસીપી
   
webad2

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2010, All Rights Reserved