Last Update : 07-Sept.-2010, Tuesday
અમેરિકાએ મધર ટેરેસાના માનમાં ટિકિટ બહાર પાડી
૪૪ સેન્ટની ટપાલ ટિકિટ પર મધરની તસવીર માત્ર સાત વિભૂતીને જ આવું માન મળ્યું છે

(પીટીઆઈ) વોશિંગ્ટન, તા. ૬
યુનાઈટેડ સ્ટેટસ દ્વારા મધર ટેરેસાનાં માનમાં વિશેષ પોસ્ટલ સ્ટેમ્પ જારી કરવામાં આવી હતી. લગભગ ૫૦ વર્ષ સુધી ગરીબો અને બીમાર લોકોની સાર-સંભાળની અવિરત માનવતાવાદી સેવા કરનારાં સાધ્વીનું આ રીતે સન્માન કરવામાં આવ્યું છે.
વોશિંગ્ટનમાં ગઈકાલે બેસિલિકા ઓફ નેશનલ શ્રાઈન ઓફ ધ ઈમેક્યુલેટ કોન્સેપ્શન ખાતે આયોજિત વિશેષ સમારંભમાં યુએસ પોસ્ટલ સર્વિસ દ્વારા આ ટપાલ ટિકિટ જારી કરાઈ હતી. ૪૪ સેન્ટની આ ટિકિટમાં મધર ટેરેસાનું પોર્ટેટ રેખાંકિત છે. એવોર્ડ વિજેતા ચિત્રકાર થોમસ બ્લેકશીઅર-ટુ દ્વારા આ તૈલચિત્ર તૈયાર કરાયું હતું.
૧૯૭૯માં શાંતિ નોબેલ પારિતોષિક મેળવનાર મધર ટેરેસાનું નિધન પાંચમી સપ્ટેમ્બર, ૧૯૯૭ના દિવસે કોલકાતામાં થયું હતું. તેમને ૧૯૯૬માં યુએસનું માનદ્ નાગરિકત્વ અપાયું હતું. ગરીબ અને દુઃખી લોકો પ્રત્યે ખાસ અનુકંપા ધરાવતાં મધર ટેરેસા રોમન કેથોલિક સાધ્વી હતાં. તેમણે ભારત અને વિશ્વના બીમાર અને કંગાળ લોકોની સેવામાં લગભગ ૫૦ વર્ષ ગાળ્યાં હતાં.
ટિકિટ અર્પણ કરતા યુએસ પોસ્ટમાસ્ટર જનરલ જ્હોન પોટરે જણાવ્યું હતું કે મોટા ભાગે, સ્ટેમ્પનો ઉલ્લેખ રાષ્ટ્રની ઓળખ તરીકે થાય છે કારણકે તે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય લોકો સુધી પહોંચે છે. અત્યાર સુધી અન્ય છ મહાનુભાવને આવું બહુમાન અપાયું છે, જેમાં વિન્સ્ટન ચર્ચિલ, રાઓલ વોલેનબર્ગ, વિલિયમ પેન, હાન્નાહ કાલોવ્હીલપેન, માકિર્વસદ' લાફાયેટ અને જનરલ કાસિમીર પુલાસ્કીનો સમાવેશ થાય છે.
મધર ટેરેસા મૂળ આલ્બેનિયાના હતા અને ભારતીય નાગરિક હતા, જેમણે ૧૯૫૦માં કોલકાતા ખાતે ''મિશનરીઝ ઓફ ચેરિટી'' સંસ્થાની સ્થાપના કરી હતી. તેમનાં નિધન પછી પોપ જહોન પોલ દ્વિતીય દ્વારા તેમને સંતની ઉપાધિ સાથે બ્લેસ્ડ ટેરેસા ઓફ કોલકાતાનું ટાઈટલ અપાયું હતું.

Share |
  More News
ગુજરાત વિધાનસભામાં સભા મોકૂફીનો કોંગ્રેસનો પ્રસ્તાવ
'ભગવા આતંકવાદની ભાષા ઉચ્ચારનારે લાગણી દુભાવી છે'
આઇએએસ પ્રદીપ શર્માને સુપ્રિમમાંથી શરતી જામીન
ગણેશોત્સવમાં આતંકવાદી હુમલાનો ભય
તહેવારોમાં નકલી ચલણી નોટ બાબતે સાવધ રહો
મુંબઈનાં પ્રાણીસંગ્રહાલયમાં સિંહણ સહિત ૧૧ જાનવરના મોત
બ્રિટિશ સાંસદની પત્ની મસાજ પાર્લરની સેક્સ વર્કર બની
પેઈનકિલર્સનું વળગણ લાંબા ગાળે મોટું નુકસાન કરી શકે છે
અમેરિકાએ મધર ટેરેસાના માનમાં ટિકિટ બહાર પાડી
 
  More News
NSEનો એશિયાના ટોચના બજારોમાં સમાવેશ
જીટીએલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરે રિલાયન્સ ઈન્ફ્રાટેલ સાથેના મર્જરનો સોદો રદ કર્યો
એફઆઇઆઇની ઓલરાઉન્ડ શેરોમાં ધૂમ લેવાલી ઃ સેન્સેકસ ૩૩૯ ઉછળી ૧૮૫૬૦ અઢી વર્ષની નવી ટોચે
પાકિસ્તાનની સરકારનો તેમના ક્રિકેટરોની મિલકતોની તપાસ કરવા આદેશ
લંડન સ્થિત પાક.ના હાઇ કમિશને હમીદને ચાર કલાક બેસાડી રખાયો
યુ એસ ઓપનમાં વાવરિન્કાએ મરેને હરાવીને અપસેટ સર્જ્યો
શાહરૃખ હવે ફારાહ ખાન સાથે સુલેહના મૂડમાં
શૂટિંગ માટે અક્ષયે જન્મ દિવસ માટેનો જૂનો નિયમ તોડયો
ઋષિ, નીતુ અને રણબીર કપૂર એક જ ફિલ્મમાં
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

આપણને યાદ કઈ રીતે રહે છે! માણસ જે પ્રકારના
સોલાર પાવર વિમાનની રાત્રિસફર
નવું ખાદ્ય વનસ્પતિ તેલ
 
 

Gujarat Samachar Plus

એક ફૂલ પ્લેટ ફરાળી ડિશ હાઉસફૂલ હોટલોમાં ગુજરાતી ડિમાન્ડ
'કૃષ્ણ' શબ્દ ક્લિક કરતા ૨૦૦૦ પુસ્તકોની યાદી ઉપલબ્ધ
કોમળ કાંડામાં કીક મારવાની ૧૦૦ સીસીની તાકાત
થોડો સમય ગામડા પાછળ ફાળવતી ગુજરાતની યંગબ્રિગેડ
   
 
lagnavisha usa
   
webad1

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્ આજનું ઔષધ
આજની જોક આજની રેસીપી
   
webad2

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2010, All Rights Reserved