Last Update : 07-Sept.-2010, Tuesday
વેલુના કોંગ્રેસીની ભાજપના કાર્યકરોએ હત્યા કર્યાનો આક્ષેપ

કાકડ કડુની પત્નીની પોલીસવડાને રાવ ઃ અધિકારીની ભૂંડી ભૂમિકા

વાપી -
દા.ન.હવેલીના વેલુ ગામે ધોધડવાડા ખાતે રહેતા ૪૫ વર્ષીય શખ્સની હત્યા બાદ મૃતકની પત્નીએ પોતાના પતિની હત્યા રાજકીય અદાવતમાં કરાઈ હોવાના આક્ષેપ સાથે પોલીસવડાને લેખિતમાં રાવ કરી છે. પતિની હત્યા ભાજપના કાર્યકરો દ્વારા જ કરાઈ હતી અને ભાજપના આગેવાનો અને એક પોલીસ અધિકારીની પણ ભૂંડી ભૂમિકા હોવાનું પણ જાણવી તપાસ સ્વતંત્ર એજન્સી દ્વારા કરાવવાની માંગ કરી છે.

ખાનવેલ નજીકના વેલુગામે ધોધડપાડામાં રહેતા કાકડ દેવજી કડુ (ઉ.વ.૪૫)ના ઘરે ગત તા.૨૩મીએ હાલ્યા કાકડ કડુ, દામુ ચાકર, વાજયા કાકડ કડુ, બચુ લક્ષી કડું, સોમા કડુ, કાવજી નડગે, વસંત નવસા ભંડાર, રમજા કુરકુટે, દિલીપ ચાકર તથા ચંદુ ચાકરે ધસી જઈ કાકડ દેવજી કડુને ચુંટણીમાં સરપંચ તરીકે ઉભા રહેવાના વહેમ રાખી ઢોર મારમાર્યો હતો. ત્યારબાદ કાકડ કડુને પ્રાથમિક સારવાર માટે ખાનવેલની સરકારી હોસ્પિટલમાં લઈ જવાયા બાદ વધુ સારવાર માટે સેલવાસ સિવિલમાં ખસેડાયા હતા. જ્યાં બે દિવસ અગાઉ તેનું મોત થતાં પોલીસે હત્યાની કલમનો ઉમેરો કર્યો હતો.

કાકડ કડુની હત્યા બાદ તેની પત્ની સોમલીબેન કડુએ આજે દા.ન.હવેલીના પોલીસવડાને રાવ કરી મારા પતિની હત્યા રાજકીય અદાવત રાખી કરાઈ હોવાનો સીધો આક્ષેપ કર્યો છે. મારા પતિ કોંગ્રેસના કાર્યકર હોવા છતાં આરોપીઓ તેને ભાજપમાં જોડાવવા વારંવાર ધમકી આપતા હતા. આગામી મહિનામાં યોજનારી ચુંટણીમાં સામેલ ન રહેવા પણ ધમકાવતા હતા. મારા પતિએ કોંગ્રેસ પાર્ટી છોડવા સાફ ઈન્કાર કર્યો હતો જેની અદાવતમાં હત્યા કરાઈ છે. સોમલીબેને પતિની હત્યામાં ભાજપના કેટલા આગેવાનોનો પણ હાથ હોવાની શંકા દર્શાવી સુરંગી પોલીસ મથકના ઈન્ચાર્જ પોલીસ અધિકારી રમેશ ચૌહાણની ભુંડી ભૂમિકા હોવાનો આક્ષેપ કર્યો છે. સોમલીબેને પતિની હત્યા પ્રકરણ અંગે સ્વતંત્ર એજન્સી મારફતે તપાસ કરાવવા અને આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરાવવાની માંગ કરી છે.

Share |
  More News
ગુજરાત વિધાનસભામાં સભા મોકૂફીનો કોંગ્રેસનો પ્રસ્તાવ
'ભગવા આતંકવાદની ભાષા ઉચ્ચારનારે લાગણી દુભાવી છે'
આઇએએસ પ્રદીપ શર્માને સુપ્રિમમાંથી શરતી જામીન
ગણેશોત્સવમાં આતંકવાદી હુમલાનો ભય
તહેવારોમાં નકલી ચલણી નોટ બાબતે સાવધ રહો
મુંબઈનાં પ્રાણીસંગ્રહાલયમાં સિંહણ સહિત ૧૧ જાનવરના મોત
બ્રિટિશ સાંસદની પત્ની મસાજ પાર્લરની સેક્સ વર્કર બની
પેઈનકિલર્સનું વળગણ લાંબા ગાળે મોટું નુકસાન કરી શકે છે
અમેરિકાએ મધર ટેરેસાના માનમાં ટિકિટ બહાર પાડી
 
  More News
NSEનો એશિયાના ટોચના બજારોમાં સમાવેશ
જીટીએલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરે રિલાયન્સ ઈન્ફ્રાટેલ સાથેના મર્જરનો સોદો રદ કર્યો
એફઆઇઆઇની ઓલરાઉન્ડ શેરોમાં ધૂમ લેવાલી ઃ સેન્સેકસ ૩૩૯ ઉછળી ૧૮૫૬૦ અઢી વર્ષની નવી ટોચે
પાકિસ્તાનની સરકારનો તેમના ક્રિકેટરોની મિલકતોની તપાસ કરવા આદેશ
લંડન સ્થિત પાક.ના હાઇ કમિશને હમીદને ચાર કલાક બેસાડી રખાયો
યુ એસ ઓપનમાં વાવરિન્કાએ મરેને હરાવીને અપસેટ સર્જ્યો
શાહરૃખ હવે ફારાહ ખાન સાથે સુલેહના મૂડમાં
શૂટિંગ માટે અક્ષયે જન્મ દિવસ માટેનો જૂનો નિયમ તોડયો
ઋષિ, નીતુ અને રણબીર કપૂર એક જ ફિલ્મમાં
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

આપણને યાદ કઈ રીતે રહે છે! માણસ જે પ્રકારના
સોલાર પાવર વિમાનની રાત્રિસફર
નવું ખાદ્ય વનસ્પતિ તેલ
 
 

Gujarat Samachar Plus

એક ફૂલ પ્લેટ ફરાળી ડિશ હાઉસફૂલ હોટલોમાં ગુજરાતી ડિમાન્ડ
'કૃષ્ણ' શબ્દ ક્લિક કરતા ૨૦૦૦ પુસ્તકોની યાદી ઉપલબ્ધ
કોમળ કાંડામાં કીક મારવાની ૧૦૦ સીસીની તાકાત
થોડો સમય ગામડા પાછળ ફાળવતી ગુજરાતની યંગબ્રિગેડ
   
 
lagnavisha usa
   
webad1

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્ આજનું ઔષધ
આજની જોક આજની રેસીપી
   
webad2

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2010, All Rights Reserved