Last Update : 07-Sept.-2010, Tuesday
સુરત પાલિકાની નવી ટર્મ માટે પહેલો વિદેશ પ્રવાસ તૈયાર
સુરતને ઈકો ફ્રેન્ડલી સીટી બનાવવા માટે પાલિકાના અધિકારી-પદાધિકારી જાપાનની મુલાકાત લેશે

સુરત -
સુરત મહાનગરપાલિકાની આગામી ચુંટણીની જાહેરાત થાય તે પહેલાં જ નવી ટર્મના પહેલા વિદેશ પ્રવાસની કવાયત થઈ રહી છે. સુરતને ઈકો ફ્રેન્ડલી સીટી બનાવવા માટે જાપાન દ્વારા પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ જાપાનના ઈકોફ્રેન્ડલી સીટી કીટાક્યુસુ શહેરની મુલાકાત લેવા માટે અપાયેલા આમંત્રણને પગલે જાપાનના પ્રવાસની દરખાસ્ત આગામી સ્થાયી સમિતિની બેઠકમાં આવી રહી છે.

સુરતમાં થતાં પ્લાસ્ટીક તથા અન્ય પ્રદુષણને દુર કરી શહેરને ઈકો ફ્રેન્ડલી શહેર બનાવવા માટે જાપાન દ્વારા સુરત પાલિકા સાથે વાટાઘાટ કરવામાં આવી હતી. જાપનના કીટાક્યુસુ શહેરનું પ્રતિનિધિ મંડળ ગત મહિને સુરત મહાનગરપાલિકાના પ્રવાસે આવ્યું હતું. ત્યારે ૨૧જુલાઈના રોજ હોટલ ગેટવે ખાતે જાપાનના પ્રતિનિધિઓએ પાલિકાની ટીમ સમક્ષ પ્રેઝન્ટેશન કર્યું હતું.

આ પ્રેઝન્ટેશનથી પાલિકાની ટીમ પ્રભાવિત થઈ હતી. પાલિકાએ પણ જાપાનના કીટાક્યુસુ શહેની મુલાકાત લઈને વિવિધ પ્રોજેક્ટ નિહાળવાનું નક્કી કર્યું હતું. પરંતુ આ પહેલાં સુરત સહિત તમામ પાલિકાની ચુંટણીનું એક સાથે આયોજન કરતાં આ ટર્મમાં જાપાન પ્રવાસ લટકી પડયો હતો. તેમ છતાં આગામી સ્થાયી સમિતિની બેઠકમાં પાલિકાના પદાધિકારી તથા અધિકારીઓ જાપાનના પ્રવાસ જાય તે માટેની દરખાસ્ત લાવવામાં આવી રહી છે.

આ પ્રવાસ બાદ જાપાનના કીટોક્યુસુ શહેરમાં ઈકો ફ્રેન્ડલી રીસાઈકલીંગ પ્રોજેક્ટ અંગે અભ્યાસ કરવામાં આવશે. પ્રેઝન્ટેશન દરમિયાન આપવામાં આવેલી ટુંકી માહિતી બાદ પાલિકાની ટીમને એવું લાગ્યું હતું કે આ પ્રોજેક્ટ પાલિકાને ફાયદારૃપ બની શકે તેમ છે. તેથી હાલમાં આ દરખાસ્ત રજુ કરવામાં આવી છે. આ દરખાસ્તનો અમલ થાય તે પહેલાં પાલિકાની ચુંટણીની જાહેરાત થઈ જશે અને આચાર સંહિતા લાગુ પડી જશે. તેથી આવતી ટર્મ શરૃ થાય કે તરત જ જાપાન પ્રવાસની લોટરી લાગી જશે.

Share |
  More News
ગુજરાત વિધાનસભામાં સભા મોકૂફીનો કોંગ્રેસનો પ્રસ્તાવ
'ભગવા આતંકવાદની ભાષા ઉચ્ચારનારે લાગણી દુભાવી છે'
આઇએએસ પ્રદીપ શર્માને સુપ્રિમમાંથી શરતી જામીન
ગણેશોત્સવમાં આતંકવાદી હુમલાનો ભય
તહેવારોમાં નકલી ચલણી નોટ બાબતે સાવધ રહો
મુંબઈનાં પ્રાણીસંગ્રહાલયમાં સિંહણ સહિત ૧૧ જાનવરના મોત
બ્રિટિશ સાંસદની પત્ની મસાજ પાર્લરની સેક્સ વર્કર બની
પેઈનકિલર્સનું વળગણ લાંબા ગાળે મોટું નુકસાન કરી શકે છે
અમેરિકાએ મધર ટેરેસાના માનમાં ટિકિટ બહાર પાડી
 
  More News
NSEનો એશિયાના ટોચના બજારોમાં સમાવેશ
જીટીએલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરે રિલાયન્સ ઈન્ફ્રાટેલ સાથેના મર્જરનો સોદો રદ કર્યો
એફઆઇઆઇની ઓલરાઉન્ડ શેરોમાં ધૂમ લેવાલી ઃ સેન્સેકસ ૩૩૯ ઉછળી ૧૮૫૬૦ અઢી વર્ષની નવી ટોચે
પાકિસ્તાનની સરકારનો તેમના ક્રિકેટરોની મિલકતોની તપાસ કરવા આદેશ
લંડન સ્થિત પાક.ના હાઇ કમિશને હમીદને ચાર કલાક બેસાડી રખાયો
યુ એસ ઓપનમાં વાવરિન્કાએ મરેને હરાવીને અપસેટ સર્જ્યો
શાહરૃખ હવે ફારાહ ખાન સાથે સુલેહના મૂડમાં
શૂટિંગ માટે અક્ષયે જન્મ દિવસ માટેનો જૂનો નિયમ તોડયો
ઋષિ, નીતુ અને રણબીર કપૂર એક જ ફિલ્મમાં
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

આપણને યાદ કઈ રીતે રહે છે! માણસ જે પ્રકારના
સોલાર પાવર વિમાનની રાત્રિસફર
નવું ખાદ્ય વનસ્પતિ તેલ
 
 

Gujarat Samachar Plus

એક ફૂલ પ્લેટ ફરાળી ડિશ હાઉસફૂલ હોટલોમાં ગુજરાતી ડિમાન્ડ
'કૃષ્ણ' શબ્દ ક્લિક કરતા ૨૦૦૦ પુસ્તકોની યાદી ઉપલબ્ધ
કોમળ કાંડામાં કીક મારવાની ૧૦૦ સીસીની તાકાત
થોડો સમય ગામડા પાછળ ફાળવતી ગુજરાતની યંગબ્રિગેડ
   
 
lagnavisha usa
   
webad1

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્ આજનું ઔષધ
આજની જોક આજની રેસીપી
   
webad2

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2010, All Rights Reserved