Last Update : 07-Sept.-2010, Tuesday
બ્લડ ડાયમંડ કેસમાં સરકાર પક્ષની દલીલો શરૃ

કે.પી.સી વગરના રૃ.૩.૮૫ કરોડના બ્લડ ડાયમંડ કેસમાં સરકાર પક્ષે ગુનાની ગંભીરતા અંગે કોર્ટ સમક્ષ રજૂઆત કરી

સુરત -
આજથી એકાદ વર્ષ પહેલાં સુરત-અમદાવાદ ડીઆરઆઈના સંયુક્ત ઓપરેશન દરમિયાન રૃ.૩.૮૫ કરોડના બ્લડ ડાયમંડ સાથે ઝડપેલા વિદેશી શકદારો યુસુફ ઓસેલી તથા રોબાઈ હુશેન વિરુધ્ધ ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ વી.જી.ત્રિવેદીની કોર્ટ સમક્ષ હાથ ધરાયેલી ન્યાયિક કાર્યવાહી દરમિયાન આજે સુરત ડીઆરઆઈ તરફે સરકાર પક્ષની દલીલોનો પ્રારંભ થયો હતો. જે મોડી સાંજે અધુરી રહેતા કોર્ટે વધુ સુનાવણી આવતી કાલે તા.૭મી સપ્ટે.ના રોજ હાથ ધરવા હુકમ કર્યો હતો.

સુરત-અમદાવાદ ડીઆરઆઈ દ્વારા આજથી એકાદ વર્ષ પહેલાં મહીધર પુરા વિસ્તારમાં આવેલા અર્પણ એપાર્ટમેન્ટમાંથી ગુયેનાના વતની યુસુફ ઓસેલી તથા રોબાઈ હુશેનને કિમ્બર્લી પ્રોસેસ સર્ટીફિકેટ વિનાના કુલ રૃ.૩.૮૫ કરોડની કિંમતના બ્લડ ડાયમંડનો વિશાળ જથ્થો ઝડપી પાડયો હતો. દેશભરમાં સૌ પ્રથમવાર સુરત-અમદાવાદ ડીઆરઆઈએ કરોડો રૃપિયાના કોન્ફલીક્ટ ડાયમંડના જથ્થા સાથે ઝડપાયેલા બંને વિદેશી શકદારોને સુરત ડીઆરઆઈએ જ્યુડીશ્યલ રિમાન્ડ મેળવી જેલ હવાલે કર્યા હતા.

સુરતના હીરા બજારમાં કોન્ફલીક્ટ ડાયમંડના વિશાળ જથ્થા સાથે ઝડપાયેલા વિદેશી શકદારોએ આ અગાઉ એકથી વધુ વાર ટ્રીપ મારીને કરોડો રૃપિયાના બ્લડ ડાયમંડનો જથ્થો સુરતના હીરા ઉધોગમાં ઠાલવ્યો હોવાનું તપાસ દરમિયાન ખૂલ્યું હતુ.લાંબા સમયથી કસ્ટમ એક્ટની જોગવાઈનો ભંગ બદલ જેલવાસ ભોગવતા બંને વિદેશી શકદારો વિરુધ્ધનો કેસ હવે ઝડપભેર ન્યાયિક કાર્યવાહીના અંત ભણી આગળ ધપી રહ્યો છે.

આજે સુરત ડીઆરઆઈ તરફે ડીજીપી નયન સુખડવાલાએ વિદેશી શકદારો વિરુધ્ધ ફરિયાદ પક્ષની દલીલોનો પ્રારંભ કર્યો હતો.જેની સુનાવણી દરમિયાન ફરિયાદ પક્ષે બ્લડ ડાયમંડનો અર્થ અને કિમ્બર્લી પ્રોસેસ સર્ટીફિકેટની જરૃરિયાત પર ભાર મુકતા યુનોના ઠરાવ વિશે રજૂઆત કરી વિદેશી શકદારોના ગુનાની ગંભીરતા જણાવી હતી. જે મુજબ બ્લડ ડાયમંડ એટલે એવા ડાયમંડ હીરાની ખાણોમાંથી ગેરકાયદે રીતે બારો બાર વેચીને તેમાંથી ઉપજેલા નાણા દક્ષિણ આફ્રિકા સહિતના દેશોમાં બળવાખોર તથા આતંકવાદી સંગઠનોને ભંડોળ તરીકે મોકલવામાં આવતાં હોય છે.

જેથી ગેરકાયદે રીતે હિંસક પ્રવૃત્તિના હેતુ માટે ઉપયોગમાં લેવાતા બ્લડ ડાયમંડના દૂષણને ડામવા માટે યુનોએ પણ આંતર રાષ્ટ્રીય ધોરણે ડાયમંડના વ્યવસાયીઓમાં માત્ર કિમ્બર્લી પ્રોસેસ સર્ટીફીકેટ ધરાવતા ડાયમંડની લે-વેચ કરવા પર જ ભાર મુકવા અંગેનો ઠરાવ કર્યો હતો.

જેથી બ્લડ ડાયમંડ કેસમાં સંડોવાયેલા વિદેશી શકદારો પાસેથી કેપીસી સર્ટીફિકેટ કે અન્ય કોઈ કાયદેસરના દસ્તાવેજો વિના ઝડપાયેલા રૃ.૩.૮૫ કરોડના ડાયમંડ વાયા દુબઈ થઈને ભારત અને સુરતમાં વેચાણના હેતુ માટે લાવવામાં આવ્યા હતા.જેનો હેતુ આતંકવાદી સંગઠનોને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે નાણાંકીય ભંડોળ પુરુ પાડવાનો હોવાની સંભાવના નકારી શકાય તેમ નથી. અલબત્ત આજે મોડી સાંજે સરકાર પક્ષની દલીલો અધુરી રહેતા કોર્ટે વધુ સુનાવણી આવતી કાલે તા.૭મી સપ્ટે.ના રોજ હાથ ધરવાનો હુકમ કર્યો હતો.

Share |
  More News
ગુજરાત વિધાનસભામાં સભા મોકૂફીનો કોંગ્રેસનો પ્રસ્તાવ
'ભગવા આતંકવાદની ભાષા ઉચ્ચારનારે લાગણી દુભાવી છે'
આઇએએસ પ્રદીપ શર્માને સુપ્રિમમાંથી શરતી જામીન
ગણેશોત્સવમાં આતંકવાદી હુમલાનો ભય
તહેવારોમાં નકલી ચલણી નોટ બાબતે સાવધ રહો
મુંબઈનાં પ્રાણીસંગ્રહાલયમાં સિંહણ સહિત ૧૧ જાનવરના મોત
બ્રિટિશ સાંસદની પત્ની મસાજ પાર્લરની સેક્સ વર્કર બની
પેઈનકિલર્સનું વળગણ લાંબા ગાળે મોટું નુકસાન કરી શકે છે
અમેરિકાએ મધર ટેરેસાના માનમાં ટિકિટ બહાર પાડી
 
  More News
NSEનો એશિયાના ટોચના બજારોમાં સમાવેશ
જીટીએલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરે રિલાયન્સ ઈન્ફ્રાટેલ સાથેના મર્જરનો સોદો રદ કર્યો
એફઆઇઆઇની ઓલરાઉન્ડ શેરોમાં ધૂમ લેવાલી ઃ સેન્સેકસ ૩૩૯ ઉછળી ૧૮૫૬૦ અઢી વર્ષની નવી ટોચે
પાકિસ્તાનની સરકારનો તેમના ક્રિકેટરોની મિલકતોની તપાસ કરવા આદેશ
લંડન સ્થિત પાક.ના હાઇ કમિશને હમીદને ચાર કલાક બેસાડી રખાયો
યુ એસ ઓપનમાં વાવરિન્કાએ મરેને હરાવીને અપસેટ સર્જ્યો
શાહરૃખ હવે ફારાહ ખાન સાથે સુલેહના મૂડમાં
શૂટિંગ માટે અક્ષયે જન્મ દિવસ માટેનો જૂનો નિયમ તોડયો
ઋષિ, નીતુ અને રણબીર કપૂર એક જ ફિલ્મમાં
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

આપણને યાદ કઈ રીતે રહે છે! માણસ જે પ્રકારના
સોલાર પાવર વિમાનની રાત્રિસફર
નવું ખાદ્ય વનસ્પતિ તેલ
 
 

Gujarat Samachar Plus

એક ફૂલ પ્લેટ ફરાળી ડિશ હાઉસફૂલ હોટલોમાં ગુજરાતી ડિમાન્ડ
'કૃષ્ણ' શબ્દ ક્લિક કરતા ૨૦૦૦ પુસ્તકોની યાદી ઉપલબ્ધ
કોમળ કાંડામાં કીક મારવાની ૧૦૦ સીસીની તાકાત
થોડો સમય ગામડા પાછળ ફાળવતી ગુજરાતની યંગબ્રિગેડ
   
 
lagnavisha usa
   
webad1

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્ આજનું ઔષધ
આજની જોક આજની રેસીપી
   
webad2

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2010, All Rights Reserved