Last Update : 07-Sept.-2010, Tuesday
રાજકોટની સોની બજારમાં ચાર દુકાનોનાં તાળા તૂટયાં

 

રાજકોટ -
રાજકોટ શહેરમાં તસ્કરો ઉઠાવગીરોને રેઢું પડ મળી ગયું હોય તેમ સપ્તાહ પહેલાંની જ ૧૭ લાખની ચોરીનો ભેદ હજુ નથી ઉકેલાયો ત્યાં જ વધુ એક મોટી ઉઠાંતરીનો બનાવ સોની બજારમાં બનવા પામ્યો છે. માંડવી ચોક ખાતેના શિલ્પ કોમ્પ્લેક્સમાં ઉપર-નીચે આવેલી સોની કામની ત્રણ દુકાનોના શટર તોડાયા હતા, જે પૈકી બેમાંથી કુલ રૃા. ૨૮.૯૫ લાખના મુદ્દામાલની ચોરી થઈ છે. આ ચોરીમાં જો કે કોમ્પ્લેક્સના નેપાળી ચોકીદારની જ સંડોવણી જણાતા તેના વિરૃધ્ધ ગુનો નોંધીને શોધખોળ હાથ ધરવામાં આવી છે. આ બનાવમાં એકથી વધુ શખ્સોનો હાથ હોવાની શક્યતા જણાઈ રહી છે.ટ

શિલ્પ કોમ્પ્લેક્સની ત્રણથી ચાર દુકાનમાંથી મોટો દલ્લો ચોરાયાની જાણ થતાં 'એ' ડિવિઝન પોલીસ ઉપરાંત ડી.સી.પી., ગુના શોધક શાખાનો સ્ટાપ વગેરે સ્થળ પર ધસી ગયા હતા. આ કોમ્પ્લેક્સમાં બીજા માળે આવેલી આર.એમ. સિલ્વર નામક દુકાનમાંથી મોટી મત્તા ચોરાઈ હતી. તેના માલિક રમેશચંદ્ર મોતીલાલ મંડલિક (૬૩)એ પોલીસને જણાવ્યું કે શનિવારે દૂકાનમાં દીવાબતી કરવા સંચાલકો આવ્યા ત્યાં સુધી બધું બરાબર હતું, તે પછી (તા. ૫ના સાંજે ૫થી તા. ૬ના સવાર સુધીમાં) ચોરી થઈ છે. આર.એમ. સિલ્વરમાંથી ૨૪૭ ગ્રામ ૨૦ કેરેટ સોનાંના દાગીના, નક્ષત્ર કંપનીના વીંટી- બુટ્ટી- પેંડલ (૭.૫ લાખ), ડાયમન્ડનું બોક્સ (૧૦ લાખ) મળીને રૃા. ૨૧ લાખ ૮૦ હજારની તેમજ પ્રથમ માળે આવેલી કૌશિક હિંમતલાલ ઝવેરીની કે. હિંમતલાલ જ્વેલર્સ દૂકાનમાંથી રૃા. ૨.૮૫ લાખની રોકડ અને દાગીના મળી રૃા. ૭.૧૫ લાખની મત્તા ચોરાઈ હતી.

આ ઉપરાંત હાર્દિક સંઘવીની સિમંધર જ્વેલર્સ નામક દૂકાનના શટરના બે તાળાં પણ તૂટેલા હતા પરંતુ અંદરનો દરવાજો નહીં તોડી શકતા તેમાં દસેક લાખનો માલ બચી ગયો હતો. ઉપરાંત, અન્ય એક દૂકાનના તાળાં તોડવા પણ પ્રયાસ કરાયો હતો. જે બે દૂકાનમાં ચોરી થઈ તેમાં લાખો રૃપિયાની ચાંદી એમ જ પડી રહી હતી, જે તસ્કરો વજન વધી જવાથી ન ઉઠાવી ગયાનું અનુમાન છે. આર.એમ. સિલ્વરમાં કબાટ તોડી ખાના વીંખી નખાયા હતા. સોની કામની સ્ટીલમાં ફીટ કરેલી જાળી પરથી ફિંગરપ્રિન્ટ મળ્યા છે, જ્યારે કે. હિંમતલાલમાં લાકડાનું ફર્નિચર હોઈ પ્રિન્ટો નથી મળી.

આ ચોરીમાં કમ સે કમ બે વ્યક્તિ સામેલ હોવાનું પોલીસનું અનુમાન છે. દરમિયાન, પોલીસ તપાસમાં ખૂલ્યું કે કોમ્પ્લેક્સમાં આઠેક મહીનાથી રોશન બહાદૂર (૩૫) નામનો નેપાળી યુવક ચોકીદાર તરીકે જોડાયો હતો, જે ઉપરના ભાગે જ રહેતો હતો. ગત રાતે નવે'ક વાગ્યે પાણી પીવા ઉતર્યાનું દ્રશ્ય આંગડિયા પેઢીના સી.સી. ટી.વી. કેમેરામાં ઝીલાયેલું છે. ચોરીના બનાવ પછી રોશન ગાયબ છે, તથા તેનો મોબાઈલ પણ પોલીસે ટ્રાય કરતાં કવરેજ બહાર જણાયો હતો! આર.એમ. સિલ્વર પાસેથી હથોડી- છીણી- મોટી ભરાઈ વગેરે મળી આવ્યા હતા. ચોકીદાર રોશન ખડકાનો તૂટેલો મોબાઈલ મળ્યો હતો તથા તેનો નંબર બંધ આવે છે. તેને નોકરીએ રાખી ગયેલો અમરસિંગ ખડકા નેપાળ જતો રહ્યો છે! અન્ય બે-ત્રણ નેપાળી ગુરખાના પોલીસે નિવેદન નોંધ્યા હતા. વધુ તપાસ પીએસઆઈ જી.એલ. મકવાણાએ હાથ ધરી છે.

Share |
  More News
ગુજરાત વિધાનસભામાં સભા મોકૂફીનો કોંગ્રેસનો પ્રસ્તાવ
'ભગવા આતંકવાદની ભાષા ઉચ્ચારનારે લાગણી દુભાવી છે'
આઇએએસ પ્રદીપ શર્માને સુપ્રિમમાંથી શરતી જામીન
ગણેશોત્સવમાં આતંકવાદી હુમલાનો ભય
તહેવારોમાં નકલી ચલણી નોટ બાબતે સાવધ રહો
મુંબઈનાં પ્રાણીસંગ્રહાલયમાં સિંહણ સહિત ૧૧ જાનવરના મોત
બ્રિટિશ સાંસદની પત્ની મસાજ પાર્લરની સેક્સ વર્કર બની
પેઈનકિલર્સનું વળગણ લાંબા ગાળે મોટું નુકસાન કરી શકે છે
અમેરિકાએ મધર ટેરેસાના માનમાં ટિકિટ બહાર પાડી
 
  More News
NSEનો એશિયાના ટોચના બજારોમાં સમાવેશ
જીટીએલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરે રિલાયન્સ ઈન્ફ્રાટેલ સાથેના મર્જરનો સોદો રદ કર્યો
એફઆઇઆઇની ઓલરાઉન્ડ શેરોમાં ધૂમ લેવાલી ઃ સેન્સેકસ ૩૩૯ ઉછળી ૧૮૫૬૦ અઢી વર્ષની નવી ટોચે
પાકિસ્તાનની સરકારનો તેમના ક્રિકેટરોની મિલકતોની તપાસ કરવા આદેશ
લંડન સ્થિત પાક.ના હાઇ કમિશને હમીદને ચાર કલાક બેસાડી રખાયો
યુ એસ ઓપનમાં વાવરિન્કાએ મરેને હરાવીને અપસેટ સર્જ્યો
શાહરૃખ હવે ફારાહ ખાન સાથે સુલેહના મૂડમાં
શૂટિંગ માટે અક્ષયે જન્મ દિવસ માટેનો જૂનો નિયમ તોડયો
ઋષિ, નીતુ અને રણબીર કપૂર એક જ ફિલ્મમાં
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

આપણને યાદ કઈ રીતે રહે છે! માણસ જે પ્રકારના
સોલાર પાવર વિમાનની રાત્રિસફર
નવું ખાદ્ય વનસ્પતિ તેલ
 
 

Gujarat Samachar Plus

એક ફૂલ પ્લેટ ફરાળી ડિશ હાઉસફૂલ હોટલોમાં ગુજરાતી ડિમાન્ડ
'કૃષ્ણ' શબ્દ ક્લિક કરતા ૨૦૦૦ પુસ્તકોની યાદી ઉપલબ્ધ
કોમળ કાંડામાં કીક મારવાની ૧૦૦ સીસીની તાકાત
થોડો સમય ગામડા પાછળ ફાળવતી ગુજરાતની યંગબ્રિગેડ
   
 
lagnavisha usa
   
webad1

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્ આજનું ઔષધ
આજની જોક આજની રેસીપી
   
webad2

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2010, All Rights Reserved