Last Update : 07-Sept.-2010, Tuesday
ધો.૧૦માં ગુજરાતી હવે સાવ સહેલો વિષય નહીં રહે
સઘન અભ્યાસ કરનારા જ ફાવે તેવું ભાષાના વિષયોનું પરિરૃપ

વડોદરા -
વાલીઓ અને વિદ્યાર્થીઓ જે પરીક્ષાને અત્યંત મહત્વ આપે છે, તે દસમા ધોરણની બોર્ડની પરીક્ષામાં ભાષાઓની અવગણના કરનારા કે ભાષાઓને હળવા વિષય તરીકે લેનાર વિદ્યાર્થીને કદાચ જીવનભર પસ્તાવું પડશે.

શાળાઓમાં પણ ગુજરાતી - હિન્દી - સંસ્કૃત જેવી ભાષાઓને આચાર્યો, સંચાલકો અને વિદ્યાર્થીઓ દ્વારા કાયમ હળવાશથી લેવાય છે. સંસ્કૃતમાં તો ફિલ્મની વાર્તા લખીએ તો પણ પાસ થઈ જવાય તેવા નિમ્નકક્ષાના કટાક્ષ કરવામાં આવે છે. ગુજરાતી - હિન્દીમાં તો પાસ થઈ જ જવાય તેવી દ્રઢ માન્યતા સાથે વાલીઓ પોતાના બાળકોને તે વિષય વાંચવા દેતા પણ નથી.

વળી, શાળાઓમાં પણ આચાર્યો દ્વારા ગુજરાતી - હિન્દી જેવી ભાષાઓને યોગ્ય ન્યાય અપાતો નથી. ઘણી બધી શાળાઓમાં વ્યાયામ કે ચિત્ર શિક્ષકને તેના ખૂટતા કાર્યભારના અવેજમાં ભાષાઓના તાસ સોંપી દેવાય છે. પાઠ વાંચી જવો અને પ્રશ્નોને ગૃહકાર્ય તરીકે સોંપીને તે તપાસી લેવા જેવી રૃઢિગત પ્રક્રિયા જ માત્ર અનુસરાય છે.

પણ હવે આ ઉપેક્ષા વિદ્યાર્થીની કારકીર્દીનો ભોગ લેશે તે ચોક્કસ છે. માધ્યમિક શિક્ષણ બોર્ડે તાજેતરમાં પરીક્ષા પધ્ધતિમાં આમૂલ પરિવર્તન કર્યું છે. તે સાથે પ્રશ્નપત્રના પરિરૃપ પણ બદલવામાં આવ્યા છે. જો કે અન્ય વિષયોની જેમ એ અને બી એમ બે ભાગમાં પ્રશ્નપત્ર અપાશે. જેમાં એ પાર્ટમાં પચાસ ગુણના ચાર વિકલ્પ ઉત્તરવાળા પચાસ પ્રશ્નો પૂછવામાં આવશે.

પરિરૃપનો અભ્યાસ કરતાં એ બાબત સ્પષ્ટ ઉપશે છે કે, વિદ્યાર્થીઓએ ભાષાને માત્ર વાતચીતના માધ્યમ તરીકે જ અભ્યાસમાં લીધી હશે તો તેમને તેમના પરિણામમાં ભારે નુકશાન સહન કરવું પડશે. પ્રશ્નપત્રના આયોજકોએ પ્રશ્નપત્રનું એવું ચતુરાઈપૂર્વક આયોજન કર્યું છે કે, વિદ્યાર્થી, શિક્ષક કે વાલીને પાઠયપુસ્તકની ઉપેક્ષા કરવાનું તો પાલવે જ નહીં. ઉપરાંત વ્યાકરણલક્ષી કૌશલ્યનો જો વિકાસ નહીં થાય તો વિદ્યાર્થીને ઘણાં ગુણ ગુમાવવાના આવશે.
તેમાં પણ અંગ્રેજી વિષયમાં તો નિરીક્ષણ ચોકસાઈ - ચીવટ વધુ જરૃરી બનશે. પંચોતેર મિનિટના ૫૦ ગુણના ઓબ્જેક્ટિવ પાર્ટમાં ઘણી જગ્યાએ વિદ્યાર્થીની સ્વસૂઝ અને મૌલિક આવડત જ ઉપયોગી નિવડશે. જેમકે ૨૩ થી ૨૭માં પ્રશ્ન એક આકૃતિ, કોઈ કોઠા કે કોઈ વિગત પર આધારિત હશે, જેના નિરીક્ષણને આધારે વિદ્યાર્થીને જવાબ આપવાના રહેશે.

એ જ રીતે ગુજરાતી અને અંગ્રેજીમાં વ્યાકરણલક્ષી પ્રશ્નો સીધા પૂછવાને બદલે તેની ભાષા બદલવાને કે તેના વ્યવહારિક ઉપયોગ દર્શાવીને પૂછવામાં આવ્યા છે.
પાઠયપુસ્તકના વિશાળ અભ્યાસક્રમમાંથી અત્યંત ઓછા પ્રશ્નો પૂછવામાં આવનાર છે. ભૂતકાળમાં દસ પ્રશ્નોના જૂથમાંથી કોઈપણ અમુકના ઉત્તરો આપવાની સૂચનાથી પ્રથા નાબૂદ કરી દેવાઈ છે. જે પ્રશ્નો પૂછાશે તે બધા જ ફરજિયાત રહેશે.

આ બધી ચર્ચાનો સાર એ નીકળે કે શાળા કક્ષાએ વિદ્યાર્થીએ અને શિક્ષકે તથા વાલીએ ભાષાના વિષયો પરત્વે જરાપણ ઉપેક્ષા કરી હશે તો વિદ્યાર્થીના પરિણામ પર તેની સીધી અસર પડશે. વર્ષો પછી પહેલીવાર એવું અનુભવાય છે કે પરીક્ષા લેવાની પોતાની જવાબદારી પરત્વે બોર્ડ સાચા અર્થમાં ગંભીર બન્યું છે. બોર્ડે જે રીતે નમૂનાના પ્રશ્નપત્રો બનાવ્યાં છે તેવાં જ પ્રશ્નપત્રો જો ખરેખર પરીક્ષા વખતે તૈયાર થશે તો સામાન્ય પ્રવાહના વર્ગોની સંખ્યા વધશે અને વિજ્ઞાાનપ્રવાહની પ્રવેશની ટકાવારી નીચી આવી જશે.

 
Share |
  More News
ગુજરાત વિધાનસભામાં સભા મોકૂફીનો કોંગ્રેસનો પ્રસ્તાવ
'ભગવા આતંકવાદની ભાષા ઉચ્ચારનારે લાગણી દુભાવી છે'
આઇએએસ પ્રદીપ શર્માને સુપ્રિમમાંથી શરતી જામીન
ગણેશોત્સવમાં આતંકવાદી હુમલાનો ભય
તહેવારોમાં નકલી ચલણી નોટ બાબતે સાવધ રહો
મુંબઈનાં પ્રાણીસંગ્રહાલયમાં સિંહણ સહિત ૧૧ જાનવરના મોત
બ્રિટિશ સાંસદની પત્ની મસાજ પાર્લરની સેક્સ વર્કર બની
પેઈનકિલર્સનું વળગણ લાંબા ગાળે મોટું નુકસાન કરી શકે છે
અમેરિકાએ મધર ટેરેસાના માનમાં ટિકિટ બહાર પાડી
 
  More News
NSEનો એશિયાના ટોચના બજારોમાં સમાવેશ
જીટીએલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરે રિલાયન્સ ઈન્ફ્રાટેલ સાથેના મર્જરનો સોદો રદ કર્યો
એફઆઇઆઇની ઓલરાઉન્ડ શેરોમાં ધૂમ લેવાલી ઃ સેન્સેકસ ૩૩૯ ઉછળી ૧૮૫૬૦ અઢી વર્ષની નવી ટોચે
પાકિસ્તાનની સરકારનો તેમના ક્રિકેટરોની મિલકતોની તપાસ કરવા આદેશ
લંડન સ્થિત પાક.ના હાઇ કમિશને હમીદને ચાર કલાક બેસાડી રખાયો
યુ એસ ઓપનમાં વાવરિન્કાએ મરેને હરાવીને અપસેટ સર્જ્યો
શાહરૃખ હવે ફારાહ ખાન સાથે સુલેહના મૂડમાં
શૂટિંગ માટે અક્ષયે જન્મ દિવસ માટેનો જૂનો નિયમ તોડયો
ઋષિ, નીતુ અને રણબીર કપૂર એક જ ફિલ્મમાં
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

આપણને યાદ કઈ રીતે રહે છે! માણસ જે પ્રકારના
સોલાર પાવર વિમાનની રાત્રિસફર
નવું ખાદ્ય વનસ્પતિ તેલ
 
 

Gujarat Samachar Plus

એક ફૂલ પ્લેટ ફરાળી ડિશ હાઉસફૂલ હોટલોમાં ગુજરાતી ડિમાન્ડ
'કૃષ્ણ' શબ્દ ક્લિક કરતા ૨૦૦૦ પુસ્તકોની યાદી ઉપલબ્ધ
કોમળ કાંડામાં કીક મારવાની ૧૦૦ સીસીની તાકાત
થોડો સમય ગામડા પાછળ ફાળવતી ગુજરાતની યંગબ્રિગેડ
   
 
lagnavisha usa
   
webad1

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્ આજનું ઔષધ
આજની જોક આજની રેસીપી
   
webad2

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2010, All Rights Reserved