Last Update : 07-Sept.-2010, Tuesday
મન્નાપુરમમાં લૂંટાયેલા સોનાના વજનનો અંદાજ નથી

કંપની હજુ પોલીસને કહેતી નથી, ફરિયાદમાં અનેક કડીઓ ખુટે છે

વડોદરા -
સોના પર ધિરાણ આપતી મણપ્પુરમ ગોલ્ડ ફાયનાન્સ કંપનીમાં થયેલી લાખોની કિંમતનાં દાગીનાનાં વજનનો કોઇ હિસાબ હજી સુધી આપ્યો નથી ધિરાણ આપતી વખતે સોનાનાં દાગીના પેપેકટમાં મુકીને લોકરમાં મૂકયાં હતાં. તે પૈકીના ૧૭૭ પેકેટ લૂંટારો લઇ ગયો પરંતુ આ ૧૭૭ પેકેટમાં કેટલાં કિલો સોનાના દાગીના હતાં તેનો કોઇ અંદાજ નથી. ધંધાકીય હરિફાઇ, લૂંટની પ્રવૃતિ કોઇ જાણભેદુની સંડોવણી જેવી વિવિધ થિયરીના આધારે કિશનવાડી પોલીસે ઉચ્ચ પોલીસ અધિકારીઓના સીધા માર્ગદર્શન હેઠલ તપાસ જારી રાખી છે.

સમગ્ર પોલીસતંત્રને દોડતું કરી દેનાર મણપ્પુરમની લુંટનાં બનાવ સંદર્ભે મણપ્પુરમ જનરલ ફાયનાન્સ એન્ડ લીઝીંગ લિ.ની આજવા રોડ શાખામાં જુનીયર આસીસ્ટન્ટ તરીકે છેલ્લા ત્રણ માસથી ફરજ બજાવતી સીમા કનૈયાલાલ સીંધવાણી (રહે. સાંઇબાબા એપાર્ટમેન્ટ વારશીયા) એ ફરિયાદ નોંધાવી છે. કંપનીની આ શાખા સુરત રીજીયોનમાં આવે છે. આસી. મેનેજર તરીકે બે દિવસ પૂર્વે જ કિરણ પૂર્યવાણી અભીલાષા ચોકડીથી અહીં આવતાં હતાં. દરમહિને ઓફિસમાં દરેકની જગ્યા બદલાતી રહે છે. અને હાલમાં સીમા સીંધવાણી કેશીયરની પોસ્ટ પર છે. રવિવારે સવારે અગિયાર વાગ્યાના અરસામાં શૈલેષ બાઠરિયા નામનો ગ્રાહક લોનનું વ્યાજ ભરપાઇ કરવા અને વધુ નાણાં લેવા માટે આવ્યો હતો.

બપોરે સવા બે વાગ્યાનાં અરસામાં એક વ્યક્તિ આવ્યો હતો. ગુજરાતી અને હિન્દી ભાષા બોલતા આ વ્યક્તિએ સોના પર લોનની માહિતી માંગતાં સીમાએ સ્કીમ અંગે તે ગ્રાહકને સમજ આપી હતી. આ ગ્રાહકે પોતાને ૧૮ હજારની જરૃરિયાત હોવાનું જણાવ્યું હતું. સીમાએ આઇડીપ્રુફ માગતાં ગ્રાહકે હમણા આવુ છું તેમ જણાવી દરવાજા તરફ આગળ વધ્યો હતો. ત્રણચાર ડગલાં ભરીને તેણે ફાયરીંગ કરતા તમામ કર્મચારીઓ કાઉન્ટરની ઓથ લઇને છૂપાઇ ગયાં હતાં. લૂંટારૃ હાથમાં રિવોલ્વર લઇને કાઉન્ટર તરફ આગળ વધ્યો હતો કાઉન્ટર પર ચઢીને રિવોલ્વર તાડીને લૂંટારૃએ ધમકી આપતાં જણાવ્યું હતું કે, આપકો કુછ નહિ હોગાં હેન્ડ અપ કરો ઔર સબ લાઇનમે હો જાવ સીક્યુરીટીવાળાને પણ રિવોલ્વર બતાવીને લૂંટારૃએ લાઇનમાં ઉભા કરી દીધો હતો.

તમામને બાનમાં લઇ બાથરૃમમાં પુરી દીધા હતા. લુંટારૃએ ચાવી કોની પાસે છે ? તેમ પુછતો સીમાએ આસી. મેનેજર કિરણ તરફ આંગળી ચીંધી હતી અને કિરણે જણાવેલ કે કાઉન્ટરમાં ચાવી છે. લૂંટારૃએ કાઉન્ટરમાંથી ચાવીનો જૂમખો ઉઠાવી લીધો હતો અને સીમાના હાથમાં મૂકી તેને બ્હાર કાઢી સેઇફ રૃમ સુધી લઇ ગયો હતો. સીમાએ અલગ-અલગ ચાવી લગાવી પણ લોક ખુલ્યું નહતું. કિરણે લોકરની નાની ચાવી હોવાનું જણાવતાં સીમાએ નાનીચાવી લગાવતાં દરવાજો ખુલી ગયો હતો.

ત્યારબાદ લૂંટારૃએ ખાખી રંગની ચેઇનવાળી કોલેજ બેગ આપતાં સીમાએ લૂંટારાના કહેવાથી બેગમાં દાગીના અને રોકડા રૃપિયા ભરી દીધાં હતાં. કુલ ૧૭૭ સોનાના પેકેટ અને ૧.૭૮ લાખ રોકડા લઇને લૂંટારૃ ફરાર થઇ ગયો હતો.
ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠલ સમગ્ર બનાવની તપાસ કિશનવાડી પીઆઇ એ.ડી. જાસોલીયા કરી રહ્યાં છે. જેની સાથે તપાસમાં ડીસીબી પીસીબી અને એસઓજી પણ જોડાયા છે.

પરંતુ, સૌથી વધુ આશ્ચર્યની વાત તો એ છે કે લૂંટારૃ ૧૭૭ પેકેટ દાગીનાના લઇ ગયો આ પૈકીમાં કેટલાં દાગીના કેટલી કિંમતનાં અને કેટલા વજનનાં હતાં ? તે જાણી શકાયું નથી. પોલીસે પણ જણાવ્યું હતું કે સોનાના દાગીનાનું અસલ વજન ખબર નથી. માત્ર પેકેટ પર લખેલી રકમના આધારે લૂંટનો આંકડો નક્કી થયો છે.
પણ ગુનાનો ભેદ ઉકેલવા માટે પોલીસે ધંધાકીય હરીફાઇ, મોબાઇલ ફોનના ટાવર, લોકેશન, લૂંટ કરવાની પધ્ધતિ ઓ લૂંટારૃ ગેંગનો રેકોર્ડ ચકાસવા જેવી વિવિધ થીયરીના આધારે તપાસ હાથ ધરી છે.

 

 
Share |
  More News
ગુજરાત વિધાનસભામાં સભા મોકૂફીનો કોંગ્રેસનો પ્રસ્તાવ
'ભગવા આતંકવાદની ભાષા ઉચ્ચારનારે લાગણી દુભાવી છે'
આઇએએસ પ્રદીપ શર્માને સુપ્રિમમાંથી શરતી જામીન
ગણેશોત્સવમાં આતંકવાદી હુમલાનો ભય
તહેવારોમાં નકલી ચલણી નોટ બાબતે સાવધ રહો
મુંબઈનાં પ્રાણીસંગ્રહાલયમાં સિંહણ સહિત ૧૧ જાનવરના મોત
બ્રિટિશ સાંસદની પત્ની મસાજ પાર્લરની સેક્સ વર્કર બની
પેઈનકિલર્સનું વળગણ લાંબા ગાળે મોટું નુકસાન કરી શકે છે
અમેરિકાએ મધર ટેરેસાના માનમાં ટિકિટ બહાર પાડી
 
  More News
NSEનો એશિયાના ટોચના બજારોમાં સમાવેશ
જીટીએલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરે રિલાયન્સ ઈન્ફ્રાટેલ સાથેના મર્જરનો સોદો રદ કર્યો
એફઆઇઆઇની ઓલરાઉન્ડ શેરોમાં ધૂમ લેવાલી ઃ સેન્સેકસ ૩૩૯ ઉછળી ૧૮૫૬૦ અઢી વર્ષની નવી ટોચે
પાકિસ્તાનની સરકારનો તેમના ક્રિકેટરોની મિલકતોની તપાસ કરવા આદેશ
લંડન સ્થિત પાક.ના હાઇ કમિશને હમીદને ચાર કલાક બેસાડી રખાયો
યુ એસ ઓપનમાં વાવરિન્કાએ મરેને હરાવીને અપસેટ સર્જ્યો
શાહરૃખ હવે ફારાહ ખાન સાથે સુલેહના મૂડમાં
શૂટિંગ માટે અક્ષયે જન્મ દિવસ માટેનો જૂનો નિયમ તોડયો
ઋષિ, નીતુ અને રણબીર કપૂર એક જ ફિલ્મમાં
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

આપણને યાદ કઈ રીતે રહે છે! માણસ જે પ્રકારના
સોલાર પાવર વિમાનની રાત્રિસફર
નવું ખાદ્ય વનસ્પતિ તેલ
 
 

Gujarat Samachar Plus

એક ફૂલ પ્લેટ ફરાળી ડિશ હાઉસફૂલ હોટલોમાં ગુજરાતી ડિમાન્ડ
'કૃષ્ણ' શબ્દ ક્લિક કરતા ૨૦૦૦ પુસ્તકોની યાદી ઉપલબ્ધ
કોમળ કાંડામાં કીક મારવાની ૧૦૦ સીસીની તાકાત
થોડો સમય ગામડા પાછળ ફાળવતી ગુજરાતની યંગબ્રિગેડ
   
 
lagnavisha usa
   
webad1

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્ આજનું ઔષધ
આજની જોક આજની રેસીપી
   
webad2

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2010, All Rights Reserved