Last Update : 07-Sept.-2010, Tuesday
વડોદરામાં વિશ્વની સૌથી વિરાટ રંગોળી રચાશે

ધ ક્લિન અને ગ્રીન વડોદરા ધ ના નારા સાથે ફરી જાન્યુ.માં મેરેથોન
બીજી ઓકટોબરે શહેરની સફાઇ માટેના સંદેશા સાથે ક્લિનેથોન દ્વારા વિવિધ ઇવેન્ટ શરૃ થશે

વડોદરા -
આશરે એક વર્ષ પહેલા ગયા નવેમ્બરમાં વડોદરાના ટ્રાફિકના સરળ સંચાલન માટે ટ્રાફિક બ્રિગેડ માટે ભંડોળ એકત્ર કરવા હજારો વડોદરાવાસીઓએ મેરેથોનમાં દોટ લગાવી હતી. હવે આગામી જાન્યુઆરી માસમાં વડોદરા ફરી દોટ મુકશે પણ આ વખતે આ દોડવીરોનો નારો હશે ક્લિન વડોદરા અને ગ્રીન વડોદરા.

વડોદરામાં ગયા વર્ષે મેરેથોનના આયોજનમાં અનેક સંસ્થાઓએ હાથ મિલાવ્યા હતા અને ગિનીઝ બુકમાં એક-બે-ત્રણ નહીં પણ ૧૧-૧૧ વિશ્વવિક્રમ નોધાવનારા વિશ્વના સૌથી લાંબા કેનવાસ ચિત્ર સહિતના આયોજનો થયા હતા. આ વખતે પણ વડોદરામાં વિશ્વની સૌથી વિરાટ રંગોળીનો વિશ્વવિક્રમ રચાશે.
વડોદરા મેરેથોનની આ વખતની થીમ છે સ્વચ્છતા અને હરિયાળી. વડોદરા સુંદર અને સ્વચ્છ હશે તો જ તે સ્વસ્થ બનશે અને વધુ સારી પ્રગતિ સાધી શકશે. આ સંદેશો લોકો સુધી પહોંચાડવા માટે મેરેથોનના પ્રતિક તરીકે બકો નામના પ્રતિનિધિને આગળ ધરાયો છે. શહેરભરમાં સ્વચ્છતા અંગે જાગૃતિ ફેલાવવા માટે દરેક વિસ્તારમાં બકો અને તેના જેવા સ્વયંસેવકોની ફોજ ઘુમી વળશે.

પાંચ મહિના પહેલા મેરેથોનની તૈયારીઓ શરૃ કરી દેવામાં આવી છે અને છ અલગ અલગ ઇવેન્ટોની ઉજવણી કરવામાં આવશે. વડોદરા મેરેથોન-૨૦૧૧નું રજીસ્ટ્રેશન મેગા સાઇકોલોથોન ઇવેન્ટથી શરૃ થશે. તા.૨જી ઓકટોબર ગાંધી જયંતીના રોજ વિશાળ સ્વચ્છતા અભિયાન - ક્લીનેથોન હાથ ધરાશે. આ ઇવેન્ટમાં શહેરને ૬ ઝોન અને ૨૧ સબ-ઝોનમાં વહેંચાશે અને ૧૦ હજાર નાગરિકો ભાગ લેશે. ગત વર્ષે દુનિયાના સૌથી મોટા પેઇન્ટીંગનો વિક્રમ સ્થાપ્યા બાદ આ વર્ષે દુનિયાની સૌથી વિરાટ રંગોળી બનાવવામાં આવશે. આ ઉપરાંત લેઝર અને સાઉન્ડ શો યોજાશે. તા.૨૩મી જાન્યુઆરીના રોજ ગુજરાતમાં સૌ પ્રથમ આંતરરાષ્ટ્રીય મેરેથોનનું આયોજન થશે અને ત્યારબાદ ભવ્ય મ્યુઝિકલ નાઇટ યોજાશે.

ક્લિન વડોદરા, ગ્રીન વડોદરાના આશયથી યોજાતી મેરેથોન અંતર્ગત સેમીનારો, પ્રેઝન્ટેશનો, પ્લાન્ટેશન, શેરીનાટકો અને વિવિધ કાર્યક્રમો થકી શાળાઓમાં, સોસાયટીઓમાં તથા વાણિજય ભવનોમાં શહેરીજનોને પ્રોત્સાહિત કરાશે. ૬૦ સ્વયંસેવકોનું જુથ સફાઇ સાધનો, યુનિફોર્મ, ટ્રક, ડંપર વગેરેની સાથે ફરશે. શહેરના વિવિધ વિસ્તાર ઉપરાંત જેને હોટસ્પોટ કહેવાય એવી જાહેર જગ્યાઓની સફાઇ હાથ ધરાશે. મુખ્ય મેરેથોન ઇવેન્ટ ત્રણ કેટેગરીમાં યોજાશે અને આ વખતે તે આંતરરાષ્ટ્રીય સ્વરૃપની હશે એમ આજે વડોદરા મેરેથોનના આયોજકોએ જણાવ્યુ હતું.

 
Share |
  More News
ગુજરાત વિધાનસભામાં સભા મોકૂફીનો કોંગ્રેસનો પ્રસ્તાવ
'ભગવા આતંકવાદની ભાષા ઉચ્ચારનારે લાગણી દુભાવી છે'
આઇએએસ પ્રદીપ શર્માને સુપ્રિમમાંથી શરતી જામીન
ગણેશોત્સવમાં આતંકવાદી હુમલાનો ભય
તહેવારોમાં નકલી ચલણી નોટ બાબતે સાવધ રહો
મુંબઈનાં પ્રાણીસંગ્રહાલયમાં સિંહણ સહિત ૧૧ જાનવરના મોત
બ્રિટિશ સાંસદની પત્ની મસાજ પાર્લરની સેક્સ વર્કર બની
પેઈનકિલર્સનું વળગણ લાંબા ગાળે મોટું નુકસાન કરી શકે છે
અમેરિકાએ મધર ટેરેસાના માનમાં ટિકિટ બહાર પાડી
 
  More News
NSEનો એશિયાના ટોચના બજારોમાં સમાવેશ
જીટીએલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરે રિલાયન્સ ઈન્ફ્રાટેલ સાથેના મર્જરનો સોદો રદ કર્યો
એફઆઇઆઇની ઓલરાઉન્ડ શેરોમાં ધૂમ લેવાલી ઃ સેન્સેકસ ૩૩૯ ઉછળી ૧૮૫૬૦ અઢી વર્ષની નવી ટોચે
પાકિસ્તાનની સરકારનો તેમના ક્રિકેટરોની મિલકતોની તપાસ કરવા આદેશ
લંડન સ્થિત પાક.ના હાઇ કમિશને હમીદને ચાર કલાક બેસાડી રખાયો
યુ એસ ઓપનમાં વાવરિન્કાએ મરેને હરાવીને અપસેટ સર્જ્યો
શાહરૃખ હવે ફારાહ ખાન સાથે સુલેહના મૂડમાં
શૂટિંગ માટે અક્ષયે જન્મ દિવસ માટેનો જૂનો નિયમ તોડયો
ઋષિ, નીતુ અને રણબીર કપૂર એક જ ફિલ્મમાં
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

આપણને યાદ કઈ રીતે રહે છે! માણસ જે પ્રકારના
સોલાર પાવર વિમાનની રાત્રિસફર
નવું ખાદ્ય વનસ્પતિ તેલ
 
 

Gujarat Samachar Plus

એક ફૂલ પ્લેટ ફરાળી ડિશ હાઉસફૂલ હોટલોમાં ગુજરાતી ડિમાન્ડ
'કૃષ્ણ' શબ્દ ક્લિક કરતા ૨૦૦૦ પુસ્તકોની યાદી ઉપલબ્ધ
કોમળ કાંડામાં કીક મારવાની ૧૦૦ સીસીની તાકાત
થોડો સમય ગામડા પાછળ ફાળવતી ગુજરાતની યંગબ્રિગેડ
   
 
lagnavisha usa
   
webad1

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્ આજનું ઔષધ
આજની જોક આજની રેસીપી
   
webad2

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2010, All Rights Reserved