Last Update : 07-Sept.-2010, Tuesday
અમદાવાદમાં ફાયર સેફ્ટીના મુદ્દે ૩૦ સરકારી ઈમારતોને નોટિસ
૧૫ દિવસમાં ફાયર સેફ્ટી ના વસાવે તો નળ-ગટરના જોડાણો કાપવા તાકીદ

અમદાવાદ -
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફાયર સેફ્ટીના મુદ્દે રીજીઓનલ પાસપોર્ટ કચેરી, ટેલીફોન એક્સચેન્જ, ઓ.એન.જી.સી., સહિત ૩૦ જેટલી સરકારી હાઈરાઈઝ બિલ્ડિંગને નોટિસ ફટકારવામાં આવી છે. આ સરકારી ઈમારતો દ્વારા ૧૫ દિવસમાં ફાયર સેફ્ટીના સાધનો વસાવવા અને તે અંગે ફાયર બ્રિગેડનું એન.ઓ.સી. મેળવવામાં નહીં આવે નળ-ગટરના જોડાણો કાપવા સહિતના પગલાં લેવાશે.

ગુજરાત રાજ્યના શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ વિભાગના નાયબ સચિવની સૂચનાને અનુસરીને મ્યુનિ. સત્તાવાળાઓ દ્વારા આજે ફાયર સેફ્ટીની સુવિધા ન ધરાવતી ૩૦ સરકારી હાઈરાઈઝ બિલ્ડિંગને નોટિસ અપાઈ છે. જેમાં રીજીઓનલ પાસપોર્ટ કચેરી, પાસપોર્ટ રેસીડેન્શિયલ બ્લોક, વસ્ત્રાપુરમાં રોડ એન્ડ બિલ્ડિંગની કચેરી, નાબાર્ડ બેન્ક એમ્પ્લોયીઝ રેસીડેન્શિયલ વિહાર, સેન્ટ્રલ એક્સાઈઝ અને કસ્ટમ્સ કચેરી, બચત ભવન, અમદાવાદ ડિસ્ટ્રીક્ટ કો.-ઓ. બેન્ક, વાસણામાં બી.એસ.એન.એલ. ટેલીફોન એક્સચેન્જ, સાબરમતીમાં ઓ.એન.જી.સી.નું બિલ્ડિંગ, યુકો બેન્ક, સેન્ટ્ર્લ બેન્ક, ઓરીએન્ટલ ઈન્સ્યુરન્સ, વગેરેનો સમાવેશ થાય છે.

અમદાવાદમાં ૩૦૦ જેટલી કોમર્શિયલ બિલ્ડંગ સહિત ૧૨૫૦ જટેલી બિલ્ડિંગમાં ફાયર સેફ્ટી સુવિધા જરૃરી છે અને આ હેતુસર સમયાંતરે સૂચના અપાઈ છે. ફાયર સેફ્ટી વસાવીને તેની જાળવણી કરીને તે અંગેનું એન.ઓ.સી. મેળવવાનું ફરજિયાત બનાવાયું છે. આગ અને અકસ્માતની ઘટનાઓ સર્જાય ત્યારે બચાવ અને રાહત કામગીરી હાથ ધરવામાં સરળતા રહે તેમજ જાનહાનિ નિવારી શકાય તે હેતુસર હાઈરાઈઝ બિલ્ડિંગમાં ફાયર સેફ્ટી વસાવવાનું ફરજિયાત બનાવાયું છે. આમ છતાં આ નિયમનું પાલન થતું નથી. અમદાવાદમાં ખાનગી ઈમારતો તો ઠીક પરંતુ સરકારી ઈમારતોમાં પણ ફાયર સેફ્ટીનો અભાવ જોવા મળે છે. અગાઉ અમદાવાદમાં સરકારી ઈમારતોમાં ફાયર સેફ્ટી ન હોવાની જસ્ટિસ કલમ મહેતા કમિટીએ નોંધ લીધી હતી અને સરકારી ઈમારતોને ફાયર સેફ્ટી વસાવવા તાકીદ કરી હોવા છતાં તે અંગે કોઈ પગલાં લેવાયા નથી.

શહેરમાં આવેલી સંખ્યાબંધ રેસિડેન્સિયલ અને કોમર્શિયલ બિલ્ડિંગમાં ફાયર સેફ્ટીની સુવિધા નથી અથવા અપૂરતી વ્યવસ્થા છે. શહેરમાં આવેલી સેંકડો ઈમારતોમાં ફાયર સેફ્ટીના સાધનો વસાવાયા પછી તેની કોઈ પ્રકારે જાળવણી થતી ન હોવાને કારણે આગ લાગે ત્યારે ફાયર સેફ્ટીના સાધનો ઉપયોગમાં આવી શકતા નથી. આ અંગે આવી ઈમારતોને નોટિસો અપાઈ છે અને તે અંગે સુનાવણી હાથ ધરીને કોમર્શિયલ ઈમારતોમાં બે મહિનામાં ફાયર સેફ્ટીના સાધનો વસાવવા અને રેસીડેન્શિયલ ઈમારતોને ત્રણ મહિનામાં ફાયર સેફ્ટીના સાધનો વસાવવા તાકીદ કરાશે.

Ahmedabad

કર્ણાવતી ક્લબમાં કાયમી ડિરેક્ટરોની નિમણૂકને પડકાર
સ્ટીલના જથ્થાબંધ વેપારીઓ સાથેનું મહાકૌભાંડ
બાઈક ડીવાઈડર સાથે અથડાતા મામા-ભાણેજનાં મૃત્યુ
અમદાવાદમાં એક ઈંચ વરસાદમાં પાણી ભરાયું
અમદાવાદનાં રીંગ રોડ પર હુમલાનો ભોગ બનતાં યુગલો
 

Baroda

વડોદરાની એમ એસ યુનિ.માં ચૂંટણીનું રિહર્સલ
વડોદરામાં વિશ્વની સૌથી વિરાટ રંગોળી રચાશે
મન્નાપુરમમાં લૂંટાયેલા સોનાના વજનનો અંદાજ નથી
ધો.૧૦માં ગુજરાતી હવે સાવ સહેલો વિષય નહીં રહે
સાવલીના અશ્લીલ એમએમએસ પ્રકરણમાં વિરલની ધરપકડ
 

Surat

બ્લડ ડાયમંડ કેસમાં સરકાર પક્ષની દલીલો શરૃ
વિનુ માલવીયા તથા ફરિયાદી વચ્ચે સમાધાનની તજવીજ
સુરત પાલિકાની નવી ટર્મ માટે પહેલો વિદેશ પ્રવાસ તૈયાર
વેલુના કોંગ્રેસીની ભાજપના કાર્યકરોએ હત્યા કર્યાનો આક્ષેપ
સુરત પાલિકાની છેલ્લી અને ચૂંટણીની પહેલી જાહેર સભા

Saurastra

રાજકોટની સોની બજારમાં ચાર દુકાનોનાં તાળા તૂટયાં

સિંગતેલમાં આગ ઝરતી તેજી તમામ રેકોર્ડ બ્રેક

''મારૃં અપહરણ થયું છે, ૧૦ લાખ રૃપિયા આપવા પડશે''!
અંતિમવિધિની આગમાં દાઝેલા યુવાનની હાલત ગંભીર
સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ, હળવા ઝાપટાં
 

Kutch

મોરબીના સિરામીક યુનિટોમાંથી કરોડોની 'વેટ' ચોરી ઝડપાઈ
ધ્રાંગધ્રામાં જન્માષ્ટમીનો મેળો માણતા પાંચ લાખ લોકો
પ્રતિક્રમણ કરવા ગયેલા પરિવારનાં મકાનમાં ચોરી
જિલ્લા પંચાયતના માર્ગોની જાળવણી સુધરાઇને સોંપાશે
યોગગુરુ બાબા રામદેવ રાજકારણમાં ઝંપલાવશે
 

Kheda-Anand

દેશી તમાકુના ધરૃના ભાવ આસમાને
આણંદની ટ્રાફિક સમસ્યા ઉકેલવા વૃદ્ધો મેદાને
ચકલાસીમાં તાવના દર્દીઓમાં ચિંતાજનક વધારો

ખેડા પોલીસમાં વ્યાપક બદલીનો દોર

આણંદ હાઈવેની હોટલોમાં ગ્રાહકોની ખુલ્લી લૂંટ

North Gujarat

ઊંઝા રેલ્વે સ્ટેશને ટ્રેનોનાં સ્ટોપેજની માગણી
મહેસાણામાં ટાઉનહોલનું ખાતમુહૂર્ત રોકવા રજુઆત
ઊંઝાના તળાવમાં ડૂબી ગયેલા બેનાં મોત
ગૌહત્યાનાં વિરોધમાં વિજાપુરમાં જડબેસલાક બંધ
ઊંઝામાં અખિયા મિલાકે રોગ ઝડપથી પ્રસરી રહ્યો છે
 

Bhavnagar

બરવાળાનાં ભીમનાથ મંદિરનાં મહંતને ધમકી
કોળીયાકમાં ભાતીગળ મેળો પ્રશાસન દ્વારા ચાંપતા પગલા
તળાજા નજીકના શેત્રુંજી નદીના પુલમાં ગાબડું
ભાવનગરની પટેલ જ્ઞાતિની વાડીમાં આગ
બુધેલ-લાખણકાનાં અધુરા પુલનાં ઉદ્ધાટન માટે દોડધામ
   
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

આપણને યાદ કઈ રીતે રહે છે! માણસ જે પ્રકારના
સોલાર પાવર વિમાનની રાત્રિસફર
નવું ખાદ્ય વનસ્પતિ તેલ
 
 

Gujarat Samachar Plus

એક ફૂલ પ્લેટ ફરાળી ડિશ હાઉસફૂલ હોટલોમાં ગુજરાતી ડિમાન્ડ
'કૃષ્ણ' શબ્દ ક્લિક કરતા ૨૦૦૦ પુસ્તકોની યાદી ઉપલબ્ધ
કોમળ કાંડામાં કીક મારવાની ૧૦૦ સીસીની તાકાત
થોડો સમય ગામડા પાછળ ફાળવતી ગુજરાતની યંગબ્રિગેડ
   
 
lagnavisha usa
   
webad1

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્ આજનું ઔષધ
આજની જોક આજની રેસીપી
   
webad2

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2010, All Rights Reserved