Last Update : 07-Sept.-2010, Tuesday
અમદાવાદમાં એક ઈંચ વરસાદમાં પાણી ભરાયું

 

અમદાવાદ -
અમદાવાદમાં છેલ્લાં ૨૪ કલાક દરમિયાન જુદા જુદા વિસ્તારોમાં અડધાથી ૧ ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. ગઈ મોડી રાત્રે અને આજે દિવસ દરમિયાન વરસાદના જોરદાર ઝાપટાં વરસતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને વાહનચાલકો ભારે હાલાકીમાં મૂકાયા હતા. આજે બપોરે અચાનક તૂટી પડેલા મૂશળધાર વરસાદને કારણે નાગરિકો મુશ્કેલીમાં મૂકાયા હતા અને વાહનચાલકોએ પોતાના વાહનો અટકાવી દઈને સલામત જગ્યાએ આશ્રય લેવાની ફરજ પડી હતી. ગઈ રાત્રે સરખેજમાં સૌથી વધુ ૪૨ મી.મી. અને બાકરોલમાં ૨૬ મી.મી. તેમજ આજે બપોરે મેમનગરમાં ૧૯ મી.મી. વરસાદ ખાબક્યો હતો. અત્યાર સુધીમાં મોસમનો ૪૨ ઈંચ વરસાદ નોંધાયો છે.

અમદાવાદમાં મોડે મોડે મેઘરાજા મહેરબાન થયા છે પરંતુ ચાલુ વર્ષે સરેરાશ જરૃરિયાત કરતાં વધુ વરસાદ નોંધાયો છે. ચાલુ વર્ષે વરસાદની પેટર્ન બદલાઈ ગઈ હોય તેમ લાગ છે. શહેરના કોઈ વિસ્તાર કે ઝોનમાં મૂશળધાર વરસાદ ખાબકે છે અને બીજા વિસ્તારમાં વરસાદ જોવા મળતો જ નથી. આ પેટર્ન આજે પણ જોવા મળી હતી અને શહેરના કેટલાંક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો અને બાકીના વિસ્તારો કોરા રહ્યા હતા. છેલ્લાં બે દિવસથી શહેરમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળે છે. રવિવારે સવારથી જ વાદળો ઘેરાયેલા રહ્યા હોવા છતાં રવિવારે મેઘરાજાએ વિરામ લીધો હતો. પરંતુ મોડી રાત્રે શહેરના જુદા જુદા વિસ્તારોમાં વરસાદના જોરદાર ઝાપટાં વરસ્યા હતા.

રવિવારે મોડી રાત્રે વરસાદના હળવાથી ભારે ઝાપટાં વરસ્યા હતા. ગઈ રાત્રે સરખેજ વિસ્તારમાં સૌથી વધુ ૪૨ મી.મી. અને બાકરોલમાં ૨૬ મી.મી. વરસાદ નોંધાયો હતો. ગઈ રાત્રે મધ્ય ઝોનમાં ૨ મી.મી., નવા પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ ૨૧.૧૦ મી.મી., પશ્ચિમ ઝોનમાં ૨.૪૮ મી.મી., ઉત્તર ઝોનમાં ૨ મી.મી. અને દક્ષિણ ઝોનમાં ૧૨.૨૫ મી.મી. વરસાદ વરસ્યો હતો. આજે બપોરે પણ જુદા જુદા વિસ્તારોમાં વરસાદ તૂટી પડયો હતો. આજે બપોરે ૧૨થી ૨ના ગાળામાં મેમનગરમાં સૌથી વધુ ૧૯ મી.મી. વરસાદ નોંધાયો હતો. બાગે ફીરદોશમાં ૬ મી.મી. અને મણિનગરમાં ૫ મી.મી. વરસાદ નોંધાયો હતો. આજે શહેરમાં સરેરાશ અડધાથી ૧ ઈંચ વરસાદ વરસ્યો હતો. ગઈ રાત્રે અને આજે બપોરે વરસાદના જોરદાર ઝાપટાં વરસવાને કારણે રસ્તા પર ઠેર ઠેર પડેલા ખાડાને કારણે પાણી ભરાવાથી વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો.

Ahmedabad

કર્ણાવતી ક્લબમાં કાયમી ડિરેક્ટરોની નિમણૂકને પડકાર
સ્ટીલના જથ્થાબંધ વેપારીઓ સાથેનું મહાકૌભાંડ
બાઈક ડીવાઈડર સાથે અથડાતા મામા-ભાણેજનાં મૃત્યુ
અમદાવાદમાં એક ઈંચ વરસાદમાં પાણી ભરાયું
અમદાવાદનાં રીંગ રોડ પર હુમલાનો ભોગ બનતાં યુગલો
 

Baroda

વડોદરાની એમ એસ યુનિ.માં ચૂંટણીનું રિહર્સલ
વડોદરામાં વિશ્વની સૌથી વિરાટ રંગોળી રચાશે
મન્નાપુરમમાં લૂંટાયેલા સોનાના વજનનો અંદાજ નથી
ધો.૧૦માં ગુજરાતી હવે સાવ સહેલો વિષય નહીં રહે
સાવલીના અશ્લીલ એમએમએસ પ્રકરણમાં વિરલની ધરપકડ
 

Surat

બ્લડ ડાયમંડ કેસમાં સરકાર પક્ષની દલીલો શરૃ
વિનુ માલવીયા તથા ફરિયાદી વચ્ચે સમાધાનની તજવીજ
સુરત પાલિકાની નવી ટર્મ માટે પહેલો વિદેશ પ્રવાસ તૈયાર
વેલુના કોંગ્રેસીની ભાજપના કાર્યકરોએ હત્યા કર્યાનો આક્ષેપ
સુરત પાલિકાની છેલ્લી અને ચૂંટણીની પહેલી જાહેર સભા

Saurastra

રાજકોટની સોની બજારમાં ચાર દુકાનોનાં તાળા તૂટયાં

સિંગતેલમાં આગ ઝરતી તેજી તમામ રેકોર્ડ બ્રેક

''મારૃં અપહરણ થયું છે, ૧૦ લાખ રૃપિયા આપવા પડશે''!
અંતિમવિધિની આગમાં દાઝેલા યુવાનની હાલત ગંભીર
સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ, હળવા ઝાપટાં
 

Kutch

મોરબીના સિરામીક યુનિટોમાંથી કરોડોની 'વેટ' ચોરી ઝડપાઈ
ધ્રાંગધ્રામાં જન્માષ્ટમીનો મેળો માણતા પાંચ લાખ લોકો
પ્રતિક્રમણ કરવા ગયેલા પરિવારનાં મકાનમાં ચોરી
જિલ્લા પંચાયતના માર્ગોની જાળવણી સુધરાઇને સોંપાશે
યોગગુરુ બાબા રામદેવ રાજકારણમાં ઝંપલાવશે
 

Kheda-Anand

દેશી તમાકુના ધરૃના ભાવ આસમાને
આણંદની ટ્રાફિક સમસ્યા ઉકેલવા વૃદ્ધો મેદાને
ચકલાસીમાં તાવના દર્દીઓમાં ચિંતાજનક વધારો

ખેડા પોલીસમાં વ્યાપક બદલીનો દોર

આણંદ હાઈવેની હોટલોમાં ગ્રાહકોની ખુલ્લી લૂંટ

North Gujarat

ઊંઝા રેલ્વે સ્ટેશને ટ્રેનોનાં સ્ટોપેજની માગણી
મહેસાણામાં ટાઉનહોલનું ખાતમુહૂર્ત રોકવા રજુઆત
ઊંઝાના તળાવમાં ડૂબી ગયેલા બેનાં મોત
ગૌહત્યાનાં વિરોધમાં વિજાપુરમાં જડબેસલાક બંધ
ઊંઝામાં અખિયા મિલાકે રોગ ઝડપથી પ્રસરી રહ્યો છે
 

Bhavnagar

બરવાળાનાં ભીમનાથ મંદિરનાં મહંતને ધમકી
કોળીયાકમાં ભાતીગળ મેળો પ્રશાસન દ્વારા ચાંપતા પગલા
તળાજા નજીકના શેત્રુંજી નદીના પુલમાં ગાબડું
ભાવનગરની પટેલ જ્ઞાતિની વાડીમાં આગ
બુધેલ-લાખણકાનાં અધુરા પુલનાં ઉદ્ધાટન માટે દોડધામ
   
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

આપણને યાદ કઈ રીતે રહે છે! માણસ જે પ્રકારના
સોલાર પાવર વિમાનની રાત્રિસફર
નવું ખાદ્ય વનસ્પતિ તેલ
 
 

Gujarat Samachar Plus

એક ફૂલ પ્લેટ ફરાળી ડિશ હાઉસફૂલ હોટલોમાં ગુજરાતી ડિમાન્ડ
'કૃષ્ણ' શબ્દ ક્લિક કરતા ૨૦૦૦ પુસ્તકોની યાદી ઉપલબ્ધ
કોમળ કાંડામાં કીક મારવાની ૧૦૦ સીસીની તાકાત
થોડો સમય ગામડા પાછળ ફાળવતી ગુજરાતની યંગબ્રિગેડ
   
 
lagnavisha usa
   
webad1

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્ આજનું ઔષધ
આજની જોક આજની રેસીપી
   
webad2

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2010, All Rights Reserved