Last Update : 07-Sept.-2010, Tuesday
કર્ણાવતી ક્લબમાં કાયમી ડિરેક્ટરોની નિમણૂકને પડકાર

 

અમદાવાદ -
કર્ણાવતી ક્લબમાં પંકજ પટેલ અને પ્રણવ અદાણીને કાયમી ડિરેક્ટર તરીકે સ્થાન ન આપવાની તથા આ હેતુસર આગામી ૨૦મી સપ્ટેમ્બરે બોલાવવામાં આવેલી એક્સ્ટ્રા ઓર્ડિનરી જનરલ મિટિંગ ન યોજવા દેવાની માગણી કરતી વધારાની નવી અરજી અમદાવાદની સિટી સિવિલ કોર્ટમાં આજે કરવામાં આવી છે. આ અરજી દાખલ કરવામાં આવી છે અને આગામી તેરમી સપ્ટેમ્બરે તેની સુનાવણી થશે.

પ્રવીણ પટેલે આજે કરેલી વધારાની અરજીમાં જણાવવામાં આવ્યું છે કે કર્ણાવતી ક્લબે કાયમી ડિરેક્ટર તરીકે પંકજ પટેલ અને પ્રણવ અદાણીને કંપનીમાં સ્થાન આપવા માટે કંપનીઝ એક્ટની કલમ ૨૬૮ હેઠળ કેન્દ્ર સરકાર પાસે લેવાની થતી પરવાનગી પણ લીધી નથી. આ સ્થિતિમાં આ નિમણૂક ગેરકાયદે છે. આ સ્થિતિમાં આ કેસમાં ઝડપથી પગલાં લેવાની માગણી કરતી એક ફરિયાદ રજિસ્ટ્રાર ઑફ કંપનીઝમાં પણ આજે કરવામાં આવી છે. આજે કરાયેલી અરજીનો જવાબ ફાઈલ કરવા માટે કર્ણાવતી ક્લબના વકીલે સમય માગ્યો હોવાથી આગામી ૧૩મી સપ્ટેમ્બરે તેની સુનાવણી થશે.

આગામી વીસમી સપ્ટેમ્બરે આ માટે કર્ણાવતી ક્લબની એક્સ્ટ્રા ઓર્ડિનરી જનરલ મિટિંગ બોલાવવામાં આવી છે. આ બેઠકમાં મુલતવી રાખવાની માગણી પણ આ અરજીમાં કરવામાં આવી છે. આ મિટિંગ મુલતવી ન રાખવામાં આવે તો તેમાં કંપનીના ડિરેક્ટર તરીકે તેમને હાજરી આપવા દેવાની માગણી પણ અરજદાર પ્રવીણ પટેલે કરી છે. આ મિટિંગમાં તેમને તેમનો મત વ્યક્ત કરવા દેવાની છૂટ આપવા દાદ આ અરજીના માધ્યમથી માગી છે. અરજદારે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ભૂતકાળમાં પણ કાયમી ડિરેક્ટરોની નિમણૂક કરતી વખતે કેન્દ્ર સરકારની પરવાનગી લીધી છે કે કેમ તે હજીય સ્પષ્ટ થતું નથી. ભૂતકાળમાં કરવામાં આવેલી નિમણૂકો પણ ગેરકાયદે હોવાની આશંકા તેમણે વ્યક્ત કરી છે.

કર્ણાવતી ક્લબ અંગે કેન્દ્ર સરકારના કંપનીને લગતી બાબતોના ખાતા સમક્ષ અરજદારે પટેલે કરેલી રજૂઆતના સંદર્ભમાં અમદાવાદની રજિસ્ટ્રાર ઑફ કંપનીઝના આસિસ્ટન્ટ ડિરેક્ટર (ઇન્સ્પેક્શન) એમ.એસ. પાચૌરીએ રિજ્યોનલ ડિરેક્ટર (વેસ્ટર્ન રિજ્યન) મુંબઈને ૩૧મી ઓગસ્ટે પત્ર લખીને કર્ણાવતી ક્લબ સામે કરવામાં આવેલી પીટીશનના સંદર્ભમાં કંપની લૉ બોર્ડમાં તપાસ કરીને યોગ્ય પગલાં લેવાની સૂચના પણ આપી છે.

 

Ahmedabad

કર્ણાવતી ક્લબમાં કાયમી ડિરેક્ટરોની નિમણૂકને પડકાર
સ્ટીલના જથ્થાબંધ વેપારીઓ સાથેનું મહાકૌભાંડ
બાઈક ડીવાઈડર સાથે અથડાતા મામા-ભાણેજનાં મૃત્યુ
અમદાવાદમાં એક ઈંચ વરસાદમાં પાણી ભરાયું
અમદાવાદનાં રીંગ રોડ પર હુમલાનો ભોગ બનતાં યુગલો
 

Baroda

વડોદરાની એમ એસ યુનિ.માં ચૂંટણીનું રિહર્સલ
વડોદરામાં વિશ્વની સૌથી વિરાટ રંગોળી રચાશે
મન્નાપુરમમાં લૂંટાયેલા સોનાના વજનનો અંદાજ નથી
ધો.૧૦માં ગુજરાતી હવે સાવ સહેલો વિષય નહીં રહે
સાવલીના અશ્લીલ એમએમએસ પ્રકરણમાં વિરલની ધરપકડ
 

Surat

બ્લડ ડાયમંડ કેસમાં સરકાર પક્ષની દલીલો શરૃ
વિનુ માલવીયા તથા ફરિયાદી વચ્ચે સમાધાનની તજવીજ
સુરત પાલિકાની નવી ટર્મ માટે પહેલો વિદેશ પ્રવાસ તૈયાર
વેલુના કોંગ્રેસીની ભાજપના કાર્યકરોએ હત્યા કર્યાનો આક્ષેપ
સુરત પાલિકાની છેલ્લી અને ચૂંટણીની પહેલી જાહેર સભા

Saurastra

રાજકોટની સોની બજારમાં ચાર દુકાનોનાં તાળા તૂટયાં

સિંગતેલમાં આગ ઝરતી તેજી તમામ રેકોર્ડ બ્રેક

''મારૃં અપહરણ થયું છે, ૧૦ લાખ રૃપિયા આપવા પડશે''!
અંતિમવિધિની આગમાં દાઝેલા યુવાનની હાલત ગંભીર
સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ, હળવા ઝાપટાં
 

Kutch

મોરબીના સિરામીક યુનિટોમાંથી કરોડોની 'વેટ' ચોરી ઝડપાઈ
ધ્રાંગધ્રામાં જન્માષ્ટમીનો મેળો માણતા પાંચ લાખ લોકો
પ્રતિક્રમણ કરવા ગયેલા પરિવારનાં મકાનમાં ચોરી
જિલ્લા પંચાયતના માર્ગોની જાળવણી સુધરાઇને સોંપાશે
યોગગુરુ બાબા રામદેવ રાજકારણમાં ઝંપલાવશે
 

Kheda-Anand

દેશી તમાકુના ધરૃના ભાવ આસમાને
આણંદની ટ્રાફિક સમસ્યા ઉકેલવા વૃદ્ધો મેદાને
ચકલાસીમાં તાવના દર્દીઓમાં ચિંતાજનક વધારો

ખેડા પોલીસમાં વ્યાપક બદલીનો દોર

આણંદ હાઈવેની હોટલોમાં ગ્રાહકોની ખુલ્લી લૂંટ

North Gujarat

ઊંઝા રેલ્વે સ્ટેશને ટ્રેનોનાં સ્ટોપેજની માગણી
મહેસાણામાં ટાઉનહોલનું ખાતમુહૂર્ત રોકવા રજુઆત
ઊંઝાના તળાવમાં ડૂબી ગયેલા બેનાં મોત
ગૌહત્યાનાં વિરોધમાં વિજાપુરમાં જડબેસલાક બંધ
ઊંઝામાં અખિયા મિલાકે રોગ ઝડપથી પ્રસરી રહ્યો છે
 

Bhavnagar

બરવાળાનાં ભીમનાથ મંદિરનાં મહંતને ધમકી
કોળીયાકમાં ભાતીગળ મેળો પ્રશાસન દ્વારા ચાંપતા પગલા
તળાજા નજીકના શેત્રુંજી નદીના પુલમાં ગાબડું
ભાવનગરની પટેલ જ્ઞાતિની વાડીમાં આગ
બુધેલ-લાખણકાનાં અધુરા પુલનાં ઉદ્ધાટન માટે દોડધામ
   
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

આપણને યાદ કઈ રીતે રહે છે! માણસ જે પ્રકારના
સોલાર પાવર વિમાનની રાત્રિસફર
નવું ખાદ્ય વનસ્પતિ તેલ
 
 

Gujarat Samachar Plus

એક ફૂલ પ્લેટ ફરાળી ડિશ હાઉસફૂલ હોટલોમાં ગુજરાતી ડિમાન્ડ
'કૃષ્ણ' શબ્દ ક્લિક કરતા ૨૦૦૦ પુસ્તકોની યાદી ઉપલબ્ધ
કોમળ કાંડામાં કીક મારવાની ૧૦૦ સીસીની તાકાત
થોડો સમય ગામડા પાછળ ફાળવતી ગુજરાતની યંગબ્રિગેડ
   
 
lagnavisha usa
   
webad1

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્ આજનું ઔષધ
આજની જોક આજની રેસીપી
   
webad2

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2010, All Rights Reserved