Last Update : 07-Sept.-2010, Tuesday
ગુજરાત વિધાનસભામાં સભા મોકૂફીનો કોંગ્રેસનો પ્રસ્તાવ

પ્રશ્નોત્તરી બાદ તૂર્ત કોંગ્રેસ પ્રસ્તાવની રજૂઆતનો આગ્રહ રાખશે

ગાંધીનગર -
શાસક પક્ષ ભાજપે કેન્દ્રીય ગૃહપ્રધાન ચિદમ્બરમના ભગવા આતંકવાદ વિશેના ઉચ્ચારણ વિરુદ્ધ રજૂ કરેલા છેલ્લા દિવસના પ્રસ્તાવ સામે વિરોધ પક્ષ કોંગ્રેસે ગુજરાતમાં કથળેલી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે પ્રસ્તાવ રજૂ કરી ચર્ચા માગવાની રણનીતિ ઘડતાં, આવતીકાલે બીજા અને અંતિમ દિવસે ગુજરાત વિધાનસભા ગૃહમાં પ્રશ્નોત્તરી બાદ તુર્ત જ ધાંધલ-ધમાલ થવાની વધારે અને ગૃહની ચાલવાની બહુ ઓછી શક્યતા છે.

છેલ્લા દિવસની કાર્યવાહીના એજન્ડામાં એક કલાકની પ્રશ્નોત્તરી બાદ ફરજિયાત મતદાન અને મહિલા અનામતની બાબતો અલગ કરવા માટે રાજ્યપાલે પુનઃ વિચારણાર્થે પરત મોકલાવેલું વિધેયક તથા ભાજપના મોડાસાના ધારાસભ્ય દિલીપસિંહ પરમાર દ્વારા લવાયેલો ભગવા આતંકવાદ વિરુદ્ધનો પ્રસ્તાવ સામેલ છે.
દેખીતી રીતે જ પ્રશ્નોત્તરી બાદની કાર્યવાહીમાં, પ્રોરેટા બેઝિઝ યાને સંખ્યાબળની દ્રષ્ટિથી અપાનારી ચર્ચામાં શાસક પક્ષનો હાથ ઉપર રહેનારો હોવાથી ભાજપની ગણતરી ઉંધી પાડવા માટે કોંગ્રેસે કથળેલી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગેનો પ્રસ્તાવ વિધાનસભાના નિયમ ૧૦૮ હેઠળ રજૂ કરવાનો વ્યૂહ અપનાવ્યો છે.
નિયમ- ૧૦૮ હેઠળનો પ્રસ્તાવ એ સભાગૃહની મોકૂફી માટેનો પ્રસ્તાવ હોય છે. વિધાનસભાના સ્પીકર નિયમ ૧૦૮ નીચે રજૂ થયેલા પ્રસ્તાવને માન્ય રાખે અને ગૃહમાં પેશ કરવાની અનુમતિ આપે તો આ પ્રસ્તાવ હેઠળ ગૃહનું બીજું બધું કામકાજ બાજુએ મૂકી ટોપ પ્રાયોરિટીમાં સામાન્ય રીતે કલાક યા બે કલાકની ચર્ચા આપવી પડે અને ચર્ચા બાદ ગૃહનું તે દિવસનું કામકાજ મુલતવી રાખવાનો નિયમ છે.

સ્વાભાવિક રીતે શાસક પક્ષ કોઈ હિસાબે કોંગ્રેસને નિયમ ૧૦૮ હેઠળનો પ્રસ્તાવ ગૃહમાં રજૂ કરવાની રજા આપશે નહીં, બીજી બાજુ પ્રશ્નોત્તરી બાદ તૂર્ત જ કોંગ્રેસ આ પ્રસ્તાવ હેઠળ ગૃહમાં ચર્ચા માગશે, એટલે આમને સામને ઘર્ષણ થવાનું ને ધમાચકડી સર્જાવાનું ભીંતે લખેલું છે. હવે જોવાનું એ રહે છે કે રાજ્યની ૬ મહાનગરપાલિકાઓની આવી રહેલી ચૂંટણીના પરિપ્રેક્ષ્યમાં શાબ્દિક દ્વન્દ્વમાં કોણ કોને 'માત' કરે છે.

 

 

Ahmedabad

કર્ણાવતી ક્લબમાં કાયમી ડિરેક્ટરોની નિમણૂકને પડકાર
સ્ટીલના જથ્થાબંધ વેપારીઓ સાથેનું મહાકૌભાંડ
બાઈક ડીવાઈડર સાથે અથડાતા મામા-ભાણેજનાં મૃત્યુ
અમદાવાદમાં એક ઈંચ વરસાદમાં પાણી ભરાયું
અમદાવાદનાં રીંગ રોડ પર હુમલાનો ભોગ બનતાં યુગલો
 

Baroda

વડોદરાની એમ એસ યુનિ.માં ચૂંટણીનું રિહર્સલ
વડોદરામાં વિશ્વની સૌથી વિરાટ રંગોળી રચાશે
મન્નાપુરમમાં લૂંટાયેલા સોનાના વજનનો અંદાજ નથી
ધો.૧૦માં ગુજરાતી હવે સાવ સહેલો વિષય નહીં રહે
સાવલીના અશ્લીલ એમએમએસ પ્રકરણમાં વિરલની ધરપકડ
 

Surat

બ્લડ ડાયમંડ કેસમાં સરકાર પક્ષની દલીલો શરૃ
વિનુ માલવીયા તથા ફરિયાદી વચ્ચે સમાધાનની તજવીજ
સુરત પાલિકાની નવી ટર્મ માટે પહેલો વિદેશ પ્રવાસ તૈયાર
વેલુના કોંગ્રેસીની ભાજપના કાર્યકરોએ હત્યા કર્યાનો આક્ષેપ
સુરત પાલિકાની છેલ્લી અને ચૂંટણીની પહેલી જાહેર સભા

Saurastra

રાજકોટની સોની બજારમાં ચાર દુકાનોનાં તાળા તૂટયાં

સિંગતેલમાં આગ ઝરતી તેજી તમામ રેકોર્ડ બ્રેક

''મારૃં અપહરણ થયું છે, ૧૦ લાખ રૃપિયા આપવા પડશે''!
અંતિમવિધિની આગમાં દાઝેલા યુવાનની હાલત ગંભીર
સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ, હળવા ઝાપટાં
 

Kutch

મોરબીના સિરામીક યુનિટોમાંથી કરોડોની 'વેટ' ચોરી ઝડપાઈ
ધ્રાંગધ્રામાં જન્માષ્ટમીનો મેળો માણતા પાંચ લાખ લોકો
પ્રતિક્રમણ કરવા ગયેલા પરિવારનાં મકાનમાં ચોરી
જિલ્લા પંચાયતના માર્ગોની જાળવણી સુધરાઇને સોંપાશે
યોગગુરુ બાબા રામદેવ રાજકારણમાં ઝંપલાવશે
 

Kheda-Anand

દેશી તમાકુના ધરૃના ભાવ આસમાને
આણંદની ટ્રાફિક સમસ્યા ઉકેલવા વૃદ્ધો મેદાને
ચકલાસીમાં તાવના દર્દીઓમાં ચિંતાજનક વધારો

ખેડા પોલીસમાં વ્યાપક બદલીનો દોર

આણંદ હાઈવેની હોટલોમાં ગ્રાહકોની ખુલ્લી લૂંટ

North Gujarat

ઊંઝા રેલ્વે સ્ટેશને ટ્રેનોનાં સ્ટોપેજની માગણી
મહેસાણામાં ટાઉનહોલનું ખાતમુહૂર્ત રોકવા રજુઆત
ઊંઝાના તળાવમાં ડૂબી ગયેલા બેનાં મોત
ગૌહત્યાનાં વિરોધમાં વિજાપુરમાં જડબેસલાક બંધ
ઊંઝામાં અખિયા મિલાકે રોગ ઝડપથી પ્રસરી રહ્યો છે
 

Bhavnagar

બરવાળાનાં ભીમનાથ મંદિરનાં મહંતને ધમકી
કોળીયાકમાં ભાતીગળ મેળો પ્રશાસન દ્વારા ચાંપતા પગલા
તળાજા નજીકના શેત્રુંજી નદીના પુલમાં ગાબડું
ભાવનગરની પટેલ જ્ઞાતિની વાડીમાં આગ
બુધેલ-લાખણકાનાં અધુરા પુલનાં ઉદ્ધાટન માટે દોડધામ
   
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

આપણને યાદ કઈ રીતે રહે છે! માણસ જે પ્રકારના
સોલાર પાવર વિમાનની રાત્રિસફર
નવું ખાદ્ય વનસ્પતિ તેલ
 
 

Gujarat Samachar Plus

એક ફૂલ પ્લેટ ફરાળી ડિશ હાઉસફૂલ હોટલોમાં ગુજરાતી ડિમાન્ડ
'કૃષ્ણ' શબ્દ ક્લિક કરતા ૨૦૦૦ પુસ્તકોની યાદી ઉપલબ્ધ
કોમળ કાંડામાં કીક મારવાની ૧૦૦ સીસીની તાકાત
થોડો સમય ગામડા પાછળ ફાળવતી ગુજરાતની યંગબ્રિગેડ
   
 
lagnavisha usa
   
webad1

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્ આજનું ઔષધ
આજની જોક આજની રેસીપી
   
webad2

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2010, All Rights Reserved