Last Update : 07-Sept.-2010, Tuesday

નવોદિત અભિનેત્રીથી દૂર રહેતો રણબીર કપૂર

બધી જ સહઅભિનેત્રી સાથે 'લફરાં'ની વાત ચગવાથી તે વધુ સતર્ક

મુંબઇ - નરગીસ અને રાજકપૂરની જોડી એ બોલીવૂડની અમર જોડીમાં અનેરું સ્થાન મેળવ્યું છે અને રૃપેરી પડદાં પર આ જોડીને રોમાન્સ કરતી જોવા માટે દર્શકો થિયેટરો છલકાવી દેતા હતા.હવે રાજકપૂરનો પૌત્ર રણબીર કપૂર નરગીસ (ફખરી) નામની એક નવોદિત અભિનેત્રી સાથે ઇમ્તિયાઝ અલીની 'રોકસ્ટાર'માં આવી રહ્યો છે, ત્યારે એ પ્રશ્ન પૂછાઇ રહ્યો છે કે આ આર.કે. (રણબીર કપૂર) અને નરગીસની જોડી જામશે ?

રણબીર કપૂરને જયારથી ખબર પડી છે કે 'રોકસ્ટાર'ની તેની હિરોઇનનું નામ નરગીસ છે, ત્યારથી જ તે વધુ સાવધાની રાખવા લાગ્યો છે. આમ પણ રણબીર અને તેની સહ-અભિનેત્રીનું નામ પ્રેમપ્રકરણમાં ગાજવા લાગે છે, તેનાં કારણે તે દુઃખી થઇ ગયો છે.

આ અંગે તાજેતરમાં રણબીરે પોતાનાં એક મિત્રને જણાવ્યું હતું કે, કોંકણા સેન શર્મા સિવાય મેં જે કોઇ અભિનેત્રી સાથે કામ કર્યું છે, તેની સાથે મારું નામ જોડી દેવામાં આવ્યું છે, હું મારાં કામમાં ધ્યાન આપવા માંગુ છું અને અત્યારે મારી જિંદગીમાં કોઇ જ છોકરી નથી અને મને મારી જિંદગીનો આ તબક્કો ખૂબ જ ગમે છે.
નરગીસ ફખરી એ પાકિસ્તાનીમૂળ ધરાવનારી ચેકોસ્લોવાકિયાની યુવતી છે. 'રોકસ્ટાર'માં તે રણબીર કપૂરની હિરોઇન તરીકે દેખાશે. રણબીર કપૂર તેને સામે મળે ત્યારે 'હેલો' કહેવાનું પણ ટાળે છે, અને આ વખતે રણબીર કપૂર પોતાની સહ અભિનેત્રી સારું એવું અંતર જાળવી જ રાખવા માંગે છે, જેથી તેનું નામ ફરી કોઇ પ્રેમપ્રકરણમાં ઘસડાય નહિં.

રણબીર કપૂરનાં એક ખાસ મિત્રે આ અંગે જણાવતાં કહ્યું હતું કે, 'રણબીર કપૂરે આ ફિલ્મ માટે એક ખાસ નીતિ અપનાવી છે. તે પોતાના ભાગનું શૂટિંગ પતાવીને પછી અદ્રશ્ય જ થઇ જાય છે. તે શૂટિંગ પછીના કલાકો ફિલ્મના દિગ્દર્શક ઇમ્તિયાઝ અલી સાથે જ ગાળે છે. રણબીર કપૂરે 'રોકેટ સિંહ સેલ્સમેન ઓફ ધ યર' નામની ફિલ્મમાં શાઝાન પદમશી સાથે કામ કર્યું ત્યારે સેટ પર તે ભાગ્યે જ તેની સાથે વાત કરતો હતો, પણ તે છતાં તેનાં અને શાઝાનના પ્રેમપ્રકરણની વાતો ચગી હતી. તેથી આ વખતે તેણે શરૃઆતથી જ પોતાની સહ કલાકારથી દૂર રહેવા માંડયું છે

 

Share |
  More News
ગુજરાત વિધાનસભામાં સભા મોકૂફીનો કોંગ્રેસનો પ્રસ્તાવ
'ભગવા આતંકવાદની ભાષા ઉચ્ચારનારે લાગણી દુભાવી છે'
આઇએએસ પ્રદીપ શર્માને સુપ્રિમમાંથી શરતી જામીન
ગણેશોત્સવમાં આતંકવાદી હુમલાનો ભય
તહેવારોમાં નકલી ચલણી નોટ બાબતે સાવધ રહો
મુંબઈનાં પ્રાણીસંગ્રહાલયમાં સિંહણ સહિત ૧૧ જાનવરના મોત
બ્રિટિશ સાંસદની પત્ની મસાજ પાર્લરની સેક્સ વર્કર બની
પેઈનકિલર્સનું વળગણ લાંબા ગાળે મોટું નુકસાન કરી શકે છે
અમેરિકાએ મધર ટેરેસાના માનમાં ટિકિટ બહાર પાડી
 
  More News
NSEનો એશિયાના ટોચના બજારોમાં સમાવેશ
જીટીએલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરે રિલાયન્સ ઈન્ફ્રાટેલ સાથેના મર્જરનો સોદો રદ કર્યો
એફઆઇઆઇની ઓલરાઉન્ડ શેરોમાં ધૂમ લેવાલી ઃ સેન્સેકસ ૩૩૯ ઉછળી ૧૮૫૬૦ અઢી વર્ષની નવી ટોચે
પાકિસ્તાનની સરકારનો તેમના ક્રિકેટરોની મિલકતોની તપાસ કરવા આદેશ
લંડન સ્થિત પાક.ના હાઇ કમિશને હમીદને ચાર કલાક બેસાડી રખાયો
યુ એસ ઓપનમાં વાવરિન્કાએ મરેને હરાવીને અપસેટ સર્જ્યો
શાહરૃખ હવે ફારાહ ખાન સાથે સુલેહના મૂડમાં
શૂટિંગ માટે અક્ષયે જન્મ દિવસ માટેનો જૂનો નિયમ તોડયો
ઋષિ, નીતુ અને રણબીર કપૂર એક જ ફિલ્મમાં
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

આપણને યાદ કઈ રીતે રહે છે! માણસ જે પ્રકારના
સોલાર પાવર વિમાનની રાત્રિસફર
નવું ખાદ્ય વનસ્પતિ તેલ
 
 

Gujarat Samachar Plus

એક ફૂલ પ્લેટ ફરાળી ડિશ હાઉસફૂલ હોટલોમાં ગુજરાતી ડિમાન્ડ
'કૃષ્ણ' શબ્દ ક્લિક કરતા ૨૦૦૦ પુસ્તકોની યાદી ઉપલબ્ધ
કોમળ કાંડામાં કીક મારવાની ૧૦૦ સીસીની તાકાત
થોડો સમય ગામડા પાછળ ફાળવતી ગુજરાતની યંગબ્રિગેડ
   
 
lagnavisha usa
   
webad1

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્ આજનું ઔષધ
આજની જોક આજની રેસીપી
   
webad2

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
 
Gujarat Samachar © 2010, All Rights Reserved