Last Update : 07-Sept.-2010, Tuesday

અભિનેત્રી સાધનાની મદદ માટે સલમાન મેદાને

જીવંત દંતકથા સમાન એકટ્રેસની સલામતી માટે પબ્લિક સપોર્ટ જરૃરી ઃ ખાન

મુંબઇ - બિલ્ડર સામે કનડગતની ફરિયાદ કરી ચૂકેલી વિતેલી વર્ષોની મશહૂર અભિનેત્રી સાધનાની મદદ માટે સલમાન ખાન મેદાને પડયો છે.
ખાને તેના ટ્વીટરમાં રોષ ઠાલવતા લખ્યું હતું કે 'કોણ છે આ બિલ્ડર જેણે સાધના આન્ટીનું જીવવું દુષ્કર બનાવ્યું છે ? બિલ્ડર ઊઠીને એવી ધમકી આપે કે હું કટકે કટકા કરી નાખીશ અને છતાં કોઇ બિલ્ડર સામે પગલાં ન લે એ કેવું વિચિત્ર કહેવાય ?'

સલ્લુ મિયાએ ટ્વીરમાં ઉભરો ઠાલવતા લખ્યું હતું કે જીવંત દંતકથા સમાન વયોવૃધ્ધ અભિનેત્રીનું જીવન નર્કસમાન બનાવી નાખવામાં આવે એવું આ દેશમાં જ બને. આ મહાન અભિનેત્રીને સલામતી બક્ષવા માટે જનતાનો સપોર્ટ મળવો જોઇએ. ૧૯૬૦માં સાધનાએ હોલીવૂડની અભિનેત્રી ઓડ્રે હેપબર્નની નકલ કરી ખાસ પ્રકારની હેરસ્ટાઇલ અપનાવી હતી. આ સ્ટાઇલ સાધના કટ તરીકે ઓળખાતી હતી અને એ જમાનામાં અગણિત યુવતીઓએ આ સ્ટાઇલનું અનુકરણ કર્યું હતું.

સાંતાક્રુઝમાં 'સંગીતા' બંગલોમાં છેલ્લાં ચાર દાયકાથી સાધના રહે છે. આ બંગલામાં પહેલે માળે મરહૂમ અભિનેત્રી નાઝ રહેતી હતી. બીજે માળે બિલ્ડર યુસુફ લાકડાવાલા રહે છે. સાધનાએ પોલીસમાં એવી ફરિયાદ કરી છે કે ઘરની જગ્યા ખાલી કરાવવા માટે યુસુફ લાકડાવાલા તેને ધમકી આપે છે, કનડગત કરે છે એટલું જ નહીં થોડા દિવસ પહેલા ઘર ઉપર પથ્થરો પણ ફેંકવામાં આવ્યા હતા. આ બંગલો પાર્શ્વગાયિકા આશા ભોંસલેની માલિકીનો છે.

શનિવારે સાધનાએ પોલીસ કમિશ્નર સંજીવ દયાલને રૃબરૃ મળીને ફરિયાદ કરી હતી.કમિશનરે કહ્યું હતું કે આ બાબતમાં પૂરતી તપાસ કરીને પગલાં લેવામાં આવશે. બીજી તરફ બિલ્ડર યુસુફ લાકડાવાલાએ પોતાના બચાવમાં અગાઉ કહ્યું હતું કે બંગલાની માલિક આશા ભોંસલે છે, હું અને સાધના તો ભાડૂત છીંએ, તો પછી હું કેવી રીતે જગ્યા ખાલી કરાવવા માટે દબાણ લાવી શકું ? પોલીસે પણ લાકડાવાલાની પૂછપરછકરી હતી

 


Share |
  More News
ગુજરાત વિધાનસભામાં સભા મોકૂફીનો કોંગ્રેસનો પ્રસ્તાવ
'ભગવા આતંકવાદની ભાષા ઉચ્ચારનારે લાગણી દુભાવી છે'
આઇએએસ પ્રદીપ શર્માને સુપ્રિમમાંથી શરતી જામીન
ગણેશોત્સવમાં આતંકવાદી હુમલાનો ભય
તહેવારોમાં નકલી ચલણી નોટ બાબતે સાવધ રહો
મુંબઈનાં પ્રાણીસંગ્રહાલયમાં સિંહણ સહિત ૧૧ જાનવરના મોત
બ્રિટિશ સાંસદની પત્ની મસાજ પાર્લરની સેક્સ વર્કર બની
પેઈનકિલર્સનું વળગણ લાંબા ગાળે મોટું નુકસાન કરી શકે છે
અમેરિકાએ મધર ટેરેસાના માનમાં ટિકિટ બહાર પાડી
 
  More News
NSEનો એશિયાના ટોચના બજારોમાં સમાવેશ
જીટીએલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરે રિલાયન્સ ઈન્ફ્રાટેલ સાથેના મર્જરનો સોદો રદ કર્યો
એફઆઇઆઇની ઓલરાઉન્ડ શેરોમાં ધૂમ લેવાલી ઃ સેન્સેકસ ૩૩૯ ઉછળી ૧૮૫૬૦ અઢી વર્ષની નવી ટોચે
પાકિસ્તાનની સરકારનો તેમના ક્રિકેટરોની મિલકતોની તપાસ કરવા આદેશ
લંડન સ્થિત પાક.ના હાઇ કમિશને હમીદને ચાર કલાક બેસાડી રખાયો
યુ એસ ઓપનમાં વાવરિન્કાએ મરેને હરાવીને અપસેટ સર્જ્યો
શાહરૃખ હવે ફારાહ ખાન સાથે સુલેહના મૂડમાં
શૂટિંગ માટે અક્ષયે જન્મ દિવસ માટેનો જૂનો નિયમ તોડયો
ઋષિ, નીતુ અને રણબીર કપૂર એક જ ફિલ્મમાં
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

આપણને યાદ કઈ રીતે રહે છે! માણસ જે પ્રકારના
સોલાર પાવર વિમાનની રાત્રિસફર
નવું ખાદ્ય વનસ્પતિ તેલ
 
 

Gujarat Samachar Plus

એક ફૂલ પ્લેટ ફરાળી ડિશ હાઉસફૂલ હોટલોમાં ગુજરાતી ડિમાન્ડ
'કૃષ્ણ' શબ્દ ક્લિક કરતા ૨૦૦૦ પુસ્તકોની યાદી ઉપલબ્ધ
કોમળ કાંડામાં કીક મારવાની ૧૦૦ સીસીની તાકાત
થોડો સમય ગામડા પાછળ ફાળવતી ગુજરાતની યંગબ્રિગેડ
   
 
lagnavisha usa
   
webad1

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્ આજનું ઔષધ
આજની જોક આજની રેસીપી
   
webad2

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
 
Gujarat Samachar © 2010, All Rights Reserved