Last Update : 07-Sept.-2010, Tuesday
વિનોદ કાંબલીની ટાલથી તેની પત્ની પરેશાન
ગેરવર્તનની એક મહિલાની ફરિયાદ પછીની પોલીસ પૂછપરછ બાદ ભૂતપૂર્વ ક્રિકેટરની પત્નીની હૈયાવરાળ

મુંબઈ - વિનોદ કાંબળીનું ટાલવાળું માથું તેની પત્ની એન્દ્રેઆ માટે સામાજિક દ્રષ્ટિએ મૂંઝવણરૃપ બનતું જાય છે. રવિવારે, એક મહિલાએ શોપિંગ મોલમાં પોતાની સાથે ગેરવર્તન કર્યાનો આક્ષેપ ભૂતપૂર્વ મોડેલ એન્દ્રેઆ સામે કર્યો તે બાદ એન્દ્રેઆને વાંદરા પોલીસ સ્ટેશને બોલાવવામાં આવી હતી.

પોલીસે તેની પૂછપરછ પૂરી કરી તે બાદ પોલીસ સ્ટેશનની બહાર બે માસના સંતાનની માતા એન્દ્રેઆ ધુ્રસકે ધુ્રસકે રડી પડી હતી અને જણાવ્યું હતું કે હું મારા પતિ સાથે ઘરની બહાર નીકળું છું ત્યારે લોકો મારા પતિને ટકલ્યા, કાલિયા કહીને અમને ટોણા મારે છે. આ અત્યંત બેચેન કરનારી હરકત છે. વાંદરાના એક મોલમાં તેની એક મહિલા સાથે જીભાજોડી થયાનું કહેવાય છે. ક્યા કારણે આ જીભાજોડી થઈ તે જાણવા મળ્યું નથી પણ તેને પગલે કાંબળી પરિવારે ૩૦ મિનિટ પોલીસ સ્ટેશનમાં વિતાવવી પડી હતી અને દેખીતી રીતે મૂંઝવણમાં મૂકાયેલા કાંબળીએ ઉકળી ઉઠેલી તેની પત્નીને શાંત પાડવાનો તથા પરિસ્થિતિ સંભાળવાનો પ્રયાસ કરવો પડયો હતો.

કુર્લાની ફરિયાદી મહિલા શ્રધ્ધાકુમારે નોંધાવેલી એનસીમાં દાવો કર્યો હતો કે રવિવારે સાંજના સાત વાગ્યે બાબાગાડીમાં પોતાના સંતાનને લઈને આવેલી કાંબળીની પત્નીએ મોલના એલિવેટરમાં બાબાગાડીનું એક પૈંડામાં મારો પગ આવી ગયો ત્યારે મારી સાથે ગેરવર્તન કર્યું હતું. નજરે જોનારાઓના જણાવ્યા પ્રમાણે એન્દ્રેઆએ શ્રધ્ધાકુમાર સામે પોતાને ધક્કો મારવાનો આક્ષેપ કરતાં બન્ને મહિલાઓ વચ્ચે બોલાચાલી થઈ હતી. આ ધાંધલમાં કાંબળીનું સંતાન જાગી ગયું હતું અને આક્રંદ કરવા લાગ્યું હતું. શ્રધ્ધાકુમારે તરત જ પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધ્યો હતો. તે પછી ટૂંક સમયમાં કાંબળી પણ ત્યાં ગયો હતો.

એન્દ્રેઆએ દાવો કર્યો હતો કે લોકો મારા પતિ વિશે અસંસ્કારી ટિપ્પણી કરે છે ત્યારે હું મારો મિજાજ ગુમાવી બેસું છું. અગાઉ તો હું વારંવાર ગુસ્સે થતી પણ હવે હું સંયમ રાખવાનો પ્રયાસ કરું છું. આમ છતાં, અજાણ્યા લોકો મારા પતિના માથા કે શરીરના વર્ણન વિશે અયોગ્ય ટીકા ત્યારે મારા માટે ચૂપચાપ અપમાન સહન કરવું મુશ્કેલ છે.
કાંબળીએ કહ્યું હતું કે એન્દ્રેઆ તે મહિલા પ્રત્યે આક્રમક બની ન હતી પણ તેણે તેનો હાથ સખતપણે પક્ડયો હતો. આવી બાબતે સમાચાર માધ્યમમાં મારા વિશે ચર્ચા થાય તેમ હું ઈચ્છતો નથી.

 

Share |
  More News
ગુજરાત વિધાનસભામાં સભા મોકૂફીનો કોંગ્રેસનો પ્રસ્તાવ
'ભગવા આતંકવાદની ભાષા ઉચ્ચારનારે લાગણી દુભાવી છે'
આઇએએસ પ્રદીપ શર્માને સુપ્રિમમાંથી શરતી જામીન
ગણેશોત્સવમાં આતંકવાદી હુમલાનો ભય
તહેવારોમાં નકલી ચલણી નોટ બાબતે સાવધ રહો
મુંબઈનાં પ્રાણીસંગ્રહાલયમાં સિંહણ સહિત ૧૧ જાનવરના મોત
બ્રિટિશ સાંસદની પત્ની મસાજ પાર્લરની સેક્સ વર્કર બની
પેઈનકિલર્સનું વળગણ લાંબા ગાળે મોટું નુકસાન કરી શકે છે
અમેરિકાએ મધર ટેરેસાના માનમાં ટિકિટ બહાર પાડી
 
  More News
NSEનો એશિયાના ટોચના બજારોમાં સમાવેશ
જીટીએલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરે રિલાયન્સ ઈન્ફ્રાટેલ સાથેના મર્જરનો સોદો રદ કર્યો
એફઆઇઆઇની ઓલરાઉન્ડ શેરોમાં ધૂમ લેવાલી ઃ સેન્સેકસ ૩૩૯ ઉછળી ૧૮૫૬૦ અઢી વર્ષની નવી ટોચે
પાકિસ્તાનની સરકારનો તેમના ક્રિકેટરોની મિલકતોની તપાસ કરવા આદેશ
લંડન સ્થિત પાક.ના હાઇ કમિશને હમીદને ચાર કલાક બેસાડી રખાયો
યુ એસ ઓપનમાં વાવરિન્કાએ મરેને હરાવીને અપસેટ સર્જ્યો
શાહરૃખ હવે ફારાહ ખાન સાથે સુલેહના મૂડમાં
શૂટિંગ માટે અક્ષયે જન્મ દિવસ માટેનો જૂનો નિયમ તોડયો
ઋષિ, નીતુ અને રણબીર કપૂર એક જ ફિલ્મમાં
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

આપણને યાદ કઈ રીતે રહે છે! માણસ જે પ્રકારના
સોલાર પાવર વિમાનની રાત્રિસફર
નવું ખાદ્ય વનસ્પતિ તેલ
 
 

Gujarat Samachar Plus

એક ફૂલ પ્લેટ ફરાળી ડિશ હાઉસફૂલ હોટલોમાં ગુજરાતી ડિમાન્ડ
'કૃષ્ણ' શબ્દ ક્લિક કરતા ૨૦૦૦ પુસ્તકોની યાદી ઉપલબ્ધ
કોમળ કાંડામાં કીક મારવાની ૧૦૦ સીસીની તાકાત
થોડો સમય ગામડા પાછળ ફાળવતી ગુજરાતની યંગબ્રિગેડ
   
 
lagnavisha usa
   
webad1

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્ આજનું ઔષધ
આજની જોક આજની રેસીપી
   
webad2

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
 
Gujarat Samachar © 2010, All Rights Reserved