Last Update : 07-Sept.-2010, Tuesday
શાહરૃખ હવે ફારાહ ખાન સાથે સુલેહના મૂડમાં
અક્ષય કુમાર સાથે સમાધાન કરી લીધા પછી હવે અભિનેતા નવા મિશન પર

મુંબઈ - શાહરૃખ ખાન આજકાલ દુશ્મનોને દોસ્ત બનાવવાનું અભિયાન ચલાવી રહ્યો હોય એમ લાગે છે. અક્ષયકુમાર સાથે સુલેહ કર્યાં પછી શાહરૃખે ફારાહ ખાન તરફ નજર દોડાવી છે.

છેલ્લાં કેટલાંક વર્ષોથી શાહરૃખ અક્ષય સાથે દોસ્તી બાંધવાનો પ્રયાસ કરી રહ્યો છે અને તેને એમાં સફળતા મળી છે. અક્ષય તેની ફિલ્મ 'બ્લૂ'ના એક ગીતનું શૂટિંગ કરતો હતો ત્યારે શાહરૃખ પણ આસપાસ જ શૂટિંગ કરતો હતો. આ સમયે શાહરૃખ અક્ષયને મળવા ગયો હતો. અને એ પછી શાહરૃખે નિર્માતા સાજીદ નડિયાદવાલાને અક્ષય અભિનિત ફિલ્મ 'હાઉસ ફૂલ'નું સ્ક્રિનિંગ પોતાના બંગલા 'મન્નત'માં ગોઠવી આપવા માટે વિનંતી કરી હોવાનું પણ સંભળાતું હતું.
ચાર મહિના પૂર્વે શાહરૃખે ફરી એક વાર અક્ષયના સેટની મુલાકાત લીધી હતી આ વખતે અક્ષય નિખિલ અડવાણીની ફિલ્મ 'પટિયાલા હાઉસ'નું શૂટિંગ કરતો હતો એ દરમિયાન આ બન્નેએ લગભગ એક કલાક અક્ષયની વેનિટિ વેનમાં વાતો કરતાં પસાર કર્યો હતો.

એ પછી આ બન્ને લંડન જતી વખતે વિમાનમાં ભેગા થયા હતા અને 'ખટ્ટા-મીઠા' રિલીઝ થયું ત્યારે શાહરૃખની ઓફિસ તરફથી અષ્ટ વિનાયકને એક પ્રિન્ટની વ્યવસ્થા કરવા માટે વિનંતી પણ કરવામાં આવી હતી. જે વિશે સૌ જાણે છે. આ મહિનાની ત્રીજી તારીખે શાહરૃખે ફરી એક વાર અક્ષયની સાથે ગપ્પાં ગોષ્ઠી કરવાનું નક્કી કર્યું હતું અને આ વખતે તે અક્ષયના રિયાલિટી શો 'માસ્ટર શેફ ઇન્ડિયા'ના સેટ પર તેને મળવા ગયો હતો. આ મુલાકાત અંધેરી સ્થિત યશરાજ સ્ટુડિયોમાં થઈ હતી.

આ વખતે આ બન્ને એક બીજા સાથે ઘણી ઉષ્માથી મળ્યા હતા. શાહરૃખ લગભગ આખો દિવસ જ અક્ષય સાથે હતો. સૂત્રે જણાવ્યા પ્રમાણે, ''શાહરૃખે અક્ષયના આ શોમાં ઘણો રસ લીધો હતો તેમજ તેને એક નવાઈજનક વાત પણ કહી હતી.'' શાહરૃખે અક્ષયને કહ્યું હતું કે અક્ષયની ફારાહ ખાન દિગ્દર્શિત ફિલ્મ 'તીસ માર ખાન' પ્રત્યે તે ઘણો પોઝિટિવ છે. તેમજ ફારાહ હંમેશા સારી ફિલ્મો જ બનાવે છે.

આ જાણીને અક્ષયને ઘણો આંચકો લાગ્યો હતો કારણ કે, હમણાં શાહરૃખ અને ફારાહ વચ્ચેના સંબંધો બગડી ગયા છે. આ પરથી લોકોને શંકા છે કે હવે શાહરૃખ ફારાહ સાથે પણ સમાધાન કરવાના મૂડમાં છે. સૂત્રે વધુમાં જણાવ્યા પ્રમાણે શાહરૃખ અને અક્ષય સાથે મળીને એક ફિલ્મ બનાવવાની યોજના પણ ઘડી રહ્યા છે.


 

 

Share |
  More News
ગુજરાત વિધાનસભામાં સભા મોકૂફીનો કોંગ્રેસનો પ્રસ્તાવ
'ભગવા આતંકવાદની ભાષા ઉચ્ચારનારે લાગણી દુભાવી છે'
આઇએએસ પ્રદીપ શર્માને સુપ્રિમમાંથી શરતી જામીન
ગણેશોત્સવમાં આતંકવાદી હુમલાનો ભય
તહેવારોમાં નકલી ચલણી નોટ બાબતે સાવધ રહો
મુંબઈનાં પ્રાણીસંગ્રહાલયમાં સિંહણ સહિત ૧૧ જાનવરના મોત
બ્રિટિશ સાંસદની પત્ની મસાજ પાર્લરની સેક્સ વર્કર બની
પેઈનકિલર્સનું વળગણ લાંબા ગાળે મોટું નુકસાન કરી શકે છે
અમેરિકાએ મધર ટેરેસાના માનમાં ટિકિટ બહાર પાડી
 
  More News
NSEનો એશિયાના ટોચના બજારોમાં સમાવેશ
જીટીએલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરે રિલાયન્સ ઈન્ફ્રાટેલ સાથેના મર્જરનો સોદો રદ કર્યો
એફઆઇઆઇની ઓલરાઉન્ડ શેરોમાં ધૂમ લેવાલી ઃ સેન્સેકસ ૩૩૯ ઉછળી ૧૮૫૬૦ અઢી વર્ષની નવી ટોચે
પાકિસ્તાનની સરકારનો તેમના ક્રિકેટરોની મિલકતોની તપાસ કરવા આદેશ
લંડન સ્થિત પાક.ના હાઇ કમિશને હમીદને ચાર કલાક બેસાડી રખાયો
યુ એસ ઓપનમાં વાવરિન્કાએ મરેને હરાવીને અપસેટ સર્જ્યો
શાહરૃખ હવે ફારાહ ખાન સાથે સુલેહના મૂડમાં
શૂટિંગ માટે અક્ષયે જન્મ દિવસ માટેનો જૂનો નિયમ તોડયો
ઋષિ, નીતુ અને રણબીર કપૂર એક જ ફિલ્મમાં
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

આપણને યાદ કઈ રીતે રહે છે! માણસ જે પ્રકારના
સોલાર પાવર વિમાનની રાત્રિસફર
નવું ખાદ્ય વનસ્પતિ તેલ
 
 

Gujarat Samachar Plus

એક ફૂલ પ્લેટ ફરાળી ડિશ હાઉસફૂલ હોટલોમાં ગુજરાતી ડિમાન્ડ
'કૃષ્ણ' શબ્દ ક્લિક કરતા ૨૦૦૦ પુસ્તકોની યાદી ઉપલબ્ધ
કોમળ કાંડામાં કીક મારવાની ૧૦૦ સીસીની તાકાત
થોડો સમય ગામડા પાછળ ફાળવતી ગુજરાતની યંગબ્રિગેડ
   
 
lagnavisha usa
   
webad1

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્ આજનું ઔષધ
આજની જોક આજની રેસીપી
   
webad2

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
 
Gujarat Samachar © 2010, All Rights Reserved