Last Update : 07-Sept.-2010, Tuesday
ખાંડમાં નવી મોસમ કુલ ૬૨ લાખ ટનના ખુલતા સ્ટોક સાથે શરૃ થશે
નવા ખાંડ વર્ષમાં ઉત્પાદન ૨૫૦ લાખ ટન થશે અને કુલ ઉપલબ્ધ પુરવઠો ૩૧૨ લાખ ટનનો રહેવાનો અંદાજો

(પ્રતિનિધિ દ્વારા) મુંબઈ,તા.૬
ભારતમાં એક ઓકટોબરથી નવી ખાંડ મોસમ ૨૦૧૦-૧૧નો આરંભ થવાનો છે. નવી મોસમ શરૃ થાય તે વખતે સિલ્લક સ્ટોક (કેરી ફોરવર્ડ સ્ટોક) ઈન્ડિયન ખાંડનો આશરે ૪૩ લાખ ટનનો અને આયાતી ખાંડનો આશરે ૧૯ લાખ ટનનો મળીને કુલ કેરી ફોરવર્ડ સ્ટોક ૬૨ લાખ ટનનો સિલ્લક રહેવાની શક્યતા બજારના જાણકારોએ દર્શાવી છે. નવા ખાંડ વર્ષ ૨૦૧૦-૧૧માં ઉત્પાદન ૨૫૦ લાખ ટન થવાની શક્યતા છે એ જોતાં કુલ ઉપલબ્ધ પુરવઠો ૩૧૨ લાખ ટનનો રહેશે સામે વપરાશ ૨૩૦ લાખ ટનનો અને નિકાસ ૧૦ લાખ ટનની ગણતાં ૨૦૧૦-૧૧ના ખાંડ વર્ષના અંતે સિલ્લક સ્ટોક ૭૦ લાખ ટનનો રહેવાની શક્યતા છે.
કંટલા પોર્ટ પર રહેલી ખાંડની નિકાસની છૂટ સરકારે દીમી પધ્ધતિએ આપવી જોઈએ અન ેપુનઃ નિકાસ ફેબુ્રઆરી સુધી થાય એ વખતે નવા ખાંડ વર્ષના ઉત્પાદનનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે અને એ પચી ૨૫૦ લાખ ટનથી ઉત્પાદન જેટલું વધુ થશે એની નિકાસ માટે છૂટ આપવાની પ્રક્રિયા એ વખતે સરકારે શરૃ કરવી જોઈએ એ હિતાવહ છે. ૨૦૦૮-૦૯ના વર્ષમાં સરકારે કુલ ૨૩૩.૪૦ લાખ ટન ખાંડ છૂટ્ટી કરી હતી જેની સામે ૨૦૦૯-૧૦માં આ પ્રમાણ ૨૦૯.૪૦ લાખ ટનનું થયું હતું. આમ કવોટા ઓછો છૂટ્ટો કરાવા છતાં ભાવો નીચા આવ્યા હતા. આના પાછળના મુખ્ય કારણો પૈકી એક તો સ્ટોક ઈન ટ્રેડ આશરે ૧૦ લાખ ટનનો હતો અને બીજું બલ્ક વપરાશકારો માટે સ્ટોક મર્યાદા બાંધવામાં આવી હતી.
ઓગસ્ટમાં કવોટામાં ઈન્ડિયન સુગર ૧૩.૭૦ લાખ ટન અપાઈ હતી જે સપ્ટેમ્બર માટે ૧૧.૫૮ લાખ ટન અપાતાં તાજેતરમાં ખાંડના ભાવો રૃ.૬૦થી ૭૦ વધ્યા હતા. જો કે ઓગસ્ટનો આશરે ૩ લાખ ટનનો કવોટા સપ્ટેમ્બર માટે કેરી ફોરવર્ડ થયો છે એ લક્ષમાં રાખવું જરૃરી છ.ે જો કે ભાવો હજી રૃ.૫૦થી ૬૦ વધવાની શક્યતા નકારી શકાય નહિં.
ખાંડ ઉદ્યોગમાં ડિકન્ટ્રોલની ચર્ચા ચાલી રહી છે. જો કે સાંસદ વિલાસ મૂત્તેવારની આગેવાની હેઠળ રચવામાં આવેલી પાર્લામેન્ટરી પેનલે એવુ જણાવ્યું છે કે ડિકન્ટ્રોલ કરવાથી ખેડૂતો અને વપરાશકારોને લાભના બદલે નુકસાન થાય તેમ છે. આ જોતાં હવે ડિકન્ટ્રોલની બાબતમાં સરકાર મુંઝાઈ છે અને ડિકન્ટ્રોલ પાછળ ઠેલાઈ જવાની શક્યતા ઊભી થઈ છે. હકીકતમાં જાણકારોના જણાવ્યા મુજબ કેન્દ્ર સરકારે ગરીબી રેખાની નીચે (બીપીએલ)ના વપરાશકારો માટે અપાતી લેવી ખાંડના જથ્થાને ડિકન્ટ્રોલ કરવો જોઈએ અને કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને જણાવવું જોઈએ કે રાજ્ય સરકારે ખુલ્લા બજારમાંથી ખાંડ ખરીદીને બીપીએલ વપરાશકારોને રેશનમાં આપે અને આની સબસીડી કેન્દ્ર સરકાર આપશે. બીપીએલ વપરાશકારોને કયા ભાવોએ કાંડ આપવી એ દરેક રાજ્યોએ પોતે નક્કી કરવું જોઈએ. આ પ્રકારનું આંશિક ડિકન્ટ્રોલ સફળ થાય એ જોયા પછી બે વર્ષ દરમિયાનમાં કેન્દ્ર સરકારે મુક્ત વેચાણના કવોટા પધ્ધતિનું ડિકન્ટ્રોલ કરવું જોઈએ એ હિતાવહ ગણાશે.

Share |
  More News
ગુજરાત વિધાનસભામાં સભા મોકૂફીનો કોંગ્રેસનો પ્રસ્તાવ
'ભગવા આતંકવાદની ભાષા ઉચ્ચારનારે લાગણી દુભાવી છે'
આઇએએસ પ્રદીપ શર્માને સુપ્રિમમાંથી શરતી જામીન
ગણેશોત્સવમાં આતંકવાદી હુમલાનો ભય
તહેવારોમાં નકલી ચલણી નોટ બાબતે સાવધ રહો
મુંબઈનાં પ્રાણીસંગ્રહાલયમાં સિંહણ સહિત ૧૧ જાનવરના મોત
બ્રિટિશ સાંસદની પત્ની મસાજ પાર્લરની સેક્સ વર્કર બની
પેઈનકિલર્સનું વળગણ લાંબા ગાળે મોટું નુકસાન કરી શકે છે
અમેરિકાએ મધર ટેરેસાના માનમાં ટિકિટ બહાર પાડી
 
  More News
NSEનો એશિયાના ટોચના બજારોમાં સમાવેશ
જીટીએલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરે રિલાયન્સ ઈન્ફ્રાટેલ સાથેના મર્જરનો સોદો રદ કર્યો
એફઆઇઆઇની ઓલરાઉન્ડ શેરોમાં ધૂમ લેવાલી ઃ સેન્સેકસ ૩૩૯ ઉછળી ૧૮૫૬૦ અઢી વર્ષની નવી ટોચે
પાકિસ્તાનની સરકારનો તેમના ક્રિકેટરોની મિલકતોની તપાસ કરવા આદેશ
લંડન સ્થિત પાક.ના હાઇ કમિશને હમીદને ચાર કલાક બેસાડી રખાયો
યુ એસ ઓપનમાં વાવરિન્કાએ મરેને હરાવીને અપસેટ સર્જ્યો
શાહરૃખ હવે ફારાહ ખાન સાથે સુલેહના મૂડમાં
શૂટિંગ માટે અક્ષયે જન્મ દિવસ માટેનો જૂનો નિયમ તોડયો
ઋષિ, નીતુ અને રણબીર કપૂર એક જ ફિલ્મમાં
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

આપણને યાદ કઈ રીતે રહે છે! માણસ જે પ્રકારના
સોલાર પાવર વિમાનની રાત્રિસફર
નવું ખાદ્ય વનસ્પતિ તેલ
 
 

Gujarat Samachar Plus

એક ફૂલ પ્લેટ ફરાળી ડિશ હાઉસફૂલ હોટલોમાં ગુજરાતી ડિમાન્ડ
'કૃષ્ણ' શબ્દ ક્લિક કરતા ૨૦૦૦ પુસ્તકોની યાદી ઉપલબ્ધ
કોમળ કાંડામાં કીક મારવાની ૧૦૦ સીસીની તાકાત
થોડો સમય ગામડા પાછળ ફાળવતી ગુજરાતની યંગબ્રિગેડ
   
 
lagnavisha usa
   
webad1

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્ આજનું ઔષધ
આજની જોક આજની રેસીપી
   
webad2

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
 
Gujarat Samachar © 2010, All Rights Reserved