Last Update : 07-Sept.-2010, Tuesday
ચાંદીના ભાવો વધુ રૃ.૧૧૦ વધી ૩૧૮૦૦ની નવી ટોચે ઃ એરંડા અને સિંગદાણામાં તેજીનું તોફાન

 

મુંબઈ,સોમવાર
મુંબઈ સોના-ચાંદી બજારમાં આજે ચાંદીમાં તેજી આગળ વધતાં ભાવો કિલોના વધુ રૃ.૧૧૦ વદી રૃ.૩૧૮૦૦ની નવી ઉંચી ટોચને આંબી ગયા હતા. સોનામાં બે તરફી વધઘટ દેખાઈ હતી. મુંબઈ ચાંદી ૯૯૯ના ભાવો રૃ.૩૧૬૯૦ વાળા રૃ.૩૧૭૨૫ ખુલી રૃ.૩૧૮૦૦ બંધ રહ્યા હતા. વિશ્વ બજારમાં ચાંદીના ભાવો ૧૯.૮૫ વાળા આજે ઉછળી ૧૯.૯૧ ડોલલ રહ્યાના સમાચારો હતા. વિશ્વ બજાર પાછળ મુંબઈ બજારમાં પણ આજે ચાંદીમાં ઉંચી આયાત પડતરો અને ટાંચી આવકો વચ્ચે વધતી બજારે નવી વેચવાલી ધીમી રહી હતી. જો કે ઉંચા ભાવોએ નવા વેપારો પણ ધીમા રહ્યા હતા.

સોનામાં બે તરફી વધઘટ ઃ વિશ્વ બજારમાં બંને કિંમતી ધાતુઓમાં તેજીની આગેકૂચ

મુંબઈમાં છેલ્લે બાવો ચાંદીના રૃ.૩૧૮૦૦ તથા કેશમાં રૃ.૩૧૬૦૦થી ૩૧૬૫૦ રહ્યા હતા. દરમિયાન, મુંબઈમાં આજે સોનાના ભાવો ૧૦ ગ્રામના ૯૯.૫૦ના રૃ.૧૮૯૭૦ વાળા રૃ.૧૮૯૫૦ ખુલી રૃ.૧૮૯૭૫ અને ૯૯.૯૦ના રૃ.૧૯૦૬૦ વાળા રૃ.૧૯૦૪૫ ખુલી રૃ.૧૯૦૭૫ બંધ રહ્યા હતા. વિશ્વ બજારમાં સોનાના ભાવો ૧૨૪૭.૩૦ વાળા વધીને ૧૨૫૦.૫૦ ડોલર રહ્યાના સમાચારો હતા. મુંબઈમાં સોનાના ૧૦ તોલાના બિસ્કિટના ભાવો રૃ.૨૨૨૮૦૦ આસપાસ રહ્યા હતા. ડોલરના ભાવો ઘટી રૃ.૪૬.૪૫ થઈ છેલ્લે રૃ.૪૬.૫૩ રહ્યા હતા. વિશ્વ બજારમાં પણ ડોલર ઘટતાં સોનામાં ફંડોની ખરીદી ચાલુ રહ્યાના સમાચારો હતા.
મુંબઈ તેલ-બિયાં બજારમાં આજે એરંડા વાયદા બજારમાં ભાવો માં તીવ્ર ઉછાળો નોંધાયો હતો. મુંબઈ એરંડા ઓકટો.ના ભાવો રૃ૩.૦૮૦૬ વાળા રૃ.૩૮૩૬ ખુલી, ઉંચામાં રૃ.૩૮૬૪ થઈ છેલ્લે બંધ રૃ.૩૮૪૨ રહ્યા હતા. ૧૦૦ ટનના વેપારોે થયા હતા જે શનિવારે ૮૦ ટનના થયા હતા અને મથકો પાછળ મુંબઈ વાયદામાં આજે માસન લેવાનું રહ્યું હતું. દરમિયાન મુબઈ હાજર એરંડાના ભાવો રૃ.૩૮૫૦ વાળા રૃ.૩૮૬૦ રહ્યા હતા જયારે દિવેલના ભાવો રૃ.૨થી ૭ ઉછળી અનુક્રમે કોમર્શિયલના રૃ.૮૦૨, બીએસએસના રૃ.૮૧૨ તથા એફએસજી કડંલાના રૃ.૮૦૨ રહ્યા હતા. મથકોએ સતત વરસાદ વચ્ચે એરંડાની નવી આવકો અપેક્ષાથી મોડી પડવાની શક્યતા તથા શિપરોની એકધારી ખરીદી વચ્ચે એરંડા ઉછળતા રહ્યાના સમાચારો હતા. ગુજરાત-સૌરાષ્ટ્ર બાજુ આજે ૩૫૦૦થી ૩૬૦૦ ગુણીની આવકો વચ્ચે એરંડાના હાજર ભાવો વઘીને ગામડાના રૃ.૭૪૯થી ૭૫૦ રહ્યાના સમાચારો હતા. હાજર પાછળ વાયદાઓ ઉછળતા રહ્યા છે. હૈદ્રાબાદ બાજુ આજે ૩૫૦થી ૪૦૦ ગુણીની આવકો વચ્ચે એરંડાના ભાવો વધી રૃ.૩૩૫૦ તથા દિવેલના રૃ.૭૭૫ રહ્યાના નિર્દેશો હતા. ઈન્દોર બાજુ સોયાતેલ વાયદો છેલ્લે જૂનો રૃ.૪૮૨.૬૦ અને નવો રૃ.૪૯૦.૨૦ રહ્યાના સમાચારો હતા.

ખાંડમાં રૃ.૪૦નો ઉછાળો
નવી મુંબઈ ખાંડ બજારમાં આજે ભાવોમાં તેજીનો ચમકારો દેખાયો હતો. પગારની તારીખો અને તહેવારોની મોસમ વચ્ચે બજારમાં આજે ડિમાન્ડ વધી હતી. મિલોના ટેન્ડરોના સમાચારો પણ મજબૂતાઈ બતાવી રહ્યા હતા. ભાવો આજે હાજરમાં કિવ.દીઠ ૧૦થી ૪૦ ઉછળી રૃ.૨૬૧૦થી ૨૬૮૫ અને સારાના રૃ.૨૬૭૦થી ૨૭૭૦ રહ્યા હતા. નાકા ડિલીવરીના ભાવો રૃ.૨૦થી ૪૦ વધી રૃ.૨૫૯૦થી ૨૬૩૦ અને સારાના રૃ.૨૬૪૦થી ૨૬૮૫ રહ્યા હતા. મોડી સાંજે નાકાના ભાવો રૃ.૨૫૯૫થી ૨૬૫૦ અને સારાના રૃ.૨૬૧૫થી ૨૬૯૫ રહ્યા હતા. જયારે મિલો પર ભાવો છેલ્લે નાકાના ભાવોથી રૃ.૭૦ જેટલા નીચા રહ્યાના સમાચારો હતા.
ટીનમાં રૃ.૨૫૦૦નો નિકલમાં રૃ.૧૦૦૦નો ઉછાળો ઃ કોપર અને જસતમાં પણ ચમકારો
મુંબઈ ધાતુ બજારમાં આજે કોપર, ટીન, નિકલ તથા જસતના ભાવો ઉછળ્યા હતા જયારે એલ્યુમિનિયમમાં હવામાન મિશ્ર રહ્યું હતું. સીસાના ભાવો ટકેલા રહ્યા હતા. કોપર વાયર બારના ભાવો કિવ.દીઠ રૃ.૧૦૦ વધી રૃ.૪૧૭૦૦ રહ્યા હતા જયારે કોપર સ્ક્રેપના ભાવો જાતવાર રૃ.૧૦૦થી ૨૦૦ વધ્યા હતા. લંડન મેટલ એક્સ.માં આજે કોપરનો સ્ટોક ૮૦૦ ટન ઘટયો હતો અને ત્યાં ૩ મહિનાના ભાવો વધી ૭૭૦૦ પાર કરી ૭૭૧૨ ડોલર રહ્યાના સમાચારો હતા. મુંબઈમાં આજે ટીનના ભાવો રૃ.૨૫૦૦ વધી રૃ.૧૧૮૦૦૦ અને નિકલના ભાવો રૃ.૧૦૦૦ વધી રૃ.૧૧૧૫૦૦ રહ્યા હતા જયારે જસતના ભાવો રૃ.૩૦૦ વધી રૃ.૧૨૫૦૦ રહ્યા હતા. સીસામાં રૃ.૧૧૧૦૦ના મથાળે ભાવો ટકેલા રહ્યા હતા. એલ્યુ.માં આજે સ્ક્રેપના બાવો રૃ.૧૦૦ વધી રૃ.૯૪૦૦ રહ્યા હતા જયારે ઈન્ગોટના ભાવો રૃ.૧૧૭૦૦ના મથાળે શાંત રહ્યા હતા. લંડન એક્સ.માં આજે ૩ મહિનાના ભાવો વધી ટીનના ૨૧૪૫૦ ડોલર, નિકલના ૨૨૪૦ ડોલર, એલ્યુ.ના ૨૧૮૩ ડોલર, જસતના ૨૧૯૧ ડોલર અને સીસાના ૨૧૯૬ ડોલર રહ્યા હતા. ત્યાં આજે ટીનનો સ્ટોક ૧૬૦ ટન વધ્યો હતો જયારે નિકલનો ૪૬૮ ટન, એલ્યુ.નો ૫૧૭૫ ટન, જસતના ૪૭૫ ટન તથા સીસાનો ૪૦૦ ટન ઘટયાના સમાચારો હતા.
રૃમાં ગુજરાત સંકર-૪માં રૃ.૩૬૦૦૦માં ૪૦૦૦ ગાંસડીના વેપારો થયા ઃ નિકાસ સોદાનું રજીસ્ટ્રેશન ૧૫મી સપ્ટેમ્બરથી શરૃ થશે
મુંબઈ રૃ બજારમાં આજે તેજીનો માહોલ ચાલુ રહ્યો હતો. મથકોએ એકધારા વરસાદા વચ્ચે નવા પાકની આવકો વિલંબમાં પડવાની શક્યતા વચ્ચે હાજરમાં સ્પોટ પર ઉંચા ભાવો છતાં નવી વેચવાલી છૂટીછવાઈ રહી હતી. મિલોની ખરીદી ઉંચા ભાવોએ પણ ચાલુ રહી હતી. ગુજરાત સંકર-૪માં સ્પોટ પર સૌરાષ્ટ્ર લાઈનમાં ૪ હજાર ગાંસડીના વેપારો રૃ.૩૬૦૦૦માં થયાના સમાચારો હતા. નવા માલોના ભાવો ડિસેમ્બર ડિલીવરીના રૃ.૩૪૦૦૦થી ૩૪૫૦૦ રહ્યા હતા. ગુજરાત કલ્યાણના સ્પોટ ભાવો રૃ.૨૪૦૦૦થી ૨૬૦૦૦ રહ્યા હતા. એમ.પી. તથા મહારાષ્ટ્ર બાજુ ભાવો રૃ.૩૪૦૦૦થી ૩૬૦૦૦ રહ્યા હતા. એમ.પી.માં ખરગોમ અને બીજા ૨-૩ સ્ટેશનો મળીને આજે નવા કપાસની આવકો ૩૦૦૦ મણની આવી હતી. પંજાબ બાજુ નવા નરમાની આવકો ૧૨૫થી ૧૫૦ ગાડીની આવી હતી. મથકોએ નોર્થમાં નરમાના ભાવો શનિવારની સરખામણીએ આજે મણના રૃ.૧૦થી ૧૫ વધ્યાના નિર્દેશો હતા. દરમિયાન ઓકટો.થી શરૃ થનારી નવી રૃ મોસમમાં ૫૫ લાખ ગાંસડી સુધી રૃની નિકાસ કરવાની છૂટ કેન્દ્ર સરકારે આપી છે અને આ માટે નિકાસ સોદાનું રજીસ્ટ્રેશન ૧૫મી સપ્ટે.થી શરૃ થશે એવા સમાચારો હતા, ૫૫ લાખ ગાંસડીની નિકાસ સિલીંગ ભરાઈ જાય પછી વધુ નિકાસ કરવાની છૂટ આપવી કે નહિ એનો નિર્ણય નવેમ્બરમાં કરવામાં આવશે એવું દિલ્હીના સૂત્રોએ જણાવ્યું હતું.
કપાસના વાયદામાં રૃ.૫૦ કરોડના વેપારો વચ્ચે ભાવો ઉછળતા તેજીની સર્કિટ લાગી
નિકાસલક્ષી પૂછપરછ તથા સ્થાનિક મંડીઓમાં ભારે લેવાલીનાં પગલે આજે મસાલા તથા અનાજનાં વાયદા ઉંચકાયા હતા. જો કે આજે ખાસ આકર્ષણ કપાસનાં કાઉન્ટર પર જોવા મળ્યું હતું. સરકારે નિકાસની પરવાનગી આપી હોવાનાં અહેવાલ આવતાં આજે કપાસમાં ઉપલી સર્કિટ સાથે ૫૦ કરોડ રૃપિયાનાં વેપાર થયા હતા. એનસીડેક્સ ખાતે આજે કપાસ, જીરૃ તથા મરચામાં ૨થી ૩ ટકાની ઉપલી જયારે હળદર તથા ગોળના વાયદામાં ૨થી ૩ ટકાની નીચલી સર્કિટ લાગી હતી. દરમિયાન આજે સોનું, ચણા, ગુવારસીડ, એરંડા, મરી, મરચાં, જીરૃ, ઘઉં, મકાઈ તથા જવના ભાવ વધ્યા હતા. જયારે સોયાતેલ, સોયાબીન, સરસવ તથા હળદરનાં ભાવ ઘટયા મથાળે બંધ રહ્યા હતા. એરંડાનાં વાયદા આજે સવારે ૩૮૨૧ ખુલી ઉંચામાં ૩૮૫૫ તથા નીચામાં ૩૮૨૦ થઈ સાંજે ૩૮૪૫ બંધ રહ્યા હતા. આજે સાંજે પ્રથમ સત્રનાં કારોબારને અંતે ચણામાં ૦૧,૦૫,૬૫૦ ટન તથા ગુવારસીડમાં ૦૪,૩૩,૫૦૦ ટનનાં વેપાર થયા હતા. જયારે સોયાતેલનાં વાયદામાં ૦૧,૯૨,૯૨૦ ટનનાં વેપાર થયા હતા.
આજે ગુવારસીડના વાયદામાં ૯૩૨ કરોડ, ચણામાં ૨૩૭ કરોડ, સોયાતેલમાં ૯૪૮ કરોડ, સોયાબીનના વાયદામાં ૨૦૩ કરોડ, સરસવનાં વાયદામાં ૨૮૧ કરોડ તથા જીરાના વાયદામાં ૨૮૦ કરોડનાં વેપાર થયા હતા.


Share |
  More News
ગુજરાત વિધાનસભામાં સભા મોકૂફીનો કોંગ્રેસનો પ્રસ્તાવ
'ભગવા આતંકવાદની ભાષા ઉચ્ચારનારે લાગણી દુભાવી છે'
આઇએએસ પ્રદીપ શર્માને સુપ્રિમમાંથી શરતી જામીન
ગણેશોત્સવમાં આતંકવાદી હુમલાનો ભય
તહેવારોમાં નકલી ચલણી નોટ બાબતે સાવધ રહો
મુંબઈનાં પ્રાણીસંગ્રહાલયમાં સિંહણ સહિત ૧૧ જાનવરના મોત
બ્રિટિશ સાંસદની પત્ની મસાજ પાર્લરની સેક્સ વર્કર બની
પેઈનકિલર્સનું વળગણ લાંબા ગાળે મોટું નુકસાન કરી શકે છે
અમેરિકાએ મધર ટેરેસાના માનમાં ટિકિટ બહાર પાડી
 
  More News
NSEનો એશિયાના ટોચના બજારોમાં સમાવેશ
જીટીએલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરે રિલાયન્સ ઈન્ફ્રાટેલ સાથેના મર્જરનો સોદો રદ કર્યો
એફઆઇઆઇની ઓલરાઉન્ડ શેરોમાં ધૂમ લેવાલી ઃ સેન્સેકસ ૩૩૯ ઉછળી ૧૮૫૬૦ અઢી વર્ષની નવી ટોચે
પાકિસ્તાનની સરકારનો તેમના ક્રિકેટરોની મિલકતોની તપાસ કરવા આદેશ
લંડન સ્થિત પાક.ના હાઇ કમિશને હમીદને ચાર કલાક બેસાડી રખાયો
યુ એસ ઓપનમાં વાવરિન્કાએ મરેને હરાવીને અપસેટ સર્જ્યો
શાહરૃખ હવે ફારાહ ખાન સાથે સુલેહના મૂડમાં
શૂટિંગ માટે અક્ષયે જન્મ દિવસ માટેનો જૂનો નિયમ તોડયો
ઋષિ, નીતુ અને રણબીર કપૂર એક જ ફિલ્મમાં
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

આપણને યાદ કઈ રીતે રહે છે! માણસ જે પ્રકારના
સોલાર પાવર વિમાનની રાત્રિસફર
નવું ખાદ્ય વનસ્પતિ તેલ
 
 

Gujarat Samachar Plus

એક ફૂલ પ્લેટ ફરાળી ડિશ હાઉસફૂલ હોટલોમાં ગુજરાતી ડિમાન્ડ
'કૃષ્ણ' શબ્દ ક્લિક કરતા ૨૦૦૦ પુસ્તકોની યાદી ઉપલબ્ધ
કોમળ કાંડામાં કીક મારવાની ૧૦૦ સીસીની તાકાત
થોડો સમય ગામડા પાછળ ફાળવતી ગુજરાતની યંગબ્રિગેડ
   
 
lagnavisha usa
   
webad1

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્ આજનું ઔષધ
આજની જોક આજની રેસીપી
   
webad2

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
 
Gujarat Samachar © 2010, All Rights Reserved