Last Update : 07-Sept.-2010, Tuesday
એફઆઇઆઇની ઓલરાઉન્ડ શેરોમાં ધૂમ લેવાલી ઃ સેન્સેકસ ૩૩૯ ઉછળી ૧૮૫૬૦ અઢી વર્ષની નવી ટોચે
સફળ ચોમાસુ, યુ.એસ.માં ખાનગી ક્ષેત્રે રોજગારીમાં વૃદ્ધિએ ડબલ ડીપ મંદીનો ભય ટળતા

(ગુજરાત સમાચાર પ્રતિનિધિ) મુંબઇ, સોમવાર
આંતરરાષ્ટ્રીય મોરચે ગત અઠવાડિયાના અંતે અમેરિકી રોજગારીના આંક ધારણાથી સારા આવતા ડબલ ડીપ મંદીની ચિંતા હળવા થતાં તેમ જ ઘરઆંગણે ચોમાસું દેશવ્યાપી સફળ રહેતાં હવે કૃષિ-ઔદ્યોગિક બન્ને ક્ષેત્રે ઊંચી વૃદ્ધિના અંદાજોએ ઇન્ડિયા ગ્રોથ સ્ટોરીમાં વિશ્વાસે આજે એફઆઇઆઇઝ- વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ સપ્તાહના આરંભે જ દિગ્ગજો- મહારથીઓ- બિગબુલના સથવારે તેજીનું તોફાન આગળ વધાર્યું હતું. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે સરકારની જંગી મૂડી રોકાણની યોજનાએ આગામી વર્ષોમાં સિમેન્ટ, મેટલ માટે મોટી માગ નીકળવાના અંદાજોએ કંપનીઓની જંગી વિસ્તરણ યોજનામાં હિન્દાલ્કોએ ચાલુ વર્ષમાં રૃા. ૧૦૦૦૦ કરોડ અને વર્ષ ૨૦૧૪ સુધીમાં રૃા. ૪૦૦૦૦ કરોડના મૂડી ખર્ચની યોજના જાહેર કરતા અને ટાટા સ્ટીલ દ્વારા નવી મોટી મૂડી ઊભી કરવાની યોજનાએ અને તાજેતરમાં જીડીપી-આર્થિક વૃદ્ધિના ૮.૮ ટકાથી વધુ અંદાજોએ આજે હિન્દાલ્કો, સ્ટરલાઇટ, ટાટા સ્ટીલની આગેવાનીમાં મેટલ શેરો સાથે ધિરાણ વ્યાજ દરોમાં વધારા છતાં ધિરાણ વૃદ્ધિ ઊંચી રહેવાના અંદાજોએ બેંક શેરો, યુ.એસ.ના સારા સમાચારે આઇટી શેરોમાં ફંડો આરંભથી જ ધૂમ લેવાલ રહ્યા હતા. સારા વરસાદ અને ઓગસ્ટ મહિનાના ઓટો કંપનીઓના વેચાણમાં પ્રોત્સાહક વૃદ્ધિએ બજાજ ઓટોની આગેવાનીમાં ઓટો શેરોમાં લોકલ- વિદેશી ફંડોની નોંધનીય લેવાલીએ તેજીએ વેગ પકડી છેલ્લા કલાકમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં મોટી લેવાલીએ સેન્સેક્ષ તાજેતરની ટોચ કુદાવી ૧૯૦૦૦ તરફ ધસતો જોવાયો હતો. સેન્સેક્ષ આગલા બંધ ૧૮૨૨૧.૪૩ સામે ૧૮૧૨૪.૨૯ ખુલી આરંભથી જ મેટલ શેરોમાં તેજીએ સળસળાટ વધતો રહી એક તબક્કે અઢી વર્ષની નવી ઊંચાઇએ ૩૭૮.૮૭ પોઇન્ટના ઉછાળે ઉપરમાં ૧૮૬૦૦.૩૦ થઇ અંતે ૩૩૮.૬૨ પોઇન્ટની છલાંગે ૧૮૫૬૦.૦૫ની અઢી વર્ષની નવી ટોચે બંધ રહ્યો હતો.
sharebazaarનિફ્ટીમાં બિગબુલનું ફરી ૫૭૪૦ ધ્યાને તોફાન ઃ એલીફન્ટે પણ નિફ્ટીમાં મોટું લેણ કર્યું!
એનએસઇનો નિફ્ટી કેશ ઇન્ડેક્ષ આગલા બંધ ૫૪૭૯.૪૦ સામે ૫૪૭૯.૫૫ ખુલી એક તબક્કે ૧૧૦ પોઇન્ટની છલાંગે ઉપરમાં ૫૫૮૯.૪૦ સુધી જઇ અંતે ૯૭.૫૫ પોઇન્ટના ઉછાળે ૫૫૭૬.૯૫ બંધ રહ્યો હતો. ડેરીવેટીવ્ઝમાં નિફ્ટી બેઝડ તેડજીના ફૂંફાળામાં આજે બિગબુલે ટાર્ગેટ ૫૭૪૦ ધ્યાને એફઆઇઆઇઝના સથવારે ધૂમ મચાવતા નિફ્ટી સપ્ટેમ્બર ફ્યુચર ૪૧૪૪૩૪ કોન્ટ્રેક્ટસમાં રૃા. ૧૧૫૦૬ કરોડના ટર્નઓવરે ૫૪૮૪.૯૦ સામે ૫૫૧૦.૫૦ ખુલી ઉપરમાં ૫૫૮૯.૨૫ થઇ અંતે ૫૫૭૬ બોલાતો હતો. નિફ્ટીમાં બિગબુલના તોફાન છતાં ૫૭૪૦ સુધીના ટાર્ગેટમાં નફો બુક કરવા આગળ આવવાની ચર્ચા સામે એલીફન્ટ (આરઝેડે) મેટલ હેવીવેઇટ શેરો હિન્દાલ્કો, ટાટા સ્ટીલની સાથે નિફ્ટીમાં મોટું લેણ કર્યાની ચર્ચા હતી.
બડે બંધુના સારથી સાઇલેન્ટ મહારથીની રિલાયન્સમાં એકાએક લેવાલી ઃ વ્હાઇટ દિગ્ગજે વેચાણ કાપ્યું!
નિફ્ટી સપ્ટેમ્બર ઉપરમાં ઇન્ટ્રા-ડે ૫૫૮૯.૪૦ની અઢી વર્ષની નવી ટોચ બનાવ્યા સાથે આજે બપોરે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં વ્હાઇટ દિગ્ગજની વેચવાલી સામે પડીને બડે બંધુના સારથીએ એકાએક સાઇલેન્ટ મહારથીના સથવારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં મોટાંપાયે લેવાલી શરૃ કરી દેતા વ્હાઇટ દિગ્ગજે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સાથે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં કરેલા વેચાણને સાવચેતીમાં કાપવાની શરૃઆત કરી દીધાની ચર્ચા હતી. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ કેશમાં રૃા. ૨૭.૬૦ ઉછળીને રૃા. ૯૫૩.૨૦, સપ્ટેમ્બર ફ્યુચર ૪૬૦૫૫ કોન્ટ્રેક્ટસમાં રૃા. ૧૦૯૩ કરોડના ટર્નઓવરે રૃા. ૯૩૩.૬૦ સામે રૃા. ૯૩૫ ખુલી નીચામાં રૃા. ૯૨૭.૬૦ થઇ ઉપરમાં રૃા. ૯૬૨.૩૦ સુધી જઇ અંતે રૃા. ૯૫૮.૬૫ બોલાતો હતો.
હિન્દાલ્કોની રૃા. ૪૦૦૦૦ કરોડની યોજના ઃ એલીફન્ટની ધૂમ તેજીએ રૃા. ૮ ઉછળ્યો ઃ ટાટા સ્ટીલ રૃા. ૩૬ ઉછળ્યો
મેટલની શેરોની તોફાની તેજીની આગેવાની આજે હિન્દાલ્કોએ લીધા બાદ અંતે ટાટા સ્ટીલે તેજીને અંતે લાલચોળ કરી મૂકી હતી. હિન્દાલ્કોની વર્ષ ૨૦૧૪ સુધીમાં રૃા. ૪૦૦૦૦ કરોડના મૂડી ખર્ચની જંગી યોજનાએ એલ્યુમીનીયમ ક્ષેત્રે કંપની વૈશ્વિક જાયન્ટ બનવા આગળ વધતા શેરમાં એલીફન્ટ ઇન્વેસ્ટરે લાવલાવ મૂકતા શેર રૃા. ૮.૧૫ ઉછળીને રૃા. ૧૭૮.૫૫ રહ્યો હતો. જ્યારે ટાટા સ્ટીલની મોટી રોકાણ યોજનાએ નાણા ઊભા કરવાની તૈયારીએ શેર રૃા. ૩૫.૬૫ ઉછળીને રૃા. ૫૭૫.૬૦, સ્ટરલાઇટ ઇન્ડસ્ટ્રીઝ રૃા. ૫.૮૫ ઉછળીને રૃા. ૧૬૪.૪૦, જેએસડબલ્યુ સ્ટીલ રૃા. ૩૩.૯૦ ઉછળીને રૃા. ૧૧૯૬.૫૫, જિન્દાલ શો રૃા. ૬ વધીને રૃા. ૨૧૫.૬૦, વેલ્સ્પન કોર્પ રૃા. ૬.૯૦ વધીને રૃા. ૨૫૧.૧૫, સેઇલ રૃા. ૪.૩૫ વધીને રૃા. ૧૯૫.૫૦, એનએમડીસી રૃા. ૪.૭૦ વધીને રૃા. ૨૫૩.૯૫, જિન્દાલ સ્ટીલ રૃા. ૧૧.૪૫ વધીને રૃા. ૬૯૪.૭૦, નાલ્કો નામિબિયાની યુરેનીયમ એસેટ મેળવવાની તૈયારીએ રૃા. ૬.૩૦ વધીને રૃા. ૪૦૮.૩૫, હિન્દુસ્તાન ઝિંક રૃા. ૧૩.૫૫ વધીને રૃા. ૧૦૯૫.૧૦, સેસાગોવા રૃા. ૩ વધીને રૃા. ૩૨૦.૮૦ રહ્યા હતા. બીએસઇ મેટલ ઇન્ડેક્ષ ૫૩૨.૨૪ પોઇન્ટની છલાંગે ૧૫૮૭૮.૮૦ રહ્યો હતો. લંડન મેટલ એક્ષચેન્જમાં નોન-ફેરસ મેટલના ભાવો ચીનના હોમ વેચાણના પ્રોત્સાહક આંકડા અને મેન્યુફેક્ટરીંગ પ્રવૃત્તિ વધ્યાના અહેવાલે ઊંચકાઇ આવતા મેટલ શેરોમાં તેજીને વેગ મળ્યો હતો.
બેંકિંગ ક્ષેત્રે વ્યાજ દર વૃદ્ધિ છતાં ધિરાણ વૃદ્ધિના સંયોગોએ આઇસીઆઇસીઆઇ, સ્ટેટ બેંક ઉછળ્યા
આર્થિક વૃદ્ધિના ઊંચા ૮.૮ ટકાથી વધુ અંદાજ અને સારા વરસાદે મોંઘવારી અંકુશમાં રહેવા ઉપરાંત ગ્રામીણ ક્ષેત્રે ઓટો, કન્ઝ્યુમર ક્યુરેબલ્સ સહિતની માગ વધવાના અંદાજો સાથે બેંકોની ધિરાણ વૃદ્ધિ પણ જળવાઇ રહેવાના ઉજળા સંયોગોએ બેંકિંગ શેરોમાં ફંડોની મોટી લેવાલી રહી હતી. આઇસીઆઇસીઆઇ બેંક રૃા. ૩૮.૦૫ ઉછળીને રૃા. ૧૦૩૭.૭૦, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા રૃા. ૮૫.૨૫ ઉછળીને રૃા. ૨૮૫૮.૭૫, એચડીએફસી રૃા. ૪.૨૫ વધીને રૃા. ૬૩૪.૮૫, એચડીએફસી બેંક રૃા. ૧૨.૧૫ વધીને રૃા. ૨૨૦૫.૭૫, પીએનબી રૃા. ૧૮.૩૦ વધીને રૃા. ૧૨૧૮.૯૫, ફેડરલ બેંક રૃા. ૪.૬૫ વધીને રૃા. ૩૫૧, યશ બેંક રૃા. ૩.૮૫ વધીને રૃા. ૩૨૨.૪૫, એક્સીસ બેંક રૃા. ૧૫.૯૫ વધીને રૃા. ૧૩૯૫.૯૦, કેનરા બેંક રૃા. ૬ વધીને રૃા. ૫૩૯.૭૦, આઇડીબીઆઇ બેંક રૃા. ૧.૩૦ વધીને રૃા. ૧૨૯.૫૦, બેંક ઓફ બરોડા રૃા. ૭.૪૫ વધીને રૃા. ૮૩૧.૯૫, યુનાઇટેડ બેંક રૃા. ૩.૩૫ વધીને રૃા. ૧૦૪.૯૦, જેએન્ડકે બેંક રૃા. ૧૧.૫૫ વધીને રૃા. ૭૭૦.૩૦, સ્ટેટ બેંક ત્રાવણકોર રૃા. ૯.૭૫ વધીને રૃા. ૮૬૨.૪૫ રહ્યા હતા. બીએસઇ બેંકેક્ષ ઇન્ડેક્ષ ૨૫૭.૨૬પોઇન્ટ ઉછળીને ૧૨૭૨૮.૭૩ રહ્યો હતો.
યુ.એસ. પાછળ આઇટી શેરોમાં આકર્ષણ ઃ ઇન્ફોસીસ રૃા. ૬૦, ટીસીએસ રૃા. ૧૬ ઉછળ્યા
યુ.એસ.માં બેરોજગારીનું પ્રમાણ ધારણાથી ઓછું રહી રોજગારીની ખાનગી ક્ષેત્રે તકો વધ્યાના આંકડાએ આઇટી શેરોમાં ફંડો લેવાલ રહ્યા હતા. ઇન્ફોસીસ રૃા. ૫૯.૮૫ વધીને રૃા. ૨૮૩૧.૫૦, ટીસીએસ રૃા. ૧૫.૮૦ વધીને રૃા. ૮૫૩.૧૦, વિપ્રો રૃા. ૩.૩૦ વધીને રૃા. ૪૦૪.૬૫, એમ્ફેસીસ રૃા. ૨૩.૬૦ ઉછળીને રૃા. ૬૫૦.૩૫, ફાઇનાન્શિયલ ટેક્નોલોજી રૃા. ૧૪.૮૦ વધીને રૃા. ૧૩૬૫.૬૫, પટની કોમ્પ્યુટર રૃા. ૪.૬૫ વધીને રૃા. ૪૫૫.૧૦, એચસીએલ ટેક્નો રૃા. ૨.૧૫વધીને રૃા. ૪૦૪.૪૦, ઓરેકલ ફીનસર્વ રૃા. ૮.૪૦ વધીને રૃા.૨૦૬૦ રહ્યા હતા. બીએસઇ આઇટી ઇન્ડેક્ષ ૧૦૨.૫૮ પોઇન્ટ વધીને ૫૫૬૩.૩૨ રહ્યો હતો.

સેઇલમાં એલીફન્ટ, વેલ્સ્પન કોર્પમાં ભાવ-નાખેલાડીનું છેલ્લી ઘડીમાં લેણ થયું!
મેટલ શેરોની તોફાની તેજીમાં સેઇલમાં બ્રેક આઉટ નજીક આવ્યાના અને એલીફન્ટે છેલ્લી ઘડીમાં લેણ કર્યાની ચર્ચા વચ્ચે રૃા. ૪.૩૫ વધીને રૃા. ૧૯૫.૫૦, વેલસ્પન કોર્પ પણ છેલ્લી ઘડીમાં ભાવ-ના ખેલાડીએ લેણ કર્યાની ચર્ચા વચ્ચે રૃા. ૬.૯૦ વધીને રૃા. ૨૫૧.૧૫ રહ્યા હતાં.
રીયાલ્ટી શેરોમાં સાવચેતીમાં શોર્ટ કવરીંગ
સારા વરસાદ સાથે પાછલા દિવસોમાં રીયાલ્ટી શેરોમાં ઓવરબોટ પોઝિશન હળવી થઇ જતાં સાવચેતીમાં વેચાણો કપાવા લાગ્યા બાદ આજે રીયાલ્ટી શેરોમાં પસંદગીની લેવાલી નીકળી હતી. ડીએલએફ રૃા. ૫.૨૦ વધીને રૃા. ૩૧૮.૩૫, એચડીઆઇએલ રૃા. ૯.૫૫ વધીને રૃા. ૨૭૫.૬૫, પેનીનસુલા લેન્ડ રૃા. ૨.૨૫ વધીને રૃા. ૬૪, શોભા ડેવલપર્સ રૃા. ૧૦.૬૫ વધીને રૃા. ૩૬૩.૪૦, ઇન્ડિયાબુલ્સ રીયલ એસ્ટેટ રૃા. ૩.૩૦ વધીને રૃા. ૧૭૯.૫૦, યુનીટેક રૃા. ૨.૩૫ વધીને રૃા. ૮૩.૫૦ રહ્યા હતા. બીએસઇ રીયાલ્ટી ઇન્ડેક્ષ ૬૯.૧૯ પોઇન્ટ વધીને ૩૫૫૭.૦૮ રહ્યો હતો.
સારા વરસાદે ઓટો શેરોમાં પૂરપાટ તેજી
ઓગસ્ટ મહિનાના વાહનોના વેચાણના પ્રોત્સાહક આંકડા બાદ સારા વરસાદે ઓટો શેરોની તેજી આગળ વધી હતી. મારૃતી સુઝુકી રૃા. ૩૧.૧૫ વધીને રૃા. ૧૩૦૩.૨૦, ટાટા મોટર્સ રૃા. ૨૨.૨૦ વધીને રૃા. ૧૦૩૪.૭૫, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૃા. ૨.૬૫ વધીને રૃા. ૬૩૩.૪૫, બજાજ ઓટો રૃા. ૧૩૨.૮૫ ઉછળીને રૃા. ૩૦૦૪.૬૦, એમટેક ઓટો રૃા. ૪.૫૦ વધીને રૃા. ૧૯૦.૫૫, ભારત ફોર્જ રૃા. ૨.૯૦ વધીને રૃા. ૩૬૮.૬૦, એક્સાઇડ ઇન્ડસ્ટ્રી રૃા. ૪.૭૦ વધીને રૃા. ૧૬૩.૫૫ રહ્યા હતા. બીએસઇ ઓટો ઇન્ડેક્ષ ૧૫૩.૧૩ પોઇન્ટ ઉછળીને ૯૧૨૩.૬૧ રહ્યો હતો.
ટાયર શેરોની તોફાની દોટ
ઓટો વેચાણના પ્રોત્સાહક આંકડા સાથે ટાયર કંપનીઓના વેચાણમાં પણ મોટી વૃદ્ધિએ ટાયર શેરોમાં આજે તેજીનું તોફાન સર્જાયું હતું. અપોલો ટાયર રૃા. ૫.૩૫ ઉછળીને રૃા. ૮૭.૧૦, એમઆરએફ રૃા. ૩૯૯.૧૫ ઉછળીને રૃા. ૯૦૫૯.૧૫, સીયાટ રૃા. ૨૬.૬૫ ઉછળીને રૃા. ૧૯૧.૭૫, જેકે ટાયર રૃા. ૧૩.૮૫ ઉછળીને રૃા. ૧૯૮.૬૫, ડનલોપ ઇન્ડિયા રૃા. ૩.૧૦ વધીને રૃા. ૭૩.૧૫ રહ્યા હતાં.
સ્મોલ-મિડ કેપ શેરોમાં તોફાની તેજી
'બી' ગુ્રપ, સ્મોલ-મિડ કેપ શેરોમાં પણ વ્યાપક તેજીના તોફાને માર્કેટબ્રેડથ પોઝિટીવ રહી હતી. બીએસઇમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૦૭૬ સ્ક્રીયમાંથી વધનારની સંખ્યા ૨૦૭૨ રહી હતી. જ્યારે ઘટનારની ૮૮૧ રહી હતી. ૨૮૩ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ હતી. જ્યારે ૯૪ શેરોમાં ઓનલી સેલરની નીચલી સર્કિટ હતી.
એફઆઇઆઇની રૃા. ૯૪૬ કરોડની ખરીદી
તેજીના તોફાન સાથે બીએસઇમાં લિસ્ટેડ કંપનીઓના શેરોનું મળીને કુલ માર્કેટ કેપિટલાઇઝેશન રૃા. ૬૭.૨૧ લાખ કરોડથી રૃા. ૯૭ હજાર કરોડ વધીને રૃા. ૬૮.૧૮ લાખ કરોડ થયું હતું. એફઆઇઆઇઝ- વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ આજે રૃા. ૯૪૬ કરોડના શેરોની અને ડીઆઇઆઇઝ સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ ૧.૩૯૨ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી કરી હતી. એફઆઇઆઇઝે કુલ રૃા. ૨૭૫૦.૧૮ કરોડની ખરીદી સામે કુલ રૃા. ૧૮૦૩.૬૫ કરોડના શેરોનું વેચાણ કર્યું હતું.


Share |
  More News
ગુજરાત વિધાનસભામાં સભા મોકૂફીનો કોંગ્રેસનો પ્રસ્તાવ
'ભગવા આતંકવાદની ભાષા ઉચ્ચારનારે લાગણી દુભાવી છે'
આઇએએસ પ્રદીપ શર્માને સુપ્રિમમાંથી શરતી જામીન
ગણેશોત્સવમાં આતંકવાદી હુમલાનો ભય
તહેવારોમાં નકલી ચલણી નોટ બાબતે સાવધ રહો
મુંબઈનાં પ્રાણીસંગ્રહાલયમાં સિંહણ સહિત ૧૧ જાનવરના મોત
બ્રિટિશ સાંસદની પત્ની મસાજ પાર્લરની સેક્સ વર્કર બની
પેઈનકિલર્સનું વળગણ લાંબા ગાળે મોટું નુકસાન કરી શકે છે
અમેરિકાએ મધર ટેરેસાના માનમાં ટિકિટ બહાર પાડી
 
  More News
NSEનો એશિયાના ટોચના બજારોમાં સમાવેશ
જીટીએલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરે રિલાયન્સ ઈન્ફ્રાટેલ સાથેના મર્જરનો સોદો રદ કર્યો
એફઆઇઆઇની ઓલરાઉન્ડ શેરોમાં ધૂમ લેવાલી ઃ સેન્સેકસ ૩૩૯ ઉછળી ૧૮૫૬૦ અઢી વર્ષની નવી ટોચે
પાકિસ્તાનની સરકારનો તેમના ક્રિકેટરોની મિલકતોની તપાસ કરવા આદેશ
લંડન સ્થિત પાક.ના હાઇ કમિશને હમીદને ચાર કલાક બેસાડી રખાયો
યુ એસ ઓપનમાં વાવરિન્કાએ મરેને હરાવીને અપસેટ સર્જ્યો
શાહરૃખ હવે ફારાહ ખાન સાથે સુલેહના મૂડમાં
શૂટિંગ માટે અક્ષયે જન્મ દિવસ માટેનો જૂનો નિયમ તોડયો
ઋષિ, નીતુ અને રણબીર કપૂર એક જ ફિલ્મમાં
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

આપણને યાદ કઈ રીતે રહે છે! માણસ જે પ્રકારના
સોલાર પાવર વિમાનની રાત્રિસફર
નવું ખાદ્ય વનસ્પતિ તેલ
 
 

Gujarat Samachar Plus

એક ફૂલ પ્લેટ ફરાળી ડિશ હાઉસફૂલ હોટલોમાં ગુજરાતી ડિમાન્ડ
'કૃષ્ણ' શબ્દ ક્લિક કરતા ૨૦૦૦ પુસ્તકોની યાદી ઉપલબ્ધ
કોમળ કાંડામાં કીક મારવાની ૧૦૦ સીસીની તાકાત
થોડો સમય ગામડા પાછળ ફાળવતી ગુજરાતની યંગબ્રિગેડ
   
 
lagnavisha usa
   
webad1

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્ આજનું ઔષધ
આજની જોક આજની રેસીપી
   
webad2

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
 
Gujarat Samachar © 2010, All Rights Reserved