Last Update : 07-Sept.-2010, Tuesday
NSEનો એશિયાના ટોચના બજારોમાં સમાવેશ
BSEની CAMSનો હિસ્સો ખરીદવા વાટાઘાટ
એશિયા-પેસિફિક શેરબજારોમાં એનએસઈ સૌથી સફળ શેરબજાર તરીકે ઊભર્યું

અમદાવાદ, સોમવાર
દેશના બેઉ આગેવાન શેરબજાર આજે ટોક ઓફ ધ નેશન બન્યા હતા. મુંબઈ શેરબજારે કોમ્પ્યુટર એજ મેનેજમેન્ટ સર્વિસિસ (સીએએમએસ)નો હિસ્સો ખરીદવા વાટાઘાટો હાથ ધરી હોવાના અહેવાલો સાંપડે છે. તો બીજી તરફ નેશનલ સ્ટોક એક્સચેન્જ ડેરિવેટિવ્ઝ કોન્ટ્રાકટરમાં સૌથી વધુ પ્રમાણમાં ટ્રેડિંગ વોલ્યુમ નોંધાવવાની સાથે એશિયા-પેસિફિકના ટોચના બે બજારમાં સ્થાન મેળવ્યું છે.
મળતી માહિતી મુજબ મુંબઈ શેરબજાર (બીએસઈ) દ્વારા રોકાણકારોને સેવા આપતી કોમ્પ્યુટરએજ મેનેજમેન્ટ સર્વિસિસમાં ૫૧ ટકા જેટલો નિયંત્રણાત્મક હિસ્સો ખરીદવા કવાયત હાથ ધરી છે. આ હિસ્સો ખરીદવા બીએસઈ દ્વારા વાટાઘાટો પણ હાથ ધરવામાં આવી છે. બીએસઈએના સૂત્રોએ આ બાબતે કોઈ ટિપ્પણી કરવાનો ઇન્કાર કર્યો હતો.
બીએસઈ ૫૧ ટકા જેટલો હિસ્સો શેરધારકો પાસેથી ખરીદે તેવી શક્યતા છે. જેમાં મોર્ગેજ ધિરાણકાર અને ખાનગી ફંડોનો સમાવેશ થાય છે.
અત્રે એ ઉલ્લેખનીય રહેશે કે બીએસઈ દ્વારા બિઝનેસમાં વૃદ્ધિ થાય તે માટે કવાયત હાથ ધરવામાં આવી રહી છે. આ કવાયતના ભાગરૃપે તે આ હિસ્સો હસ્તગત કરવા કવાયત હાથ ધરી રહી છે. અગાઉ બીએસઈ દ્વારા સેન્ટ્રલ ડિપોઝીટરી સર્વિસીસમાં હિસ્સો વધારીને ૫૧ ટકાથી વધુ કર્યો છે. દરમિયાન દેશના સૌથી મોટા શેરબજાર નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઈ) ડેરિવેટિવ્ઝ કોન્ટ્રેક્ટમાં સૌથી વધુ પ્રમાણમાં ટ્રેડિંગ વોલ્યુમ નોંધાવવાની સાથે એશિયા-પેસિફિક શેરબજારો પૈકીના એક શેરબજાર તરીકે રેટ ધરાવે છે. તેમ તાજેતરમાં ગ્લોબલ કન્સલ્ટન્સી કેલેન્ટ દ્વારા હાથ ધરાયેલ એક અભ્યાસમાં જણાવ્યું હતું.
આ અહેવાલમાં જણાવ્યા મુજબ ઘરઆંગણે આર્થિક વૃદ્ધિમાં નોંધાયેલ વૃદ્ધિના પગલે શેરબજારમાં પણ વૃદ્ધિ નોંધાતા ડેરિવેટિવ્ઝ ટ્રેડિંગમાં વધારો થતા એનએસઈને બહુમાન મળ્યું છે.
એશિયા-પેસિફિક શેરબજારોમાં કોરિયા એક્સચેન્જ અને ભારતનું નેશનલ સ્ટોક એક્સચેન્જ સૌથી સફળ શેરબજાર તરીકે ઊભર્યું છે. અને ફાયનાન્સીયલ ડેરિવેટિવ્ઝ કોન્ટ્રેક્ટ ટ્રેડિંગ વોલ્યુમની દ્રષ્ટિએ અગ્રણી એક્સચેન્જમાં સ્થાન ધરાવે છે. આ બંને શેરબજાર વિશ્વના અન્ય બજારો સાથે ડેરિવેટિવ્ઝ ટ્રેડિંગમાં સ્પર્ધા કરી રહ્યા છે. આ બંને એક્સચેન્જોએ તેમના ઉત્પાદનની કેટેગરી રજૂ કરી દીધી છે.
એશિયા-પેસિફિકના અન્ય બજારોમાં ઓસાકા સિક્યોરિટી એક્સચેન્જ, તાઈવાન, ફયુચર્સ એક્સચેન્જ અને હોંગકોંગ એક્સચેન્જીસ એન્ડ કિલયરીંગનો સમાવેશ થાય છે.


 

 

Share |
  More News
ગુજરાત વિધાનસભામાં સભા મોકૂફીનો કોંગ્રેસનો પ્રસ્તાવ
'ભગવા આતંકવાદની ભાષા ઉચ્ચારનારે લાગણી દુભાવી છે'
આઇએએસ પ્રદીપ શર્માને સુપ્રિમમાંથી શરતી જામીન
ગણેશોત્સવમાં આતંકવાદી હુમલાનો ભય
તહેવારોમાં નકલી ચલણી નોટ બાબતે સાવધ રહો
મુંબઈનાં પ્રાણીસંગ્રહાલયમાં સિંહણ સહિત ૧૧ જાનવરના મોત
બ્રિટિશ સાંસદની પત્ની મસાજ પાર્લરની સેક્સ વર્કર બની
પેઈનકિલર્સનું વળગણ લાંબા ગાળે મોટું નુકસાન કરી શકે છે
અમેરિકાએ મધર ટેરેસાના માનમાં ટિકિટ બહાર પાડી
 
  More News
NSEનો એશિયાના ટોચના બજારોમાં સમાવેશ
જીટીએલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરે રિલાયન્સ ઈન્ફ્રાટેલ સાથેના મર્જરનો સોદો રદ કર્યો
એફઆઇઆઇની ઓલરાઉન્ડ શેરોમાં ધૂમ લેવાલી ઃ સેન્સેકસ ૩૩૯ ઉછળી ૧૮૫૬૦ અઢી વર્ષની નવી ટોચે
પાકિસ્તાનની સરકારનો તેમના ક્રિકેટરોની મિલકતોની તપાસ કરવા આદેશ
લંડન સ્થિત પાક.ના હાઇ કમિશને હમીદને ચાર કલાક બેસાડી રખાયો
યુ એસ ઓપનમાં વાવરિન્કાએ મરેને હરાવીને અપસેટ સર્જ્યો
શાહરૃખ હવે ફારાહ ખાન સાથે સુલેહના મૂડમાં
શૂટિંગ માટે અક્ષયે જન્મ દિવસ માટેનો જૂનો નિયમ તોડયો
ઋષિ, નીતુ અને રણબીર કપૂર એક જ ફિલ્મમાં
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

આપણને યાદ કઈ રીતે રહે છે! માણસ જે પ્રકારના
સોલાર પાવર વિમાનની રાત્રિસફર
નવું ખાદ્ય વનસ્પતિ તેલ
 
 

Gujarat Samachar Plus

એક ફૂલ પ્લેટ ફરાળી ડિશ હાઉસફૂલ હોટલોમાં ગુજરાતી ડિમાન્ડ
'કૃષ્ણ' શબ્દ ક્લિક કરતા ૨૦૦૦ પુસ્તકોની યાદી ઉપલબ્ધ
કોમળ કાંડામાં કીક મારવાની ૧૦૦ સીસીની તાકાત
થોડો સમય ગામડા પાછળ ફાળવતી ગુજરાતની યંગબ્રિગેડ
   
 
lagnavisha usa
   
webad1

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્ આજનું ઔષધ
આજની જોક આજની રેસીપી
   
webad2

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
 
 
Gujarat Samachar © 2010, All Rights Reserved