Last Update : 07-Sept.-2010, Tuesday

અઠવાડિક ભવિષ્ય તા.૫-૯-૨૦૧૦ રવિવાર થી તા.૧૧-૯-૨૦૧૦ શનિવાર સુધી

 

મેષ (અ.લ.ઈ.)
સપ્તાહના પ્રારંભે આપની રાશિનો અધિપતિ તુલા રાશિમાં પરિભ્રમણ શરૂ કરતાં, આપના આનંદ, ઉત્સાહ, આત્મવિશ્વાસમાં વધારો થાય તેવી કામગીરી થાય. ઘર, પરિવારના કામમાં સાનુકૂળતા રહે. નવી ઓળખાણ, મિત્રતા થાય. જુના સંબંધો, સંસ્મરણો તાજા થાય. ધર્મકાર્ય, શુભકાર્યથી હૃદય-મનની પ્રસન્નતા રહે. પત્ની સંતાનના કામમાં ઘ્યાન આપી શકો. ખર્ચ ખરીદી થાય. નોકરી, ધંધાના કામમાં વ્યસ્તતા રહે. સીઝનલ ધંધો મળી રહે, આવક આવવાથી નાણાંની લેવડ દેવડનો વ્યવહાર સચવાઈ રહે. તા. ૫ રવિ શાંતિથી, ધીરજથી કામકાજ કરવું. ૬ સોમ નોકરી ધંધાના, ઘર, પરિવારના કામમાં ઉચાટ રહે. ૭ મંગળ વિલંબમાં પડેલા કામમાં ઘ્યાન આપી શકો. ૮ બુધ યાત્રા પ્રવાસ, ધર્મકાર્ય થાય, ખર્ચ થાય. ૯ ગુરૂ નોકરી-ધંધાના કામની વ્યસ્તતા રહે. ૧૦ શુક્ર પત્ની-સંતાનના કામમાં ઘ્યાન આપવું પડે. ૧૧ શની સગા સંબંધી-મિત્રવર્ગથી આનંદ, બહાર જવાનું થાય.

 

વૃષભ (બ.વ.ઉ.)
આપે ધીરજ, શાંતિ રાખી પોતાના તેમજ અન્યના કામમાં ઘ્યાન રાખવું. શેરોના, મકાન, જમીન, મીલ્કતના, સગા સંબંધી-મિત્રવર્ગના કામકાજમાં ઉતાવળ કરવી નહીં. ઉશ્કેરાટ, વિવાદ કરવો નહીં તે સિવાય નોકરી, ધંધાના કામમાં ધીરે ધીરે હળવાશ, રાહત અનુભવતા જાવ. વિલંબમાં પડેલ કામકાજ ઉકેલાય. ધંધો મળવાની શરૂઆત થાય. કાગળ, કાપડ, તૈયાર વસ્ત્રોના ધંધામાં, ખાણીપીણીના ધંધામાં, ટ્રાવેલ્સના ધંધામાં ધંધો મળી રહે. ભાઈભાંડુ, સગા સંબંધીવર્ગના કામ અંગે ચિંતા પછી હળવાશ થતી જણાય. ધર્મકાર્ય, શુભકાર્ય અંગે ખર્ચ થાય. બહાર કે બહારગામ જવાનું થાય. આનંદ રહે. તા. ૫ રવિ શાંતિથી આજનો દિવસ પસાર કરી લેવો. ૬ સોમ નોકરી, ધંધાના કામ અંગે કોઈને મળવાનું થાય. ૭ મંગળ આકસ્મિક ચિંતા-ઉચાટ-બેચેની જણાય. ૮ બુધવાર શાંતિથી, ધીરજથી કામકાજ કરવું. વધારાનો ખર્ચ થાય. ૯ ગુરૂ કામકાજમાં પ્રગતિ, હળવાશ. ૧૦ શુક્ર નોકરી ધંધાનું કામ થાય. ૧૧ શની ધર્મકાર્ય, શુભકાર્ય થાય, આનંદ રહે.

મિથુન (ક.છ.ઘ.)
વિવાદ, નુકસાન થાય તેવો કોઈ નિર્ણય કે તમારી ભૂલ, જીદ્દ, મુમતના કારણે અન્યના દોરવાયા જવાના કારણે તમે મુશ્કેલીમાં મુકાવ. બુદ્ધિભ્રમ, ચિત્તભ્રમ જેવું લાગ્યા કરે. તે સિવાય ધર્મકાર્ય, ભક્તિપૂજા, આઘ્યાત્મિકતામાં તમારું હૃદય-મનના વિચારો રહે, એકાગ્રતા અનુભવે તે પ્રમાણે હૃદય-મનના વિચારો શુદ્ધ અને સાત્ત્વિક રાખવા. નકારાત્મક વિચારો, નિર્ણયોથી દૂર રહેવું. નોકરી-ધંધાના કામમાં વાણીની મીઠાશ, વ્યવહારની નમ્રતા તમારી ચિંતા-મુંઝવણ હળવી કરાવે. સામી વ્યક્તિનો સહકાર મેળવી શકો. ઘર, પરિવારના કામમાં તમારો હકારાત્મક અભિગમ તમને શાંતિ, સફળતા અપાવે. તા. ૫ રવિ તન-મન-ધનથી-વાહનથી સંભાળવું. ૬ સોમ નોકરી, ધંધાના કામમાં ઘ્યાન આપી શકો. ૭ મંગળ શાંતિથી કામકાજ કરવું. ૮ બુધ સગા સંબંધી, મિત્રવર્ગ, પરિવારથી ચિંતા, ખર્ચ, બહાર જવાનું થાય. ૯ ગુરુ હૃદય-મનની વ્યગ્રતા રહે. ૧૦ શુક્ર વિલંબમાં પડેલ કામ અંગે ચિંતા રહે. ૧૦ શની આકસ્મિક સફળતા, આનંદ, બહાર જવાનું થાય, ધર્મકાર્ય થઈ શકે.

કર્ક (ડ.હ.)
આપે આપના નોકરી ધંધાના પ્રશ્નમાં, રાજકીય, સરકારી, કાનૂની કામકાજમાં, મકાન-જમીન-મિલ્કતના પ્રશ્નમાં તેમજ પુત્ર પૌત્રાદિકના પ્રશ્નમાં આગામી સમય ચિંતા-મુશ્કેલીનો રહે. તમારા ઘર-પરિવાર-કુટુંબના-સમાજના પ્રશ્નમાં વિવાદ, સંઘર્ષ મુશ્કેલી, બંધનનો સામનો કરવો પડે. એક ચિંતા ઉપાધિમાંથી મુક્ત થાવ ન થાવ એટલામાં અન્ય ચિંતા, ઉપાધિ આવી જાય. તમારી વાણી-વ્યવહાર, વર્તન, નિર્ણયના કારણે બંધનમાં મુકાવ. તમારી જીદ્દ-મુમત અહમ-ઘમંડ, પાણીનો પરપોટ બની જાય અને તમારી ઊંઘ હરામ થઈ જાય. નોકરી ધંધામાં ગાફેલ રહેવુ ં નહીં. તબીબ તરીકેના વ્યવસાયમાં, દવાના વેપાર ધંધામાં, ઇલેક્ટ્રીકના, જમીન, વાહન, ટ્રાવેલ્સના ધંધામાં નુકશાની, કોર્ટ કચેરી, બંધનથી સંભાળવું પડે. સરકારી નોકરીમાં શાંતિ જણાય નહીં. તા. ૫ રવિ માનસિક પરિતાપ-બેચેની અનુભવાય. ૬ સોમ નોકરી-ધંધામાં ઉશ્કેરાટ, ગુસ્સો કરવો નહીં. ૭ મંગળ કૌટુંબિક પ્રશ્નમાં, ઘર, પરિવારના પ્રશ્નમાં ચિંતા રહે. ૮ બુધ આકસ્મિક ચિંતા-અશાંતિ. ૯ ગુરુ વિવાદ, આક્ષેપ, અપયશથી સંભાળવું. ૧૦ શુક્ર શાંતિ ધીરજથી કામકાજ કરવું. ૧૧ શની ઘર-પરિવારના-સગા-સંબંધી-મિત્રવર્ગના પ્રશ્ને અશાંતિ-ચિંતા અનુભવાય.

સિંહ (મ.ટ.)
આપના ચિંતાજનક પ્રશ્નનો ઉકેલ લાવવામાં હળવાશ, રાહત અનુભવતા જાવ. અન્યના સહકાર, માર્ગદર્શન, મદદના કારણે મુશ્કેલી હળવી થાય, હતાશા નિરાશામાંથી સ્વસ્થ થતા જાવ. ધર્મકાર્ય, શુભકાર્ય, યાત્રા પ્રવાસનું આયોજન ગોઠવાય. તમે જેમને યાદ કરતા હોવ તેમને મળવાનું થાય. નવીન ખરીદી થાય. મકાન, જમીન, ફર્નીચરના, ટ્રાવેલ્સના ધંધામાં આવક થાય. ફસાયેલા નાણાં છુટા થાય. પરદેશના કામમાં સાનુકૂળ પ્રગતિ જણાય. સરકારી, રાજકીય, ખાતાકીય કામ હોય, બેંકનું કામકાજ હોય તેમાં ઘ્યાન આપી શકો. પત્ની-સંતાનનું કામ કરી શકો. નિકટના સ્વજન-સ્નેહી-મિત્રવર્ગને મળવાનું થાય, ખર્ચ થાય છતાં આનંદમાં રહો. જેમની સાથે મનદુઃખ થયું હોય તેમની સાથે સંબંધોમાં સુધારો થાય. તા. ૫ રવિ ખર્ચ ખરીદી થાય. ૬ સોમ ચિંતા ઉચાટ રહે. ૭ મંગળ માનસિક પરિતાપ ૮ બુધ શાંતિથી ધીરજથી કામકાજ કરવું. ૯ ગુરુ વિલંબમાં પડેલ કામકાજ ઉકેલાય. ૧૦ શુક્ર નોકરી ધંધાના કામકાજમાં ઘ્યાન આપી શકો. ૧૧ શની આનંદ રહે. હૃદય-મનની પ્રસન્નતા રહે.

કન્યા (પ.ઠ.ણ.)
આપના માસનિક તણાવ-ચિંતામાં ઘટાડો થતો જાય. રૂકાવટવાળું કામ ઉકેલની દિશામાં આગળ વધે. ખર્ચ થાય છતાં ફાયદો-લાભ થાય. ફસાયેલા નાણાં છુટા થાય. ઉઘરાણી આવવાથી રાહત રહે, નવું કોઈ આયોજન ગોઠવવું હોય તો ગોઠવી શકો. દેશ-પરદેશના પ્રવાસના, ધર્મકાર્યના, ઘર, પરિવારના કામમાં સાનુકૂળતા રહે. નિકટના સગા, સંબંધી-મિત્રવર્ગને મળવાનું થાય. ધંધો થવાથી, નવો ધંધો મળવાથી કામમાં વ્યસ્ત રહો. જુના નવા સંબંધોમાં સાનુકૂળતા રહે. નોકરીમાં રાહત રહે. મકાનના કામકાજમાં હળવાશ, રાહત થતી જાય. પત્ની-સંતાનનું કામ કરી શકો. તા. ૫ રવિ કામકાજમાં પ્રગતિ, પરંતુ માનસિક પરિતાપ રહે. ૬ સોમ વિલંબમાં પડેલા કામકાજ ઉકેલાય. ૭ મંગળ નકારાત્મક-વિચારોમાં અટવાયા કરો. ૮ બુધ શારીરિક-માનસિક શ્રમ થાક, કંટાળો જણાય. ૯ ગુરુ કામકાજમાં ઘ્યાન આપી શકો. રાહત જણાય. ૧૦ શુક્ર પત્ની-સંતાન-પરિવાર માટે ખર્ચ ખરીદી થાય. ૧૧ શની ધર્મકાર્ય થાય, બહાર જવાનું થાય.

તુલા (ર.ત.)
આપે સપ્તાહના પ્રારંભે વિવાદથી દૂર રહેવું. પત્ની-સંતાન-ઘર-પરિવારના પ્રશ્નમાં શાંતિ રાખવી. ઉશ્કેરાટ-ગુસ્સો કરવો નહીં. તે સિવાય નોકરી ધંધાના કામમાં, ધર્મકાર્યમાં ઘ્યાન આપી શકો. ખર્ચ ખરીદી થાય પરંતુ હૃદય-મનની પ્રસન્નતા રહે. જુના સંબંધો, સંસ્મરણો તાજા થાય. જેમને યાદ કરતા હોવ તેમને મળવાનું થાય. જાહેર સંસ્થાકીય કામમાં, નોકરી-ધંધાના સહકારી, ખાતાકીય કામમાં, કાનૂની પ્રશ્નમાં શાંતિ-ધીરજ રાખી, વિચારપૂર્વક આગળ વધવું, નિર્ણય કરવો. અન્યની ડખલગીરીમાં, મઘ્યસ્થીમાં, જામીનગીરીમાં, વિવાદમાં પડવું નહીં. સાસરીપક્ષના પ્રશ્નમાં, ભાઈભાંડુના પ્રશ્નમાં ગાફેલ રહેવું નહીં. મીઠા સંબંધોમાં કડવાશ થતી જાય. તા. ૫ રવિ ઉશ્કેરાટ-ગુસ્સો-ઉતાવળ કરવી નહીં. ૬ મીઠાશ, વ્યવહારમાં નમ્રતા રાખવી. ૮ બુધ ચિંતા વ્યગ્રતા રહે. ૯ ગુરૂ નોકરી ધંધાના કામમાં ઘ્યાન આપવું પડે. ૧૦ શુક્ર સાધારણ. ૧૧ શની કામકાજમાં પ્રગતિ, આનંદ, બહાર જવાનું થાય.

વૃશ્ચિક (ન.ય.)
બંધન-ચિંતા-નુકસાનીથી, આકસ્મિક ખર્ચ, નાણાંભીડથી આપને શાંતિ-રાહત જણાય નહીં. એક ચિંતા ઉપાધિમાં હોવ એટલામાં અન્ય ચિંતા ઉપાધિ આવી જાય. કોર્ટ કચેરી, પોલીસ કાર્યવાહી, સરકારી, રાજકીય, ખાતાકીય આપત્તિ, ઈન્કમટેક્ષ, સેલટેક્શની તપાસ વગેરેની કલ્પના ન હોય અને ઓચિંતા તકલીફમાં આવી જાવ. ભૂતકાળના નિર્ણય-કર્મ ભૂલનો પડઘો પડતો જણાય. શેરોમાં, વાયદાના વેપારમાં કે રોજીંદા વેપાર-ધંધામાં સંભાળવું. માલનો ભરાવો કરવો નહીં. મોસાળપક્ષ કે સાસરીપક્ષમાં બિમારી-ચિંતા-વિવાદનું આવરણ આવી જાય. નોકરીમાં શાંતિ-સાવધાની રાખવી. તા. ૫ રવિ વિલંબમાં પડેલા કામમાં ઘ્યાન આપી શકો. ૬ સોમ ચિંતા-ઉદ્વેગમાં રહો. ૭ મંગળ ઘર-પરિવાર-કુટુંબના પ્રશ્ને ચિંતા-ઉપાધિ. ૮ બુધ હૃદય-મનને શાંતિ-રાહત જણાય નહીં. ૯ ગુરુ ખર્ચ-ચિંતા અશાંતિ. ૧૦ શુક્ર શાંતિથી કામકાજ કરવું. ૧૧ શની ધર્મકાર્ય થાય, હળવાશ રાહત રહે.

ધન (ભ.ધ.ફ.ઢ.)
આપના નોકરી ધંધાના, શેરોના, પૌત્ર પૌત્રાદિકના કામમાં સાનુકૂળતા રહે. વિલંબમાં પડેલ કામકાજ ઉકેલાય. આકસ્મિક કોઈ લાભ-ફાયદો જણાય. ધર્મકાર્ય, શુભકાર્યનું આયોજન ગોઠવાય, તે અંગેનો ખર્ચ થાય. ધંધાના રોજીંદા કામમાં આવેલી મુશકેલી, નાણાંભીડ, ખેંચ હળવી થવાથી તમારો નાણાંની લેવડદેવડનો વ્યવહાર સચવાઈ રહે. સોના-ચાંદી-તાંબાના, ઇલેકટ્રીકના, ફર્નિચરના, ડેકોરેશનના ધંધામાં, ખાણીપીણીના ધંધામાં ધંધો મળી રહે. ટ્રાવેલ્સના, કમિશનના કામકાજમાં આવક થાય. નોકરીમાં ચિંતા હળવી થતી જાય. સહકારી, ખાતાકીય, રાજકીય કામ અંગે કોઈને મળવાનું થાય. તા. ૫ રવિ તન-મન-ધનથી-વાહનથી સંભાળવું. ૬ સોમ નોકરી-ધંધાના કામકાજમાં ગાફેલ રહેવું નહીં. ૭ મંગળ શાંતિ, ધીરજ રાખવી. ૮ બુધ ધર્મકાર્ય કે અન્ય ખર્ચ થાય, બહાર જવાનું થાય. ૯ ગુરૂ નોકરી ધંધાના વિલંબમાં પડેલ કામમાં ઘ્યાન આપી શકો. ૧૦ શુક્ર સાનુકૂળતા જણાય. ૧૧ શની આનંદ રહે, હૃદય-મનની પ્રસન્નતા વધે, ધર્મકાર્ય થઈ શકે.

મકર (ખ.જ.)
આપના અંગત કામમાં, નોકરી ધંધાના કામમાં, મકાન-વાહન-જમીનના, ઘર, પરિવારના કામકાજમાં ઘ્યાન આપી શકો. વિલંબમાં પડેલ કામ ઉકેલાતું જાય. ધર્મકાર્ય, શુભકાર્યોનું અયોજન ગોઠવાય. નિકટના સગા સંબંધી-મિત્રવર્ગને મળવાનું થાય. ભૂતકાળના સંબંધો, નવા સંબંધો તાજા થાય. ધંધો થઈ શકે. સીઝનલ ધંધામાં, પરચૂરણ છુટક વેપાર, ધંધામાં આવક થાય. કાગળ, કાપડના, તૈયાર વસ્ત્રોના ધંધામાં ધંધો મળી રહે. રાજકીય, સરકારી, ખાતાકીય કામમાં ચિંતા-દોડધામ-મુંઝવણ ઓછી થાય. ઉઘરાણીના નાણાં છુટા થાય. નોકરીમાં ઉપરીવર્ગ, સહકાર્યકરવર્ગનો સહકાર મળી રહે. તા. ૫ રવિ કામકાજમાં પ્રગતિ, સફળતા. ૬ સોમ વધારાના કામમાં ઘ્યાન આપી શકો. ૭ મંગળ પોતાની ગણત્રી-ધારણા પ્રમાણેનું કામ થાય નહીં. ૮ બુધ શારીરિક-માનસિક અસ્વસ્થતા, થાક, કંટાળો, ચિંતા અનુભવાય. ૯ ગુરુ હળવાશ, રાહત થતી જણાય. ૧૦ શુક્ર કામકાજમાં પ્રગતિ, લાભ. ૧૦ શની આનંદ ઉત્સાહ રહે, ખર્ચ ખરીદી થાય.

કુંભ (ગ.શ.સ.ષ.)
આપો ધીરજ, શાંતિ, મૌન રાખી આપના તેમજ ઘર, પરિવારના કામમાં આગળ વધવું. એકદમ ગુસ્સો, ઉતાવળ કરવી નહીં કે અવસ્થતા અનુભવવી નહીં. તે સિવાય આપની ચિંતા-વ્યગ્રતા-મુશ્કેલી ધીરે ધીરે હળવી થતી જાય. નોકરી ધંધાના, ઘર, પરિવારના કામમાં આપનો ચિંતાજનક પ્રશ્ન હળવો થતો જાય, ઉકેલની દિશામાં આપ આગળ વધી શકો. મકાન, જમીન, મીલ્કત કે સંયુક્ત પરિવાર, ધંધાના પ્રશ્ને આપને કોઈની સાથે વાતચીત થાય, ચર્ચા વિચારણા થાય. નવીન ખરીદી કે જુની ખરીદીનો પ્રશ્ન ઉકેલવામાં અન્યની સહાય, માર્ગદર્શન, મદદ બની રહે. લોખંડના ધંધામાં, પરચુરણ ધંધામાં આવક થાય. તા. ૫ રવિ સાધારણ, શાંતિથી દિવસ પસાર કરી લેવો. ૬ સોમ રોજીંદા કામમાં વ્યસ્ત રહેવાનું થાય. ૭ મંગળ વિચારોની દ્વિધા-ચિંતા રહે. ૮ બુધ આરોગ્યની કાળજી રાખવી. ૯ ગુરુ ભાદ્રપદ માસના પ્રારંભે ધીરજ, શાંતિ રાખવી. ૧૦ શુક્ર તન-મન-ધનથી, વાહનથી સંભાળવું. ૧૧ શની ધર્મકાર્ય થાય. હૃદય-મનની પ્રસન્નતા રહે.

મીન (દ.ચ.ઝ.થ.)
આપના માટે આગામી સમય અગ્નિ પરીક્ષાનો રહે. તમારા હૃદય-મનને શાંતિ, રાહત જણાય નહીં. એક ચિંતા, ઉપાધિ હોય એટલામાં અન્ય ચિંતા, ઉપાધિ આવવાથી તમે અકળાયેલા મુંઝાયેલા રહો. તમારી વાણી-વ્યવહાર, વર્તન, નિર્ણય તમારા માટે આપત્તિરૂપ બને. એકલતા, બંધન, પીડા, વનવાસ અનુભવતા હોય તેમ લાગ્યા કરે. વાહન શાંતિથી, ધીમેથી ચલાવવું. હાડકાની, મણકાની, કમર, ગુદાની, આંતરડાની, આંખની તકલીફ નાની મોટી અનુભવાય. તે સિવાય યાત્રા પ્રવાસમાં, રસ્તામાં આવતાં જતાં ધક્કામુક્કીથી, કૂતરાથી, પશુધન, વાહનથી, પડવા વાગવાથી સંભાળવું પડે. નોકરી-ધંધામાં સંઘર્ષ વિવાદ, સરકારી, રાજકીય, ખાતાકીય કે કાનૂની આપત્તિ, પોલીસ આપત્તિ વગેરેથી સંભાળવું પડે. લાંચ-ભ્રષ્ટાચાર, ખોટું કામ કરવામાં, સંઘર્ષ-વિવાદ કરવામાં તમે મુશ્કેલીમાં આવી જાવ. તા. ૫ રવિ વિલંબમાં પડેલ કામમાં ઘ્યાન આપી શકો. ૬ સોમ તમારી વાણી-વ્યવહાર-વર્તન, નિર્ણયથી ચિંતા, મુશ્કેલી ઉભી થાય. ૭ મંગળ ચિંતા-ઉચાટ રહ્યા કરે. ૮ હૃદય-મનની વ્યગ્રતા-અશાંતિ રહે. ૯ ગુરુ ભાદરવાના પ્રારંભે હળવાશ, રાહત રહે. ૧૦ શુક્ર કામકાજમાં રાહત. ૧૧ શની પૈસા, પાકીટ, મોબાઈલનું તેમજ પડવા વાગવાથી સંભાળવું પડે.

- પદ્મનાભ ક. શર્મા
(અગ્નિહોત્
રી)

 

[Top]
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

આપણને યાદ કઈ રીતે રહે છે! માણસ જે પ્રકારના
સોલાર પાવર વિમાનની રાત્રિસફર
નવું ખાદ્ય વનસ્પતિ તેલ
 
 

Gujarat Samachar Plus

એક ફૂલ પ્લેટ ફરાળી ડિશ હાઉસફૂલ હોટલોમાં ગુજરાતી ડિમાન્ડ
'કૃષ્ણ' શબ્દ ક્લિક કરતા ૨૦૦૦ પુસ્તકોની યાદી ઉપલબ્ધ
કોમળ કાંડામાં કીક મારવાની ૧૦૦ સીસીની તાકાત
થોડો સમય ગામડા પાછળ ફાળવતી ગુજરાતની યંગબ્રિગેડ
   
 
lagnavisha usa
   
webad1

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્ આજનું ઔષધ
આજની જોક આજની રેસીપી
   
webad2

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ


 
 
 
Gujarat Samachar © 2010, All Rights Reserved