Last Update : 07-Sept.-2010, Tuesday

રહસ્યમય કાર્ડ (ટેરટ) દ્વારા સાપ્તાહિક રાશિ ભવિષ્ય

બુધવાર ૧ થી મંગળવાર ૭ સપ્ટેમ્બર સુધી

 

રહસ્યમય કાર્ડ (ટેરટ)નો ઉદ્ભવ આશરે ૧૪મી સદીમાં થયો હોવાનું મનાય છે. મૂળ ઇજિપ્શિયમ લોકો દ્વારા સાંકેતિક ચિત્રોવાળા કાર્ડનો ભાવિ ફળાદેશ જાણવા ઉપયોગ થયેલો છે અને યુરોપમાં એક સ્થળેથી બીજા સ્થળે ફરતી જીપ્સીઓએ ટેરટ કાર્ડને વધુ પ્રચલિત બનાવેલા છે. ૧૭મી સદીના અંત સમયે અને ૧૮મી સદીની શરૃઆતમાં એલિફ લેવી નામના કેથલીક પાદરી, શિક્ષક અને લેખકે ટેરટ કાર્ડનું આજનું વ્યવસ્થિત સ્વરૃપ આપેલું છે. ટેરટ કાર્ડ અને જયોતિષના સમન્વય દ્વારા અહીં આપનું રાશિ ભવિષ્ય રજૂ કરવામાં આવેલું છે.

મેષ (અ.લ.ઇ.) ઃ Eight of cups - એઈટ ઓફ કપ્સનું કાર્ડ તમારા સંતાનો સાથેના સંબંધો મહત્વપૂર્ણ બની રહેવાનું સૂચવી જાય છે. સંતાન સંબંધે નવાં નોંધપાત્ર નિર્ણય લેવાના આવે અને કદાચ તેઓની સાથે મતભેદ ઉદ્ભવે. સ્વ આરોગ્ય માટે સામાન્ય પ્રતિકુળતા રહેશે. તા. ૩, ૪, શુભ.

વૃષભ (બ.વ.ઉ.) ઃ The Magician - ધ મેજીસીયનનું કાર્ડ આત્મવિશ્વાસ દ્વારા તમારા નક્કી કરેલા કામોમાં સફળતા મેળવી શકવાનું સૂચવી જાય છે. ભૂતકાળમાં કરેલું જમીન-મકાન કે શેર્સનું રોકાણ ફાયદાકારક પૂરવાર થશે. સંતાનો માટે લાભદાયક પરિવર્તન ઉદ્ભવશે. એકાદ કાર્યમાં યશ મેળવી શકશો. તા. ૧, ૨, ૫, ૬ શુભ.

મિથુન (ક.છ.ઘ.) ઃ Page of Wands - પેજ ઓફ વોન્ડસનું કાર્ડ સ્વપ્રયત્નો દ્વારા કરવામાં આવતા કાર્યોમાં સરળતા રહેવાનું સૂચવી જાય છે. સ્થાવર સંપત્તિ જેવી બાબતો માટે નવાં નિર્ણયો લેવાના આવશે. અગત્યનાં પત્ર અને દસ્તાવેજો ઉપર સહિસિક્કા કરવામાં ઉતાવળા ન બનવું. તા. ૩, ૪, ૭ શુભ.

કર્ક (ડ.હ.) ઃ Death - ડેથનું કાર્ડ અણધારી રીતે તમારા શુભ ભાગ્ય પરિવર્તનને સૂચવી જાય છે. નવાં કાર્યોની શરૃઆત લાભકર્તા નીવડશે. નાણાંકીય લાભ પ્રાપ્ત થશે. પરદેશ જવા કાર્યવાહી કરી રહેલાઓને માટે સરળતા રહેશે. ટુંકી મુસાફરી થશે. તા. ૧, ૨, ૫, ૬ શુભ.

સિંહ (મ.ટ.) Five of Wands - ફાઈવ ઓફ વૉન્ડસનું કાર્ડ તમારી પ્રતિષ્ઠા વધે તેવો પ્રસંગ બનવાનું સૂચવી જાય છે. કુટુંબમાં એકાદ શુભ પ્રસંગની ઉજવણી થશે. મિત્રો સાથેની મુલાકાત આનંદદાયક બનશે. નાણાંકીય દ્રષ્ટિએ લાભ મેળવી શકશો. આરોગ્ય સારૃં જળવાઇ રહેશે. તા. ૧, ૨, ૩, ૪, ૭ શુભ.

કન્યા (પ.ઠ.ણ.) ઃ Seven of Cups - સેવન ઓફ કપ્સનું કાર્ડ તમારી કૌટુંબિક સમસ્યાઓનો સુખદ ઉકેલ પ્રાપ્ત થવાનું સૂચવી જાય છે. નોકરી- વ્યવસાય ક્ષેત્રે કોઇ તકલીફ ઉદ્ભવેલી હશે તો તેનો યોગ્ય ઉકેલ મેળવી શકશો. દૂર વસતા સ્નેહીજનો સાથે મુલાકાત થશે. નવાં કાર્યોની શરૃઆત કરી શકશો. તા. ૩, ૪, ૫, ૬, શુભ.

તુલા (ર.ત.) ઃ Justice - જસ્ટીસનું કાર્ડ કોર્ટ-કચેરી અંગેના કાર્યોમાં સમાધાનકારી વલણ અપનાવવા સૂચવી જાય છે જે તમારા માટે લાભકર્તા બને. સ્વજનો સાથેના સંબંધોમાં મતભેદ ના ઉદ્ભવે તે માટે ધ્યાન રાખવું. ટુંકી ધાર્મિક યાત્રાનો યોગ બનશે. ખર્ચાઓ વધુ પ્રમાણમાં થશે. તા. ૫, ૬, ૭ શુભ.

વૃશ્ચિક (ન.ય.) ઃ Three of Swords - થ્રી ઓફ સ્વોર્ડસનું કાર્ડ પ્રવાસ- મુસાફરી દરમ્યાન અવરોધ ઉદ્ભવી શકવાનું સૂચવી જાય છે. તમારા કાર્યક્ષેત્રે લાભદાયક ફેરફારો આવશે. કૌટુંબિક પ્રશ્નોમાં સમાધાનકારી વલણ અપનાવવું ફાયદાકારક રહેશે. નોંધપાત્ર કાર્યોના ઉકેલ માટે મિત્રોની મદદ મેળવી શકશો. તા. ૧, ૨, ૭ શુભ.

ધન (ભ.ધ.ફ.ઢ.) ઃ Knight of Cups - નાઇટ ઓફ કપ્સનું કાર્ડ તમારા જીવનસાથીનો સહકાર પ્રાપ્ત થવાનું સૂચવી જાય છે. દાંપત્યજીવનમાં કોઇ મુશ્કેલી આવી હોય તો તેનો સુખદ ઉકેલ આવશે. નવાં કાર્યોની શરૃઆત કરી શકશો. ટુંકી ધાર્મિકક્રિયાનો યોગ બનશે. તા. ૧, ૨, ૩, ૪ શુભ.

મકર (ખ.જ.) ઃ Devil - ડેવિલનું કાર્ડ તમારા આવેશને કાબૂમાં રાખવા સૂચવી જાય છે અન્યથા ન જેવી બાબતોમાં કોઇની પણ સાથે મનદુઃખ થઇ શકશે. વારસાગત બાબતો લાભકર્તા બનશે. આરોગ્ય અંગે તકલીફ અનુભવતા હોય તેઓને રાહત રહેશે. તા. ૩, ૪, ૫, ૬ શુભ.

કુંભ (ગ.શ.સ.ષ.) ઃ Ten of Coins ટેન ઓફ કોઇન્સનું કાર્ડ નાણાંકીય મુશ્કેલી ઉભી થવાનું સૂચવી જાય છે. જીવનસાથીના આરોગ્ય માટે પ્રતિકુળતા ઉભી થશે. સંતાનોનો સહકાર મેળવી શકશો તથા સંતાન સંબંધી નોંધપાત્ર નિર્ણય લઇ શકાશે. ભાગીદારી સંબંધિત કાર્યોમાં ઉતાવળા ન બનવું. તા. ૫, ૬, ૭ શુભ.

મીન (દ.ચ.ઝ.થ.) ઃ The Hermit - ધ હૅરમીટનું કાર્ડ મિત્રોની સહાય દ્વારા તમારી વર્તમાન સમસ્યાઓનો ઉકેલ પ્રાપ્ત થઇ શકવાનું સૂચવી જાય છે. આરોગ્ય અંગે કોઇ તકલીફ અનુભવતા હો તો બેદરકાર ન રહેવું. સ્થાન પરિવર્તન અંગે યોગ્ય નિર્ણય કરી શકશો. દાંપત્યજીવનમાં સામાન્ય મતભેદ ઉદ્ભવશે. તા. ૧, ૨, ૭ શુભ.

- ઇન્દ્રમંત્રી

 

[Top]
Share |
  More News
ગુજરાત વિધાનસભામાં સભા મોકૂફીનો કોંગ્રેસનો પ્રસ્તાવ
'ભગવા આતંકવાદની ભાષા ઉચ્ચારનારે લાગણી દુભાવી છે'
આઇએએસ પ્રદીપ શર્માને સુપ્રિમમાંથી શરતી જામીન
ગણેશોત્સવમાં આતંકવાદી હુમલાનો ભય
તહેવારોમાં નકલી ચલણી નોટ બાબતે સાવધ રહો
મુંબઈનાં પ્રાણીસંગ્રહાલયમાં સિંહણ સહિત ૧૧ જાનવરના મોત
બ્રિટિશ સાંસદની પત્ની મસાજ પાર્લરની સેક્સ વર્કર બની
પેઈનકિલર્સનું વળગણ લાંબા ગાળે મોટું નુકસાન કરી શકે છે
અમેરિકાએ મધર ટેરેસાના માનમાં ટિકિટ બહાર પાડી
 
  More News
NSEનો એશિયાના ટોચના બજારોમાં સમાવેશ
જીટીએલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરે રિલાયન્સ ઈન્ફ્રાટેલ સાથેના મર્જરનો સોદો રદ કર્યો
એફઆઇઆઇની ઓલરાઉન્ડ શેરોમાં ધૂમ લેવાલી ઃ સેન્સેકસ ૩૩૯ ઉછળી ૧૮૫૬૦ અઢી વર્ષની નવી ટોચે
પાકિસ્તાનની સરકારનો તેમના ક્રિકેટરોની મિલકતોની તપાસ કરવા આદેશ
લંડન સ્થિત પાક.ના હાઇ કમિશને હમીદને ચાર કલાક બેસાડી રખાયો
યુ એસ ઓપનમાં વાવરિન્કાએ મરેને હરાવીને અપસેટ સર્જ્યો
શાહરૃખ હવે ફારાહ ખાન સાથે સુલેહના મૂડમાં
શૂટિંગ માટે અક્ષયે જન્મ દિવસ માટેનો જૂનો નિયમ તોડયો
ઋષિ, નીતુ અને રણબીર કપૂર એક જ ફિલ્મમાં
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

આપણને યાદ કઈ રીતે રહે છે! માણસ જે પ્રકારના
સોલાર પાવર વિમાનની રાત્રિસફર
નવું ખાદ્ય વનસ્પતિ તેલ
 
 

Gujarat Samachar Plus

એક ફૂલ પ્લેટ ફરાળી ડિશ હાઉસફૂલ હોટલોમાં ગુજરાતી ડિમાન્ડ
'કૃષ્ણ' શબ્દ ક્લિક કરતા ૨૦૦૦ પુસ્તકોની યાદી ઉપલબ્ધ
કોમળ કાંડામાં કીક મારવાની ૧૦૦ સીસીની તાકાત
થોડો સમય ગામડા પાછળ ફાળવતી ગુજરાતની યંગબ્રિગેડ
   
 
lagnavisha usa
   
webad1

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્ આજનું ઔષધ
આજની જોક આજની રેસીપી
   
webad2

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ


 
 
 
Gujarat Samachar © 2010, All Rights Reserved