Last Update : 07-Sept.-2010, Tuesday
આજનું પંચાગ આજનું ભવિષ્ય સુપ્રભાતમ્ આજનું ઔષધ આજ ની જોક આજની રેસીપી
 

આજ નું પંચાગ

તા. ૭-૯-૨૦૧૦ મંગળવાર
શ્રાવણ વદ ચૌદશ - અઘોરા ચૌદશ


પિઠોરી અમાસ
જૈન પર્યુષણ પર્વ
દિવસના ચોઘડિયા ઃ રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ.
રાત્રિના ચોઘડિયા ઃ કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ.
અમદાવાદ સૂર્યોદય ઃ ૬ ક. ૨૬ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૫૦ મિ.
સૂરત સૂર્યોદય ઃ ૬ ક. ૨૫ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૪૮ મિ.
મુંબઈ સૂર્યોદય ઃ ૬ ક. ૨૫ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૪૫ મિ.
નવકારસી સમય ઃ (અ) ૭ ક. ૨૫ મિ. (સૂ) ૭ ક. ૧૩ મિ. (મું) ૭ ક. ૧૪ મિ.
જન્મરાશિ ઃ આજે જન્મેલ બાળકની સિંહ (મ.ટ.) રાશિ આવશે.
નક્ષત્ર ઃ મઘા રાત્રે ૨ ક. ૫૬ મિ. સુધી પછી પૂર્વાફાલ્ગુની
ગોચર ગ્રહ ઃ સૂર્ય-સિંહ, મંગળ-તુલા, બુધ-સિંહ, ગુરુ-મીન, શુક્ર-તુલા, શનિ-કન્યા, રાહુ-ધન, કેતુ-મિથુન, હર્ષલ (યુરેનસ)-મીન, નેપચ્યુન-કુંભ, પ્લુટો-ધન, ચંદ્ર-સિંહ.
વિક્રમ સંવત ઃ ૨૦૬૬ શાકે - ૧૯૩૨, જૈનવીર સંવત ઃ ૨૫૩૬
વિક્રમ સંવત્સર ઃ પ્લવ, શંક સંવત્સર ઃ વિકૃતિ / દક્ષિણાયન શરદઋતુ
શ્રાવણ વદ ચૌદસ ને મંગળવાર. અઘોરા ચૌદશ. પિઠોરી અમાસ. વિષ્ટી સવારના ૯ ક. ૪૭ મિ. સુધી. વૃષભ પૂજન. મુ. શબ્રેક્રદ્. નાથદ્વારા, કાકાવલ્લભજીનો ઉત્સવ.
મુસલમાની હિજરીસન ૧૪૩૧ રમજાન માસનો સત્યાવીસમો રોજ
પારસી શહેનશાહી વર્ષ ૧૩૮૦ ફરવરદીન માસનો વીસમો રોજ બહેરામ

[Top]
 

આજ નું ભવિષ્ય

મેષ ઃ ચિંતા-વ્યથા હળવી થવાથી તમારા રોજીંદા કામમાં ઘ્યાન આપી શકો. ધર્મકાર્ય અંગે ખર્ચ-ખરીદી થાય, આનંદ રહે.
વૃષભ ઃ છાતીમાં-પીઠમાં-કમરમાં દર્દપીડાથી રોજીંદા કામમાં બેચેની અનુભવો. આક્ષેપ-અપયશ-વિવાદથી સંભાળવું પડે.
મિથુન ઃ નાણાંની ઉઘરાણી માટે, નોકરી ધંધાના કામ અંગે, ધર્મકાર્ય અંગે કોઈને મળવાનું થાય. કમિશનનો ધંધો મળી રહે.
કર્ક ઃ આજે આપે આપના બેંકના, નાણાંના વ્યવહારમાં તેમજ પૈસા-પાકીટ-મોબાઈલનું, મકાન-વાહન-મીલ્કતના પ્રશ્નનું ઘ્યાન રાખવું પડે.
સિંહ ઃ વિચારોની દ્વિધા રહે. વર્ટીગો-મસ્તક પીડાના કારણે કામ કરવાની ઇચ્છા થાય નહીં. બેચેની અનુભવ્યા કરો.
કન્યા ઃ આકસ્મિક કોઈ કામ થાય, નોકરી-ધંધાના કામમાં વ્યસ્ત રહેવાનું થાય. ધંધો મળી રહે, આવક થાય.
તુલા ઃ સીઝનલ ધંધામાં, પરચુરણ-છુટક ધંધામાં ધંધા થાય, આવક થાય. શેરોના બેંકના કામમાં ઘ્યાન આપી શકો.
વૃશ્ચિક ઃ રાજકીય-સરકારી-ખાતાકીય કામ અંગે ચિંતા ખર્ચ બેચેની ઉદ્વેગ અનુભવાય. નોકરી ધંધામાં દ્વિધા-મુંઝવણ રહે.
ધન ઃ આપને ચિંતા-વ્યથા છતાં કામની સફળતા-પ્રગતિ, લાભ જણાય. ઉઘરાણીના નાણાં છુટા થાય. આનંદ રહે.
મકર ઃ પત્ની-પુત્ર પૌત્રાદિકના આરોગ્ય અંગે, નોકરી-ધંધાના, ઘર-પરિવારના પ્રશ્ને ચિંતા-ખર્ચ-મુશ્કેલી અનુભવાય.
કુંભ ઃ હૃદય-મનની પ્રસન્નતામાં રહો. પત્ની-સંતાન-પરિવારના કામમાં, નોકરી ધંધાના કામમાં સાનુકૂળતા રહે.
મીન ઃ શેરોના બેંકના સંતાનના કામમાં ચિંતા-ખર્ચ જણાય. કામની ઉતાવળમાં પડવા વાગવાથી, ઇજાથી સંભાળવું પડે.

[Top]
 

સુપ્રભાતમ્

 

કેશવ (કૃષ્ણ અથવા કે શવ - પાણીમાં શબ) પડેલા જોઈને પાંડવો (પાંડુ- પુત્રોઃ માછલાં) હરખાઈ ગયાં, પણ કૌરવો (કુરૂ- પુત્રોઃ કાગડાઓ) રૂદન કરે છે, ‘હા ! હા ! કે શવ કે શવ !’ (શબ પાણીમાં પડી ગયું !)
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

માહે રમઝાન

ચાંદ-૨૬

તા. ૬-૯-૨૦૧૦

વક્તે

તા. ૬

સાંજના

ઇફ્તાર

સપ્ટેમ્બર

૬-૫૬

ખત્મે

તા.૭

સવારના

સહરી

સપ્ટેમ્બર

૫-૦૧[Top]
 
 

આજ નું ઔષધ

ડીપ્રેશનમાં ‘ડીપ બ્રિધીંગ’ (પ્રાણાયામ) મદદ કરે ખરા?

કોઈપણ ચેપી રોગથી શરીરમાં વિકૃતિ થાય. મન ઉપર તેની અસર ના થાય. ડીપ્રેશન એવો રોગ છે જેની મન અને શરીર બન્ને ઉપર અસર થાય. આ રોગ વારસાગત, કૌટુંબીક, સામાજીક અને વ્યક્તિગત કારણોને લીધે થનારો રોગ છે. (બાયો-સાયકો-સોશ્યલ) આનો ઉપાય જેને રોગ થયો છે તેની પાસે જ છે. શરૂઆત શરીરનું ઘ્યાન રાખીને કરવાની છે. મન એકલું કામ કરે (વિચારો) અને શરીર કશું કામ ના કરે (શારીરિક શ્રમ) તો મન થાકી જાય અને શરીર આળસુ થઈ જાય. ડીપ્રેશનની અવસ્થામાં જ્યારે કશું ગમતું ના હોય ત્યારે તમે તમારા વિચારોને કદાચ કાબુમાં રાખી ના શકો. પણ તમે ઊંડા શ્વાસ લેવાની ક્રિયા તો કરી શકો. સવારે તમારી આંખ ઉઘડે ત્યારે ઉંડા શ્વાસ લઈને (ત્રણ મિનીટ) સવારની શરૂઆત કરો. પછી ‘સેવન અપ’ એટલે કે પથારીમાં જ અમલમાં મુકવાની સાત સાદી કસરત બબ્બે વાર પાંચ મિનીટમાં કરો. ૧. એકબાજુથી બીજી બાજુ આળોટવાની કસરત ૨. સુતા હો ત્યારે બેઠા થવાની કસરત ૩. સુતા સુતા બન્ને પગ ઉંચા કરી હાથ ઊંચા કરી હાથની આંગળી પગની આંગળીઓને અડાડવા ૫. પગ જમીન ઉપર મુકી ઉભા થવાની ક્રિયા ૬. દિવાલ પર હથેળી ટેકવી ‘વૉલ પુશઅપ’ કરવાની ક્રિયા. ૭ બન્ને બાજુ હાથ ફેલાવી કમરેથી ગોળ ફરવાની ક્રિયા. સવારમાં ઉઠતાવાર આ સાત કસરત બબ્બે વાર કરવાથી થોડી સ્ફૂર્તિ આવશે અને સાથે શ્વાસોશ્વાસની ક્રિયા પણ થશે. શરૂઆતમાં આવું કરતી વખતે પણ મન વિચારે ચઢી જશે. અને દલીલ કરશે કે આ બઘુ કરવાનો ફાયદો શો? થોડી ધિરજ રાખશો. આખા દિવસમાં જ્યારે જ્યારે મન વિચારે ચઢી જાય ત્યારે જ્યાં હો અને જે સ્થિતિમાં હો તેજ સ્થિતીમાં (ઉભા હો-બેઠા હો-સુતા હો) તરત ઉંડા શ્વાસ લેવાના શરૂ કરી દો. આવું ધીરે ધીરે રોજ કરો. થાક લાગે ત્યાં સુધી કરો. તમે શ્વાસ વાટે લો છો તે હવામાં રહેલો (પાંચમો ભાગનો) પ્રાણવાયુ જ્યારે શરીરમાં નિયમિત જશે ત્યારે તમે જ અનુભવશો કે પ્રાણવાયુ તમારા વિચારો કરતા મગજના કોષોને ખુબજ પ્રાણવાયુ આપી અને તાજા માજા કરી દેશે અને પછી એક સમય એવો આવશે કે ધીરે ધીરે તમારૂં ડિપ્રેશન ઓછું થતું જશે. પછી તમે કસરત અને બીજી રોજિંદી ક્રિયામાં પણ ભાગ લેતા થઈ જશો.

[Top]
 

આજ ની જોક


પોતાની તબિયત બતાવવા છગન ડૉ. મગન પાસે ગયો ત્યારે એને ઘણો ગભરાયેલો જોઈને ડૉ. મગને કહ્યું, ‘હવે તો તું સાવ સાજો થઈ ગયો છે... શરીર ઉપર ક્યાંય પાટાપીંડી નથી રહ્યા.. તો પછી તું આમ શા માટે ગભરાયેલો છે?’
‘સાહેબ’ છગન બોલ્યો, ‘આપની વાત સાવ સાચી પણ શું કરું હું?’
‘કેમ, શું કરૂં?’ ડૉ. મગને પૂછ્યું.
‘સાહેબ,’ છગને કહ્યું, ‘જે ટ્રક સાથે મારો અકસ્માત થયેલો અને મારે છ મહિનાનો ખાટલો થયો એ ટ્રકની પાછળ લખેલું કે... ‘ફીર મિલેંગે’ એટલે હું ગભરાઊં છું.’

[Top]
 

આજ ની રેસીપી

વેજિટેબલ એન્ડ રાઈસ સૂપ

સામગ્રી ઃ ૧ ચમચો માખણ, ૧ સમારેલી ડુંગળી, ૧ કપ શાકનો સ્ટોક, ૧સમારેલું ગાજર, ૫-૬ બીન્સ, ૧-૪ કપ છીણેલી કોબીજ, ૧ કેપ્સિકમ, ૧/૨ બટાકું, ૧/૪ કપ ચોખા, ૧ ચમચી લીંબુનો રસ, ૧/૨ ચમચી કાળાં મરીનો પાઉડર, મીઠું સ્વાદ મુજબ.
રીત ઃ એક કઢાઈમાં માખણ નાખીને તેમાં ડુંગળીને સાંતળો. હવે ગાજર, બીન્સ, કોબી, કેપ્સિકમ, બટાકા, કાળાં મરી, મીઠું નાખી થોડીવાર ચઢવા દો. શાકનો સ્ટોક નાખો અને ઉકાળો. ચોખા નાખી તેને ઢાંકી ૧૦ થી ૧૫ મિનિટ ચઢવા દો. ચઢી ગયા પછી લીંબુનો રસ નાખો. ગરમાગરમ રાઈસ સુપ પીરસો.
[Top]

 

 

 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

આપણને યાદ કઈ રીતે રહે છે! માણસ જે પ્રકારના
સોલાર પાવર વિમાનની રાત્રિસફર
નવું ખાદ્ય વનસ્પતિ તેલ
 
 

Gujarat Samachar Plus

એક ફૂલ પ્લેટ ફરાળી ડિશ હાઉસફૂલ હોટલોમાં ગુજરાતી ડિમાન્ડ
'કૃષ્ણ' શબ્દ ક્લિક કરતા ૨૦૦૦ પુસ્તકોની યાદી ઉપલબ્ધ
કોમળ કાંડામાં કીક મારવાની ૧૦૦ સીસીની તાકાત
થોડો સમય ગામડા પાછળ ફાળવતી ગુજરાતની યંગબ્રિગેડ
   
 
lagnavisha usa
   
webad1

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્ આજનું ઔષધ
આજની જોક આજની રેસીપી
   
webad2

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ


 
 
 
Gujarat Samachar © 2010, All Rights Reserved