Last Update : 01-Sept.-2010, Wednesday
સુરતમાં પૂર લાવનાર ક્ષેત્રોમાં ૮૦ ટકા વરસાદ વરસી ગયો છે
ઉકાઇ ડેમથી હથનુર ડેમ વચ્ચેના ભાગોમાં ભારે વરસાદ પડે તો જ ટેન્શન ઃ હથનુરની ઉપર ભારે વરસાદને કારણે ઉકાઇ ડેમ ભરાયો છે
(પ્રતિનિધિ દ્વારા) સુરત,
સુરત ટેક્સટાઈલ માર્કેટના વેપારીઓ પાસેથી ઉધાર ગ્રે કાપડ ખરીદીને અંદાજે રૃ.૫ કરોડનું ઉઠમણું કરવાના ગુનાઈત કાવતરામાં મુખ્ય આરોપી નરેશ જૈન સહિત અન્ય પાંચ આરોપીઓના રિમાન્ડની માંગ નકારતા નીચલીકોર્ટના હુકમની કાયદેસરતાને પડકારતી રિમાન્ડ રિવીઝનન આજે એડીશ્નલ સેશન્સ જજ આર.એન.દવેએ નકારી કાઢી હતી.ડીસીબી પોલીસે રજુ કરેલા રિમાન્ડના કારણોને ધ્યાને લઈને નીચલી કોર્ટે નકારેલા રિમાન્ડના હુકમને સેશન્સ કોર્ટે કાયદેસરનો ઠરાવી કાયમ રાખતો હુકમ કર્યો હતો.
રિંગરોડ સ્થિત ભગવતી સિલ્ક મિલ્સ તથા મનિષા ક્રિએશનના નામે દુકાન ખોલીને આરોપી મુખ્ય આરોપી નરેશ જૈન સહિત અન્ય પાંચ જેટલા આરોપીઓ એ વિવર્સો પાસેથી અંદાજે રૃ.૫ કરોડની કિંમતનો ગ્રે કાપડનો જથ્થાની ઉધાર ખરીદી કરી હતી.ત્યારબાદ વિવર્સોને પેમેન્ટ ચુકવ્યા વિના જ રાતો રાત દુકાનના શટર પાડીને ઉઠમણું કરવાનો ગુનાઈત કારસો રચ્યો હતો.
આ અંગે સલાબત પુરા પોલીસમાં નોંધાયેલી ફરિયાદની તપાસ કરતી ડીસીબી પોલીસે આરોપી નરેશ જૈન, સુરેશ મદાળે,મનોજ ચંદ્રશેખર,રવિન્દ્ર ભાવસાર, ભાવેશ બાફના,ઈન્દ્રજીતસિંહ રાણાવત, મોતીસીંગ રાણાવત વગેરેની ધરપકડ કરીને નીચલી કોર્ટ સમક્ષ રિમાન્ડ માંગ્યા હતા.અલબત્ત મોટા ભાગના આરોપીઓ પોલીસે ગેરકાયદે અટકાયત કરી હોવાની ફરિયાદ કોર્ટ સમક્ષ કરતાં તપાસ અધિકારી જે.એમ.પટેલને કોર્ટે બબ્બે વખત શો કોઝ નોટીસ પાઠવીને જવાબ રજુ કરવા આદેશ આપી આરોપીઓના રિમાન્ડની માંગને નકારી કાઢી હતી.
જેથી નીચલી કોર્ટના રિમાન્ડ નકારતા હુકમથી નારાજ થઈને સુરત ક્રાઈમ બ્રાંચના તપાસ અધિકારીએ સેશન્સ કોર્ટમાં રિમાન્ડ રિવીઝન કરી હતી.જેની સુનાવણી દરમિયાન નીચલી કોર્ટે પોલીસ રિમાન્ડ રિપોર્ટને ધ્યાને ન લીધો હોવાની કેફિયત રજુ કરી નીચલી કોર્ટના વાદગ્રસ્ત હુકમને રદ કરવા માંગ કરી હતી.જેના વિરોધમાં આરોપીઓના બચાવપક્ષે જણાવ્યું હતું કે આરોપી નરેશ જૈનના ભાઈ જીગર જૈનને પણ પોલીસે પકડવાનો હોવાનું જણાવીને ખોટી રીતે ગેરકાયદે અટકાયત કરતા જીગર જૈન તથા નરેશ જૈનના પિતા જયંતિલાલ જૈને હાઈકોર્ટમાં પીટીશન કરી હતી.જેનો નિકાલ કરતા હાઈકોર્ટ જસ્ટીસ શ્રી કુરેશીએ આરોપીઓની ગેરકાયદે અટકાયત ન થાય તે રીતે ગુનાની તપાસ માટે સુરત ડીસીપીને નિર્દેશ આપ્યો છે.
જેથી સેશન્સ કોર્ટે નીચલી કોર્ટ સમક્ષ પોલીસે રજુ કરેલા રિમાન્ડ રિપોર્ટના કારણોને ધ્યાને લઈને આરોપીઓના રિમાન્ડ નકારતાં નીચલી કોર્ટના હુકમને કાયદેસરનો હોવાનો નિર્દેશ આપી પોલીસની રિમાન્ડ રિવીઝનની માંગને નકારી કાઢી હતી.
(પ્રતિનિધિ દ્વારા) સુરત,
ઉકાઇ ડેમથી હથનુર ડેમ વચ્ચેના કેચમેન્ટ એરિયામાં સરેરાશ ૮૦ ટકા વરસાદ વરસી ચૂકયો છે. જયારે હથનુર ડેમના ઉપરવાસના પાંચ ગેજ સ્ટેશનોમાં ગત વર્ષ કરતા રેકોર્ડબ્રેક વરસાદ આજદિન સુધીમાં વરસ્યો હોવાથી ઉકાઇ ડેમમાં ચાલુ વર્ષે સતત પાણીના આવરાથી સપાટી રૃલલેવલને પાર કરી ગઇ છે.
ઓગસ્ટ-૨૦૦૬માં સુરત શહેરમાં જે વિનાશક પૂર આવ્યા હતા. તે વખતે ઉકાઇ જળાશયથી હથનુર ડેમ વચ્ચેના મહારાષ્ટ્રના સરનખેડા, ગીધાડે, સાવખેડા, ધુલીયા, દહીંગાવ, ગીરના અને ભુસાવલમાં દેમાર વરસાદ ઝીંકાયો હતો અને ગણતરીના કલાકોમાં હેવી ઇનફલો આવતા ઉકાઇ ડેમના તમામ દરવાજા ખોલી નંખાતા સુરતમાં પૂર આવ્યું હતું. બરાબર ચાર વર્ષ બાદ આ વર્ષે ઉપરોકત વિસ્તારોમાં ગત વર્ષની સરખામણીમાં સરેરાશ ૮૦ ટકા વરસાદ વરસ્યો હોવાના આંકડા મળ્યા છે અને હવે વરસાદી ઋતુના ઓછા દિવસો બાકી હોવાથી ઉકાઇ ડેમના સત્તાધીશો ચોક્કસ ગણતરી કરીને પાણી છોડી રહ્યાં છે.
દરમ્યાન હથનુર ડેમથી ઉપરવાસના ભાગોમાં હથનુર, યારલી, બુરહાનપુર, દેડતલાઇ, ગોપાલખેડા, ચીખલધરા, લખપુરી અને ટેસ્કા વિસ્તારનો સમાવેશ થાય છે. આ વરસાદી ઋતુમાં આજદિન સુધીમાં જે વરસાદ વરસ્યો છે. તેના આંકડા જોઇએ તો ટેસ્કા, લખપુરી, ચીખલધરાને બાદ કરતા બાકીના તમામ વિસ્તારોમાં ગત વર્ષના ચોમાસાની ઋતુના કુલ વરસાદ જેટલો વરસાદ તો આ વિસ્તારમાં કયારનો પડી ગયો છે. આ રેકોર્ડબ્રેક વરસાદના કારણે આ વર્ષે હથનુર ડેમના દરવાજા એકપણ દિવસ બંધ કરવાની નોબત આવી ન હોવાથી ઉકાઇ ડેમમાં સતત પાણીની આવક ઠલવાતા ડેમની સપાટી રૃલલેવલ સુધી પહોંચી શકી છે. ગત વર્ષ અને ચાલુ વર્ષના વરસાદના આંકડા જોઇએ તો ઉકાઇથી હથનુર ડેમ વચ્ચેના ભાગોમાં ઓછો વરસાદ નોંધાયો છે અને હથનુર ડેમથી ઉપરવાસના ભાગોમાં રેકોર્ડબ્રેક વરસાદ વરસી ચૂકયો છે.
હવામાનઅભ્યાસુઓના જણાવ્યા મુજબ હવે સપ્ટેમ્બર મહિનાના ત્રીજા વીક સુધી વરસાદ વરસવાની શકયતા છે અને આ ત્રણ અઠવાડિયામાં જો ઉકાઇ ડેમથી હથનુર ડેમ વચ્ચેના ભાગોમાં દેમાર વરસાદ ઝીંકાય તો ગમે તે થઇ શકે તેમ છે. કારણ કે, ઓગસ્ટ-૨૦૦૬માં પણ આ ભાગોમાં જ વરસાદ વરસ્યો હોવાથી પૂર આવ્યું હતું. આથી તંત્ર આ વિસ્તારોમાં કેટલો વરસાદ વરસી રહ્યો છે તેના એક એક કલાકના આંકડા લઇને ગણતરી માંડી રહ્યું છે.
Share |
  More News
તપાસ સમયે 'સરકાર'નું દબાણ હતુંઃગીતા જોહરી
જીમખાનામાં જુગાર અટકાવવા 'સીસીટીવી રેકોર્ડિંગ' ફરજિયાત
વિધાનસભામાં મોંધવારી અંગે ભાજપનો પ્રસ્તાવ અશાંતિ સર્જશે
રાજકારણીઓનાં વાહનોની ફેન્સી પ્લેટની તસવીરો ઇન્ટરનેટ પર
મુંબઈમાં વૉટર વૅનો કરાર ખાનગી કંપનીને સોંપાયોે
બે માસ સુધી મેટ્રો. મેજિસ્ટ્રેટ ડોમિસાઈલ સર્ટિફિકેટ આપશે
અમેરિકામાં મૂળ યમનના બે શકમંદ ત્રાસવાદી ઝડપાયા
ભારતમાં ત્રાસવાદી હુમલાની ઓસ્ટ્રેલિયાની ફરી ચેતવણી
કેનેડામાં આતંકવાદી હુમલાના કાવતરામાં ભારતીયની સંડોવણી
 
  More News
ચાંદીમાં વિક્રમી તેજીને બ્રેક લાગતાં ભાવોમાં પ્રત્યાઘાતી ઘટાડો
અમેરિકા મંદીમાં ધકેલાઇ રહ્યાના નિર્દેશે એશિયામાં કડાકો
નિફ્ટીમાં મંદીનું દુઃસાહસ કરનારાને ટ્રેપમાં લેવાયા
લાહોરની હાઇકોર્ટે રમત પ્રધાન અને પીસીબીના ચેરમેનને પણ હાજર થવા ફરમાન છોડયું
રાઠૌરે ક્વોલિફાઇંગ ટ્રાયલ્સમાં ભાગ જ ન લીધો
સોડરલિંગને વિજય મેળવવા પાંચ સેટ સુધી સંઘર્ષ કરવો પડયો
સલમાન અને અમિતાભનાં રિયાલિટી શો સામસામેે
દિયા મિર્ઝા અને ઝાયેદ ખાન નવુ પ્રોડક્શન હાઉસ શરુ કરશે
એક મહિનામાં બોલિવુડમાં માત્ર એક જ ફિલ્મનું શૂટિંગ થયું
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

આપણને યાદ કઈ રીતે રહે છે! માણસ જે પ્રકારના
સોલાર પાવર વિમાનની રાત્રિસફર
નવું ખાદ્ય વનસ્પતિ તેલ
 
 
 

Gujarat Samachar Plus

કેનવાસ દ્વારા મિશન કોન્ટ્રિબ્યુશન
શ્રાવણી સાતમ અને રમઝાનની ઈફતારીનો સંગમ એટલે શાહેઆલમનો રોજો
ઓસ્ટ્રેલિયાના બાળકોને સાયન્સ સેવી બનાવતી સાત વર્ષની કાયના ફીચડીયા
હવામાં લહેરાતા દુપટ્ટા બની ગયા બુકાની
   
 
lagnavisha usa
   
webad1

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્ આજનું ઔષધ
આજની જોક આજની રેસીપી
   
webad2

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
About Us | Contact Us | Advertise with us | Feed Back
 
Gujarat Samachar © 2010, All Rights Reserved