Last Update : 01-Sept.-2010, Wednesday
ઉકાઇ ડેમમાંથી મધરાત્રે ૨ લાખ ક્યુસેક પાણી છોડાયું
ડેમની સપાટી રૃલ લેવલને પાર કરી જતાં
ડેમના ૨૨ દરવાજા ૧ ફુટ સુધી ખોલી કઢાયાઃ સવારે ૮ વાગ્યે ભરતી ઓસર્યા બાદ છોડાયેલું પાણી તાપીમાં ઠલવાશે
(પ્રતિનિધિ દ્વારા) સુરત,
ઉકાઇ ડેમના ઉપરવાસના ભાગોમાં વિતેલા ૨૪ કલાકમાં અને આજે દિવસ દરમ્યાન સામાન્ય વરસાદ નોંધાયો હોવા છતાં બપોર બાદ ઉકાઇ ડેમમાં ૧ લાખ ક્યૂસેક ઇનફલો આવતાં રૃલ લેવલથી ઉપર વહી રહેલી સપાટી વધુને વધુ નીચી લઇ જવાનો નિર્ણય લેવાયો છે. બપોરે ઉકાઇ ડેમના ૨૨ દરવાજા કોલી ૬૦,૦૦૦ ક્યૂસેક પાણી છોડવાની શરૃઆત કર્યા બાદ આજે રાત્રીના ૧૨ વાગ્યાથી ૪ કલાક માટે ૨ લાખ ક્યૂસેક પાણી છોડવાનો આરંભ કરાયાની જાહેરાતથી શહેરીજનોમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
ઉકાઇ ડેમમાંથી છોડાયેલા પાણીની આવક સુરત શહેરની તાપી નદીમાં આવતીકાલે મંગળવારે સવારે ૮ વાગ્યે આવવાની શરૃઆત થશે. બીજી તરફ મળસ્કે ૫.૩૦ વાગ્યે તાપી નદીમાં આવનારી ભરતીના પાણી સવારે ૮ વાગ્યે ઓસરી જશે. આ કારણે ૮ વાગ્યાથી તાપી નદી બન્ને કાંઠે છલોછલ વહેશે અને ભરતી અને ઉકાઇ ડેમનું પાણી ભેગું થવાનું ટેન્શન રહેશે નહીં. આ ૨ લાખ ક્યૂસેક પાણી છોડવા પાછળ અનેક તર્ક-વિતર્કો ઉઠયા છે. આધારભૂત સુત્રોના જણાવ્યા મુજબ આજે રાત્રે ૧૨ વાગ્યાથી મધરાતે ૪ વાગ્યા સુધીના ૪ કલાક માટે જે ૨ લાખ ક્યૂસેક પાણી ઉકાઇ ડેમમાંથી છોડાવાનું છે, તેને મોકડ્રીલનું નામ અપાયું છે. મોકડ્રીલ એટલે કે સુરત શહેર કમિશ્નર કુ. એસ.અપર્ણાએ સુરત શહેરમાં ૨ લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવે તો સ્થિતિ અંડર કંટ્રોલમાં રહેશે કે નહીં ? કયા કયા ફલડ ગેટો પર ધ્યાન આપવું પડે તેમ છે ? કયા વિસ્તારોમાં ચાંપતી નજર રાખવી પડે તેમ છે. આ બધા કારણોસર તપાસવા તાપી નદીમાં ૪ કલાક માટે ૨ લાખ ક્યૂસેક પાણી છોડવાની વાત ગાંધીનગરના સત્તાધિશોએ માન્ય રાખી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
ઉકાઇમાંથી ૪ કલાક પાણી છોડાવાનું છે તેની અસર સુરત શહેરની તાપી નદીમાં મંગળવારે બપોરે ૧ વાગ્યા સુધી જોવા મળશે અને આ ૪ કલાક પાણી છોડાતાં કુલ ૫૦૦ એમસીએમ (મીલીયન ક્યુબીક મીટર) પાણી ઉકાઇ ડેમમાંથી ઓછું થશે. ૪ કલાકમાં ૨૫૦ એમસીએમ પાણી ઉકાઇ ડેમમાં ઉપરવાસથી આવવાની શક્યતા છે. જેથી ૨૫૦ એમસીએમ પાણી ઓછું થતાં સપાટીમાં ૧ ફુટનો ઘટાડો થશે. આમ આ પાણી છોડાતાં સપાટી રૃલ લેવલની લગોલગ થઇ જશે. ૨૫૦ એમસીએમ પાણીથી સપાટીમાં ૧ ફુટની વધઘટ થાય છે.
આજે ઉકાઇ ડેમના રૃલ લેવલ મુજબ સપાટી ૩૩૪.૮૭ ફુટ હોવી જોઇએ. પરંતુ હથનુર ડેમમાંથી સતત પાણીની આવકના પગલે આજે સવારે ૬ વાગ્યે જ સપાટી રૃલ લેવલને પાર કરીને ૩૩૪.૯૦ ફુટે પહોંચી હતી. આમ રૃલ લેવલથી સપાટી ઉપર હતી અને બીજી તરફ ઉકાઇ ડેમમાં ૫૦,૦૦૦ ક્યૂસેક પાણીનો આવરો આવતો જ હતો. જેમાંથી ૨૪૦૦૦ ક્યૂસેક પાણી હાઇડ્રોમાં છોડી બાકીનું પાણી સ્ટોરેજ થતું હતું. રૃલ લેવલથી સપાટી વધુ હોવાથી પાણી છોડવાનો નિર્ણય લેવાયો હોવાનું તંત્ર દ્વારા જણાવાયું છે.
Share |
  More News
તપાસ સમયે 'સરકાર'નું દબાણ હતુંઃગીતા જોહરી
જીમખાનામાં જુગાર અટકાવવા 'સીસીટીવી રેકોર્ડિંગ' ફરજિયાત
વિધાનસભામાં મોંધવારી અંગે ભાજપનો પ્રસ્તાવ અશાંતિ સર્જશે
રાજકારણીઓનાં વાહનોની ફેન્સી પ્લેટની તસવીરો ઇન્ટરનેટ પર
મુંબઈમાં વૉટર વૅનો કરાર ખાનગી કંપનીને સોંપાયોે
બે માસ સુધી મેટ્રો. મેજિસ્ટ્રેટ ડોમિસાઈલ સર્ટિફિકેટ આપશે
અમેરિકામાં મૂળ યમનના બે શકમંદ ત્રાસવાદી ઝડપાયા
ભારતમાં ત્રાસવાદી હુમલાની ઓસ્ટ્રેલિયાની ફરી ચેતવણી
કેનેડામાં આતંકવાદી હુમલાના કાવતરામાં ભારતીયની સંડોવણી
 
  More News
ચાંદીમાં વિક્રમી તેજીને બ્રેક લાગતાં ભાવોમાં પ્રત્યાઘાતી ઘટાડો
અમેરિકા મંદીમાં ધકેલાઇ રહ્યાના નિર્દેશે એશિયામાં કડાકો
નિફ્ટીમાં મંદીનું દુઃસાહસ કરનારાને ટ્રેપમાં લેવાયા
લાહોરની હાઇકોર્ટે રમત પ્રધાન અને પીસીબીના ચેરમેનને પણ હાજર થવા ફરમાન છોડયું
રાઠૌરે ક્વોલિફાઇંગ ટ્રાયલ્સમાં ભાગ જ ન લીધો
સોડરલિંગને વિજય મેળવવા પાંચ સેટ સુધી સંઘર્ષ કરવો પડયો
સલમાન અને અમિતાભનાં રિયાલિટી શો સામસામેે
દિયા મિર્ઝા અને ઝાયેદ ખાન નવુ પ્રોડક્શન હાઉસ શરુ કરશે
એક મહિનામાં બોલિવુડમાં માત્ર એક જ ફિલ્મનું શૂટિંગ થયું
 
News from International National Entertainment Business Sports    
Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot Kheda-Anand Kutch North Gujarat
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

આપણને યાદ કઈ રીતે રહે છે! માણસ જે પ્રકારના
સોલાર પાવર વિમાનની રાત્રિસફર
નવું ખાદ્ય વનસ્પતિ તેલ
 
 
 

Gujarat Samachar Plus

કેનવાસ દ્વારા મિશન કોન્ટ્રિબ્યુશન
શ્રાવણી સાતમ અને રમઝાનની ઈફતારીનો સંગમ એટલે શાહેઆલમનો રોજો
ઓસ્ટ્રેલિયાના બાળકોને સાયન્સ સેવી બનાવતી સાત વર્ષની કાયના ફીચડીયા
હવામાં લહેરાતા દુપટ્ટા બની ગયા બુકાની
   
 
lagnavisha usa
   
webad1

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્ આજનું ઔષધ
આજની જોક આજની રેસીપી
   
webad2

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
About Us | Contact Us | Advertise with us | Feed Back
 
Gujarat Samachar © 2010, All Rights Reserved