|
મોદી સરકારે પ્રજાને માથે ૭૩૦ કરોડનો બોજ ઝીંક્યો |
|
|
|
અમદાવાદ સમાચાર
|
|
આના લેખક છે GSNEWS
|
|
મંગળવાર, 09 માર્ચ 2010 |
વેટ ચોરી કરતાં ૬૮૬ વેપારીઓના ૬૮૬ કરોડ વસૂલવાને બદલે
(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,
ગુજરાત સરકારે ૨૦૧૦-૧૧ના બજેટમાં આમ જનતાને માથે રૂા. ૭૩૦ કરોડનો બોજાઓ નાંખવાને બદલે રૂા. ૧ કરોડથી વઘુની રકમ ન ચૂકવી રહેલા વેપારીઓ પાસેથી વેરાની વસૂલી કરીને પ્રજાને વેરાના બોજમાંથી મુક્તિ આપવાનું પગલું લેવું જોઈતું હતું. ચોરી કરનારા વેપારીઓને દંડ કરીને વસૂલી કડક કરવાને બદલે ગુજરાતના નાણાં પ્રધાને આમપ્રજાને માથે વેરાનું ભારણ નાખવાનું પસંદ કર્યું છે. બજેટમાં સરકારે મહેસૂલી ખાધ રૂા. ૪૫૦૨.૦૨ કરોડ જેટલી ઊંચી રાખી છે. પરિણામે નવા નાણાંકીય વર્ષને અંતે રાજ્યની મહેસૂલી ખાધ બહુ જ વધી જવાનું જોખમ છે.
સ્વર્ણિમ બજેટની આશા ઠગારી નીવડી ઃ કેન્દ્ર સરકાર નાણાં ન આપતી હોય તો રાજ્ય સરકાર કોર્ટમાં ધા નાખે ઃ શક્તિસિંહ
આજે અહીં રાજ્ય વિધાનસભામાં અંદાજ પત્ર પરની સામાન્ય ચર્ચાનો આરંભ કરતાં
વિપક્ષના નેતા શક્તિસિંહ ગોહિલે કહ્યું હતું કે તેમણે કહ્યું હતું કે
મઘ્યમ વર્ગનો આદમી વીજચોરીમાં પકડાય તો તેને જેલમાં ધકેલી દેવામાં આવે છે,
પરંતુ કરોડોની ચોરી કરનારાઓ સાથે ગોઠવણ થઈ શકશે તેવી ગણતરીએ તેમની સામે
કોઈ જ પગલાં લેવાતા નથી. આ જ રીતે કેમિકલના ઉત્પાદકો પાસેથી વેરા લેવા
માટેની એન્ટ્રીઓનું વર્ગીકરણ બદલી નાંખીને ૫ ટકા વેટના દાયરામાં આવતા અનેક
કેમિકલ્સ પર હવે ૧૫ ટકાના દરે વેટ ચૂકવો પડશે. આ ફેરફાર કરવામાં તો સરકાર
જે તે ઉત્પાદકોને અનૂકૂળ થઈ શકે તેવા નોટિફિકેશન બહાર પાડીને એન્ટ્રીઓ
બદલી શકશે. ત્રણ વર્ષથી પ્રજાને માથે નાખી દેવામાં આવેલો વેટ પરનો ૨૫
ટકાનો સરચાર્જ સરકાર ખેંચ્યો નથી.
આંતર રાજ્યના વેપાર કરનારા વેપારીઓએ તેમના ઉત્પાદન તૈયાર કરવા માટે કાચા
માલ પર ચૂકવેલા વેટની ઇનપુટ ટેક્સ ક્રેડિટ અપાય છે. વેપારીએ તૈયાર કરેલો
માલ રાજ્યની બહાર વેચવામાં આવે ત્યારે તેમને ઇનપુટ ટેક્સ ક્રેડિટ આપવામાં
આવે છે. આ ક્રેડિટની રકમમાંથી બે ટકા રકમ કેન્દ્રિય વેચાણ વેરાની કેન્દ્ર
સરકાર રાજ્ય સરકારને ન ચૂકવેલી રકમ સામે કાપી લેવાની દરખાસ્ત મૂકી છે.
કેન્દ્ર સરકાર અન્યાય કરી રહી હોવાનો જુઠ્ઠો પ્રચાર રાજ્ય સરકાર કરી રહી
છે. હવે કેન્દ્ર સરકાર ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જી.એસ.ટી.) દાખલ કરવાની
તૈયારીમાં છે ત્યારે રાજ્યના વેપારીઓને માથે નાંખવામાં આવેલું બે ટકાનું
વેરાનું ભારણ ઉચિત નથી.
તમાકુ પર વેરાના દર વધારીને ૨૦ ટકા કરવાથી ગુજરાતમાં સ્મગલિંગ કરીને
તમાકુની બનાવટોનો ધૂસાડવાની પ્રવૃત્તિમાં વધારો થશે. ૨૦૦૮-૦૯ વર્ષના
મહેસૂલી હિસાબમાં ૨૬૫.૫૬ કરોડની મહેસૂલી પુરાંત દર્શાવ્યા પછીય રૂા. ૬૫.૭૫
કરોડની મહેસૂલી ખાધ આવી છે. આ વરસે બજેટમાં સરકાર રૂા. ૪૫૦૨.૦૨ કરોડની
મહેસૂલી ખાધ લઈને આવી છે. આ સ્થિતિમાં વર્ષને અંતે મહેસૂલી ખાધ બહુ જ મોટી
થઈ જવાનું જોખમ રહેલું છે, એમ વિપક્ષના નેતાએ જણાવ્યું હતું. ગુજરાત સરકાર
દ્વારા દેવા-ઋણમાં કરવામાં આવી રહેલા વધારાની ટીકા કરતાં તેમણે જણાવ્યું
હતું કે
મઘ્યમ વર્ગનો માનવી મોંઘવારીના સમયમાં સેકન્ડ હેન્ડ કાર ખરીદીને વાહન
લેવાના સપનાંઓ સાકાર કરે છે. તેમનેય સરકારે છોડ્યા નથી. વૈભવી કાર
ખરીદવાને સમર્થ લોકોને માથે વેરાનો બોજ વધારવાનો વિચાર કર્યો નથી. સેકન્ડ
હેન્ડ કાર જેટલીવાર લેવાય કે વેચાય તેટલી વાર તેના પર નવેસરથી વેરો
વસૂલવાની વ્યવસ્થા દાખલ કરવામાં આવી છે. પરિણામે વાહન ખરીદ્યા પછી વાહન
ટ્રાન્સફર ન કરાવવાનું વલણ વધી શકે છે. તેને કારણે અન્ય સમસ્યાઓ વધી
જવાનું જોખમ રહેલું છે.
(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,
ગુજરાત સરકારે ૨૦૧૦-૧૧ના બજેટમાં આમ જનતાને માથે રૂા. ૭૩૦
કરોડનો બોજાઓ નાંખવાને બદલે રૂા. ૧ કરોડથી વઘુની રકમ ન ચૂકવી રહેલા
વેપારીઓ પાસેથી વેરાની વસૂલી કરીને પ્રજાને વેરાના બોજમાંથી મુક્તિ
આપવાનું પગલું લેવું જોઈતું હતું. ચોરી કરનારા વેપારીઓને દંડ કરીને વસૂલી
કડક કરવાને બદલે ગુજરાતના નાણાં પ્રધાને આમપ્રજાને માથે વેરાનું ભારણ
નાખવાનું પસંદ કર્યું છે. બજેટમાં સરકારે મહેસૂલી ખાધ રૂા. ૪૫૦૨.૦૨ કરોડ
જેટલી ઊંચી રાખી છે. પરિણામે નવા નાણાંકીય વર્ષને અંતે રાજ્યની મહેસૂલી
ખાધ બહુ જ વધી જવાનું જોખમ છે.
સ્વર્ણિમ બજેટની આશા ઠગારી નીવડી ઃ કેન્દ્ર સરકાર નાણાં ન આપતી હોય તો રાજ્ય સરકાર કોર્ટમાં ધા નાખે ઃ શક્તિસિંહ
આજે અહીં રાજ્ય વિધાનસભામાં અંદાજ પત્ર પરની સામાન્ય
ચર્ચાનો આરંભ કરતાં વિપક્ષના નેતા શક્તિસિંહ ગોહિલે કહ્યું હતું કે તેમણે
કહ્યું હતું કે મઘ્યમ વર્ગનો આદમી વીજચોરીમાં પકડાય તો તેને જેલમાં ધકેલી
દેવામાં આવે છે, પરંતુ કરોડોની ચોરી કરનારાઓ સાથે ગોઠવણ થઈ શકશે તેવી
ગણતરીએ તેમની સામે કોઈ જ પગલાં લેવાતા નથી. આ જ રીતે કેમિકલના ઉત્પાદકો
પાસેથી વેરા લેવા માટેની એન્ટ્રીઓનું વર્ગીકરણ બદલી નાંખીને ૫ ટકા વેટના
દાયરામાં આવતા અનેક કેમિકલ્સ પર હવે ૧૫ ટકાના દરે વેટ ચૂકવો પડશે. આ
ફેરફાર કરવામાં તો સરકાર જે તે ઉત્પાદકોને અનૂકૂળ થઈ શકે તેવા નોટિફિકેશન
બહાર પાડીને એન્ટ્રીઓ બદલી શકશે. ત્રણ વર્ષથી પ્રજાને માથે નાખી દેવામાં
આવેલો વેટ પરનો ૨૫ ટકાનો સરચાર્જ સરકાર ખેંચ્યો નથી.
આંતર રાજ્યના વેપાર કરનારા વેપારીઓએ તેમના ઉત્પાદન તૈયાર
કરવા માટે કાચા માલ પર ચૂકવેલા વેટની ઇનપુટ ટેક્સ ક્રેડિટ અપાય છે.
વેપારીએ તૈયાર કરેલો માલ રાજ્યની બહાર વેચવામાં આવે ત્યારે તેમને ઇનપુટ
ટેક્સ ક્રેડિટ આપવામાં આવે છે. આ ક્રેડિટની રકમમાંથી બે ટકા રકમ કેન્દ્રિય
વેચાણ વેરાની કેન્દ્ર સરકાર રાજ્ય સરકારને ન ચૂકવેલી રકમ સામે કાપી લેવાની
દરખાસ્ત મૂકી છે. કેન્દ્ર સરકાર અન્યાય કરી રહી હોવાનો જુઠ્ઠો પ્રચાર
રાજ્ય સરકાર કરી રહી છે. હવે કેન્દ્ર સરકાર ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ
(જી.એસ.ટી.) દાખલ કરવાની તૈયારીમાં છે ત્યારે રાજ્યના વેપારીઓને માથે
નાંખવામાં આવેલું બે ટકાનું વેરાનું ભારણ ઉચિત નથી.
તમાકુ પર વેરાના દર વધારીને ૨૦ ટકા કરવાથી ગુજરાતમાં
સ્મગલિંગ કરીને તમાકુની બનાવટોનો ધૂસાડવાની પ્રવૃત્તિમાં વધારો થશે.
૨૦૦૮-૦૯ વર્ષના મહેસૂલી હિસાબમાં ૨૬૫.૫૬ કરોડની મહેસૂલી પુરાંત દર્શાવ્યા
પછીય રૂા. ૬૫.૭૫ કરોડની મહેસૂલી ખાધ આવી છે. આ વરસે બજેટમાં સરકાર રૂા.
૪૫૦૨.૦૨ કરોડની મહેસૂલી ખાધ લઈને આવી છે. આ સ્થિતિમાં વર્ષને અંતે મહેસૂલી
ખાધ બહુ જ મોટી થઈ જવાનું જોખમ રહેલું છે, એમ વિપક્ષના નેતાએ જણાવ્યું
હતું. ગુજરાત સરકાર દ્વારા દેવા-ઋણમાં કરવામાં આવી રહેલા વધારાની ટીકા
કરતાં તેમણે જણાવ્યું હતું કે
મઘ્યમ વર્ગનો માનવી મોંઘવારીના સમયમાં સેકન્ડ હેન્ડ કાર
ખરીદીને વાહન લેવાના સપનાંઓ સાકાર કરે છે. તેમનેય સરકારે છોડ્યા નથી.
વૈભવી કાર ખરીદવાને સમર્થ લોકોને માથે વેરાનો બોજ વધારવાનો વિચાર કર્યો
નથી. સેકન્ડ હેન્ડ કાર જેટલીવાર લેવાય કે વેચાય તેટલી વાર તેના પર નવેસરથી
વેરો વસૂલવાની વ્યવસ્થા દાખલ કરવામાં આવી છે. પરિણામે વાહન ખરીદ્યા પછી
વાહન ટ્રાન્સફર ન કરાવવાનું વલણ વધી શકે છે. તેને કારણે અન્ય સમસ્યાઓ વધી
જવાનું જોખમ રહેલું છે.
|