|
હિમાલયા મોલના વિલેજ રેસ્ટોરન્ટમાં આગ લાગી |
|
|
|
અમદાવાદ સમાચાર
|
|
આના લેખક છે GSNEWS
|
|
મંગળવાર, 09 માર્ચ 2010 |
ડ્રાઈવ-ઈન-રોડ પર આવેલા
અમદાવાદ,
ડ્રાઈવઈન રોડ ઉપરના હિમાલયા મોલના ત્રીજામાળે આવેલી ‘ધી વિલેજ’ રેસ્ટોરન્ટમાં આજે સાંજના અકસ્માતે ભભૂકી ઉઠેલી આગની દુર્ઘટનાએ ભારે સનસનાટી મચાવી મુકી હતી. ડ્રાઈવઈન રોડ ઉપરના સળંગ વાહન વ્યવહાર સ્થગીત થઈ જતાં મોલની બહાર એકત્રિત થઈ ગયેલા લોકોના થોકબંધ ટોળામાં ઉત્તેજના વ્યાપી ગઈ હતી. મ્યુની. ફાયર બ્રિગેડ સ્ટાફે ઝડપી જહેમતભરી કામગીરી બજાવીને અડધા કલાકે આગને કાબુમાં લીધી ત્યારે કોઈ જાનહાની થઈ નહીં હોવાની હકીકત જાણીને સહુએ રાહતના શ્વાસ લીધા હતા.
મલ્ટીપ્લેક્સ, હુક્કાબાર, ડિસ્કોથેક અન્ય ૬૦ દુકાનો બંધ કરાવવા પડ્યા ઃ ટ્રાફિક જામ થયો
ધી વિલેજ રેસ્ટોરન્ટની આગની આ દુર્ઘટનાના પરિણામે મોલમાં
આવેલ ‘એડ લેબ’ છબીઘર કે જે બીગ સિનેમા નામે ઓળખાય છે તેના પાંચ પડદા ઉપર
ચાલી રહેલ ફિલ્મોનું પ્રસારણ થોભાવી દઈને પ્રેક્ષકોને ઝડપભેર સલામત સ્થાને
રવાના કરી દેવામાં આવ્યા હતા. આ ઉપરાંત ચાર મજલામાં પથરાયેલ આ વિશાળ
મોલમાં આવેલી વિવિધ પ્રકારના આર્ટીકલ્સની ૬૦ જેટલી દુકાનો પણ ફટાફટ બંધ
કરી દેવામાં આવી હતી. ડ્રાઈવઈન રોડ પર આ ઘટનાને લઈને ટ્રાફિક જામ થયો હતો.
આજે સાંજના ચારેક વાગ્યાના સુમારે મ્યુની. ફાયર બ્રિગેડને
મળેલા સંદેશા પછી ફાયરબ્રિગેડના અધિકારીઓ તથા જવાનોનો ૪૦ જણાનો કાફલો તેમજ
બે ફાયર ફાઈટર અને ત્રણ વોટર ટેન્કરો સાથે ઘટનાસ્થળે આવી પહોંચ્યો હતો અને
કામગીરી શરૂ કરી હતી. ધી વિલેજ રેસ્ટોરન્ટની ચીમનીમાં ઘુંધવાઈ રહેલી આગની
જ્વાળાના સપાટામાં માલસામાનથી ખીચોખીચ ભરેલ માળીયાનો ભાગ ઝડપાઈ ગયો હતો.
રેસ્ટોરન્ટના નામને અનુરૂપ શોભામાં અભિવૃઘ્ધિ કરવાના આશયથી રંગબેરંગી
કાગળોમાંથી બનાવેલા તોરણ તથા સુશોભનની ચીજવસ્તુઓને આગની જ્વાળાઓમાં ઝડપાઈ
જતી બચાવી લેવાની કામગીરી પાર પાડી હતી. મલ્ટીપ્લેક્સ, ડિસ્કોથેક, દુકાનો,
મોલમાં કાર્યરત લગભગ પંદરસોથી બે હાજર જેવા કર્મચારીઓનો કાફલો પોતાના જીવ
બચાવવા બહાર દોડી ગયો હતો.
આગની ઘટના પછી મોલની બહાર ઉમટી પડેલા લોકોના ટોળાને પોલીસ
તંત્રે મહામહેનતે કાબુમાં રાખ્યા હતા. અડધો કલાકની જહેમતભરી કામગીરીના
અંતે ફાયરબ્રિગેડ સ્ટાફે આગને કાબુમાં લીધી હતી.
|