|
ગાંધીનગરના ધારાસભ્યની પુત્રવઘૂનો આપઘાતનો પ્રયાસ |
|
|
|
અમદાવાદ સમાચાર
|
|
આના લેખક છે GSNEWS
|
|
મંગળવાર, 09 માર્ચ 2010 |
|
ગાંધીનગર,
ગાંધીનગરના ધારાસભ્ય શંભુજી ઠાકોરની પુત્રવઘુએ આજે બપોરના સમયે પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈને જીવન ટૂકાવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, તેમના પતિ તેમને તુરત જ સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં લઈ આવ્યા હતા. જ્યાં તેમની હાલત ગંભીર જણાતા સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ સંદર્ભે ગાંધીનગર ડીવાયએસપીએ તપાસનો દૌર શરૂ કર્યો છે. પરંતુ તેઓ મોડી સાંજ સુધી ભાનમાં નહીં આવતા નિવેદન લઈ શકાયું ન હતું.
ઘરે જ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવવાનો પ્રયત્ન કર્યો ગંભીર હાલતમાં અમદાવાદ સિવિલમાં સારવાર હેઠળ
પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર ગાંધીનગરના ધારાસભ્ય શંભુજી
ઠાકોર સેક્ટર-૨૭માં આવેલી શિવશક્તિ સોસાયટીના મકાન નં. ૯૮૦/૨માં પરિવાર
સાથે રહે છે. જ્યારે તેમનો પુત્ર અશોકજી ખાનગી કંપનીમાં નોકરી કરે છે.
અશોકજીના લગ્ન ત્રણ વર્ષ અગાઉ ગાંધીનગરમાં જ રહેતી મિત્તલ સાથે થયા હતા.
આજે બપોરના સમયે મકાનમાં અશોકજી અને મિત્તલબેન હાજર હતા તે દરમ્યાન કોઈ
કારણોસર ૧ વાગ્યાના સુમારે મિત્તલબેને રૂમમાં પંખે લટકી આપઘાતનો પ્રયત્યન
કરી લીધો હતો. અશોકજીને આ બનાવની જાણ થતાં તુરત જ મિતલબેનને નીચે ઉતારી
સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં લઈ આવ્યા હતા.
જો કે, ત્યાં
તબીબોએ મિતલબેનની હાલત ગંભીર હોવાનું જણાવીને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં
સારવાર માટે મોકલી આપ્યા હતા. આ બનાવ અંગે સેક્ટર-૨૧ પોલીસને જાણ કરવામાં
આવતા પોલીસે જાણવાજોગ નોંધીને તપાસ શરૂ કરી હતી. બીજી તરફ મિત્તલબેનનો
લગ્નગાળો ત્રણ વર્ષનો હોવાથી આ બનાવ ડીવાયએસપીની તપાસનો બનતો હોવાથી
ગાંધીનગર ડીવાયએસપી કે.સી.ચુડાસમાએ તપાસ શરૂ કરી છે. તેમના જણાવ્યા પ્રમાણે મિત્તલેબેને તેમના ઘરમાં જ આપઘાતનો
પ્રયત્ન કર્યો હતો. જો કે, તેઓ મોડી સાંજ સુધી ભાનમાં ન આવ્યા હોવાથી
તેમનું નિવેદન લઈ શકાયું નથી. નિવેદન બાદ જ તેમણે શા કારણે આ પગલું ભર્યું
તે જાણી શકાશે.
|