|
ધો. ૧૦માં ૩૫ માર્કના જવાબો લખાવવાનો ભાવ પાંચ હજાર |
|
|
|
અમદાવાદ સમાચાર
|
|
આના લેખક છે GSNEWS
|
|
મંગળવાર, 09 માર્ચ 2010 |
|
અમદાવાદ,
ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ચાલતી ધો. ૧૦ની પરીક્ષામાં અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલી કેટલીયે શાળાઓમાં વ્યાપક ગેરરીતિઓ થઈ રહ્યાનું જણાઈ આવે છે. કેટલાક કેન્દ્રો પર તો ૩૫ માર્કસનાં જવાબો લખાવવાનાં પાંચ હજાર રૂપિયા લેવામાં આવે છે. જ્યારે અમુક કેન્દ્રો પર ચોક્કસ રકમ આપો એટલે બેસવાની જુદી વ્યવસ્થા કરી દેવામાં આવે છે. બીજી બાજુ ડીઈઓના સત્તાવાળાનું કહેવું છે કે હજુ સુધી અમારી પાસે આવી કોઈ ફરીયાદ આવી નથી.
અમદાવાદના પૂર્વ વિસ્તારની કેટલીક શાળાઓમાં ચાલી રહેલી બેફામ ગેરરીતિ
અમદાવાદના પૂર્વ વિસ્તારોમાં ખાસ કરીને છેવાડાના ભાગોમાં
આવેલી શાળાઓ વિવિધ પ્રકારની ગેરરીતિઓ સામાન્ય બાબત બની ગઈ છે. પરંતુ ગત
ગુરૂવારથી શરૂ થયેલી બોર્ડની ધો.૧૦ની પરીક્ષામાં પુષ્કળ પ્રમાણમાં ચોરીઓ
કરાવામાં આવે છે. આ અંગે ખુદ વાલીઓ કહે છે કે, નરોડા, નિકોલ, ઓઢવ, વટવા,
બાપુનગર અને ખોડિયાનગરમાં આવેલા કેટલાક પરીક્ષા કેન્દ્રોમાં ધો.૧૦ના
વિદ્યાર્થીઓ પાસેથી ૩૫ માર્કસના જવાબો લખાવવાના પાંચ હજાર રૂપિયા લેવામાં
આવે છે. અમે કેટલાય વિદ્યાર્થીઓનું આ રીતે સેટીંગ થયેલું જોયું છે.
વાલીઓ
કહે છે કે, અમુક કેન્દ્રમાં તો ખુદ સંચાલકો જ સેટીંગ કરી આપે છે. રૂપિયા
૩૦ થી ૩૫૦૦ લઈને વિદ્યાર્થીને બેસવાની અલગ વ્યવસ્થા કરી આપે છે. જ્યાં
વિદ્યાર્થી ગાઈડ-અપેક્ષિતનો છૂટથી ઉપયોગ કરી શકે છે. આવી શાળાઓના કેન્દ્રો
પર વિજિલન્સની સ્કવોડ પહોંચી ન શકે એ માટે ગાંધીનગર તેમજ અમદાવાદના
કંટ્રોલરૂમો પર નનામા ફોન કરી ખોટી માહિતી આપવામાં આવે છે. જેથી સ્કવોડના
સભ્યો જ્યાં ગેરરીતિ નથી થતી ત્યાં તપાસ કરવા જાય છે અને આ રીતે તેમનો સમય
બગડે છે.
આ અંગે અમદાવાદના ડીઈઓ કે.કે. રાઠોડ કહે છે કે પૈસા લઈને
પેપર લખવાનું હોય એ શક્યન થી તેમજ વિજિલન્સ સ્કવોર્ડ આખો દિવસ ફરતી હોવાથી
કોઈ વિદ્યાર્થીને જુદા બેસાડીને લખાવાનો પણ કોઈ પ્રશ્ન થી. આમ છતાં જો કોઈ
વાલી આવું નિવેદન આપશે તો જે તે સંચાલકને તુરંત જ સસ્પેન્ડ કરી આગળની
કાર્યવાહી કરાશે. હજુ સુધી આ અંગે કોઈ ફરીયાદ આવી નથી.
|