|
રાણી મુખર્જી હવે તેના ખાસ મિત્રોને પણ મળવાનું ટાળે છે |
|
|
|
મનોરંજન સમાચાર
|
|
આના લેખક છે GSNEWS
|
|
મંગળવાર, 09 માર્ચ 2010 |
|
મુંબઈ,
રાણી મુખર્જીની એકલતા પાછળ શું તેના સ્ટારડમનો આવેલો અંત જવાબદાર છે? રાણી જેવી બોલકણી અને ચંચળ યુવતી એકાએક જ લોકોથી અંતર રાખવા માંડે ત્યારે લોકોને બે વત્તા બે કરી તાળો મેળવતા વાર લાગતી નથી. રાણીના એક અંગત સૂત્રે જણાવ્યા પ્રમાણે, ‘‘રાણીએ ઉર્મિલા માતોંડકર, દિયા મિર્ઝા અને મનીષ મલ્હોત્રા સહિત તેના બધા મિત્રો સાથેનો સંબંધ કાપી નાખ્યો છે. તે તેમને ભાગ્યે જ ફોન કરે છે અને ઘણીવાર તો તેમના ફોન પણ લેતી નથી. મિત્રોને બદલે હવે તે તેની ભત્રીજી મિશા સાથે સમય પસાર કરવાનું પસંદ કરે છે.’’
અભિનેત્રીનો બદલાયેલો સ્વભાવ તેના નજીકના લોકો માટે આઘાતજનક
એકમાત્ર કોરિયોગ્રાફર વૈભવી મરચંટ સાથે જ રાણીએ થોડો ઘણો
સંપર્ક જાળવી રાખ્યો છે અને એ પણ એટલે કે વૈભવી યશ રાજ ફિલ્મસની ઘણી
ફિલ્મો કરે છે. જેના માલિક આદિત્ય ચોપરા સાથે રાણી છેલ્લા ત્રણ વરસથી
પ્રેમમાં હોવાની અફવા છે. વૈભવી રાણીને યશરાજ સ્ટુડિયોમાં ભટકાઈ જતી
હોવાથી રાણીએ નછૂટકે વૈભવી સાથે વાત કરવી પડે છે.
ભૂતકાળમાં રાણી તેની નજીકના લોકોના જીવનના મહત્ત્વના
પ્રસંગો દરમિયાન આપવામાં આવતી પાર્ટીઓમાં હાજર રહેતી હતી. પરંતુ તાજેતરમાં
તેણે ડૉ. આર. કે અગરવાલની પુત્રીના લગ્નમાં પણ હાજરી આપી નહોતી. આ કારણે
તેની નજીકના લોકોને ઘણો આઘાત લાગ્યો હતો. ‘‘રાણીના વર્તનમાં અચાનક જ આવેલો
આ ફેરફાર સમજી શકાય તેવો નથી. તેના મિત્રો તે પહેલા જેવી થઈ જાય એવી ઇચ્છા
રાખે છે. પરંતુ રાણી એકાંત ઝંખે છે.’’ સૂત્રે કહ્યું હતું. મનીષ
મલ્હોત્રાએ જણાવ્યા પ્રમાણે, ‘‘હું રાણીને અવારનવાર મળું છું. પરંતુ
તાજેતરમાં અમે એકબીજાને મળ્યા નથી, પરંતુ એનું કારણ બીજું જ છે. એ
દિલ્હીમાં શૂટિંગ કરે છે જ્યારે હું મારા શોમાં અને અત્યારે ચાલતા ફેશન
વીકમાં વ્યસ્ત છું.’’
|