Last Updated:19 ડિસેમ્બર 2011

CBI સામે જોહરીના આક્ષેપોની તપાસ કરવા ભાજપની માગ છાપો ઈ-મેલ
રાષ્ટ્રીય સમાચાર
આના લેખક છે GS NEWS   
સોમવાર, 30 ઓગસ્ટ 2010
Image(પીટીઆઇ)    નવી દિલ્હી,
સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં ગુજરાતના વરિષ્ઠ આઇપીએસ અધિકારી ગીતા જોહરીએ સીબીઆઇ સામે કરેલા આક્ષેપોની તપાસ કરવા ભાજપે માગણી કરી છે, આ સાથે ભાજપે આ મુદ્દે રાજ્યસભામાં ચર્ચા કરવાની પણ માગ કરી હતી.

ભાજપે સોહરાબુદ્દીન કેસમાં તપાસ એજન્સીના દુરુપયોગ મુદ્દે રાજ્યસભામાં ચર્ચાની માગણી કરી

ભાજપના પ્રવકત્તા રવિશંકર પ્રસાદે જણાવ્યું હતું કે આઇપીએસ અધિકારી ગીતા જોહરીએ હૈદરાબાદના પોલીસ કમિશનર બલવિંદર સિંહની ભૂમિકાની પણ તપાસની માગ કરી છે. પ્રસાદે આક્ષેપ કર્યો હતો કે આંધ્રપ્રદેશમાં કોંગ્રેસની સરકાર હોવાથી ત્યાં સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં પોલીસની ભૂમિકાની તપાસ ધીમી કરી દેવામાં આવી છે.

રાજ્યસભામાં પણ વિપક્ષના નેતા અરૃણ જેટલીએ સીબીઆઇના દુરુપયોગનો મુદ્દો ઉપાડયો હતો, એટલું જ નહિ આ મુદ્દે ભાજપે ચર્ચાની માગણી કરતા ગૃહની કાર્યવાહી મોકૂફ કરવાની ફરજ પાડી હતી. રવિશંકર પ્રસાદે જણાવ્યું હતું કે 'જોહરીએ પોતાના પર સીબીઆઇ દ્વારા દબાણ કરવામાં આવી રહ્યું હોવાનો ખુલાસો કર્યો છે જે તપાસ એજન્સીનો સરેઆમ દુરુપયોગ છે. આ મુદ્દે અમે રાજ્યસભામાં ચર્ચાની માગણી કરી છે.' તેમણે વધુમાં જણાવ્યું હતું કે સરકાર ત્રણ કેટેગરી હેઠળ સીબીઆઇનો દુરુપયોગ કરે છે. તેમણે જણાવ્યું હતું કે પાર્ટીના નેતાઓને બચાવવા માટે તપાસ એજન્સીનો દુરુપયોગ થાય છે આ ઉપરાંત જેઓ સરકારનો વિરોધ કરતા હોય છે તેમની વિરુદ્ધ તથા લાલુપ્રસાદ, મુલાયમસિંહ જેવા નેતાઓ પર તલવાર લટકતી રાખવા માટે સીબીઆઇનો દુરુપયોગ કરવામાં આવે છે.

 
< પાછળનુ   આગળનુ >

From The Archives

ગુજરાત સમાચાર

આંતરરાષ્ટ્રીય સમાચાર

રમત જગત સમાચાર

વેપાર જગત સમાચાર

મનોરંજન સમાચાર

સાયન્સ અને ટેકનોલોજી