Last Updated:19 ડિસેમ્બર 2011

બ્રેસ્ટ કેન્સરના વહેલા ઈલાજની દિશામાં આશા જન્માવતું સંશોધન છાપો ઈ-મેલ
રાષ્ટ્રીય સમાચાર
આના લેખક છે GS NEWS   
શનિવાર, 28 ઓગસ્ટ 2010
મુંબઈ,
સ્તન (બ્રેસ્ટ) કેન્સર શહેરી ભારતીય મહિલાઓ માટે ઝડપથી આફત બનતો જાય છે. દેશની દર ૨૨ સ્ત્રીઓમાંથી એકને કેન્સરની પીડાદાયક ગાંઠ થાય છે. પરંતુ મુંબઇની એક હોસ્પિટલના ડોક્ટરોએ વિકસાવેલી નવી ટેકનીક બ્રેસ્ટ કેન્સરની સારવાર અને એના મેનેજમેન્ટની પધ્ધતિમાં બદલાવ લાવી શકે છે.

ડક્ટોસ્કોપી નામની એન્ડોસ્કોપિક ટેકનીકની મદદથી કેન્સરનું વહેલું નિદાન શક્ય

નવી ટેકનીક કેન્સરના કોષોને અવિકસિત અવસ્થામાં જ શોધી કાઢે છે અને ભવિષ્યમાં થનારી કેન્સરની ગાંઠની આગાહી પણ કરી શકે છે. ડક્ટોસ્કોપી તરીકે ઓળખાતી આ એન્ડોસ્કોપિક ટેકનીકની મદદથી ડોક્ટરો સ્તનની દૂધની નળીમાં જમા થતા કેન્સરના કોષો સુધી પહોંચી શકે છે. ૮૫થી ૯૦ ટકા બ્રેસ્ટ કેન્સરની શરૃઆત દૂધની નળીથી થાય છે.

માહિમની પી.ડી. હિન્દુજા હોસ્પિટલે કરેલા પાંચ વરસના અભ્યાસ દરમિયાન ડોક્ટરો દર્દીઓના નિપલ ડિસ્ચાર્જ (દૂધસ્ત્રાવ) મારફત એમના શરીરમાં કેન્સરને કારણે થતા ફેરફારોને જાણી અને ઓળખી શક્યા હતા. આ તમામ સ્ત્રીઓને મેમ્મોગ્રાફી જેવી સ્ટાન્ડર્ડ તપાસમાં ક્લિન ચીટ અપાઈ હતી (એટલે કે એમને કેન્સર ન હોવાનું નિદાન થયું હતું). પરંતુ હિન્દુજા હોસ્પિટલના ડોક્ટરો સ્ત્રીઓના કોષોમાં આવેલા પ્રાથમિક ફેરફારો નોંધી શક્યા હતા, જે એક દાયકા કે એથી પણ વધુ સમય બાદ કેન્સરગ્રસ્ત બનવાની શક્યતા રહે છે. આ શોધ કરનારા સર્જિકલ ઓન્કોલોજિસ્ટ ડો. વિનય દેશમાનેએ જણાવ્યું હતું કે ડકટોસ્કોપી કેન્સરનો વિકાસ થયા પૂર્વે કોષોમાં એકદમ શરૃઆતમાં આવતા જેનેટિક ફેરફારોને પકડી શકે છે. નિપલમાંથી દૂધસ્ત્રાવની ફરિયાદ લઈને હોસ્પિટલમાં આવેલી મહિલાઓ પર એમણે ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. નિપલ ડિસ્ચાર્જ (દૂધસ્ત્રાવ)ની ફરિયાદ ધરાવતી ૨૦થી ૪૦ ટકા સ્ત્રીઓને સ્તનમાં કેન્સરની ગાંઠ થવાની શક્યતા રહે છે.આ ટેકનીક વિકસાવવાના ચીલારૃપ પ્રયાસો ૧૯૮૦ના દાયકામાં ફ્રાંસમાં શરૃ થયા હતા. પરંતુ ભારત કે પછી વિશ્વભરના બહુ થોડા કેન્દ્રોમાં એનો ઉપયોગ થાય છે. એટલા માટે કે ટેકનીકમાં એક મોટી ખામી છે. જેમને નિપલમાંથી દૂધસ્ત્રાવ થતો હોય એવી મહિલાઓ પર જ એનો પ્રયોગ થઈ શકે છે.

 
< પાછળનુ   આગળનુ >

From The Archives

ગુજરાત સમાચાર

આંતરરાષ્ટ્રીય સમાચાર

રમત જગત સમાચાર

વેપાર જગત સમાચાર

મનોરંજન સમાચાર

સાયન્સ અને ટેકનોલોજી