|
સોહરાબુદ્દીનનો કાંટો કાઢવા માટે રૃ. ૧૦ કરોડની સોપારીનો આક્ષેપ |
|
|
|
રાષ્ટ્રીય સમાચાર
|
|
આના લેખક છે GS NEWS
|
|
શનિવાર, 31 જુલાઇ 2010 |
|
ભાજપના નેતા ઓમ માથુરની સંડોવણીની શંકા ઃ સોહરાબુદ્દીન અભય ચુડાસમા વતી ખંડણીનું રેકેટ ચલાવતો હતો
આઝમખાને દાવો કર્યો હતો કે રાજસ્થાનના આરસના વેપારીઓ પાસેથી ખંડણી ઉઘરાવતા ગેંગસ્ટર સોહરાબુદ્દીનને ખતમ કરવા આર. કે. માર્બલ દ્વારા ભાજપના નેતા અને રાજસ્થાનના ભૂતપૂર્વ ગૃહપ્રધાન ગુલાબચંદ કટારિયાને રૃ. ૧૦ કરોડ ચુકવાયા હતા. ખાને એક ટેલિવિઝન ચેનલ સમક્ષ જણાવ્યું હતું કે ''તુલસીએ મારી પાસે આવીને કહ્યું હતું કે આર. કે. માર્બલે નાણા આપ્યા હતા. આ નાણાં ગુલાબચંદ કટારિયા પાસેથી આવ્યા હતા. કેટલીક રકમ તો અંદરોઅંદર વહેંચી લેવાઇ હતી. બાકીના નાણા કટારિયાએ રાખ્યા હતા. તેમણે કહ્યું હતું કે નાણા આર. કે. માર્બલ પાસેથી આવ્યા હતા.'' સોહરાબુદ્દીન વરિષ્ઠ IPS અધિકારી અભય ચુડાસમાના ઇશારે ખંડણીઓ ઉઘરાવતો હોવાનું આઝમ ખાને પોતાના નિવેદનમાં જણાવ્યું છે.
ખાને ચેનલને જણાવ્યું હતું કે ગુજરાત અને રાજસ્થાન પોલીસે તુલસી પ્રજાપતિને બનાવટી એન્કાઉન્ટરમાં મારી નાખ્યો હતો કારણ કે સોહરાબુદ્દીનની હત્યાનો તે સાક્ષી હતો. સીબીઆઇની તપાસમાં પોતે ચાવીરૃપ સાક્ષી હોવાથી તેના જીવનને જોખમ હોવાનું પણ ખાને ઉમેર્યું હતું. તેઓ મને મારી નાખશે એવા ધમકીભર્યા ટેલીફોન મળતાં હોવાનું પણ તેણે જણાવ્યું હતુ. ડિસેમ્બર ૨૦૦૫માં તુલસી અને આઝમખાન ઉદેપુર સેન્ટ્રલ જેલની કોટડીમાં સાથે રખાયા હતા.
રાજસ્થાનના ભાજપના બે નેતાઓ - ઓમ માથુર અને કટારિયા -માર્બલ લોબી અને ગુજરાતના પૂર્વ ગૃહરાજ્ય પ્રધાન અમિત શાહ વચ્ચે સંપર્ક સૂત્ર હોવાનું કહેવાય છ. રાજ્યસભાના ભાજપના સાંસદ અને ગુજરાતના તત્કાલિન પ્રભારી ઓમ માથુર અમિત શાહના નિકટત્તમ ગણાય છે. કટારિયાએ માર્બલ લોબી તરફથી અમિત શાહને નાણાં પહોંચાડયા હોવાનું અને શાહે ગુજરાત પોલીસને સોરાબુદ્દીનને ખતમ કરવાની કામગીરી સોંપી હોવાનું પણ ચર્ચાય છે. જોકે, કટારિયાએ પોતાના બચાવમાં જણાવ્યું હતું કે મારી પાંચ વર્ષની મુદત દરમિયાન સીબીઆઇએ કદી મારો સંપર્ક સાધ્યો નથી. અને હું આ મુદ્દા સાથે જરા પણ સંકળાયેલો નથી.
|