Last Updated:19 ડિસેમ્બર 2011

સોહરાબ કેસ ગુજરાત બહાર ખસેડવા મુદ્દે વિવાદ છાપો ઈ-મેલ
રાષ્ટ્રીય સમાચાર
આના લેખક છે GS NEWS   
શનિવાર, 31 જુલાઇ 2010
(પી.ટી.આઈ.)    નવી દિલ્હીં/ બેંગ્લોર,
સોહરાબુદ્દીન બનાવટી એનકાઉન્ટર કેસને ગુજરાત રાજયની બહાર ખસેડવા માટે સીબીઆઈની સુપ્રીમ કોર્ટમાં રજુઆત અંગે ભાજપએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. સામા પક્ષે, કોંગ્રેસે પણ મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીના આક્ષેપોને 'નાટક' ગણાવીને ફગાવી દીધા હતા. ભાજપના પ્રવકતા નિર્મલા સીતારામને સંવાદદાતાઓને જણાવ્યું હતું કે 'કોઈ પણ રાજ્યમાં ન્યાયતંત્રની નિયુકિત સુપ્રીમ કોર્ટના કોલેજિયમ દ્વારા કરાય છે. આ કેસને અન્ય રાજયમાં ખસેડી ગુજરાતના ન્યાયતંત્ર પર શંકા લાવવાનો મુદ્દો નરેન્દ્ર મોદીએ ઉપાડયો છે.

CBIની હિલચાલ ન્યાયતંત્રનું અપમાન હોવાની મોદીન ટકોરને ભાજપનો ટેકોઃ કોંગ્રેસે મોદી નાટક કરતા હોવાનો આક્ષેપ કર્યો

અમે તેમના વિચારોને સમજીએ છીએ.' ગુજરાતની બહાર કેસ ખસેડવાની માગણી રાજયના ન્યાયતંત્રનું અપમાન હોવાના નરેન્દ્ર મોદીના નિવેદન અંગે ટીપ્પણી માગવામાં આવતા પ્રવકતાએ આમ જણાવ્યું હતું. દરમિયાન, કોંગ્રેસે સોહરાબુદ્દીન કેસને ગુજરાત બહાર ખસેડવા બાબતે સીબીઆઈની સુપ્રીમમાં રજૂઆત અંગે નરેન્દ્ર મોદીએ કેન્દ્ર સરકાર સામે કરેલા પ્રહારોને નાટક ગણાવ્યા હતા. કોંગ્રેસના પ્રવકતા અભિષેક સિંધવીએ બેંગલોરમાં પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે 'સુપ્રીમ કોર્ટે ગોધરા રમખાણો અંગે સેંકડો કેસ મહારાષ્ટ્રમાં ટ્રાન્સફર કરવાનો આદેશ આપ્યો ત્યારે મોદીને અપમાનની લાગણી થઇ ન હતી ?

સુપ્રીમ કોર્ટ સમક્ષ ટ્રાન્સફર માટે સીબીઆઈની વિનંતીનો બચાવ કરતા કોંગ્રેસે જણાવ્યું હતું કે આ ગુજરાત સરકારની પ્રોસીકયુટિંગ એજન્સીમાં સંપૂર્ણ અવિશ્વાસની બાબત છે. હવે તેઓ ગુજરાતના ન્યાયતંત્રના અપમાનની વાતો કરે છે. સિંધવીએ કહ્યું હતું કે મોદી મોટી વાતો કરવા માટે જાણીતા છે. આ બીજું કશુ નહિ પરંતુ સનસનાટી અને ડ્રામાબાજીની જ વાત છે. ગુજરાત રમખાણોના સેંકડો કેસ મહારાષ્ટ્રમાં ટ્રાન્સફર કરાયા તે ગુજરાતની જનતા માટે સૌથી મોટું અપમાન હતું. ઉલ્લેખનીય છે કે, ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ સોહરાબુદ્દીન કેસ અંગે મત બેન્કનું રાજકારણ ખેલવાનો કોંગ્રેસ સામે આક્ષેપ કર્ય ોહતો. તેમણે આ કેસ ગુજરાત બહાર ટ્રાન્સફર કરવા બાબતે સીબીઆઈની રજૂઆત અંગે પણ આક્ષેપો કરી ગુજરાતના ન્યાયતંત્રનું અપમાન થતું હોવાનું જણાવ્યું હતું. ભાજપએ પણ આજે મોદીના આક્ષેપોને સમર્થન આપ્યું હતું.

 
< પાછળનુ   આગળનુ >

From The Archives

ગુજરાત સમાચાર

આંતરરાષ્ટ્રીય સમાચાર

રમત જગત સમાચાર

વેપાર જગત સમાચાર

મનોરંજન સમાચાર

સાયન્સ અને ટેકનોલોજી