Last Updated:19 ડિસેમ્બર 2011

કોર્ટોમાં ઇન્ફ્રાસ્ટ્રકચર સુધારવા ૧૫ હજાર કરોડનો ખર્ચ થશે છાપો ઈ-મેલ
રાષ્ટ્રીય સમાચાર
આના લેખક છે GS NEWS   
શનિવાર, 31 જુલાઇ 2010
(પી.ટી.આઈ.)    બેંગ્લોર,
આગામી ચાર વર્ષોમાં દેશભરની કોર્ટોમાં ઇન્ફ્રાસ્ટ્રકચર સુધારણા પાછળ રૃ. ૧૫૦૦૦ કરોડ ખર્ચવાની કેન્દ્રની યોજના છે. આ માહિતી કેન્દ્રના કાયદા પ્રધાન એમ. વીરપ્પા મોઇલીએ આપી હતી.

હાઈકોર્ટોમાં માળખાગત સવલતો માટે ૧૩મા નાણાં પંચે રૃ. પાંચ હજાર કરોડ મંજૂર કર્યા

હાઈકોર્ટના ઇન્ફ્રાસ્ટ્રકચર સુધારણા માટે તેરમા નાણાપંચે રૃ. ૫૦૦૦ કરોડ ફાળવ્યા છે અને નીચલી કોર્ટો માટે સરકાર રૃ. ૧૦,૦૦૦ કરોડ ખર્ચવા માગે છે. વકીલો અને માનવ અધિકાર માટે લડતા કાર્યકરોની કોન્ફરન્સને સંબોધન કરતા મોઇલીએ કહ્યું કે, 'આ મુદ્દા અંગેની કેબિનેટ નોંધ તૈયાર કરવામાં આવી છે. મંજુરી મળ્યા પછી ચાર વર્ષના સમયગાળામાં યોજનાને અમલમાં મુકવામાં આવશે.

કાયદાકીય શિક્ષણને બહેતર બનાવવા અને શિક્ષકો તૈયાર કરવા સરકાર પાંચ ક્ષેત્રીય કેન્દ્રો ઊભા કરવા માગે છે. ગૌહતી, કોલકોતા, દિલ્હી, ચેન્નાઈ અને ગોવામાં આ કેન્દ્રો ઉભા કરવામાં આવશે. ભારતના મુખ્ય ન્યાયાધીશની સાથે મળીને તેમનું મંત્રાલય એક યોજના તૈયાર કરી રહ્યું છે. જે અંતર્ગત કેસનો નિકાલ ત્રણ વર્ષમાં આવી જાય. દેશના વિવિધ સ્થળો પર ૧૪ નવી નેશનલ લો સ્કુલ ઓફ યુનિવર્સિટીઓની સ્થાપના કરવામાં આવશે. આ કોન્ફરન્સના પ્રમુખ કોંગ્રેસના પ્રવકતા અભિષેક સિંધવી હતા. તેમણે કહ્યું કે વકીલો નિવૃત્ત થાય પછી તેમની તબીબી જરૃરિયાતો માટે અને ઘરખર્ચ કાઢવા કલ્યાણ યોજના તૈયાર કરવામાં આવશે. પોતાના પ્રવચનમાં સિંધવીએ મોઇલીને વિનંતી કરી કે, સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિઓની નિવૃત્તિ વય મર્યાદા ૬૫ થી વધારીને ૬૭ અથવા ૭૦ વર્ષ ન કરે.

 
< પાછળનુ   આગળનુ >

From The Archives

ગુજરાત સમાચાર

આંતરરાષ્ટ્રીય સમાચાર

રમત જગત સમાચાર

વેપાર જગત સમાચાર

મનોરંજન સમાચાર

સાયન્સ અને ટેકનોલોજી