Last Updated:19 ડિસેમ્બર 2011

૯/૧૧ના દિવસે કુરાન બાળવાની અમેરિકાના એક ચર્ચની યોજના છાપો ઈ-મેલ
આંતરરાષ્ટ્રીય સમાચાર
આના લેખક છે GS NEWS   
શનિવાર, 31 જુલાઇ 2010
મુસ્લિમો- ખ્રિસ્તીઓના ભારે વિરોધ છતાં

ન્યુયોર્ક,
અમેરિકાના ફ્લોરિડા ખાતે આવેલું ચર્ચ ધ ડૉવ વર્લ્ડ આઉટરીચ સેન્ટર સપ્ટેમ્બર ૧૧, ૨૦૦૧ના ત્રાસવાદી હુમલાની વર્ષગાંઠ નિમિત્તે ઇસ્લામના પવિત્ર કુરાન ગ્રંથને બાળવાના આંતરરાષ્ટ્રીય દિનની ઉજવણીની યોજના ઘડી રહ્યું છે. જો કે, તેની આવી હિલચાલને ઘણા ખ્રિસ્તીઓ અને મુસ્લિમોએ વખોડી છે. ૯/૧૧ના ત્રાસવાદી હુમલાનો ભોગ બનેલાઓને યાદ કરવા તથા ઇસ્લામ ધર્મ સામે નિશ્ચિત વલણ અપનાવવાનો કાર્યક્રમ યોજનારા ચર્ચે ઇસ્લામને ''છેતરામણો ધર્મ'' અને ''શેતાનનો ધર્મ'' ગણાવે છે.

ફ્લોરિડાના ચર્ચે પોતાની વેબસાઇટ અને ફેસબુક પર ઇસ્લામને છેતરામણો અને શેતાનના ધર્મ તરીકે ચિતર્યો

પોતાની વેબસાઇટ અને ફેસબુક પર કાર્યક્રમનો પ્રચાર કરનારા ચર્ચે મુસ્લિમોના પવિત્ર ગ્રંથને બાળવા માટે ખ્રિસ્તીઓને ગેઇન્સવિલેના દેવળમાં બોલાવ્યા છે. ચર્ચના પાદરી ટેરી જોન્સને ટાંકતા  CNN દ્વારા જણાવાયું હતું કે ''ઇસ્લામ શેતાનનો ધર્મ હોવાનું અમે માનીએ છે. તે છેતરામણો ધર્મ છે જે આ બંને લોકોની નર્કની આગમાં ધકેલી રહ્યો છે. તે હિંસક ધર્મ છે અને આ અસંખ્ય વખત પુરવાર થયેલું છે.'' ચર્ચના ફેસબુક પેજના ૧૬૦૦ અનુયાયીઓ છે. આ પેજમાં લખાયું છે કે ''કુરાન લોકોને શાશ્વત આગ તરફ જ દોરી જઇ શકે છે, આથી અમે કુરાનને પણ તેના સ્થળ- આગમાં મૂકવા માગીએ છીએ.'' ચર્ચે પોતાના સંદેશાને ફેલાવવા માટે યય્યુબ વીડિયો પણ લોન્ચ કર્યો છે. પાદરી જોન્સ આ વીડીયોમાં કહે છે, ''હું તમને પૂછવા માગું છું. તમે કદી વાસ્તવમાં સુખી મુસ્લિમ જોયો છે? જ્યારે તેઓ મક્કા જઇ રહ્યાં હોય? તેઓ મસ્જિદના આગણામાં એક સાથે એકત્ર થયા હોય ત્યારે? શું તે સાચા આનંદનો ધર્મ જણાય છે? ના, મને તો એ શેતાનનો જ ધર્મ લાગે છે.'' પાદરી જોન્સે એમ પણ જણાવ્યું હતું કે તેણે ''ઇસ્લામ ઓફ ધ ડેવિલ'' નામનું પુસ્તક પણ લખેલું છે અને આ જ લખાણ ધરાવતા કોફી મગ અને શર્ટના વેચાણ પણ ચર્ચ કરે છે.

દરમિયાન, મુસ્લિમ અને ખ્રિસ્તી સંગઠ્ઠનોએ આ કાર્યક્રમ સામે વિરોધ નોંધાવ્યો છે. ધ નેશનલ એસોસીએશન ઓફ ઇવાન્જેલિકલ્સ દ્વારા ચર્ચને આ કાર્યક્રમ રદ કરવા જણાવાયું છે. તેણે એવી ચેતવણી પણ આપી છે કે આનાથી બંને ધર્મો વચ્ચે વિશ્વવ્યાપી તણાવ ઉભો થશે. અન્ય એક ફેસબુક જુથે મુસ્લિમ લોકો તરફ અવમાનના અને અસહિષ્ણુતા દર્શાવતા આ જૂથ તરફ વિરોધ વ્યક્ત કર્યો હતો. ઇસ્લામની હિમાયત કરતા જૂથ ''કાઉન્સિલ ઓન અમેરિકન - ઇસ્લામિક રીલેશન્સ દ્વારા રમજાનનના પવિત્ર ઉપવાસના મહિનાના ગાળામાં લોકોને શિક્ષિત કરવા સ્થાનિક,રાજ્ય અને રાષ્ટ્રીય નેતાઓને કુરાનની ૧૦૦,૦૦૦ નકલો આપવા નિર્ણય લેવાયો છે. આ જુથે જણાવ્યું હતું કે ઇસ્લામ અંગે ખોટા પ્રચાર અને પ્રસારને અટકાવવા અમેરિકન મુસ્લિમો તથા અંતરાત્માને ઓળખતા અન્ય લોકોએ રચના શિક્ષણના પ્રયાસોને સમર્થન આપવું જોઇએ.

 
< પાછળનુ   આગળનુ >

From The Archives

ગુજરાત સમાચાર

રાષ્ટ્રીય સમાચાર

મનોરંજન સમાચાર

રમત જગત સમાચાર

વેપાર જગત સમાચાર

સાયન્સ અને ટેકનોલોજી